GR8 LOVE STORY

શરૂઆતથી જ
આહનાના ફેમીલીવાળા આલોક માટે
ના જ પાડતા હતા… તેઓનું કહેવું હતું કે
આલોક સાથે લગ્ન કરીને
આહના આખી જીંદગી હેરાન જ થશે.
અને આ ફેમિલીના પ્રેશરના કારણે એ
કપલમાં હમેશા ઝઘડો થયા કરતો હતો.
જોકે આહના આલોકને ખુબજ પ્રેમ
કરતી હતી છતાં આહના પૂછ્યા કરતી હતી કે
આલોક તું મને કેટલો પ્રેમ કરે છે ?
આલોક થોડો શરમાળ અને
ઓછાબોલો હતો આથી તે
તેની ફીલિંગ્સ
ને શબ્દોમાં વર્ણવી નહોતો શકતો. અને
આજ કારણે આહના હમેશા અપસેટ
રહેતી હતી. આ બધું લઈને અને
ફેમીલીના પ્રેશર ને કારણે
આહના તેનો બધો ગુસ્સો આલોક પર
ઠાલવી દેતી હતી. અને આની સામે
આલોક
ફક્ત મૂંગા મોએ બધું સહન કર્યે જતો હતો.
થોડા વર્ષોમાં આલોકનું ગ્રેજ્યુએશન પૂરું
થયું અને તેણે વિદેશમાં માસ્ટર
ડીગ્રી કરવા જવાનું વિચાર્યું.
જતા પહેલા આલોકે આહનાને પ્રપોઝ
કર્યું
અને કહ્યું: મને મારી ફીલિંગ્સ ને
વર્ણવતા નથી આવડતું, છતાં હું ફક્ત એટલું
જાણું છું કે હું તને ખુબજ ચાહું છું, “યસ, આઈ
લવ યુ” અને જો તું મને પરમીશન આપે
તો હું
તારી સાથે લગ્ન કરીશ અને
આખી જીંદગી તારી સંભાળ રાખીશ
અને
તને ખુબજ પ્રેમ આપીશ. સવાલ
રહ્યો તારા ફેમીલી નો, હું
મારાથી બનતી ટ્રાય કરીશ અને તેઓને
મનાવી લઈશ, શું તું મારી સાથે લગ્ન
કરીશ?
આહના તેની વાત સાથે સહમત થઇ ને
લગ્ન
માટે તૈયાર થઇ ગઈ. આલોકના અડગ
નિર્ધાર સામે આખરે
આહનાના ફેમીલી વાળા પણ
માની ગયા અને આલોકના વિદેશ
જવાના પહેલા બંને ના એન્ગેજમેન્ટ થઇ
ગયા.
આહના એક કોમ્પ્યુટર ફર્મ માં જોબ
કરવા લાગી અને આલોક વિદેશ
માં તેના સ્ટડી માં ધ્યાન
આપવા લાગ્યો. અને તેઓનો પ્રેમ
તેમના ઈમેઈલ અને ફોન કોલ્સ
માં છલકાતો રહેતો.
એક દિવસ આહના તેની જોબ માટે
જતી હતી ત્યાં રસ્તામાં અચાનક એક
ફૂલ
સ્પીડે જઈ રહેલી કાર સાથે અથડાઈ !!!
જયારે આહનાએ
તેની આખો ખોલી ત્યારે
તે હોસ્પિટલની પથારી માં સુતી હતી.
અને ત્યારે તેને સમજાયું કે તેને ઘણું વાગ્યું
હતું. આહનાએ જોયું કે
તેના મમ્મી તેની સામે હતા,
આહના તેની મમ્મીને
રડતી અટકાવવા અને
છાની રાખવા ગયી ત્યારે
તેના ગાળા માંથી બીજું કઈ નહિ પણ
માત્ર નિરાશા જ નીકળી… અને
આહનાને
સમજાયું કે તેનો અવાજ ખોઈ
બેઠી હતી !
ડોકટરોનું કહેવું હતું કે તેના માથામાં ઘણું
વાગ્યું હતું અને તેના કારણે
આહના તેનો અવાજ ખોઈ બેઠી છે.
છોકરીના માતાપિતાના આશ્વાસન
ના જવાબ રૂપે આહનાએ
ઘણો બોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ
તેના ગળામાંથી એક પણ શબ્દ બહાર
ના નીકળ્યો અને તે ભાંગી પડી.
હોસ્પિટલમાં થી આહનાને
રાજા મળી અને તે ઘરે આવી છતાં હજુ
તેની પાસે સાયલેન્ટલી રડવા સિવાય
બીજો કોઈ ઓપ્શન ન હતો. તેના માટે
તો આખી દુનિયા જાણે
મૂંગી બની ગયી હતી સિવાય કે ફોન
ની રીંગ જે હમેશા તેના આવાજ
સંભાળવા માટે રણક્યા કરતી હતી. અને
તે
ટેલીફોન રીંગ આહના ના હૃદય
માં તલવારની જેમ
ભોકાતી હતી કારણકે
આહના આલોકને આ વાત ની જાણ
કરી તેને
દુ:ખી કરવા નહોતી ઇચ્છતી. અને
તેના પર
ભારરૂપ થવા પણ નહોતી ઇચ્છતી.
એક દિવસે આહનાએ આલોકને એક પત્ર
લખ્યો કે તે હવે લાંબો સમય રાહ
જોવા નથી ઇચ્છતી અને સાથે જ
તેની એન્ગેજમેન્ટ રીંગ પણ
પાછી મોકલી દીધી. તેના જવાબ
માં આલોકે અસંખ્ય પત્રો, ઈમેઈલ, અને
ફોન કોલ્સ કર્યાં પરંતુ આહના માત્ર
રડવા સિવાય કશું જ ના કરી શકી.
આહનાના માતા-પિતા એ ક્યાંક
દુરના સ્થળે જતા રહેવાનું વિચાર્યું કે
જેથી આહના ત્યાં બધું જ ભૂલી જાય અને
નવા જીવનની શરૂઆત કરે.
નવી જગ્યાએ આહના એ સાઈન લેન્ગવેજ
શીખવાનું શરુ કરી દીધું અને તેની જાતને
હંમેશા આશ્વાસન આપતી રહેતી કે તેને હવે
આલોકને ભૂલી જવાનો છે અને આહનાએ
નવી લાઈફ ને સમજવાનું શરુ કરી દીધું.
એક
દિવસે આહના ની એક ફ્રેન્ડ તેને
મળવા આવી અને કહ્યું કે આલોક
પાછો આવી ગયો છે. અને આહનાએ
તેની ફ્રેન્ડને કહ્યું કે તે આલોકને
મારી સાથે
શું બન્યું તે કશું જ ના કહે. અને ત્યાર બાદ
આલોક તરફથી ઘણા સમય સુધી કોઈ જ
સમાચાર ના આવ્યા.
એક વર્ષ પસાર થઇ ગયું. એક દિવસ
આહના ની ફ્રેન્ડ એક બંધ કવર લઇ ને
આવી,
આહના એ કવર જોયું તો તેમાં આલોકના
લગ્ન ની કંકોત્રી હતી અને અને
ઇન્વીટેશન
કાર્ડ હતું. આહના આવક થઇ ગઈ અને તેને
ચક્કર આવવા લાગ્યા છતાં તેને
કંકોત્રી ખોલી અને જોયું તો તેમાં તેનું

નામ હતું !
આહના ને કઈ સમજાયું નહિ આથી તેણીએ
તેની ફ્રેન્ડ ને પૂછવા ગઈ ત્યાં સામે જ
આલોક ઉભો હતો. અને આલોકે સાઈન
લેન્ગવેજ માં આહનાને કહ્યું કે તે એક વર્ષ
સુધી સાઈન લેન્ગવેજ
શીખવા ગયો હતો કારણકે તેને કહેવું હતું કે
હજુ તેનું પ્રોમિસ ભૂલી નથી ગયો. અને
મને
ચાન્સ આપ કે જેથી હું તારો અવાજ
બની શકું. આઈ લવ યુ… અને તેની સાથે જ
આલોકે એન્ગેજમેન્ટ રીંગ
ફરી આહનાની આંગળીમાં પહેરાવી દીધી.
અને ઘણા સમય
પછી આહનાના ચહેરા પર
ફરી સ્માઈલ જોવા મળી કે જે હવે
ક્યારેય
અટકવાની ના હતી.