અભિમાન

એક ઓરડામાં મીણબત્તીનો પ્રકાશ
ફેલાઈ રહ્યો હતો, એક
ખૂણામાં અગરબત્તી પણ ચૂપચાપ
સળગી રહી હતી. અગરબત્તીને જોઈને
મીણબત્તીને અભિમાન થયું...
તેણે તિરસ્કાર પૂર્વક અગરબત્તીને
કહ્યું,

''જો,હું કેટલી ભાગ્યશાળી છું..ચારે તરફ
મારો પ્રકાશ કેવો ફેલાઈ રહ્યો છો,
બધાની નજર મારી સામે જ રહે છે...''

અગરબત્તીએ નમ્રતાથી કહ્યું, ''બહેન
તારી વાત સાચી પણ
મુશ્કેલીના સમયે સાહસપૂર્વક ટકી રહેવું
પણ જરૂરી છે, સાચી પરીક્ષા મુશ્કેલીમાં જ
થતી હોય છે... પરંતુ
મીણબત્તી પોતાના ચમકતા પ્રકાશની મસ્તીમાં મસ્ત હતી...

એટલામાં પવનનો સપાટો આવ્યો અને
એકજ ઝપાટામાં મિણબતી બુઝાઈ
ગઈ.પરંતુ અગરબતી હજુ પણ
સળગતી હતી.તેણે
પોતાની પ્રખરતા વધારી દીધી અને
વધું તિવ્રતાથી તેની સુવાસ ચોતરફ
પ્રસરી ગઇ.

હજુ સુધી મૌન
રહેલા ઓરડાના અવકાશે હવે કહ્યું, ''
હવાનો સપાટો જેના અસ્તિત્વને
ખતમ કરી દે એવી ચમક શું કામની? ''
પોતાની પાસે જે શક્તિ હોય
તેનો અહંકાર ક્યારેય
કરવો નહિ.બીજાને આપણે
કેટલા ઉપયોગી બનીએ છીએ તે
મહત્વનું છે...

(મિત્રો આવી પ્રેરક કથાઓ તમને
ફેસબૂક કે ગૂગલ સર્ચ કરવાથી પણ
નહી મળે..આ કોઈ કોપી પેસ્ટ પણ
નથી .. આ બધું
જૂના સાહિત્યમાંથી લીધેલું છે..જેને
અમે અમારા ગ્રૂપ
દ્વારા તમારા સુધી પહોંચાડીએ
છિએ..આ ગ્રૂપ
દ્વારા સાહિત્યનો વિકાસ
કરવાનો એક સહિયારો પ્રયાસ છે..
તો તેમાં સહભાગી બનવા હમણાં જ
જોડાઓ અને તમારા અન્ય મિત્રોને
પણ જોડાવા કહો..)

♥ Source : from my childhood collection of short stories ....

Typing :- My best friend - Vikram Solanki ''JANAAB''.

♥ POET : AASH ♥

♥ SAHITYA SAFAR  ♥

ધર્મનિરપેક્ષતા

ચાલ ગરબડ જરા ગ્રંથોમાં કરી જોઇએ
રામાયણમાં રહિમ અને કુરાનમાં ક્રિષ્ન
લખી જોઇએ

ફર્ક શું પડશે એમાં એમની મહાનતાને ?
અદલાબદલી થોડી ઉપરવાળાની કરી જોઇએ

આઝાન પછી મંદિરના ભૂંગળે દેવાય
મસ્જીદે આરતી અલ્લાહની કરી જોઇએ

મૂર્તિ આગળ મહોમ્મદની પ્રેમથી
ચાલીસા પયગંબરની કરી જોઇએ

કોઈ મુબારક રમઝાનના દિવસે
નમાઝ કૃષ્ણ નામની પઢી જોઈએ

જયાં ન હોય કોઈ બંધન ને ફતવા
ચાલ ને એવો ધર્મ જીવી જોઈએ

ડૉ.હાર્દિક યાજ્ઞિક

जैसी करनी वैसी भरनी

एक बार एक महिला की कार ख़राब
हो गयी.
उसे सूझ नहीं रहा था की क्या करें. वो बहुत
ही देर तक वहाँ वेट करती रही की कोई आकर
उसकी मदद कर दे. तभी वहाँ से एक
आदमी जा रहा था. वो बहुत
ही गरीब लग रहा था और भूखा भी.
वो अपनी साइकिल से उतरा और उस
महिला की और बढ़ा.
महिला बूढी थी.
उसे डर लग रहा था की कही ये
आदमी उसे
नुकसान पहुंचाने तो नहीं आ रहा है.
तभी वो आदमी उसकी Mercedes
गाड़ी के आगे खड़े हो गया. वो धीरे से
बोला की मैडम आप क्यों नहीं गाड़ी में
बैठ जाती है. बाहर बहुत ठण्ड है. तब तक मैं
आपकी गाड़ी को देख लेता हूँ. और
मेरा नाम Bryan Anderson हैं.
महिला को थोड़ी शांति मिली.
आदमी ने
देखा की गाड़ी का केवल टायर पंक्चर
हो गया हैं. पर उस बूढी महिला के लिए
तो ये भी बड़ी समस्या थी.
उसने टायर बदलने का कार्य शुरू कर
दिया.
और कुछ ही देर में नया टायर
भी लगा दिया. अब बस उसके नट-वोल्ट
कसने थे. तभी महिला ने खिड़की से
बहार
झाँका और कहा की “मुझे अगले शहर
जाना है. यहाँ से बस गुज़र
रही थी. तभी गाड़ी ख़राब
हो गयी.” उसने Bryan का बहुत
ही धन्यवाद किया. उसे
पता था की अगर
वो नहीं आता तो उसे
कितनी ही मुश्किलों का सामना करना पड़ता.
जल्द ही उसने टायर बदल दिया.
महिला ने
उससे पूछा “तुम्हारे कितने पैसे हुए बेटा?”
वो इस समय Bryan जो मांगता उसे देने
के
लिए तैयार थी. क्योकि उसने पहले
ही सारी डरावनी घटनाओं के बारे में
सोच लिया था जो हो सकती थी. पर
Bryan की मदद से ऐसा कुछ नहीं हुआ.
वो उसकी आभारी थी. पर Bryan ने
ऐसा कुछ नहीं सोचा था. वो तो बस
उसकी मदद करने आया था.
उसे याद था की जिंदगी में
कितनी ही बार लोगों ने उसकी मदद
की थी. और
उसकी जिंदगी अभी तक ऐसे
ही चलती आई
थी. निस्वार्थ मदद लेकर और मदद देकर.
उसने
पैसो के बारे में
कभी सोचा भी नहीं था.
चाहे उसे इनकी कितनी भी जरुरत क्यों न
हो. उसने कहा ” मुझे आपके पैसे
नहीं चाहिए
मैडम, पर अगर
आपको अगली बार ऐसा कोई
व्यक्ति दिखे जिसे
आपकी सहायता की जरुरत हो. तो उस
समय कभी पीछे मत हटीयेगा. तब आप मुझे
याद करके मदद कर देना.
जिंदगी ही आखिर
सहयोग पर टिकी हैं.”
ये कहकर वो चला गया. और
महिला भी अपने सफ़र पर चल दी. रास्ते
भर
वो यही सोचती रही की ऐ भी लोग
होते है जो निस्वार्थ भाव से अनजाने
लोगों की मदद कर जाते हैं. थोड़ी रात
को वो एक पेट्रोल पंप के पास से गुजरी.
पास ही में एक होटल भी था. उसने
सोचा की कुछ खाने के बाद
बाकि का सफ़र तय किया जाए. बाहर
बारिश हो रही थी. जब वो होटल में
गयी. तो एक लड़की, जो करीब 26-28
की होगी,
अपनी प्यारी मुस्कान के साथ उसके
पास
आई.और उसे अपने बाल पोछने के लिए
टॉवेल
दिया. उस लड़की की मुस्कान
बनावटी नहीं थी.
बूढी महिला ने
देखा की वो लड़की करीब
८महीने की pregnant थी.
उसे देखकर हैरानी हुई की इस हालात में
वो अपनी परेशानियों की परवाह किये
बगेर कैसे उसके और बाकि customers के
साथ इतना अच्छा व्यवहार कर रही हैं.
और
तभी उसे ब्रायन की याद आई.
बूढी महिला ने उसे अपना आर्डर दिया.
और खाने के बाद
आने पर पैसे 100 डॉलर उसे दे दिए. जब
लड़की बाकि के पैसे लौटाने आई.
तो वो महिला वहां नहीं थी.
वो सोचने
लगी की कहाँ जा सकती है.
तभी उसे टेबल पर पड़े napkin पर कुछ
लिखा मिला. उसे पड़कर उसकी आँखों में
आंसू आ गए. उसमे लिखा था, ” तुमे ये पैसे
रख
लों. कभी किसी ने
मेरी भी मदद की थी. और अब मेरा फ़र्ज़
बनता है की मैं तुम्हारी मदद करू.
मेरी बस यही विनती है की तुम इस चैन
को यही मत टूटने देना. इसे आगे
बढ़ाना. जरूरतमंद की मदद करना…” और
इसके
साथ ही 400 डॉलर और रखे हुए थे.
वो महिला का शुक्रिया करने लगी. उसे
और उसके पति को इन
पैसो की सख्त जरुरत थी. क्योंकि अगले
महीने ही उनके यहाँ बच्चे
की संभावना थी… वो होटल
का सारा काम करके घर
पर लौटी. और बिस्तर पर आकर अपने
पति के
पास लेट गयी. उसे ख़ुशी थी की अब उन्हें
ज्यादा चिंता करने की जरुरत नहीं हैं.
उसके
पति कई दिनों से परेशान थे. उसने अपने
पति के गालो को धीरे से चुमते हुए
कहा..सब
कुछ ठीक हो जायेगा. I love you
Bryan Anderson. ”

एक पुरानी कहावत हैं. ” जैसा हम करते है
वैसा ही हमें मिलता हैं… “ मैं, आप, हम
सभी इस कहानी से बहुत कुछ सिख चुके
हैं…

GR8 LOVE STORY

શરૂઆતથી જ
આહનાના ફેમીલીવાળા આલોક માટે
ના જ પાડતા હતા… તેઓનું કહેવું હતું કે
આલોક સાથે લગ્ન કરીને
આહના આખી જીંદગી હેરાન જ થશે.
અને આ ફેમિલીના પ્રેશરના કારણે એ
કપલમાં હમેશા ઝઘડો થયા કરતો હતો.
જોકે આહના આલોકને ખુબજ પ્રેમ
કરતી હતી છતાં આહના પૂછ્યા કરતી હતી કે
આલોક તું મને કેટલો પ્રેમ કરે છે ?
આલોક થોડો શરમાળ અને
ઓછાબોલો હતો આથી તે
તેની ફીલિંગ્સ
ને શબ્દોમાં વર્ણવી નહોતો શકતો. અને
આજ કારણે આહના હમેશા અપસેટ
રહેતી હતી. આ બધું લઈને અને
ફેમીલીના પ્રેશર ને કારણે
આહના તેનો બધો ગુસ્સો આલોક પર
ઠાલવી દેતી હતી. અને આની સામે
આલોક
ફક્ત મૂંગા મોએ બધું સહન કર્યે જતો હતો.
થોડા વર્ષોમાં આલોકનું ગ્રેજ્યુએશન પૂરું
થયું અને તેણે વિદેશમાં માસ્ટર
ડીગ્રી કરવા જવાનું વિચાર્યું.
જતા પહેલા આલોકે આહનાને પ્રપોઝ
કર્યું
અને કહ્યું: મને મારી ફીલિંગ્સ ને
વર્ણવતા નથી આવડતું, છતાં હું ફક્ત એટલું
જાણું છું કે હું તને ખુબજ ચાહું છું, “યસ, આઈ
લવ યુ” અને જો તું મને પરમીશન આપે
તો હું
તારી સાથે લગ્ન કરીશ અને
આખી જીંદગી તારી સંભાળ રાખીશ
અને
તને ખુબજ પ્રેમ આપીશ. સવાલ
રહ્યો તારા ફેમીલી નો, હું
મારાથી બનતી ટ્રાય કરીશ અને તેઓને
મનાવી લઈશ, શું તું મારી સાથે લગ્ન
કરીશ?
આહના તેની વાત સાથે સહમત થઇ ને
લગ્ન
માટે તૈયાર થઇ ગઈ. આલોકના અડગ
નિર્ધાર સામે આખરે
આહનાના ફેમીલી વાળા પણ
માની ગયા અને આલોકના વિદેશ
જવાના પહેલા બંને ના એન્ગેજમેન્ટ થઇ
ગયા.
આહના એક કોમ્પ્યુટર ફર્મ માં જોબ
કરવા લાગી અને આલોક વિદેશ
માં તેના સ્ટડી માં ધ્યાન
આપવા લાગ્યો. અને તેઓનો પ્રેમ
તેમના ઈમેઈલ અને ફોન કોલ્સ
માં છલકાતો રહેતો.
એક દિવસ આહના તેની જોબ માટે
જતી હતી ત્યાં રસ્તામાં અચાનક એક
ફૂલ
સ્પીડે જઈ રહેલી કાર સાથે અથડાઈ !!!
જયારે આહનાએ
તેની આખો ખોલી ત્યારે
તે હોસ્પિટલની પથારી માં સુતી હતી.
અને ત્યારે તેને સમજાયું કે તેને ઘણું વાગ્યું
હતું. આહનાએ જોયું કે
તેના મમ્મી તેની સામે હતા,
આહના તેની મમ્મીને
રડતી અટકાવવા અને
છાની રાખવા ગયી ત્યારે
તેના ગાળા માંથી બીજું કઈ નહિ પણ
માત્ર નિરાશા જ નીકળી… અને
આહનાને
સમજાયું કે તેનો અવાજ ખોઈ
બેઠી હતી !
ડોકટરોનું કહેવું હતું કે તેના માથામાં ઘણું
વાગ્યું હતું અને તેના કારણે
આહના તેનો અવાજ ખોઈ બેઠી છે.
છોકરીના માતાપિતાના આશ્વાસન
ના જવાબ રૂપે આહનાએ
ઘણો બોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ
તેના ગળામાંથી એક પણ શબ્દ બહાર
ના નીકળ્યો અને તે ભાંગી પડી.
હોસ્પિટલમાં થી આહનાને
રાજા મળી અને તે ઘરે આવી છતાં હજુ
તેની પાસે સાયલેન્ટલી રડવા સિવાય
બીજો કોઈ ઓપ્શન ન હતો. તેના માટે
તો આખી દુનિયા જાણે
મૂંગી બની ગયી હતી સિવાય કે ફોન
ની રીંગ જે હમેશા તેના આવાજ
સંભાળવા માટે રણક્યા કરતી હતી. અને
તે
ટેલીફોન રીંગ આહના ના હૃદય
માં તલવારની જેમ
ભોકાતી હતી કારણકે
આહના આલોકને આ વાત ની જાણ
કરી તેને
દુ:ખી કરવા નહોતી ઇચ્છતી. અને
તેના પર
ભારરૂપ થવા પણ નહોતી ઇચ્છતી.
એક દિવસે આહનાએ આલોકને એક પત્ર
લખ્યો કે તે હવે લાંબો સમય રાહ
જોવા નથી ઇચ્છતી અને સાથે જ
તેની એન્ગેજમેન્ટ રીંગ પણ
પાછી મોકલી દીધી. તેના જવાબ
માં આલોકે અસંખ્ય પત્રો, ઈમેઈલ, અને
ફોન કોલ્સ કર્યાં પરંતુ આહના માત્ર
રડવા સિવાય કશું જ ના કરી શકી.
આહનાના માતા-પિતા એ ક્યાંક
દુરના સ્થળે જતા રહેવાનું વિચાર્યું કે
જેથી આહના ત્યાં બધું જ ભૂલી જાય અને
નવા જીવનની શરૂઆત કરે.
નવી જગ્યાએ આહના એ સાઈન લેન્ગવેજ
શીખવાનું શરુ કરી દીધું અને તેની જાતને
હંમેશા આશ્વાસન આપતી રહેતી કે તેને હવે
આલોકને ભૂલી જવાનો છે અને આહનાએ
નવી લાઈફ ને સમજવાનું શરુ કરી દીધું.
એક
દિવસે આહના ની એક ફ્રેન્ડ તેને
મળવા આવી અને કહ્યું કે આલોક
પાછો આવી ગયો છે. અને આહનાએ
તેની ફ્રેન્ડને કહ્યું કે તે આલોકને
મારી સાથે
શું બન્યું તે કશું જ ના કહે. અને ત્યાર બાદ
આલોક તરફથી ઘણા સમય સુધી કોઈ જ
સમાચાર ના આવ્યા.
એક વર્ષ પસાર થઇ ગયું. એક દિવસ
આહના ની ફ્રેન્ડ એક બંધ કવર લઇ ને
આવી,
આહના એ કવર જોયું તો તેમાં આલોકના
લગ્ન ની કંકોત્રી હતી અને અને
ઇન્વીટેશન
કાર્ડ હતું. આહના આવક થઇ ગઈ અને તેને
ચક્કર આવવા લાગ્યા છતાં તેને
કંકોત્રી ખોલી અને જોયું તો તેમાં તેનું

નામ હતું !
આહના ને કઈ સમજાયું નહિ આથી તેણીએ
તેની ફ્રેન્ડ ને પૂછવા ગઈ ત્યાં સામે જ
આલોક ઉભો હતો. અને આલોકે સાઈન
લેન્ગવેજ માં આહનાને કહ્યું કે તે એક વર્ષ
સુધી સાઈન લેન્ગવેજ
શીખવા ગયો હતો કારણકે તેને કહેવું હતું કે
હજુ તેનું પ્રોમિસ ભૂલી નથી ગયો. અને
મને
ચાન્સ આપ કે જેથી હું તારો અવાજ
બની શકું. આઈ લવ યુ… અને તેની સાથે જ
આલોકે એન્ગેજમેન્ટ રીંગ
ફરી આહનાની આંગળીમાં પહેરાવી દીધી.
અને ઘણા સમય
પછી આહનાના ચહેરા પર
ફરી સ્માઈલ જોવા મળી કે જે હવે
ક્યારેય
અટકવાની ના હતી.

लाजवाब गजल

÷÷÷÷÷ क्या बात है ÷÷÷÷÷

कुछ परिंदे भी जानते हैं बहार और पतझड़
झोपड़ियों में कभी भी ये कबूतर
नहीं आते  l

इलम सीखते चींटी से भी घर बनाने का
तो बेघरों में कभी भी यह बंदर नहीं आते  l

इस इश्क में है ज़िंदगी ना मौत जो जानते
तो साँपों के गले में कभी छछूंदर नहीं आते  l

और जो ये भारत ना होता सोने
की चिड़िया
तो इसे लूटने को हज़ारों सिकंदर
नहीं आते  l

गर खुदा जानता ये दिल है आईने
सा नाज़ुक
तो मेरे हिस्से में कभी इतने पत्थर
नहीं आते  l

जहां पहुंच के मिल गयी थी जन्नत हमको
अब तो ख्वाब में भी ऐसे मंज़र नहीं आते  l

भूंख में ही तलाश होती है निवाले
की सबको
सुबह के वक्त काटने कभी ये मच्छर
नहीं आते  l

हम दिल के दिए जलाते हैं तूफ़ानो में
ही ''संजू ''
यूँ सबकी ही ज़िंदगी में रोज़
बवंडर नहीं आते l

-संजीव शर्मा

अंधी न्याय व्यवस्था

एक युवक की बाइक से एक नेता पुत्र
की बाइक हल्के से टकरा गई , युवक ने
माफी भी माँग ली.... लेकिन नेता पुत्र
ने उसे सबक सिखाने की ठानी।

एक दिन नेता पुत्र अपने दोस्तों के साथ
बाइक से जा रहा था कि उसे वह युवक
दिखाई दिया....!!

वह अपने दोस्तों के साथ उसके
पीछा करने
लगा और अपनी बाइक उसके बराबर
चलाने लगा....

नेतापुत्र उस युवक की बाइक को पैर से
धक्का देने ही वाला था कि नेतापुत्र
की बाइक फिसल गई और नेतापुत्र के
सिर में गम्भीर चोट लग गई और उस युवक को
अन्य लड़कों ने पकड़ लिया और पुलिस के हवाले
कर दिया...

नेतापुत्र को अस्पताल में
भर्ती कराया गया लेकिन उसे
बचाया नही जा सका। अदालत में जब
उस निर्दोष युवक को पेश किया गया तब
उन नेतापुत्र के दोस्तों ने
गवाही दी (जोकि चश्मदीद थे)
कि नेतापुत्र की बाइक पर इस युवक ने
जानबूझकर पैर मारा था जिससे
उसकी मौत हुई।

चूँकि चश्मदीदों के बयानो के आधार पर
कोर्ट फैसला करता है इसलिये कोर्ट ने
भी उस निर्दोष युवक
को हत्या का दोषी मानते हुऐ
फाँसी की सजा सुनाई...!!!

जिस दिन उस निर्दोष युवक को जब
फांसी दी जाने लगी तो जेलर ने
उसकी अंतिम इच्छा पूछी -
"तुम्हारी मरने से पूर्व कोई
इच्छा बताओ ?

" युवक-: " क्या आप पूरी कर देंगे ?"

जेलर-: " पूरा प्रयास करेंगे !

युवक-: "तो सुनिए और कान खोलकर सुनिए , मै
मरने से पहले अपनी दोनों आँखें अंधी न्याय
व्यवस्था को दान देना चाहता हूँ!!!

Thank u God

મેં ઇશ્વર પાસે તાકાત માગી કે હું બધું
કરી શકું
પણ તેણે મને નિર્બળ બનાવ્યો, જેથી હું
અનુસરી શકું

મેં તંદુરસ્તી માગી જેથી હું મોટા કામ
કરી શકું
તેણે મને બીમારી આપી જેથી હું વધારે
સારો બની શકું.

મેં ધન માગ્યું જેથી હું ખુશ રહું,
તેણે મને ગરીબી આપી જેથી હું સમજદાર
બનું

મેં ક્ષમા માગી જેથી મને
લોકોની ખુશામત મળે
તેણે મને નિર્મળતા આપી જેથી
હું ઇશ્વરની જરૂર છે તે અનુભવી શકું.

મારે બધું જોઇતું હતું જેથી મને
બધી ચીજોનો આનંદ લેતાં આવડે.
મેં જે માગ્યું તે મને મળ્યું નહીં,
પણ જેની મને જરૂર હતી તે તમામ ઇશ્વરે
મને આપ્યું.

મને ખબર પણ ન પડી ને મારી ન
બોલાયેલી પ્રાર્થના પણ સાકાર થઇ
હું સાચે જ ઇશ્વરની કૃપા મેળવવા સદ્
ભાગી એવો માણસ છું.

દુનિયાની સાત અજાયબીઓ

હાઈસ્કુલ ના વિદ્યાર્થીઓ
દુનિયાની સાત અજાયબીઓ વિષે
ભણી રહ્યા હતા. લેશન પૂરું થયા બાદ
વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે તેઓ
જેને સૌથી વધારે અજાયબી માનતા હોય
તેમનું લીસ્ટ તૈયાર કરે. જો કે ક્લાસ
માં ઘણા બધા મતભેદો હતા છતાં નીચે
પ્રમાણે નું લીસ્ટ તૈયાર થયું.
1. Egypt’s Great Pyramids
2. The Taj Mahal in India
3. The Grand Canyon in Arizona.
4. The Panama Canal.
5. The Empire State Building.
6. St. Peter’s Basilica.
7. China’s Great Wall.

બધાનું લીસ્ટ લઈને વોટ
થતા હતા ત્યારે
શીક્ષકે જોયું કે એક છોકરી તેના લીસ્ટ
બનાવવામાં કઈક મૂંઝવણ અનુભવે છે. અને
તેણીએ તેનું લીસ્ટ હજુ આપ્યું નથી.
આથી શીક્ષકે તેમને પૂછ્યું કે તેને કોઈ
મદદની જરૂર હોય તો જણાવે.
જવાબમાં તેણીએ કહ્યું મને ખરેખર
સમજાતું નથી, કારણકે આ લીસ્ટ તો ઘણું લાંબુ
બની શકે તેમ છે. શિક્ષકે કહ્યું: તારું લીસ્ટ
વાંચ જેથી અમે કઈક તને મદદ કરી શકીએ.
તેણીએ ખટકાચ સાથે તેનું લીસ્ટ
વાંચવાનું શરુ કર્યું: “મને લાગે છે કે
દુનિયાની અજાયબીઓ આ પ્રમાણે છે:
1. સ્પર્શ…
2. ટેસ્ટ…
3. દ્રષ્ટી…
4. સાંભળવું…
5. અનુભવવું…
6. હસવું…
7. પ્રેમ…
આ સાંભળીને આખો રૂમ શાંત થઇ ગયો,
ટાંચણી પડે તો પણ તેનો અવાજ
સંભળાય તેટલો શાંત…

કદાચ, આ વાર્તા આપણને એ યાદ
અપાવે છે
કે આપણે જે વસ્તુને રોજ જોઈએ છીએ અને
જે તદન નાની લાગે છે અથવા આપણે
તેના તરફ ધ્યાન નથી આપતા તે
દુનિયાની સૌથી અદભુત વસ્તુ હોઈ શકે
છે. અને અપને તેનો અનુભવ કરવા માટે
ક્યાય લાંબા પ્રવાસ કરવાની જરૂર નથી. –
બસ કુદરતે આપલી આ મહાન ભેટ નો
અનુભવ કરો અને તેનો આભાર માનો.

सच्चा दोस्त

एक दोस्त ने नया  मोबाइल खरीदा..!!
राहुल : देख, राकेश मैने नया मोबाइल
खरीदा..!!

राकेश : वाह.. क्या बात है, बंदा तेजी मेँ
है..आज पार्टी तो देनी पडेगी तुझे..!
अगर पार्टी देगा तो मैँ भी तुझे एक
गिफ्ट दुँगा..!

राहुल : OK चल ठीक है आज रात
को होटल मेँ पार्टी मेरी तरफ से..(रात
को दोनो होटल मेँ मिलते है)

राकेश : अरे यार तु इतना गरीब है, एक-
एक रुपया इकठ्ठा करके मोबाइल खरीदा और
अब पार्टी का इंतजाम कैसे किया..?

राहुल : पार्टी के लिए मोबाइल बेच
दिया.. तेरे लिए तो जान भी दे दु तु कहे
तो...!

राकेश : मुझे पता था तु
साला ऐसा ही कुछ करेगा... इसलिए तुने
जिस दुकान पर मोबाइल बेचा मैने वही से
वापस खरीद कर लाया हु...ले यह
मेरी तरफ से "गिफ्ट"  l

मोरल : "जिँदगी मेँ दोस्त
नही बल्कि दोस्त मेँ जिँदगी होनी चाहिए"

नेता और यमराज

अन्त तक जरूर पढना

एक नेता मरने के बाद यमपुरी पहुँच
गया वहां यमराज ने उसका भव्य स्वागत
किया, यमराज ने कहा इससे पहले कि मैं
आपको स्वर्ग या नरक भेजूं पहले मैं
चाहता हूँ
कि आप दोनों जगहों का मुआयना कर लें
कि आपके लिए कौन सी जगह
ज्यादा अनुकूल होगी!

यमराज ने यमदूत को बुलाया और
कहा कि नेता जी को एक दिन के लिए
नरक लेकर जाओ और फिर एक दिन स्वर्ग
घुमा कर वापिस
मेरे पास ले आना, ��यमदूत नेता को नरक में
ले गया नेता तो नरक कि चकाचौंध �� देखकर
हैरान रह गया चारों तरफ हरी भरी घास और
बीचमें गोल्फका मैदान, नेता ने देखा उसके
सभी दोस्त वहां घास के मैदानों में शांति से बैठे है
और कुछ गोल्फ खेलने का आनंद ले रहे हैं, उन्होंने
जब उसे देखा तो वे बहुत खुश हुए और सब उससे
गले मिलने आ गए और, बीते हुए
दिनों कि बातें करने लगे पूरा दिन उन्होंने साथ में गोल्फ खेला, और रात में शराब और
मछली का आनंद लिया!

अगले दिन ��यमदूत नेता को स्वर्ग लेकर
गया जैसे ही वे स्वर्ग के द्वार पर पहुंचे
स्वर्ग का दरवाजा खुला, नेता ने
देखा रोशनी ��से भरा दरबार था स्वर्ग का!
सभी लोगों के
चेहरे पर असीम शांति कोई भी एक दूसरे
से बात नहीं कर रहे थे, मधुर संगीत बज
रहा था, कुछ लोग बादलों के ऊपर तैर रहे
थे l नेता ने देखा सभी लोग अपने अपने
कार्यों में व्यस्त थे, नेता उन सब को गौर से देख
रहा था नेता ने बड़ी मुश्किल से एक दिन
काटा!

सुबह जब�� यमदूत उसे लेकर �� यमराज के पास
पहुंचा तो �� यमराज ने कहा हाँ तो नेताजी आपने
अपना एक दिन नरक�� में गुजारा और एक
स्वर्ग में, अब आप अपने लिए स्थान चुनिए
जहाँ आप को भेजा जाये!

नेता ने कहा वैसे तो स्वर्ग में बड़ा आनंद
है, शांति है फिर भी वहां मेरे लिए समय
काटना मुश्किल है, इसलिए आप मुझे
नरक��भेजिए वहां मेरे सभी साथी भी है,मैं
वहां आनंद से
रहूँगा l

यमराज ने उसे नरक भेज दिया!
यमदूत उसे लेकर जैसे ही नरक
पहुंचा तो वहां का दृश्य देखकर स्तब्द रह
गया वो एक बिलकुल बंजर भूमि पर उतरा,
जहाँ चारों ओर कूड़े करकट का ढेर
लगा था,
उसने देखा उसके सभी दोस्त फटे हुए गंदे
कपड़ों में कबाड़ इकट्ठा कर रहे थे,
वो थोड़ा परेशान हुआ
और तभी यमदूत ने डरावनी हंसी हँसते हुए
कहा, नेताजी क्या हुआ?

नेता ने कहा मुझे समझ नहीं आ रहाहै
कि कल जब मैं यहाँ आया था तो यहाँ घास के
हरे भरे मैदान थे, और मेरे सभी दोस्त गोल्फ
खेल रहे थे फिर हमने साथ बैठकर मछली
खायी थी और खूब मस्तियाँ की थी!
आज यहाँ पर बंजर भूमि है, कूड़े करकट के ढेर
है और मेरे दोस्तों का तो हाल ही बुरा है!

यमदूत हल्की सी हंसी के साथ:
नेताजी कल तो हम चुनाव प्रचार पर थे
आज
आपने हमारे पक्ष में मतदान किया है!

માં - બાપ

જીવતા માબાપ ને સ્નેહ
થી સાંભળશો ,
ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવા નો શું
અર્થ ?

સાથે બેસી જમવા ની ઈચ્છા એમની
પ્રેમથી પુરી કરો ,
પછી ગામ આખા ને
લાડવા જમાડવા નો શું અર્થ .?

વહાલ ની વર્ષા કરનારા ને વહાલ
થી ભીજવી દેજો ,
ચીર વિદાય પછી આંસુ સારવા નો શું
અર્થ ?

ઘર માં બેઠેલા માબાપ
રૂપી ભગવાન ને ઓળખી લેજો ,
પછી અડસઠ તીર્થ ફરવા નો શું અર્થ ?

સમય કાઢી વૃદ્ધ વડલા પડખે
બેસી લેજો ,
પછી બેસણા માં ફોટા સામે બેસવા –
બેસાડવા નો શું અર્થ ?

લાડકોડ પૂરનારા માબાપ ને સદાય
હૈયે રાખજો ,
પછી દીવાન ખંડ માં તસ્વીર
રાખવા નો શું અર્થ ?

હયાતી માં જ હૈયું એમનું
ઠારી સેવા નું સુખ આપજો ,
પછી ગંગાજળ
માં અસ્થી પધરાવવા નો શું અર્થ ?

‘માવતર એ જ મંદિર’ એ સનાતન
સમજી રાખજો ,
પછી’ રામ નામ સત્ય છે’ બોલવા નો શું
અર્થ ...?...

આકરો ડંખ

એક વાર એક રાજાએ દરબારમાં અનેક
પ્રકારના સવાલ કર્યા.તેને માટે તમામ
વિદ્વાનોએ પોતાના અભિપ્રાય પ્રગટ
કર્યા.

અચાનક રાજાએ કહ્યું, મહેરબાની કરીને
એ જણાવો કે સૌથી આકરો ડંખ મારનાર
કોણ છે?

એક વિદ્વાને જવાબ આપ્યો-
મહારાજ, સૌથી આકરો ડંખ
ભમરીનો હોય છે.
તેનાથી માણસની ચીસ
નીકળી જાય છે.

બીજા વિદ્વાને કહ્યું, મહારાજ,
સૌથી આકરો ડંખ મારનાર મધમાખી છે.

ત્રીજાએ કહ્યું, વીંછી સૌથી આકરો ડંખ
મારનાર છે.

ચોથા વિદ્વાને કહ્યું,
મહારાજ, સાપ ડંખ મારે તો પાણી પણ
માગી શકાય નહીં.

પરંતુ રાજાને
કોઈના જવાબથી સંતોષ થયો નહીં.
તેમણે રાજગુરુને કહ્યુ, આનો જવાબ તમે જ
આપો. રાજગુરુએ કહ્યું, સૌથી વધારે
આકરા ડંખ બે વ્યક્તિ મારી શકે છે. એક
નિંદક અને બીજો વખાણ કરનાર.
નિંદકના હ્રદયમાં નિંદા-દ્વેષ રૂપી ઝેર
ભરેલું હોય છે. તે નિંદા કરીને
પાછળથી ડંખ
મારે છે. તેનાથી માણસ હલબલી ઊઠે છે.
વખાણ કરનાર
પોતાની વાણીમાં મીઠું
ઝેર ભરીને ચાપલુસી કરે છે.
તેનાથી મનુષ્ય
પોતાના દુર્ગુણોને ગુણ સમજીને
અહંકારના નશામાં ચૂર થઈ જાય છે.
ચાપલુસની વાણી વિવેકને કાપીને
મૂળમાંથી નષ્ટ કરી દે છે.
નિંદા અને પ્રશંસા, બંને વ્યક્તિ માટે એક
મર્યાદા પછી ઝેરની જેમ ઘાતક સિદ્ધ
થાય છે. તેનું વધારે પ્રમાણ અમુક
મર્યાદાથી વધે તો વ્યક્તિને ડૂબાડી દે
છે.

દરેકને બીજાની નિંદા કરવામાં આનંદ
આવે છે અને પોતાની નિંદા ખરાબ લાગે છે.
આ પ્રકારે મોટાભાગના લોકોને
પોતાનાં વખાણ સાંભળવાં સારાં લાગે છે.

નિંદા અને પ્રશંસા વચ્ચે જ
લોકો પોતાનો કિંમતી સમય કાઢે છે.
આવું ઘણું ઓછું થાય છે, જ્યારે
વ્યક્તિ પોતાની નિંદા સાંભળીને
શાંત રહે અને વખાણ સાંભળીને નિશ્ચલ રહે.
જીવનમાં કામિયાબી મેળવવા માટે એ
જરૂરી છે કે માણસ નિંદા અથવા પ્રશંસાથી પ્રભાવિત
થાય નહીં.