ભક્તિનો હિસાબ ના હોય

From,
SHAILESH SAGPARIYA..

એક કારીગરને મંદિરમાં થોડું બાંધકામ
કરવાનું કામ મળ્યું.
ભગવાનના મંદિરમાં કામ કરવાની તક
મળી હતી આથી એ ખુબ આનંદમાં હતો.
એમણે ખુબ પુરી નિષ્ઠા સાથે પોતાનું
કામ પુરુ કર્યુ. એક દિવસ
પોતાના કામનું મહેનતાણું લેવા માટે એ
મંદીરમાં આવ્યો. પૂજારીજીએ એ
કારીગરનું પ્રેમથી સ્વાગત કર્યુ.
પીવા માટે પાણી અને બેસવા માટે
આસન આપ્યુ.
પૂજારીજી અંદરના ઓરડામાં ગયા અને
હાથમાં એક બંધ કવર લઇને આવ્યા. કવર
કારીગરના હાથમાં મુકતા કહ્યુ , "
ભાઇ , આ તારા મહેનતાણાના 10800
રૂપિયા છે. આપણે અગાઉ નક્કી કર્યુ હતુ તે
મુજબનું જ મહેનતાણું છે". કારીગરે કવર
લઇને ખીસ્સામાં મુક્યુ અને
પૂજારીજીનો આભાર માન્યો.
પૂજારીજીએ કારીગરને કહ્યુ , " અરે
ભાઇ, જરા પૈસા ગણી લે. બરાબર છે કે
કેમ એ તપાસી લે.
"
કારીગર તો ખડખડાટ હસી પડ્યો.
પછી બોલ્યો , " અરે પુજારીજી, મને
આપના પર પુરો વિશ્વાસ છે. આપ આ
મંદીરમાં વર્ષોથી પૂજા કરો છો. જો હું
પૈસા ગણવા બેસુ તો તે આપનું અપમાન
કહેવાય. આપના જેવા સાધુપુરુષમાં મને
પૂર્ણ શ્રધ્ધા છે." આટલુ કહીને કારીગર
પૂજારીજીને વંદન કરીને જતો રહ્યો.
કારીગરના ગયા પછી પૂજારીજી પોતાના હાથમાં રહેલી માળા સામે
જોઇ રહ્યા અને પોતાની જાત પર જ
હસવા લાગ્યા. પેલા સાવ સામાન્ય
અને અભણ કારીગરને
મારા જેવા માણસમાં વિશ્વાસ છે અને
મારા જેવા કહેવાતા પંડીતને
પરમાત્મામાં વિશ્વાસ નથી આથી જ
મે કેટલા મંત્રજાપ
કર્યા તેની ગણતરી રાખું છું.
પૂજારીજીએ
પોતાના હાથમાં રહેલી માળા ભગવાનના ચરણોમાં મુકીને
નક્કી કર્યુ કે હું તારા માટે જે કંઇ કરીશ
તેનો હીસાબ રાખવાનું આજથી બંધ
કરીશ.
મિત્રો , આપણે પણ અજાણતા આવુ જ
કંઇક કરીએ છીએ. કેટલા ઉપવાસ કર્યા ?
કેટલા મંત્રજાપ કર્યા? કેટલી માળાઓ
કરી ? કેટલી પ્રદક્ષિણાઓ કરી ?
ક્યાં ક્યાં કોને કોને કેટલું દાન આપ્યુ ?
આ બધાનો હીસાબ રાખતા હોઇ
તો એનો મતલબ એ થયો કે મને
મારા પ્રભુમાં વિશ્વાસ નથી.
કરેલી ભક્તિનો હીસાબ રાખીને શું
આપણે આપણા પ્રભુનું અપમાન
તો નથી કરતાને ?