♦ પક્ષીની ઉદ્દાત ભાવના ♦

વિશાળ ખેતરમાં ઊગેલા પાકને જોઈને ખેડૂતની આંખો આનંદથી નાચી ઊઠી; પરંતુ એને પરેશાની એ વાતની હતી કે પક્ષીઓ આવીને એના ઊગેલા પાકના ડૂંડામાંથી અનાજના દાણા ચણી જતા હતા. વિશાળ ખેતરની ચારેબાજુ  માચડા બાંધીને એણે પક્ષીઓ ઉડાડવા માટે વ્યવસ્થા કરી હતી. રાત-દિવસ ચોકી કરવા માટે ચોકીદારો રાખ્યા, તો પણ પક્ષીઓ આવીને ઉગાડેલું અનાજ ખાઈ જતા હતા.અતિ પરેશાન ખેડૂતે એક જાળ બિછાવી.

સંજોગવસાત્ એમાં એક સુંદર પક્ષી ફસાઈ ગયું. નોકરોએ એ પક્ષીને પકડયું અને ખેડૂતની પાસે લાવીને કહ્યું ,'' માલિક, આ પક્ષી રોજ આપણા ખેતરમાં આવે છે. ભરપેટ ધાન ખાય છે અને હજી ઓછું હોય તેમ એની ડૂંડાવાળી ડાળીઓ મોંમા દબાવીને ઊડી જાય છે. આજે ઘણી મુશ્કેલીથી એ પકડાયું છે. હવે તમે કહો તેવી સજા એને કરીએ.''

ખેડૂતે કહ્યું, ''સાચી વાત છે. એને બરાબર પાઠ ભણાવવો પડશે.''

ખેડૂતની વાત સાંભળીને પક્ષી બોલી ઊઠયું કે તમે મને જે કંઈ સજા કરવા ઇચ્છતા હો; તે જરૂર કરજો, પણ તે પહેલાં તમે મારી વાત સાંભળો.

ખેડૂતે કહ્યું, ''તારી વાત શું સાંભળે? એક તો તું ખેતરમાંથી ભરપેટ દાણા ખાય છે અને વળી બીજા ડૂંડા મોંમા દબાવીને લઈ જાય છે. આ તો કેટલો મોટો બગાડ કહેવાય?''

પક્ષીએ કહ્યું, '' હું દાણા ખાઈ લીધા પછી માત્ર દાણાના છ જ ડૂંડા ચાંચમાં પકડીને મારી સાથે લઈ જાઉં છું.જાણો છો શા માટે? ''

બે ઋણ ચૂકવવા માટે, બે કર્તવ્ય બજાવવા કાજે અને બે પરમાર્થ અર્થે. ખેડૂત આશ્ચર્ય પામ્યો. પક્ષીનું ગણિત એ સમજી શક્યો નહીં એટલે એણે ગુસ્સામાં કહ્યું, ''પણ આ બધું મારા જ ખેતરમાંથી કેમ લઈ જાય છે?''

પક્ષીએ કહ્યું, ''આપના આ વિશાળ ખેતરમાંથી થોડાં ડૂંડા લઈ જાઉં, તેનાથી આપને કોઈ વિશેષ નુકસાન થવાનું નથી.

→ હવે રહી વાત છ ડૂંડાઓની. એમાંથી બે દાણાના ડૂંડા મારા વૃદ્ધ માતા-પિતાને આપું છું. એમને આંખે અંધાપો છે. જ્યાં સુધી તેઓ સ્વસ્થ હતા, ત્યાં સુધી એમણે મને ક્યારેય ભૂખ્યો રાખ્યો નથી. આજે એ અસ્વસ્થ અને વૃદ્ધ થયા છે, ત્યારે મારું કર્તવ્ય છે કે હું પણ એમને ભૂખ્યા રાખું નહીં અને એ રીતે મારું ઋણ ચૂકવું છું.

→ બે ડાળી મારા નાનાં બાળકોને આપું છું જે પિતા તરીકે મારું કર્તવ્ય છે અને બીજા બે ડૂંડા મારા બિમાર પડોશીઓને આપી આવું છું. આ મારું પરમાર્થનું કામ છે. જીવનમાં જો આટલો ય પરમાર્થ ન કરીએ, તો જીવનનો શો અર્થ?''

ખેડૂત પક્ષીની ભાવનાથી પ્રસન્ન થયો અને એને મુક્ત કરી દીધું.

🌹 સૌજન્ય 🌹

🌻 કુમારપાળ દેસાઈ  🌻

♦ કોનું સન્માન કરીએ? ♦

એક રાજાને એવો વિચાર આવ્યો કે મારે મારા રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિનું સન્માન કરવું છે. રાજાએ આ માટે પ્રધાનમંડળની બેઠક બોલાવી. રાજાએ પ્રધાનોનું સુચન માંગ્યું કે મારે કોનું સન્માન કરવું જોઈએ ?

એક પ્રધાને ઉભા થઈને કહ્યું , "આપણે સાહિત્યકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ વિચારો દ્વારા આપણને બધાને જીવન જીવતા શીખવે છે".

બીજા પ્રધાને કહ્યું, "આપણે કલાકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ આપણને મનોરંજન પૂરું પાડીને હતાશામાંથી બહાર કાઢે છે".

ત્રીજા પ્રધાને કહ્યું, "આપણે ઇજનેરનું સન્માન કરવું જોઈએ કારણકે એના લીધે જ આટલો વિકાસ થયો છે આ રસ્તાઓ, ડેમો, મોટામોટા મકાનો, જાત જાતના યંત્રો અને ભૌતિક સુવિધાઓ ઇજનેરના કારણે જ મળી છે".

ચોથાએ કહ્યું, "આપણે ડોકટરનું સન્માન કરવું જોઈએ કારણકે એ નવું જીવન આપે છે". પાંચમા પ્રધાને કહ્યું," મારા મંતવ્ય મુજબ તો ઉદ્યોગપતિનું સન્માન થવું જોઈએ કારણકે એના કારણે જ અનેકને રોજગારી મળે છે અને રાજ્યને આવક પણ મળે છે".

બધા પ્રધાનોના જુદા જુદા સુચન સાંભળીને રાજા મૂંઝાયા. આ બધા લોકોનો ખરેખર રાજ્યના વિકાસમાં અદભૂત ફાળો હતો એટલે કોનું સન્માન કરવું એ મોટી મૂંઝવણ હતી.

રાજાએ રાજ્યના સૌથી અનુભવી અને વડીલ પ્રધાનને એમનો અભિપ્રાય આપવા માટે જણાવ્યું જે હજુ સુધી મૌન બેસીને બધાની વાત સાંભળી રહ્યા હતા. સિનિયર પ્રધાને કહ્યું,"મહારાજ, આ માટે આપે મને એક કલાકનો સમય આપવો પડે. હું એક કલાક બહાર જઈને આવું પછી મારો અભિપ્રાય આપું". રાજાએ આ માટે અનુમતિ આપી.

રાજ્યના સૌથી વડીલ પ્રધાન સભા છોડીને જતા રહ્યા અને કલાક પછી ફરી પાછા આવ્યા. એમની સાથે કોઈ વૃદ્ધ સ્ત્રી પણ હતી. વૃદ્ધ સ્ત્રીને જોતાંજ સભામાં બેઠેલા મોટાભાગના પ્રધાનોના ચહેરા પર સ્મિત આવ્યું. આ બધા પ્રધાનો એમની જગ્યા પરથી ઉભા થયા અને પેલી વૃદ્ધ સ્ત્રીને પગે લાગ્યા.

રાજાને પણ આશ્વર્ય થયું કે હું બધાને પગાર આપું છું પણ કોઈ પ્રધાન મને પગે લાગતા નથી અને આ સ્ત્રીને કેમ પગે લાગ્યા ?"

રાજાએ પ્રધાનોને આ સ્ત્રી કોણ છે એમ પુછતાં જ બધા પ્રધાનોએ જવાબ આપ્યો, "રાજા, આ અમારા શિક્ષિકાબેન છે. અમે આ બહેન પાસે ભણેલા છીએ. આજે અમે જે કઈ પણ છીએ તે આ બહેને આપેલા જ્ઞાનને કારણે જ છીએ".

રાજાએ સિનિયર પ્રધાનની સામે જોઈને પૂછ્યું, "મને સમજાઈ ગયું કે રાજ્યના વિકાસમા સૌથી અગત્યનું યોગદાન કોનું છે ? સાહિત્યકાર, કલાકાર, ઈજનેર, ડોકટર કે ઉદ્યોગપતિ આ બધાનો રાજ્યની સુખાકારીમાં અમૂલ્ય ફાળો છે પણ આ બધાને ઘડવાનું કામ શિક્ષક કરે છે. માટે શિક્ષકના સન્માનમાં આ તમામનું સન્માન આવી જાય".

→ મિત્રો, આજે આપણે બધા જે કંઈ છીએ એમાં આપણા પુરુષાર્થની સાથે શિક્ષકની પ્રેરણા પણ જવાબદાર છે. શિક્ષક સમાજને ઘડવાનું કામ કરે છે*

♦ આશીર્વાદ કે અપમાન? ♦

વનમાં વિહાર કરતાં મસ્ત યોગીના દર્શનાર્થે રાજા એની સેના સાથે આવી પહોંચ્યો.એણે યોગીને પ્રણામ કર્યા અને શુભાશીર્વાદ આપવા કહ્યું.

યોગીએ કહ્યું, ''રાજન્! તમે સિપાઈ બની જાવ.''

યોગીની વિચિત્ર વાત રાજાને અપમાનજનક લાગી. એની પાસે સૈનિકોની વિરાટ સેના હતી અને છતાં એને સૈનિક બનવાનું કહે તે કેવું? રાજા તે કાંઈ સૈનિક બને ખરો ?

રાજાએ વિચાર્યું કે આ યોગી અતિ વિચિત્ર લાગે છે, આથી એની પરીક્ષા માટે એણે રાજ્યના સૌથી પ્રખર વિદ્વાનને મોકલ્યા અને એમને યોગી પાસે આશીર્વાદ માગવા કહ્યું. જ્ઞાનના સાગર સમા આ વિદ્વાન યોગીરાજ પાસે ગયા, ત્યારે સંતે તેમને આશીર્વાદ આપતા કહ્યું, ''તમે અજ્ઞાની બનો.''એ જ રીતે નગરશેઠ એમની પાસે આશીર્વાદ લેવા આવ્યા, ત્યારે યોગીએ કહ્યું, ''નગરના શેઠ છો, હવે સેવક બની જાવ.''

નગરશેઠના મનમાં ક્રોધ જાગ્યો. ધૂંવાપૂંવા થતાં પાછા આવ્યા. એ પછી રાજદરબારમાં આ સંતના આશીર્વાદ વિશે ચર્ચા ચાલી. કોઈએ કહ્યું કે આ તો સંત નથી, પણ ધૂર્ત છે. કશું જાણ્યા, જોયા કે સમજ્યા વિના આશીર્વાદ આપે છે. કેટલાકને તો શંકા ગઈ કે આ યોગીએ જરૃર માનસિક સંતુલન ગુમાવી દીધું લાગે છે.

આથી એક દિવસ રાજા પુન: એમની પાસે ગયા અને ગર્વભેર બોલ્યા,''તમે આશીર્વાદ આપો છો કે લોકોનું અપમાન કરો છો? આવું અપમાન સહન કરવા માટે હું તૈયાર નથી.''

આ સાંભળીને યોગી ખડખડાટ હસી પડયા અને બોલ્યા, ''રાજન્! આશીર્વાદ યોગ્યતા પામવા માટે અપાય છે અને મેં કહ્યું હતું કે તમે સિપાઈ બનો, કારણ કે સિપાઈ રાજ્યની રક્ષા કરે છે અને એ રીતે રાજાનું કામ રાજ્યની સુરક્ષા કરવાનું છે.

વિદ્વાનને અજ્ઞાની બનવાનું કહ્યું, એનું તાત્પર્ય જ એ કે જ્ઞાન સાથે ઘમંડ આવે તો જ્ઞાન અવગુણ બની જાય છે. માટે મેં વિદ્વાનને અજ્ઞાની બનવાનું કહ્યું અને શેઠને સેવક બનવાના આશીર્વાદ એ માટે આપ્યા કે નગરશેઠનું કર્તવ્ય તો પોતાના ધનથી નગરજનોની સેવા કરવાનું છે.''

સંતની વાત સાંભળીને રાજાને પોતાની જાત માટે ક્ષોભ થયો.

ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઈ

♦ આર્થર એશની અદભુત વાકછટા ♦

જાણીતા વિમ્બલ્ડન ટેનિસ ખેલાડી આર્થર એશ પર ૧૯૮૩માં હાર્ટ સર્જરી થયેલી ત્યારે લોહી ચડાવવામાં આવ્યું. તેમાંથી કમનસીબે એઈડ્સ નો રોગ લાગુ પડ્યો.

એની અંતિમ અવસ્થામાં કોઈકે પૂછ્યું, ‘તમને એવું નથી લાગતું કે કરોડો મનુષ્યમાંથી ભગવાને આવા રોગ માટે તમારી જ પસંદગી શા માટે કરી ?’

આર્થર એશનો જવાબ કોઈ મહાત્માને શોભે તેવો હતો.

એણે કહ્યું, ‘આ દુનિયામાં પાંચ કરોડ બાળકો ટેનિસ રમવાનું શરૂ કરે છે. તેમાંથી પચાસ લાખ બાળકો ખરેખર ટેનિસ શીખે છે. તેમાંનાં પચાસ હજાર ટેનિસ નિયમિતપણે રમે છે. તેમાંથી પાંચ હજાર જેટલા લોકો જ પ્રોફેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લે છે. એમાંથી ફક્ત પચાસ ખેલાડીઓ જ વિમ્બલ્ડન સુધી પહોંચે છે. એમાંથી બે જણ ફાઈનલ રમે છે અને માત્ર એક જ જીતે છે. એ એક હોવાનું ગૌરવ જ્યારે મને મળ્યું ત્યારે મેં ભગવાનને એવું નહોતું પૂછ્યું, ‘આવા ગૌરવ માટે કરોડોમાંથી તેં મને જ કેમ પસંદ કર્યો ?’

♦ શુદ્ધ ભાવનાનું ફળ ♦

એક મંદિર હતું.

એમાં બધા જ માણસો પગાર ઉપર હતા.
આરતી વાળો,પુજા કરવાવાળો માણસ,
ઘંટ વગાડવાવાળો માણસ પણ પગાર ઉપર હતો...

ઘંટ વગાડવાવાળો માણસ આરતી વખતે ભાવ માં એટલો મશગુલ થઈ જાય, કે એને ભાન જ રહેતુ નહીં.

ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તિ ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંદિરની આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસ ના ભાવ નાં પણ દર્શન કરતા. એની પણ વાહ વાહ થતી...

એક દિવસ મંદિરનુ ટ્રસ્ટ બદલાયું, અને નવા ટ્રસ્ટીએ એવુ ફરમાન કર્યું, કે આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરુરી છે, જે ભણેલા ના હોય એમને છુટા કરી દો.

પેલા ઘંટ વગાડવાવાળા ભાઈને ટ્રસ્ટીએ કહ્યું કે 'તમારો આજ સુધીનો પગાર લઈ લો, ને હવેથી તમે નોકરી પર આવતા નહીં.'

પેલાએ કહ્યું, "સાહેબ ભલે ભણતર નથી, પરંતુ મારો ભાવ જુઓ!"

ટ્રસ્ટી કહે, "સાંભળી લો, તમે ભણેલા નથી, એટલે નોકરી માં રાખવામાં આવશે નહીં..."

બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા. પણ આરતીમાં આવતા લોકોને પહેલા જેવી મજા આવતી નહી. ઘંટ વગાડવાવાળા ભાઈની ગેરહાજરી લોકોને વર્તાવા લાગી.

થોડાં લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા. એમણે વિનંતી કરી કે 'તમે મંદિરમાં આવો.'

એ ભાઈએ જવાબ આપ્યો, "હું આવીશ તો ટ્રસ્ટી ને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે. માટે હું આવી શકીશ નહીં."

ત્યાં આવેલા લોકોએ ઉપાય જણાવ્યો કે 'મંદિરની બરાબર સામે તમને એક દુકાન ખોલી આપીએ છીએ. ત્યાં તમારે બેસવાનું. અને આરતી ના સમયે ઘંટ વગાડવા આવી જવાનું. બસ પછી કોઈ નહીં કહે કે તમારે નોકરીની જરુર છે..."

હવે એ ભાઈએ મંદિરની બહાર દુકાન શરૂ કરી, જે એટલી ચાલી કે એક માંથી સાત દુકાન ને સાતમાંથી એક ફેક્ટરી થઈ ગઈ.

હવે એ માણસ મર્સીડીઝમાં બેસીને ઘંટ વગાડવા આવતો.

સમય વિત્યો. આ વાત જુની થઈ ગઈ.

મંદિરનુ ટ્રસ્ટ ફરીથી બદલાઈ ગયું.

નવા ટ્રસ્ટને મંદિરને નવું બનાવવા માટે દાનની જરૂર હતી.

મંદિરના નવા ટ્રસ્ટીઓએ વિચાર્યુ કે સહુ પહેલાં આ મંદિરની સામેની ફેક્ટરી માલીક ને પહેલા વાત કરીએ...

ટ્રસ્ટીઓ માલિક પાસે ગયા. સાત લાખ નો ખર્ચો છે, એવું જણાવ્યું.

ફેક્ટરી માલિકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રસ્ટીને આપી દીધો. ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો ને કહ્યું, "સાહેબ સહીં તો બાકી છે."

માલિક કહે, "મને સહીં કરતા નથી આવડતું. લાવો અંગુઠો મારી આપું, ચાલી જશે..."

આ સાંભળીને ટ્રસ્ટીઓ ચોંકી ગયા અને કહે, "સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો. જો ભણેલા હોત તો ક્યાં હોત...!!!"

તો પેલા શેઠે હસીને કહ્યું,
"ભાઇ, હું ભણેલો હોત ને, તો બસ મંદિરમાં ઘંટ જ વગાડતો હોત."

★ સારાંશ :-

કાર્ય ગમે તેવું હોય, સંજોગો ગમે તેવા હોય, તમારી લાયકાત તમારી ભાવનાઓથી જ નક્કી થાય છે. ભાવનાઓ  શુદ્ધ હશેને, તો  ઇશ્વર અને સુંદર ભવિષ્ય ચોક્કસ તમારો સાથ આપશે.

♦ बुराई और इश्वर ♦


एक दिन कॉलेज में प्रोफेसर ने विद्यर्थियों से पूछा कि इस  संसार में जो कुछ भी है उसे भगवान  ने ही बनाया है ना ?

सभी ने कहा, “हां  भगवान  ने ही बनाया है।“

प्रोफेसर ने कहा कि इसका मतलब ये हुआ कि बुराई भी भगवान की बनाई चीज़ ही है ।

प्रोफेसर ने इतना कहा तो एक विद्यार्थी  उठ खड़ा हुआ और उसने कहा कि इतनी जल्दी इस निष्कर्ष पर मत पहुंचिए सर ।

प्रोफेसर ने कहा, क्यों? अभी तो सबने कहा है कि सबकुछ  भगवान का ही बनाया हुआ है फिर तुम ऐसा क्यों कह रहे हो?

विद्यार्थी ने कहा कि सर, मैं आपसे  छोटे-छोटे दो सवाल पूछूंगा ।

फिर उसके बाद आपकी बात भी  मान लूंगा ।

विद्यार्थी ने पूछा , "सर क्या दुनिया में  ठंड  का कोई  वजूद है?"

प्रोफेसर ने कहा, बिल्कुल है।

सौ फीसदी है।

हम ठंड को महसूस करते हैं ।

विद्यार्थी ने कहा, "नहीं सर, ठंड कुछ है ही नहीं ।

ये असल में  गर्मी की अनुपस्थिति  का  अहसास भर है ।

जहां  गर्मी नहीं होती, वहां हम ठंड को महसूस करते हैं ।"

प्रोफेसर चुप रहे ।

विद्यार्थी ने फिर पूछा, "सर क्या अंधेरे का कोई अस्तित्व है?"

प्रोफेसर ने कहा, "बिल्कुल है । रात को अंधेरा होता है।"

विद्यार्थी ने कहा, "नहीं सर, अंधेरा कुछ होता ही नहीं ।

ये तो जहां रोशनी नहीं होती वहां अंधेरा होता है ।

प्रोफेसर ने कहा, "तुम अपनी बात आगे बढ़ाओ।"

विद्यार्थी ने फिर कहा, "सर आप हमें सिर्फ लाइट एंड  हीट (प्रकाश और ताप) ही पढ़ाते हैं ।

आप हमें कभी  डार्क  एंड  कोल्ड (अंधेरा और ठंड) नहीं पढ़ाते। फिजिक्स में ऐसा कोई विषय ही नहीं ।

सर, ठीक इसी तरह  ईश्वर ने सिर्फ अच्छा-अच्छा बनाया है।

अब जहां  अच्छा नहीं होता, वहां हमें  बुराई नज़र आती है।

पर  बुराई को  ईश्वर ने नहीं बनाया।

ये सिर्फ  अच्छाई की अनुपस्थिति भर है।"

दरअसल दुनिया में कहीं बुराई  है ही नहीं ।

ये सिर्फ प्यार, विश्वास और  ईश्वर  में हमारी आस्था  की कमी का नाम है ।

जीवन में  जब और जहां मौका मिले अच्छाई बांटिए और  अच्छे  कर्म करते रहे ।

अच्छाई  बढ़ेगी तो  बुराई  का अंत निश्चित होगा वैसे ही जैसे  रोशनी  के आते ही  अंधकार का  नाश होता है ।