♠ ઇશ્વરીય પ્રેમ ♠

www.sahityasafar.blogspot.com

એક શેઠ હતાં.દીકરાઓએ વેપાર સંભાળ્યાં પછી તેમનાં મનમાં સંસારમાંથી પૂર્ણ વૈરાગ્ય લેવાનો સંકલ્પ જાગવા લાગ્યો.વૃંદાવનમાં એક કોઠી ખરીદી અને ત્યાં પત્ની સાથે રહેવાં લાગ્યાં.રોજ સવારે બાંકે બિહારીના દર્શને જતાં અને બાકીના સમયે પ્રવચન - ભજન સાંભળતાં.

એક દિવસ શિયાળાનાં દિવસોમાં તેમણે ફૂલવાળા પાસે કમળનું મોટું ફૂલ જોયું.તેમણે ભગવાનને ચડાવવાં ભાવ પૂછ્યો અને થોડી રકઝક કર્યા પછી પણ માળી 5 રૂપિયાના ભાવ પર અટકી રહ્યો ને છેવટે શેઠ પણ એટલામાં લેવાં તૈયાર થઇ ગયાં.ત્યારે જ કોઇ એક નવાબ તવાયફ સાથે ત્યાંથી પસાર થયાં.તવાયફ પણ કમળ જોવાં લાગી.નવાબે કમળનો ભાવ પૂછ્યો તો માળીએ 10 રૂ. કહ્યા.શેઠે કહ્યું કે 10 રૂ. લે પણ ફૂલ તો મને જ આપ.નવાબે, 50 રૂ.કાઢીને ફૂલ માંગ્યું.શેઠે 100 રૂ. કાઢ્યાં.લોકો એકઠા થઇ ગયાં.નવાબે 1000 રૂ.ની બોલી લગાવી.શેઠે 10 હજારની તૈયારી બતાવી.નવાબ માટે વાત પ્રતિષ્ઠાની બની ગઇ.તેમણે 25 હજારની બોલી લગાવી.શેઠ 50 હજાર બોલ્યાં ને નવાબ ચૂપ થઇ ગયાં.શેઠે 50 હજારમાં કોઠી વેચી અને એ કમળ ખરીદ્યુ ને બાંકે બિહારીને ચડાવ્યું.

લોકોએ પૂછ્યું કે તમે એક ફૂલ માટે તમારી બધી સંપત્તિ લગાવી દીધી.તો શેઠે જવાબ આપ્યો કે મે વિચાર્યુ કે નવાબ જો એક તવાયફના પ્રેમમાં આટલું ધન ત્યાગવા તૈયાર હોય તો હું બાંકેબિહારી માટે આટલું પણ ન કરી શકું ?  વાસ્તવમાં કોઇ પોતાના લક્ષ્ય પ્રત્યે ઇમાનદાર રહે તો એવાં સંજોગો આપોઆપ સર્જાઇ જતાં હોય છે કે જેના થકી તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે.

www.sahityasafar.blogspot.com

♠ વિદ્યા - સાચી સંપત્તિ ♠

www.sahityasafar.blogspot.com

ભણવામાં આવતી વાતો જીવનમાં કેવી રીતે ઉપયોગી બને તેનું શિક્ષણ આપવાનું કાર્ય કરતાં એક અધ્યાપકનાં જીવનની એક ઘટના પ્રેરણારૂપ બની રહે તેમ છે.

એકવાર પ્રોફેસર બુકર.ટી.વોશિંગ્ટન કોલેજમાં લેક્ચર આપી રહ્યાં હતાં.તે દરમિયાન તેનો એક અંગત મિત્ર વર્ગમાં આવ્યો અને પ્રોફેસરનાં કાનમાં ધીમેથી ગુપસુપ કરતાં કહ્યું '' મિત્ર, તારી બચત કરેલી મૂડી જે બેંકમાં રાખી હતી તે બેંક બંધ થઇ ગઇ.તું લુંટાઇ ગયો.

મિત્રને ઇશારાથી લેક્ચર પૂરૂ થયા બાદ મળીશું તેમ જણાવી પ્રોફેસર પાછા અધ્યાપનમાં લાગી ગયાં અને જાણે કંઇ જ બન્યું નથી તેમ પોતાને જે વિષય ભણાવવાનો હતો તેમાં તલ્લીન બની ગયાં.પેલાં મિત્રને આશ્ચર્ય થયું કે ''આ માણસ કેવો છે.આટલી ગંભીર વાત ધ્યાન ઉપર લીધા સિવાય પોતાનું કામ સ્વસ્થતાથી કરી રહ્યો છે.''

વર્ગખંડમાંથી તેઓ જ્યારે બહાર આવ્યાં એટલે મિત્રએ કહ્યું ''આટલાં ગંભીર સમાચાર સાંભળ્યાં પછી તમને કોઇ ચિંતા કે બળાપો થતો નથી?''

અત્યાર સુધી સ્વસ્થ રહેલાં અધ્યાપકે કહ્યું ''અરે યાર,પૈસા ડૂબી ગયાં એમાં કંઇ રોવા થોડું બેસાય.મારી પાસે જે વિદ્યા છે તેની કોઇ ચોરી કરી શકે તેમ નથી.આ જ્ઞાનની શક્તિ વડે પૈસા તો ફરી પણ કમાઇ શકાશે.એટલાં ખાતર નિરાશ થઇને બેસી રહેવાથી કોઇ ફાયદો થવાનો નથી.''

જ્ઞાન અને વિદ્યાજ સાચી સંપત્તિ છે.તેનો કોઇ ભાગ પડાવી શકતું નથી.આથી જ વિદ્યા - સદ્જ્ઞાનને સૌથી મોટું ધન માનવામાં આવે છે.

www.sahityasafar.blogspot.com

♠ પ્રેમ અને આસક્તિ ♠

→ આપની કિંમતી 5 મિનિટ કાઢીને અંત સુધી વાંચજો મિત્રો....ખરેખર વાંચવાલાયક લેખ છે.
યુવા મિત્રો ખાસ આ લેખ વાંચે.

એક વખત એક યુવાન હાથમાં છરી લઇને શ્રી રામકૃષ્ણ આશ્રમના એક સંન્યાસી પાસે આવ્યો અને ટેબલ ઉપર છરી મૂકતાં કહ્યું '' સ્વામીજી, આ છરી તમારી પાસે રાખો.જો મારી પાસે એ હશે તો અનર્થ થઇ જશે.''

''કેમ રે? શી બાબત છે? તારે વળી છરીની જરૂર કેમ પડી?''- રામકૃષ્ણ બોલ્યાં.

''સ્વામીજી,અત્યારે તો મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવની મૂર્તિની સામે અર્ધો કલાક બેસીને આવ્યો છું,એટલે મન કંઇક શાંત થયું છે.નહીતર આ છરીથી હું એનું ખૂન કરી નાંખવાનો હતો.''

''પણ તારે કોઇનું ખૂન શા માટે કરવું પડે?

''હા,સ્વામીજી,વાત એમ છે કે હું તેને ખૂબ જ પ્રેમ કરતો હતો.તે પણ મને અત્યંત ચાહતી હતી.અમે લગ્ન પણ કરવાનાં હતાં.અચાનક મે તેને બીજા યુવાન સાથે જોઇ.તપાસ કરતાં ખબર પડી કે હવે તેની સગાઇ તે યુવાન સાથે નક્કી થઇ છે.મેં તેને પૂછ્યું તો કહે,''હા, એ મને વધારે પસંદ છે.હું તેની સાથે લગ્ન કરીશ.''આ સાંભળીને મને અત્યંત આઘાત લાગ્યો.એમણે મારી સાથે પ્રેમનું નાટક કર્યું.મારી લાગણીઓનો ગેરલાભ ઉઠાવ્યો.હવે હું તેને જીવતી નહી છોડું.આથી મે બજારમાં જઇ છરી ખરીદી.તેને મારવા જતો હતો.અહી આશ્રમ પાસેથી પસાર થયો,તો મને એવું લાગ્યું કે જાણે મને કોઇ ખેંચી રહ્યું છે,એટલે હું અવશપણે મંદિર તરફ ગયો.મંદિરમાં બેઠો.જાણે કોઇ મને કહી રહ્યું હતું, ''તું મારી સામે જો.''હું મૂર્તિની સામે સામે જોવા લાગ્યો અને થોડીવારમાં મારુ મન શાંત થઇ ગયું.પછી જ્યારે હું બહાર નીક્ળ્યો તો મારા પગલાં એનાં ઘરને બદલે આપોઆપ મારા ઘર તરફ જ વળ્યાં.પણ પછી થોડા દિવસ બાદ પાછું એ જ ભૂત મગજ પર સવાર થઇ ગયું.છરી લઇ નીકળ્યો.રસ્તામાં આશ્રમ તો આવેજ.ફરી એજ અવશપણે મંદિરમાં ખેંચાયો.ત્યાં બેઠો.મન શાંત થઇ ગયું અને પાછો ઘેર ગયો.

આજે ત્રીજી વાર એવુ બન્યુ છે જાણે કોઇ પ્રચંડ શક્તિ મને અહિથી આગળ જવા જ દેતી નથી અહી આવુ છુ અને મન શાંત થઇ જાય છે પણ પછી બે-ચાર દિવસ માં  મન હતુ એવુ ને એવુ  ઉગ્ર બની જાય છે. એથી થયુ કે તમને જો આ છરી આલી દઉ તો આ અનથૅ માંથી બચી જઇશ.

"હા બેટા, ખરેખર તુ બચી ગયો. ભગવાન ની તારા પર અનંત ફ્રુપા છે નહિતર આવેશ માં આવી તુ  અધમ કૃત્ય કરી બેસત તો કેટલા બધા લોકો દુખી થઇ જાત! અને તારુ જીવન તો સાવ રોળાય જાત.''

પછી તેને સ્વસ્થ કરી સ્વામીજીએ સમજાવ્યુ કે એ એનો પ્રેમ નથી પણ ભયંકર આસક્તિ છે. તેમણે કહ્યુ કે જો તે ખરેખર પ્રેમ કર્યો હોત તો તેના આનંદમાં તારો આનંદ હોત.સાચો પ્રેમ કદી આવું ન કરે.તે તો પ્રેમીને ખાતર  પોતાના જીવન સુધ્ધા નો ત્યાગ કરી દેત,તો આ તો એને તારી સાથેના સંબંધ માંથી મુક્ત કરવાની વાત હતી. પેલા તુ જેના વગર એક ક્ષણ પણ રહી ન શકતો તેને હવે તુ મારી નાખવા તૈયાર થયો. આ પ્રેમ નથી પણ તેની વિકૃતિ છે. એમાથી જલદીથી બહાર નીકળી જા.

    પછી સ્વામીજી ના સતસંગ થી એ યુવાન સન્માગઁ તરફ વળ્યો. પણ આવા કહેવાતા પ્રેમ પાછળ પાગલ થતા અને પછી આખુ જીવન બરબાદ કરતા યુવાનો કંઇ ઓછા નથી!! આવી ઘોર આપતિ નુ પરિણામ દુખ માં, ચિંતામા આત્મહત્યામાં અને જીવન ની બરબાદીમાં આવે છે

સ્વામી વિવેકાનંદ 'કર્મ અને તેનુ રહસ્ય'' લેખમાં કહે છે, ''દુ:ખનું કારણ આ છે કે આપણે મોહમાં પડીએ છીએ,આપણે પકડાઇ જઇએ છીએ''

તેથી જ ગીતા કહે છે, ''સતત કાર્ય કરો,કાર્ય કરો પણ આસક્ત ના થાઓ.તેમાં સપડાઓ નહી.જેના માટે જીવાત્માં ખૂબ જ ઝંખે,તેવી પ્રિય વસ્તુંમાંથી પણ અનાસક્ત થવાની શક્તિ તમારામાં જન્માવો.વસ્તું છોડી દેવી પડે,ત્યારે ભલે ગમે તેટલું દુ:ખ થાય છતાં પણ જ્યારે ઇચ્છા થાય ત્યારે છોડી દેવાની શક્તિ કેળવો.''

સામાન્ય રીતે લોકો જેને પ્રેમ કહે છે, તે પ્રેમ નથી. પણ એક પ્રકારની સોદાબાજી છે.વ્યાપારિક લેવડદેવડ છે.પ્રેમ કરનારાઓ એવું માને છે કે 'મે એને આટલો બધો પ્રેમ કર્યો એટલે બદલામાં તેણે પણ મને આટલો જ પ્રેમ કરવો જોઇએ.'આવી વૃત્તિ હોય તો એ પ્રેમ નથી પણ સોદો છે.સાચો પ્રેમ તો બસ કશાયની અપેક્ષા વગર આપતો જ રહે છે.બદલામાં એને કશું પણ જોઇતું નથી.જેને કોઇ અપેક્ષા જ નથી તેને પછી દુ:ખ કે નિષ્ફળતા મળે કેવી રીતે? કંઇ જોઇતું હોય અને ન મળે તો દુ:ખ અને નિષ્ફળતા છે.

સ્વામી વિવેકાનંદ કહે છે, ''કોઇ પણ વસ્તું માગો નહિ,બદલામાં કશાની અપેક્ષા રાખો નહી.તમારે જે આપવાનું છે, તે તમે આપો. તે તમારી પાસે પાછું  આવશે.પણ અત્યારે તમે તેનો વિચાર ન કરો.તે હજારગણું થઇને તમારી પાસે આવશે, પરંતું તમારું ધ્યાન તેના તરફ લાગેલું ન હોવું જોઇએ.અને તોપણ આપવાની શક્તિ કેળવો.બસ,આપો અને અને ત્યાંજ એની સમાપ્તિ ગણો.''

પ્રેમ ફક્ત આપવાનું જ જાણે છે,એની સાથે ત્યાગ સંકળાયેલો છે.એમાં નિ:સ્વાર્થતા અને ઉદારતા રહેલી છે.જ્યારે આસક્તિમાં સ્વાર્થ અને સંકુચિતતા છે.પ્રેમમાં સ્વાર્પણ અને ત્યાગ છે,આસક્તિમાં માલિકીપણાની ભાવના છે.પ્રેમમાં સદાકાળ સહજ પ્રસન્નતા છે.આસક્તિમાં ક્ષણિક આનંદ પછી દુ:ખ ને દુ:ખ જ છે.પ્રેમ હંમેશા ઊંચેને ઊંચે લઇ જાય છે.પરમાત્માથી દૂરને દૂર લઇ જાય છે.પ્રેમ અને આસક્તિ વચ્ચેનો આ તફાવત સમજાઇ જાય તો પછી મનુષ્ય આસક્તિમાંથી જલ્દીથી મુક્ત થઇ શકે છે.જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી કદી સાચું સુખ કે શાંતિ મળી શકતાં નથી.

વિવેકાનંદ આગળ કહે છે, ''મનુષ્ય પોતાની સર્વ શક્તિથી કોઇપણ બાબતમાં ઓતપ્રોત થઇ શકે અને જરૂર જણાય ત્યારે બધાંથી અળગો પણ થઇ શકે છે,આવો જ મનુષ્ય પ્રકૃતિ પાસેથી વધુમાં વધુ લાભ મેળવી શકે.''

( અંત સુધી ધ્યાનથી આ લેખ વાંચવા બદલ આભાર .....લાઇક કરતા પણ આ લેખ શેર કરશો તો મને વધું ગમશે.)

- સ્વામી નિખિલેશ્વરાનંદ

♥ પુસ્તક : - '' આધુનિક માનવ શાંતિની શોધમાં'' થી સાભાર.....

♠ મૂર્તિ ♠

એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણકાર્ય જોવા ગયો હતો. એ કોઈ જાણકાર નહોતો. બસ, એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસપહાણના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો.

પેલા માણસને એના કામમાં રસ પડી ગયો. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ એક અન્ય મૂર્તિ પર પડયું.

એને નવાઈ લાગી એણે શિલ્પીને પૂછયું, ''મંદિરમાં એકસરખી આ બે મૂર્તિઓની જરૂર છે ?''

''ના !'' શિલ્પીએ જવાબ આપ્યો,આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ એ બીજી મૂર્તિ છેક છેલ્લી ઘડીએ થોડુંક નુકસાન થવાથી પડતી મૂકવી પડી છે.''

પેલા માણસે ઊભા થઈને પડતી મૂકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું.

એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછયું, '' આ મૂર્તિમાં મને તો કોઈ નુકસાન દેખાતું નથી. તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે ?''

''એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો છે !'' શિલ્પીએ કહ્યું.

પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને માંડ-માંડ એ ઘસરકો દેખાયો. એ પણ શિલ્પીએ કહ્યું એટલે બાકી તો ખબર નહોતી જ પડતી.

એણે શિલ્પીને પૂછયું, ''તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો ?''

''પેલા વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર !' શિલ્પીએ જવાબ આપ્યો.

પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો એ તરત બોલી ઊઠયો, ''અરે ભલા માણસ ! જો આ મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ કરો છો ? ત્યાં વળી કોણ જાણવાનું છે કે એના નાક પર ઘસરકો છે ?''

શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું. પછી હસીને બોલ્યો, ''ભાઈ ! બીજું કોઈ એ વાત જાણે કે નહીં એ તો મને નથી ખબર, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ ને ?''

એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરુ કરી દીધું ! નિઃશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો.

ભગવાન તો જુએ છે ને ! પૈસા પૂરા લઉં છું તો કામ પણ પૂરું આપવું જોઈએ ને.

♠ શિવાજીની ઉદારતા ♠

♠ આંખ છીપ, અંતર મોતી - આચાર્ય ♠

♥ શ્રી 'વાત્સલ્યદીપ' સૂરિજી ♥

www.sahityasafar.blogspot.com

સમયનો રંગ એટલે મેઘધનુષ્યનો વૈભવ. સમયની ચડતીપડતી પારખવી સહેલી નથી.
હિન્દુસ્તાન સમયની અનેક ચડતીપડતી જોઇ છે. હિન્દુસ્તાને જોયેલા સમયના ચઢાવઉતારમાં યુદ્ધ,
ક્રાંતિ, બલિદાન, સત્યાગ્રહ, આઝાદી આદિ અનેક પલટા જોયા છે.

એકવાર હિન્દુ હૃદય સમ્રાટ મહારાજ શિવાજી પોતાના શિબિરમાં બેઠા બેઠા ખૂબ આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા તે સમયે પોતાના હાથમાં એક ગ્રંથ લઇને સેનાપતિ માધવ શિવાજી મહારાજની સન્મુખ ઉપસ્થિત થયો.

સેનાપતિએ પ્રસન્ન મુદ્રામાં કહ્યું કે મોગલ સેનાને દૂર સુધી કાઢી મુકી છે. રાજા બહલોલ ખાન નાસી છૂટયો છે. એ જ સમયે શિબિરની બહાર એક
ડોલી આવીને ઊભી રહી. મહારાજ શિવાજીને વિસ્મય થયું. તેમણે પૂછયું કે આ ડોલીમાં શું છે ?

સેનાપતિ માધવે હસતાં હસતાં કહ્યું કે, 'મહારાજ, આ ડોલીમાં સ્વર્ગની પરી જેવી રાજા બહલોલ
ખાનની બેગમ ગૌહરબાનું છે. આજની જીતની યાદમાં, આપના માટે ભેટ સ્વરૂપે ઉઠાવી લાવ્યો છું.'

શિવાજી મહારાજના ચહેરા પર રેખાઓ તંગ થઇ ગઇ. કિન્તુ સેનાપતિ માધવનું તે તરફ ધ્યાન
નહોતું. તે તો પોતાની વાત કહેવામાં મશગુલ હતો. તેણે આગળ કહ્યું 'અને જુઓ મહારાજ, હું
મારા હાથમાં મુસ્લિમોનો ધર્મ ગ્રંથ કુરાને શરીફ ઉઠાવી લાવ્યો છું. હવે આપણે આ બંને ચીજોનું અપમાન કરીને વેર વાળી શકીશું.'

શિવાજી બે કદમ આગળ વધીને માધવ પાસે ગયા. તેમણે કુરાને શરીફનો ધર્મ ગ્રંથ હાથમાં લીધો અને ચૂમી લીધો.

તે પછી શિવાજી મહારાજ ડોલી પાસે ગયા. તેમણે બેગમ ગોહરબાનુને ડોલીમાંથી બહાર આવવાનું કહ્યું. બેગમ ગભરાતા ગભરાતા બહાર આવી.
સૌ તેને જોઇ રહ્યા.

બેગમ ગોહરબાનુ એટલે ઝગમગતા તારલાનું
મોહક રૃપ. રૂપથી છલકાતો દેહ, કામણધારી આંખો,
આકર્ષક મુખ જે નિહાળે તે મોહમાં પડી જાય.
શિવાજી મહારાજની આંખોમાં કોઇ અગમ્ય ભાવો હતા.

શિવાજી મહારાજ કહે,  'બેગમ, આપ બેહદ
ખૂબસૂરત છો, આપને જોયા પછી મને થાય છે કે કાશ ! મારો જન્મ આપની કૂખે થયો હોત તો હું પણ આપની જેટલો જ સુંદર હોત !'

બેગમ ગોહરબાનો તો માનતી હતી કે આજે
પોતાનું જીવન લૂંટાઇ જવાનું છે તેના બદલે
શિવાજી મહારાજ તો ઉદાર દિલથી પોતાના સ્ત્રીત્વનું મહાન સન્માન કરતાં હતા !

શિવાજી મહારાજે સેનાપતિ માધવ તરફ જોઇને કહ્યું :  'માધવ, એ વાતને હું વીરતા માનતો નથી કે જેમાં અબળાઓ પર પ્રહાર કરવામાં આવે, તેના સતીત્વને લૂંટવામાં આવે અથવા તો ધર્મગ્રંથોની હોળી કરવામાં આવે. કોઇ સ્ત્રીનું અપમાન કરવું કે કોઇ ધર્મનું અપમાન કરવું તે બહુ મોટી કાયરતા છે. એક સાચો વીર આવું કરીને ખુશ થઇ શકે નહી.'

શિવાજી મહારાજે પોતાના એક અધિકારીને તાત્કાલિક સૂચના આપી, પૂરા સન્માન સાથે બેગમ ગોહરબાનો અને કુરાને શરીફ ગ્રંથ રાજા બહલોલ ખાન પાસે મોકલી આપ્યા.

રાજા બહલોલ ખાન પોતાની બેગમ અને કુરાને શરીફ પુરા સન્માન સાથે સહીસલામત મેળવીને
આશ્ચર્યમાં પડી ગયો. તેણે મનોમન શિવાજી મહારાજને પ્રણામ કર્યા.

પ્રભાવના

માનવીય વિચિત્રતા કેવી છે ? જે પોતાનું માને તે તેને ગમે. ન માને તે ન ગમે. એટલે કે જે પોતે બીજાના ઉપર નાખે છે તેનું જ તે આદર કરે છે. સામેની વ્યક્તિ જેવી છે તેવો તેનો તે આદર નથી કરતો. તેની સહજતાનો, તેની સ્ફૂર્તિનો, તેના સ્મિતનો, તેના આંસુનો તે સ્વીકાર નથી કરતો, પણ તેના આડંબરનો, અભિનયનો તે આદર કરે છે.
જે સહજ પ્રગટે છે તેનો આદર કરવો પડે. પોતાનું નિયંત્રણ બીજા ઉપર શા માટે થોપીએ છીએ ? નિયંત્રણ તમને સત્યથી દૂર રાખે છે. જે સ્વભાવિક છે તેનાથી દૂર રાખે છે. જે સ્વભાવિક છે તેનો સ્વીકાર કરો.

www.sahityasafar.blogspot.com

♠ આત્મવિશ્વાસ ♠

♥ FROM...SHAILESH SAGPARIYA ♥

જાપાનમાં એક મહાન યોદ્ધો થઇ ગયો જેનું નામ હતુ નોબુનગા. એકવખત નોબુનગાએ પોતાનાથી 10 ગણા મોટા સૈન્ય સામે લડાઇ કરવાનું નક્કી કર્યુ. એને પોતાના સૈનિકો પર પુરો વિશ્વાસ હતો કે સામેનું સૈન્ય સંખ્યાબળની દ્રષ્ટિએ ભલે 10 ગણુ મોટુ હોય આમ છતા પોતે જીતશે. સૈનિકોને
હજુ આ બાબતે વિશ્વાસ ન હતો થોડી શંકા હતી પોતાના વિજય પર.

નોબુનગાએ સૈન્ય સાથે કુચ કરી. રસ્તામાં એક ધર્મસ્થાન આવ્યુ બધાને આ ધર્મસ્થાન પ્રત્યે ખુબ આસ્થા હતી એ નોબુનગા સારી રીતે જાણતો હતો એણે પોતાના સૈન્યને આ ધર્મસ્થાન પાસે ઉભુ રાખ્યુ અને સૈનિકોને સંબોધીને કહ્યુ કે હું અંદર
તમારા બધાના વતી દર્શન અને પ્રાર્થના કરવા જાવ છું. બહાર આવી ને હું સિક્કો ઉછાળિશ જો "છાપ" પડશે તો આપણે જીતીશુ અને જો " કાંટ" પડશે તો આપણે હારીશું. આપણે આપણી જાતને
આપણા નસિબના હવાલે કરી દઇએ.

નોબુનગા ધર્મસ્થાનમાં ગયો અને પ્રાર્થના કરી. બહાર આવી ને સિક્કો ઉછાળ્યો. બધા જ સૈનિકો નાચવા લાગ્યા કારણ કે " છાપ " પડી હતી. બધા એક સાવ નવી જ ચેતનાથી ભરાઇ ગયા હોય એવું
લાગ્યુ. યુધ્ધ થયુ અને નોબુનગાનું સૈન્ય વિજેતા થયુ.

વિજય સભાનું આયોજન થયુ અને આ સભામાં નોબુનગાના એક ખાસ સૈનિકે કહ્યુ કે ભાગ્યને કોઇ બદલી નથી શકતુ આપણા ભાગ્યમાં જીતવાનું લખ્યુ હતુ અને આપણે જીત્યા.

નોબુનગા એ હસતા હસતા કહ્યુ , " ના , મિત્રો એવું નથી." આમ કહીને પેલો સિક્કો બતાવ્યો જેમા બન્ને
બાજુ " છાપ" જ હતી.

→ મિત્રો, સફળતા ભાગ્યને આધારે નહી પરંતું આત્મવિશ્વાસના આધારે પ્રાપ્ત થાય છે આત્મવિશ્વાસના સથવારે ભાગ્યને પણ બદલી શકવાની ક્ષમતા આપણા સૌમાં રહેલી છે.

♥ FROM...

♥ SHAILESH SAGPARIYA ♥

♠ प्रयास ♠

महात्मा बुद्ध ज्ञान प्राप्ति के लिये घोर तप कर रहे थे !
उन्होंने अपने शरीर को काफी कष्ट दिया ;घने वनो में कड़ी साधना की पर आत्म-ज्ञान की प्राप्ति नहीं हुई !

एक दिन निराश हो बुद्ध सोचने लगे -मैंने अभी तक कुछ भी प्राप्त नहीं किया अब आगे क्या कर पाऊंगा ?

निराशा अविश्वास के इन नकारात्मक भावों ने उन्हें क्षुब्ध कर दिया ! कुछ ही क्षणों बाद उन्हें प्यास लगी ! वे थोड़ी दूर स्थित एक झील पर पहुंचे ! वहां उन्होंने एक दृश्य देखा कि एक नन्ही-सी गिलहरी के दो बच्चे झील में डूब गये है !

पहले तो वह गिलहरी जड़वत बैठी रही फिर कुछ देर बाद उठकर झील के पास गई ! अपना सारा शरीर झील के पानी में भिगोया और फिर बाहर आकर
पानी झाड़ने लगी ! ऐसा वह बार-बार करने लगी !

बुद्ध सोचने लगे -इस गिलहरी का प्रयास कितना मूर्खतापूर्ण है क्या कभी यह इस झील को सुखा सकेगी ? किंतु गिलहरी यह प्रयास लगातार जारी रहा ! बुद्ध को लगा मानो गिलहरी कह रही हो कि यह झील कभी खाली होगी या नही यह मैं नहीं जानती किंतु मैं अपना प्रयास नहीं छोड़ूंगी !

अंततः उस छोटी सी गिलहरी ने भगवान बुद्ध को अपने लक्ष्य-मार्ग से विचलित होने से बचा लिया ! वे सोचने लगे कि जब यह नन्ही गिलहरी अपने लघु
सामर्थ्य से झील को सुखा देने के लिये दृढ़ संकल्पित हैतो मुझमें क्या कमी है ? मैं तो इससे हजार गुणा अधिक क्षमता रखता हूँ !

यह सोचकर गौतम बुद्ध पुनः अपनी साधना में लग गये और एक दिन बोधि-वृक्ष तले उन्हें ज्ञान का आलोक प्राप्त हुआ !

यदि हम प्रयास करना न छोड़ें तो एक न एक दिन लक्ष्य की प्राप्ति हो ही जाती है !

♥ શુકન-અપશુકન ♥

શ્રધ્ધા- અંધશ્રધ્ધા, શુકન-અપશુકન,
સારું-ખરાબ અને વગેરે......વગેરે......વગેરે...
...
આજની સમાજ વ્યવસ્થાને લઈને
આજની પોસ્ટ મૂકી રહ્યો છું.

મિત્રો , આજની આ પોસ્ટ સમજવી થોડી મુશ્કેલ છે એટલે બે વખત વાંચવા માટે વિનંતિ કરુ છું અને જો આ પોસ્ટ સમજાય જાય તો તો બેડો પાર.જરૂર વાંચજો, તમારો શુકન-અપશુકનનો ખ્યાલ
બદલાઈ જશે...

(૧)સંધ્યાકાળે કચરો ઘરની બહાર ન કઢાય :

જુના કાળમાં ઈલેક્ટ્રિસિટિ ન હતી. સૂર્યાસ્ત બાદ દીવો કે ફાનસના અપૂરતા પ્રકાશમાં કામ ચલાવવાનું રહેતું. આથી બનતું એવું કે દિવસ દરમિયાન કામ કરતા- કરતા અજાણતા કોઈ અમૂલ્ય ચીજ-વસ્તુ હાથમાંથી જમીન પર પડી ગઈ હોય ને સંધ્યા ટાણે મંદ અંધકારની સ્થિતિમાં એ વસ્તુ કચરા સાથે ઘરની બહાર જતી રહે
તો કોઈને એની જાણ ન થાય. આથી એ સમયના વડીલો કહેતા કે સંધ્યાકાળે કચરો કાઢવાથી લક્ષ્મી ઘરમાંથી ચાલી જાય છે. આજે તો ઘર-ઘરમાં રાત્રે
પૂરતો પ્રકાશ મળી રહે છે તેથી કોઈ વસ્તુ કચરા સાથે ઘર બહાર નિકળી જાય એવો ડર રહેતો નથી. છતાં દિવસ જેવો ઉજાસ તો ઉપલબ્ધ નથી જ. માટે રાત્રે કચરો વાળી શકાય પરંતુ ચોકસાઈ
તો રાખવી જ પડે.

(૨) શનિવારે માથામાં તેલ ન નખાય :

અંગ્રેજોના શાસનકાળ દરમિયાન રવિવાર રજાનો દિવસ જાહેર થયો હતો. આથી માથુ ધોવા માટે
રવિવારે જ સમય મળતો. હવે રવિવારે માથુ ધોવાનું હોય તો માથામાં બહુ ચિકાશ ન હોય
તો સરળતાથી માથાના વાળમાં રહેલો મેલ
કાઢી શકાય. કારણ કે એ સમયે ચિકાશ કાઢવા માટે અદ્યતન સાબુ-શેમ્પૂ ઉપલબ્ધ ન હતા. માટે લોકો સમજીને શનિવારથી જ માથુ કોરું રાખતા. આ વાત ન માને તો ‘ધરમ’નો ડર બતાવી કોઈને કાબુમાં લેવાનું સરળ હતું. આથી કહી દેવાતું કે શનિવાર હનુમાનજીનો વાર હોવાથી માત્ર
હનુમાનજીને તેલ ચઢે, આપણે માથામાં તેલ નાંખવાનું નહિ. એ જ રીતે નખ કાપવા માટે, બુટ
ખરીદવા માટે, દાઢી સાફ કરવા માટે, વાળ કપાવવા માટે રવિવારની રજા બહુ કામમાં આવતી. શનિવારે આ બધું ન થાય એની પાછળ
કોઈ વિજ્ઞાન નથી. રવિવારની રજાના દિવસે
મોટા ભાગના લોકો વાળ કપાવવાનું તેમજ દાઢી સાફ કરાવવાનું રાખતા હોવાથી એ દિવસે વાળંદ
રજા તો ન જ રાખી શકે ઉલ્ટાનું એને રવિવારે ઓવરટાઈમ કરવો પડે. આથી આગલા દિવસે શનિવારે એ રજા ભોગવી લે તો રવિવારે પુરી સ્ફૂર્તિથી કામ કરી શકે એ માટે વાળંદ માટે શનિવારે રજા નક્કી થઈ હશે.

(૩) એના પગલા ખરાબ છે :

દિકરાને પરણાવીને વહુને ઘરે લાવ્યા બાદ ઘરમાં કોઈ અમંગળ ઘટના બને તો વહુના પગલાને ખરાબ ગણીને એને દોષ આપવામાં આવે છે.
નવા પરણેલા દિકરાની નોકરી છુટી જાય, કોઈ ઘરમાં માંદુ પડે, કોઈનું અવસાન થાય વગેરે પૈકી કોઈ ઘટના બને તો એમાં વહુનો શું દોષ? પરંતુ
આવા મનઘડંત કારણ- પરિણામના સંબંધો જોડી દેવાની માનસિક નબળાઈ મોટા ભાગના પરિવારોમાં જોવા મળે છે. એ જ રીતે દિકરીનો જન્મ થયા બાદ ઘર પર કોઈ આપત્તિ આવે
તો એના પગલાને ખરાબ ગણવામાં આવે છે. રામના સીતા સાથે લગ્ન થયા બાદ રામની રાજગાદી છીનવાઈ ગઈ, તેઓને ચૌદ વર્ષનો વનવાસ થયો એટલું જ નહિ, બધું જ વ્યવસ્થિત ચાલતું હતું, રામ પુન: રાજ્યસિંહાસન આરૂઢ થયા હતા, સીતા સાથે પ્રણયમગ્ન હતા તેવામાં સીતાનો પ્રસુતિકાળ નજીક આવ્યો, રામના બે પુત્રો લવ-
કુશના જન્મનો સમય થયો ત્યાં તો સીતાનો સર્વદા ત્યાગ કરવાનો કપરો નિર્ણય રામને
કરવાનો થયો. ચૌદ વર્ષનો ઘોર કષ્ટદાયક સમય પુરો થયા બાદ પણ રામ સુખપૂર્વક દામ્પત્યજીવન
માણી શક્યા નહિ તો શું રામ સીતાને, લવ-કુશના આગમનને દુર્ભાગ્યપૂર્ણ ગણશે ?

(૪) કોઈ બહાર જતું હોય તો ‘ક્યાં જાઓ છો’ એમ નહિ પૂછવાનું :

ઘણાં પરિવારોમાં તો આ રિવાજ એટલો બધો જડ બેસલાક હોય છે કે ભુલમાં કોઈ બાળક, ‘ક્યાં જાઓ છો?’ એવું પૂછી લે તો બહાર જનાર તથા ઘરના સભ્યો ખુબ નારાજ થઈ જાય છે. આની પાછળની સમજણ એવી છે કે કોઈના અંગત મામલામાં વધુ
પડતી જિજ્ઞાસા રાખવી અસભ્ય ગણાય. બાકી શુકન–અપશુકન જેવું કંઈ હોતું નથી.

(૫) ઉલ્ટા પડેલા ચંપલ :

કોઈ કોઈ ઘરના કમ્પાઉંડમાં પ્રવેશતા જ ચંપલ કે
બુટ ઉંધુ પડેલું જોવા મળે તો એને અપશુકન
ગણવામાં આવે છે. વાસ્તવમાં ઘરના સભ્યો બિનજવાબદાર ગણાય કારણ કે જુએ છે બધાં જ પરંતુ કોઈ એને સીધું કરવાનું સમજતા નથી. આ
ઘટનાને અપશુકન સાથે શું લેવાદેવા ? એ
જ રીતે કોઈ જમીન પર પગ ઘસડીને ચાલતુ હોય કે પછી પલંગમાં બેસીને લબડતા પગ હલાવ્યા કરે તો એને કહેવાય છે કે આ રીતે કરવાથી ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે. વાસ્તવમાં આ બધી અસભ્યતાની નિશાનીઓ છે જે વ્યક્તિને પ્રેમથી સમજાવવાથી દૂર થઈ શકે છે. પરંતુ બધાએ માની લીધું છે કે આર્થિક નુક્શાનના ડરથી જ બધા સીધા ચાલે છે આથી કોઈ પણ ખોટી આદત છોડાવવા માટે લાગલું જ ‘લક્ષ્મી ચાલી જશે’ એમ કહેવાય છે.

(૬) બિલાડી આડી ઉતરે છે :

આવા અપશુકનમાં વિશ્વાસ રાખનારા વાહિયાત છે. બીજું શું ? માણસ બિલાડીને આડો ઉતરે ને એનો દિવસ ખરાબ જાય તો એ કોને ફરિયાદ કરશે ?

ઘણા કહે છે: ‘આજે સવારે મેં કોનો ચહેરો જોયો હતો ? મારો આખો દિવસ ખરાબ ગયો.’ અરીસામાં જ જોયું હોય ને ભાઈ તેં ! ચાલતા હાથે-પગે વાગે તો કહેશે ‘કોઈ મને ગાળ દઈ રહ્યું છે.’ હેડકી આવે
અથવા ખાતા-ખાતા અંતરસ આવે તો કહે, ‘મને કોઈ બહુ યાદ કરે છે.’ ભ’ઈ તારા લેણિયાતો સિવાય તને કોઈ યાદ કરે એમ નથી !

(૭) એક છીંક આવે તો ‘ના’ અને બે છીંક આવે તો ‘હા’ :

કોઈ કામ કરવાનું શરૂ કરો, ક્યાંય બહાર જવા નિકળો ને એક છીંક આવે તો રોકાઈ જવાનું અને થોડી વાર રહીને કામ કરવાનું. બે છીંક આવે તો તમારા કાર્યને કુદરતનું સમર્થન છે એમ માનીને એ કામ દૃઢતાથી કરવાનું. મારો એક મિત્ર તો પોતાનું વાહન ડાબી બાજુ વાળતો હોય ને એક છીંક આવે તો જમણી બાજુ વાળી લે. આ છીંકને શુકન-અપશુકન સાથે કોઈ સંબંધ ખરો ?

(૮) મુહૂર્ત જોવડાવવામાં આવે છે :

કૃષ્ણ મુહૂર્ત જોઈને દુર્યોધન સાથે વિષ્ટી (સંધિ) કરવા હસ્તિનાપુર ગયા હતા. છતાં એમણે કહ્યું હતું કે ‘હું જાઉં છું માટે જ વિષ્ટિ સફળ નહિ થાય.
અલબત્ત મારા સઘન પ્રયાસો હશે જ વિષ્ટિને સફળ બનાવવા માટેના !’ ગૃહપ્રવેશ, રાજ્યાભિષેક, લગ્ન વગેરે મુહૂર્ત જોવડાવીને થાય છે. એની પાછળનું રહસ્ય પ્રકૃતિનો સાથ લેવાનો આશય છે. આપણે ત્યાં વર્ષાઋતુમાં એક પણ લગ્નનું મુહૂર્ત
હોતું નથી. કારણ શું ? વરસાદમાં બધાને અગવડ પડે છે. અરે, તીર્થયાત્રીઓ ચાર માસ સુધી પોતાની તીર્થયાત્રા અટકાવી દે છે.

વસંતપંચમી તેમજ અખાત્રીજનું વણજોયું મુહૂર્ત ગણાય છે કારણ કે એ સમયે પ્રકૃતિ સદાય સોળ કળાએ ખીલેલી હોય છે. કોઈ પણ વ્યક્તિ ધન અને કીર્તિ કમાય એટલે એ માનસિક રીતે
એટલો બધો નબળો થઈ જાય છે કે શુકન-
અપશુકનના રવાડે ચઢી જ જાય છે. રાજકારણીઓ, રમતવીરો, ફિલ્મસર્જકો, હીરો-હીરોઈનો બધાને આ વાત એક સરખી લાગુ પડે છે. અમુક જગ્યાની મુલાકાત લેનાર મુખ્યમંત્રી પોતાનું પદ ગુમાવે છે,
ફિલ્મના નામના સ્પેલિંગમાં અમુક અક્ષર બેવડાવવાથી ફિલ્મ સફળ થશે, ચોક્કો કે છક્કો વાગે એટલે તાવીજ ચુમવું, સદી વાગે એટલે જમીન ચુમવી, પોતાનું બેટ ન બદલવું, નંગની વીંટીઓ, ગળામાં પેંડંટ વગેરે મનોરોગની નિશાનીઓ છે. એમાંથી કોણ બચ્યું છે ?
જ્યોતિર્વૈદ્યૌ નિરંતરૌ. એટલે કે જ્યોતિષી અને વૈદ્ય સદાય કમાવાના જ ! એમના ધંધામાં ક્યારેય
મંદિ આવવાની જ નહિ ! કારણ કે હંમેશા શારીરિક અને માનસિક રીતે નબળા માણસો સમાજમાં હોવાના જ !

મિત્રો, આત્મવિશ્વાસથી ભરપૂર માણસ શુકન-અપશુકન પર આધારિત રહેતો નથી. પોતાના બાહુબળના આધારે એ અશક્યને શક્ય કરી શકે છે.

'ન કરતો ભાગ્યની પરવા હું ખુદ એને ઘડી લઉં છું, ગ્રહો વાંકા પડે તો એને સીધા ગોઠવી દઉં છું.'

અલબત્ત માત્ર આત્મવિશ્વાસુ માણસ રાક્ષસ
થવાનો સંભવ ખરો. આથી આત્મવિશ્વાસની સાથે-સાથે ઈશવિશ્વાસ આવશ્યક છે. માનવ પ્રયત્ન
અને ઈશકૃપાથી બધું જ સંભવ છે. હું પણ ધર્મ,જ્યોતિષ, વિધિ, શાસ્ત્રોમાં એટલો જ વિશ્વાસ અને
શ્રધ્ધા ધરાવુ છુ જેટલી તમે ધરાવો છો.મારો ઉદ્દેશ
કોઈની ધાર્મિક,સામાજિક લાગણી દુભાવવાનો નથી.પરંતુ હું પહેલાના વખતની સમસ્યાઓ,
મર્યાદાને લીધે સર્જાયેલી પરિસ્થિતીઓને લીધે
લોકો અનુકૂળતા માટે જે કરતા કે જે કરવું પડતું એને આજે પણ બસ એમજ, અને એવી જ
રીતે કરવી જોઈએ એ વાત મારા ગળે તો નથી ઉતરતી.

♥ Via.  Dax Shukla.