♦ શિક્ષણની સાર્થકતા ♦

ટીલી નામની બાળકી તેના પરિવાર સાથે થાઈલેન્ડના ફ્રુકેતુ ટાપુ ઉપર રજા માણી રહી હતી. 

એક દિવસ તે દરિયા કિનારે ફરતી હતી ત્યારે તેણે દરિયાને અચાનક જ ભયાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં જોયો . 

ટીલી ફકત દસ વર્ષની જ હતી પણ તેણે જે શાળામાં અભ્યાસ કર્યો હતો ત્યાં તેના શિક્ષકે સમજાવ્યું હતું કે ,''સમુદ્રમાં જયારે આવી તોફાની ભરતી આવે , પછી પાણીમાં પરપોટા થાય અને અચાનક સમુદ્ર શાંત થઈ જાય અને મોટી ઓટ આવે ત્યારે જરૂર કંઈક અઘટિત બને."

ટીલીએ આ બધી જ વાત હોટેલમાં જઈને તેની માતાને કરી. તેની માતા તરત જ સમુદ્ર પરના સત્તાવાળાઓને મળી અને આ બધી વાત તેમને જણાવી.

સતાવાળાઓ સતર્ક થઈ ગયા અને તેમણે કિનારા પરના તથા હોટેલના ગ્રાહકોને જગ્યા ખાલી કરી દૂર ચાલી જવા જણાવ્યું. 

આમ હજારો લોકોના જીવ બચી ગયા . ટીલીના શિક્ષક એન્ટુકીઅર્થીએ આ વાત જાણી ત્યારે ટીલીને ધન્યવાદ આપ્યા અને કહ્યું કે, ''તેં મારું ભણાવેલું સાર્થક કર્યુ.''