ખરી સુંદરતા

FROM ,
Shailesh Sagpariya.

એકવાર સોક્રેટીસ
પોતાના રૂમમાં અરીસાની સામે
ઉભા રહીને પોતાના ચહેરાને જોઇ
રહ્યા હતા. અચાનક એક શિષ્ય રૂમમાં દાખલ
થયો.

અરીસાની સામે સોક્રેટીસને
ઉભેલા જોઇને એને હસવુ આવ્યુ.
સોક્રેટીસનું એ તરફ ધ્યાન ગયુ અને શિષ્યને
હસતા જોયો એટલે સોક્રેટીસે એમને કહ્યુ , "
ભાઇ , તું કેમ હશે છે એ મને સમજાય છે.
મારો ચહેરો એકદમ કદરુપો છે અને છતાય હું
અરીસામાં જોવ છું એટલે તને હસવું આવે છે પણ
દોસ્ત તને જાણીને આશ્વર્ય થાશે કે આ
માત્ર આજની ઘટના નથી હું તો રોજ
અરીસામાં મારા આ કદરુપા ચહેરાને
ઘણા સમય સુધી જોયા કરું છું"

આ સાંભળીને પેલો શિષ્ય
તો વિચારમાં પડી ગયો એણે સોક્રેટીસને
પુછ્યુ , " પોતાનો સુંદર
ચહેરો અરીસામાં જોવાની મજા આવે પણ
કદરુપો ચહેરો જોઇને દુ:ખી શા માટે થવું ?

સોક્રેટીસે છણાવટ કરતા કહ્યુ , " હું
મારા કદરુપા ચહેરાને એટલા માટે રોજ
અરીસામાં જોવ છું જેથી મને સતત યાદ રહે કે
હું કદરુપો છું મારે કંઇક એવા સારા કામ
કરવાના છે કે લોકો મારા એ કામને લીધે
મારા કદરુપા ચહેરાને સાવ ભુલી જ જાય
એને માત્ર મારા એ કામો જ દેખાય,
ચહેરો નહી. અને એના કારણે એ મને પ્રેમ કરે."

શિષ્યએ કહ્યુ , " તો પછી જે લોકો સુંદર હોય
એમણે શું કરવાનું ? "
સોક્રેટીસે કહ્યુ , " સુંદર શરીર અને
ચહેરા વાળાએ પણ રોજ અરીસામાં જોવું
જોઇએ અને વિચારવું જોઇએ કે ભગવાને
કૃપા કરીને કેવું સુંદર મજાનું શરીર આપ્યું છે હું
ધ્યાન રાખીશ કે મારાથી કોઇ
એવા ખરાબ કામો ન થાય કે
જેથી લોકો મારા એ ખરાબ કામને લીધે
મારા સુંદર ચહેરાને સાવ ભુલી જ જાય અને
મને નફરત કરે. "

મિત્રો , તમારો ચહેરો કદરુપો હોય તો પણ
ભલે અને સુંદર હોય તો પણ ભલે રોજ
અરીસામાં જોતી વખતે સોક્રેટીસની આ
વાતને યાદ કરજો .ચોક્કસ લોકોનો આદર
અને પ્રેમ પ્રાપ્ત થશે.