♠ વાણી - અમૃતની સરવાણી ♠


      શાસ્ત્રો માં કહ્યું છે કે સત્ય વચન પણ મીઠાશ     પુર્વક બોલવું જોઈએ,અપ્રિય લાગે તેવુ સત્ય વચન પણ ન બોલવું જોઈએ. વાણી ની મધુરતા અન્ય વ્યક્તિમાં આનંદ અને ઉત્સાહ ઉત્પન્ન કરે છે, જ્યારે કટાક્ષપુર્વક બોલાયેલી વાણી ક્યારેક મુશ્કેલી પણ ઉભી કરે છે ,

ગામમાં છાશ બનાવવાના વારા હોય છે એટલે રોજ જુદા જુદા ઘરે છાશ બને ને બધા ત્યાં થી લઈ જતા. એક છોકરો ટીખળી હતો તેથી તે શબ્દો ના પ્રાશ ગોઠવી ને જે ઘરે છાશ નો વારો હતો ત્યા જઈને બોલ્યો , '' અરે બાઈ બાડી છાશ દેજે જાડી ''

પેલી બાડી બાઈ પણ હોશિયાર હતી ને શબ્દો ની ભાષા જાણતી હતી ને એણે વળતો જવાબ આપ્યો. ઈંટ નો જવાબ પથ્થર થી એ નીતિ મુજબ એ બાઈ એ છાશ માં બે લોટા પાણી ના ઉમેરી ને પેલા છોકરા ને છાશ આપી ને કહ્યું , કે ''જેવી તારી વાણી એવું નાંખ્યું પાણી'' એમ કહી પેલા છોકરા ને સણસણતો જવાબ આપી ને પેલી પાણીવાળી છાશ પધરાવી દીધી .

મિત્રો જોયું , આપણી વાણીને વિચારીને ના બોલીયે તો ક્યારેક  હસવાનું ખસવું પણ થઈ જાય.

♥ THNX FOR TYPING ♥
♠ ARPIT SUTHAR ♠

♠ દુહા- સાખીઓ ♠

www.sahityasafar.blogspot.com

♥ જ્ઞાન કથીને ગાડાં ભરે, પણ અંતરનો મટે
નહિ વિખવાદ
કહે કબીર કડછા કંદોઈના, કોઈ દી’ ન પામે
સ્વાદ.

♥ રામ જપે અનુરાગસે, સબ દુખ ડાલે ધોઈ
વિશ્વાસે તો હરી મિલે, લોહા ભી કંચન હોય.

♥ દયા ગરીબી બંદગી, સમતા શીલ સુજાણ
ઐસે લક્ષણ સાધુકે કહે કબીર તું જાણ.

♥ કાયા તું બડો ધણી, અને તુજસે બડો નહીં કોઈ,
તુ જેના શિર હસ્ત દે, સો જુગમેં બડો હોઈ.

♥ રામ નામ રટતે રહો અને ધરી રાખો મનમાં ધીર
કોઈ દિન કાર્ય સુધારશે, કૃપા સિંધુ રઘુવીર.

♥ સગા હમારા રામજી, અને સહોદર પુનિ રામ,
ઔર સગા સબ સગમગા, કોઈ ન આવે કામ.

♥ કામ ક્રોધ મદ લોભકી, જહાં તક મનમેં ખાન,
કહાં પંડિત મૂરખ કહાં, દોઉ એક સમાન.

♥ રન બન વ્યાધિ વિપત્તિમેં, રહિમન મર્યો ન રોય,
જો રક્ષક જનની જઠર, સો હરિ ગયે નહીં સોય.

♥ નામ લીયા ઉસને જાન લીયા, સકલ શાસ્ત્રકા ભેદ,
બિના નામ નરકે ગયા, પઢ પઢ ચારોં વેદ.

♥ કબીર કહે કમાલકુ, દો બાતાં શીખ લે,
કર સાહેબકી બંદગી ભૂખે કુ કુછ દે.

♥ હાડ જલે જ્યું લાકડી, કેશ જલે જ્યું ઘાસ,
સબ જગ જલતા દેખ કે, કબીરા ભયો ઉદાસ.

♥ માલા તિલક બનાય કે ધર્મ વિચારા નાહિ,
માલા બિચારી ક્યા કરે, મૈલ રહા મન માંહિ.

♥ રાત ગવાંઈ સોય કર, દિવસ ગવાયો ખાય
હીરા જનમ અનમોલ થા, કૌડી બદલે જાય.

♥ કાલ કરે સો આજ કર, સબહિ સાજ તુજ સાથ,
કાલ કાલ તું ક્યા કરે, કાલ કાલ કે હાથ.

♥ સાધુ ભયા તો ક્યા હુવા, માલા પહિરી ચાર,
બાહર ભેષ બનાઈઆ, ભીતર ભરી ભંગાર.

♥ પ્રેમ છિપાયા ના છિપે, જ્યા ઘટ પરગટ હોય,
જો પૈ મુખ બોલે નહીં, નૈન દેત હૈ રોય.

♥ જબ મેં થા તબ હરિ નહીં, અબ હરી હૈં હમ નાહીં,
પ્રેમ ગલિ અતિ સાંકરી, તમેં દો ન સમાહિ.

♥ તુલસી મીઠે વચન સે સુખ ઉપજે ચહુ ઓર,
વશીકરન યહ મંત્ર હૈ, તજહું વચન કઠોર.

♥ ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા પીર,
ફિકરકી ફાકી કરે, ઉનકા નામ ફકીર.

♥ ગ્રંથ પંથ સબ જગતકે, બાત બતાવત તીન,
રામ હ્રદય, મનમેં દયા, તન સેવામેં લીન.

→ સુંદર બોધ આપતા આવા દુહાઓ – સાખીઓ આપને પસંદ આવશે એ આશા સાથે
આ થોડામાં ઘણુ.

www.sahityasafar.blogspot.com

♠સાચી શૂરવીરતા ♠

અમેરિકામાં વસાહત સ્થાપનાર અંગ્રેજ સાહસવીર અને લેખક વૉલ્ટર રેલે (ઈ.સ. ૧૫૫૪થી ઈ.સ. ૧૬૧૮)ને ઇંગ્લેન્ડની રાણીએ અમેરિકામાં વસાહત
સ્થાપવાનો અધિકાર આપ્યો હતો.

'સર'નો પ્રતિષ્ઠિત ઈલકાબ પામેલા વૉલ્ટર રેલેએ
અમેરિકાના ઘણા અજાણ્યા પ્રદેશો શોધ્યા.
દક્ષિણ અમેરિકામાં ગિયાના તરફ સોનાની ભૂમિ તરીકે જાણીતા અલ ડોરાડોની શોધ માટેના પ્રવાસની એમણે આગેવાની લીધી, જોકે એમાં એમને સફળતા મળી નહોતી. આવા સર વૉલ્ટર રેલે તલવારબાજીમાં અતિ નિપુણ હતા અને એ
સમયે યુરોપમાં વિશાળ મેદાન પર પ્રેક્ષકોના મનોરંજન માટે તલવારબાજી ખેલાતી હતી અને
લાખો લોકો એને નિહાળવા માટે આવતા હતા.

એક યુવકે સર વૉલ્ટર રેલેને પડકાર ફેંકતા કહ્યું, 'તમારી તલવારબાજી અતિ પ્રસિદ્ધ છે, પરંતુ મારો સામનો કરો તો ખરા!'

યુવકની જોશીલી જબાન સાંભળીને સર વૉલ્ટર રેલેએ કહ્યું, 'માત્ર મનોરંજન માટે યુદ્ધ કરવું એ સમજદારી નથી. યુદ્ધને બદલે શાંતિ વધુ સારી છે, તેથી વ્યક્તિએ શાંતિપૂર્વક જીવન જીવવામાં વિશેષ વિશ્વાસ રાખવો જોઇએ.'

સર વૉલ્ટર રેલેના પ્રત્યુત્તરને યુવાન એમની નિર્બળતા સમજ્યો અને એથી એણે અહંકાર પ્રગટ કરતાં કહ્યું કે, 'તમારામાં મારી સામે તલવારબાજી ખેલવાની તાકાત જ કયાં છે?' આમ કહીને એ સર વૉલ્ટર રેલેના મુખ પર થૂંક્યો. આ ઘટનાથી ચોમેર
ઘણી ધમાલ મચી ગઇ અને લોકો એ યુવકનો પીછો કરીને પકડી લાવ્યા. મહાન યોદ્ધા અને સર્વત્ર આદરપાત્ર એવા સર વૉલ્ટર રેલેએ સહજતાથી રૂમાલ કાઢીને થૂંક લૂછતાં કહ્યું,
'જેટલી સરળતાથી આ થૂંક લૂછી રહ્યો છું,
એટલી જ સરળતાથી જો હું મનોરંજન માટે
માનવહત્યાનું પાપ રોકી શકવાની તાકાત ધરાવતો હોત, તો તારી સાથે તલવારબાજી ખેલવામાં એક પળનો પણ વિલંબ કરત નહીં.'

વૉલ્ટર રેલેનાં માર્મિક વચનો સાંભળીને
યુવકના પગ તળેથી જમીન ખસવા લાગી.
એણે વૉલ્ટર રેલેની ક્ષમા માગતાં કહ્યું,
'સર, આપ સાચે જ મહાન છો.
તમારી સહનશીલતા, કરુણા અને
દયા દ્રષ્ટાંતરૃપ છે.'

♠ શિક્ષા - આત્મસમૃદ્ધિનો માર્ગ ♠

ગ્રીક-રોમન કાળનાં પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી યૂક્લિડે (ઇ.સ.પૂર્વે ૩૨૩ થી ઇ.સ. પૂર્વે ૨૮૩) ભૂમિતિ અંગેના 'એલિમેન્ટ્સ' ગ્રંથની રચના કરી.

'એલિમેન્ટ્સ'નું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું અને એની અનેક આવૃત્તિઓ પ્રગટ થઇ. બાઇબલ
પછી સૌથી વધારે વંચાતા ગ્રંથ તરીકે 'એલિમેન્ટ્સ' સ્થાન પામે છે. આવા પ્રખર ગણિતજ્ઞ યુક્લિડને પોતાના અગાધ જ્ઞાાનનો લેશમાત્ર ગર્વ નહોતો.
કોઇપણ જિજ્ઞાાસુ એમની પાસે આવીને અભ્યાસ કરી શકતો અને એને પરિણામે ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એમની પાસે ભૂમિતિ શીખવા આવતા. ઘણીવાર પોતાનું અંગત કામ છોડીને પણ વિદ્યાર્થીઓને શીખવવામાં મશગૂલ રહેતા.

એક દિવસ એક યુવકે આવીને યૂક્લિડ પાસે
ભૂમિતિનો અભ્યાસ કરવાની જિજ્ઞાાસા પ્રગટ કરી અને યૂક્લિડે એની વાતનો સહજ સ્વીકાર કર્યો. આ પ્રતિભાશાળી યુવક ખૂબ ઝડપથી અભ્યાસમાં આગળ વધવા લાગ્યો અને યૂક્લિડ પણ એના પર પ્રસન્ન થયા હતા.

એકવાર યૂક્લિડ એને પ્રમેય ભણાવી રહ્યા હતા અને એ યુવકે એકાએક પ્રશ્ન કર્યો.

'આ પ્રમેય ભણવાથી મને શું લાભ થશે ?'

આ પ્રશ્નથી નારાજ થયેલા યૂક્લિડે એના નોકરને કહ્યું, 'આને એક ઓબેલ (ગ્રીસનો સિક્કો) આપી દો. એને વિદ્યા પ્રાપ્ત કરવા કરતાં ય ધન કમાવામાં વધુ રુચિ છે. આથી એને માટે સઘળો અભ્યાસ નિરર્થક છે.'

ગણિતજ્ઞાની આ વાત સાંભળીને બીજા વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઇ ગયા. એ યુવાને યૂક્લિડની ક્ષમા માગી.

યૂક્લિડે કહ્યું, 'શિક્ષા આત્મસમૃદ્ધિનો માર્ગ છે.
એને ક્યારેય ભૌતિક લાભના ત્રાજવે તોળવાની ન હોય. એ તો જ્યાંથી જેટલી મળે, એને આત્મીયતાથી ગ્રહણ કરવાની હોય.'

♠ આપણી સંજીવની - પંચતંત્ર ♠


રાજચિકિત્સક બુઝોઇ નવી નવી ઔષધિઓ પર સંશોધન કરતા હતા અને ઔષધશાસ્ત્ર અને વૈદકશાસ્ત્ર વિશે લખાયેલા ગ્રંથોનો ઊંડો અભ્યાસ
કરતા હતા. એકવાર ઇરાનના બાદશાહ ખુસરોના આ રાજચિકિત્સક બુઝોઇએ એવું વાંચ્યું કે ભારતમાં દ્રોણાચલ પર્વત પર સંજીવની નામની ઔષધિ છે, જે મૃત વ્યક્તિને જીવતી કરી દે છે. વળી જો સ્વસ્થ વ્યક્તિ એ ઔષધિનું સેવન કરે, તો હંમેશાં સ્વસ્થ અને યુવાન રહે છે. આ વાંચીને બુઝોઈ રોમાંચિત થઇ ગયા અને બાદશાહ ખુસરોની અનુમતિ લઇને ભારતમાં આવીને સંજીવની ઔષધિની શોધ શરૃ કરી. કેટલાય જંગલો અને પર્વતો ઘૂમી વળ્યા, પણ ક્યાંય એ સંજીવની મળી નહીં.

એક દિવસ એક વૃક્ષના છાંયડામાં આરામ કરતા હતા, ત્યારે એક પંડિતજી ત્યાં આવ્યા અને
બુઝોઇને જોઇને પૂછ્યું, 'આપના દેખાવ પરથી આપ પરદેશી લાગો છો ? કયા દેશમાંથી આવો છો અને શા કારણે આવ્યા છો ?'

બુઝોઈએ કહ્યું, 'હું ઇરાન દેશના રાજા ખુસરોનો રાજચિકિત્સક છું અને મેં સાંભળ્યું છે કે આ દેશમાં થતી સંજીવની જડીબુટ્ટી અમૃત સમાન છે, પરંતુ એ જડીબુટ્ટીની મેં ઘણી શોધ કરી, પણ એ ક્યાંય મળી નહીં.'

આ સાંભળીને પંડિતજીએ હસતા- હસતા કહ્યું, 'અરે પ્રધાનમંત્રી, એ સંજીવની ઔષધિ તો માત્ર હનુમાનજી જ શોધી શક્યા હતા, આજે એ સંજીવની ઔષધિ ન મળે, પરંતુ તમને અમૃત જરૃર મળે. અમારે ત્યાં અમૃત સમાન 'પંચતંત્ર' નામક ગ્રંથ છે. એ ગ્રંથને યોગ્ય રીતે સમજે અને આચરે, તો એને અમૃત પ્રાપ્ત થાય છે. એનું જીવન અમૃતમય બને છે અને એ જીવે છે ત્યાં સુધી સકારાત્મક વિચારોથી સમૃધ્ધ રહે છે.'

બુઝોઈ પંડિતજીથી પ્રભાવિત થયા અને સંજીવની ઔષધિને બદલે અમૃત સમાન 'પંચતંત્ર'ની એક પ્રત લઇને સ્વદેશ પાછા ફર્યા.

♠ અનોખા આઇન્સ્ટાઇન ♠


આલ્બર્ટ આઈન્સ્ટાઈનને સ્વિટ્ઝર્લેન્ડની પેટન્ટ ઓફિસમાં બર્ન ખાતે નમૂનાઓના નિરીક્ષક તરીકે
નોકરી મળી. અહીં એણે વિવિધ પ્રકારની શોધખોળોની ચકાસણી કરવાની કામગીરી હતી.
ચકાસણીના આવા કામને કારણે વૈજ્ઞાાનિક
સંશોધનોના પરિણામોના પાયામાં રહેલા તત્ત્વો તારવવાની એની શક્તિ કેળવાઈ.

એ પેટન્ટ ઓફિસમાં નોકરી કરતો હતો, ત્યારે ૧૯૦૫માં ઝુરિચના પ્રસિદ્ધ સામયિક 'અનાદે દર ફિઝિક'માં પ્રગટ થયેલા આલ્બર્ટ આઈન્સ્ટાઈનના પાંચ લેખોએ દુનિયાનું એની તરફ ધ્યાન ખેંચ્યું
અને સમય જતાં પેટન્ટ ઓફિસ છોડીને એ
યુનિવર્સિટી શિક્ષણમાં જોડાયો.

પહેલાં પ્રાગ અને ઝુરિચની યુનિવર્સિટીમાં અને
પછી બર્લિનની વિલ્હેમ કૈઝર ઈન્સ્ટિટયૂટમાં એણે પ્રાધ્યાપક તરીકે કામ કર્યું.

પોતાનો મોભો વધતા આઈન્સ્ટાઈનને પોષાક બદલવો પડે તેમ હતો. તે હંમેશાં કરચલીવાળો શૂટ પહેરતો અને એના વાળ એના કપાળને ઢાંકી દેતા હતા. પ્રાધ્યાપક થયા પછી આમ કેમ ચાલે? પરંતુ સંશોધનમાં ડૂબેલા આઈન્સ્ટાઈનને માટે
પોષાક કે સામાજિક મોભો સહેજે મહત્ત્વનો ન હતો. કોઈ રૂઢિ કે પરંપરા પ્રમાણે ચાલવાનું એને સહેજે મંજૂર નહોતું.

આઈન્સ્ટાઈને એની સહાધ્યાયિની મિલેવા મેરીક સાથે લગ્ન કર્યા હતા. અને મિલેવા મેરિકે એને
કહ્યું કે હવે તમે પ્રાધ્યાપક બન્યા છો, સમાજમાં અને શિક્ષણજગતમાં માનભર્યો હોદ્દો ધરાવો છો,
આથી તમારે જૂના સૂટને તિલાંજલિ આપીને
નવો સૂટ સીવડાવવો જોઈએ.

મિલેવા વારંવાર આગ્રહપૂર્વક કહેતી, ત્યારે
આઈન્સ્ટાઈન એક જ ઉત્તર આપતો,

''અરે, કોથળીમાં ભરેલી ચીજ કરતાં કોથળી વધારે મોંઘી હોય તો તે ભૂલ કહેવાય ને! મારી કામગીરીને
મારો પોશાક કોઈ રીતે બહેતર બનાવશે નહીં.''

♠ જનસેવા એજ પ્રભુસેવા ♠

  
www.sahityasafar.blogspot.com

           મિત્રો ખુબ આગ્રહ કરી રહયા હતા કે હમ્ફ્રી ડેવીડે જે શોધ કરી છે તેની પેટન્ટ કરાવી લેવી જોઇએ આથી એક મિત્રએ તેને સમજાવતા કહયુ કે, "તુ આ શોધ પેટન્ટ કરાવી લે તો તને અઢળક સંપત્તિ મળશે અને તુ બાકી નું જીવન આનંદથી વિતાવી શકીશ .તો તેમણે જવાબ આપ્યો કે તમે લોકો માત્ર સુખનો જ વિચાર કરો છો જયારે મેં આ શોધ સમગ્ર માનવજાત ના કલ્યાણ માટે કરી છે.પેટન્ટ કરાવવાથી આ શોધ કંઇ અટકી નથી જવાની. વધુ ને વધુ લોકો તેનો લાભ લેતા થાય અને અચાનક થતી ખાણની દુઘૅટના માં તેના જીવ બચાવી શકાય. જે મારા માટે મોટી વાત છે.

www.sahityasafar.blogspot.com

  કોલસાની ખાણમાં કામ કરતા મજૂરોના જીવનમાં સતત ઝઝુમતા જોખમ સામે તેમને અગાઉ થી સાવચેત કરી શકાય તેવા સુરક્ષા દિપકની તેમણે શોધ કરી હતી. સર હમ્ફ્રી ડેવીડે સેફ્ટી લેમ્પ બનાવ્યો તેના કારણે સેકડોં મજૂરોના જીવ બચાવી શકાયા.

         મિત્રો ના આગ્રહ છતા તેમણે પોતાની આ શોધ પેટન્ટ.કરાવવાનુ ટાળ્યુ અને સમાજ માટે આ શોધ સમર્પિત કરી.

♥ THNX FOR TYPING ♥

  MAYURSINH SODHA 

www.sahityasafar.blogspot.com

♠ કાર્યનિષ્ઠા♠

www.sahityasafar.blogspot.com

→ એક મિનિટ કાઢીને આ પોસ્ટ જરૂરથી વાંચજો.

તે મારા આયુષ્યમાં 8 વર્ષનો વધારો કરી આપ્યો તે મારા માટે આશીર્વાદરૂપ બની રહેશે - પતિએ પત્નીને જણાવ્યું.પત્ની ચૂપચાપ સાંભળી રહી હતી.

પતિએ કહ્યું કે મેં આ શબ્દકોશનું કામ પૂરૂ કરવા એવો સંકલ્પ કર્યો હતો કે '' જ્યાં સુધી આ કામ પૂરૂ થાય નહિ ત્યાં સુધી હું જીવતો રહેવાનો છું.''આજે મારી 8 વર્ષની મહેનત પછી તૈયાર કરેલા બધાં કાગળો તે બાળી નાખ્યા એટલે કંઇ હું આ કામ છોડી દઇશ નહિ.ખરેખર તો તે મને વધું 8 વર્ષનું નવું જીવન આપ્યું છે.બ્રિટનનાં તે સમયના મહાવિદ્વાન ગણાતા ડૅા.થોમસ કૂપરે એક જંગી કામ હાથમાં લીધું હતું.આ શબ્દકોશ તૈયાર કરવામાં તેઓ એટલાં બધા ઓતપ્રોત બની ગયા હતા કે સતત 8 વર્ષ ખાધાપિધાં વિના કલાકો સુધી એક આસને બેસીને તેઓ કામ કર્યે જતાં હતાં.આથી તેમની પત્નીએ એક દિવસ તેઓ ક્યાંક બહાર ગયા ત્યારે ચિડાઇને બધા કાગળો બાળી નાખ્યા. આમ છતાં તેઓ પત્ની ઉપર સહેજ પણ ગુસ્સે થયાં નહિ અને ઉપર મુજબ સંવાદ દ્વારા તેમણે પત્નીનો આભાર માન્યો.

www.sahityasafar.blogspot.com

♠ નમ્રતાનું મહત્વ ♠


www.sahityasafar.blogspot.com

→       90 વષૅની ઉંમરે પણ સારી તંદુરસ્તી ધરાવતા સંત કન્ફ્યુશિયસને એકવાર એક યુવાને સવાલ કયોઁ કે, આપની આ વયે પણ સુંદર સ્વસ્થતાનુ રહસ્ય અમને પણ બતાવો ને!

→     સંતે તેને પાસે બોલાવીને કહ્યુ કે," તમે જોઇ શકો છો કે મારા મોઢા માં એક પણ દાંત નથી જ્યારે જીભ તો એવી ને એવી જ છે.  એનો અથૅ સમજીએ તો મારી તંદુરસ્તીનુ રહસ્ય પણ સમજાય જશે.દાંત કઠણ હોય છે અને તેના સંપકૅ માં આવનારને તોડવાની જ કોશીશ કરે છે અને જે બીજાને તોડવાની કોશીશ કરે છે તે પોતે જ તુટી જાય છે, જેવી રીતે દાંત મોડા આવ્યા છતા વહેલા જતા રહ્યા જ્યારે જીભ સલામત જ છે કેમકે તે નરમ રહે છે અને ઝુકવાનુ પણ જાણે છે અને અક્કડતા છોડી શકે છે અને જીવન પણ લાંબુ જીવી શકે છે.

♥ આપણે પણ જીવન માં નમ્રતા રાખવી જોઇએ. અમુક પ્રકારનો ત્યાગ કરવાથી પણ પ્રશ્ર્નો સ્વયં હલ થઇ જાય છે....

♦HEARTILY  THNX FOR TYPING ♦
♠ MAYURSINH SODHA ♠

www.sahityasafar.blogspot.com

♠ સત્યનું ફળ ♠

ઈરાન દેશની આ વાત છે. સૈયદ અબ્દુલ
કાદિર નામનો એક છોકરો બહુ ગરીબ.
પિતા તો નાનો હતો ત્યારે જ મરી ગયેલા. માએ મહેનત- મજૂરી કરી ઉછેર્યો.

કાદિરને ભણવાની બહુ ઇચ્છા. તેને
વિદ્વાન બનવું હતું. પણ તેનું ગામ તો નાનું.
ભણતરની સગવડ નહીં. ભણવા માટે દૂર
બગદાદ શહેરમાં જવું પડે. મા એટલા પૈસા ક્યાંથી લાવે ? વળી, તે જમાનામાં ન રેલવે હતી, ન બસ, ને મોટરો. વેપારીઓ ઊંટો ને ખચ્ચરો પર
માલસામાન લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. માએ ગમે તેમ કરી આવી એક વણઝાર સાથે કાદિરને બગદાદ મોકલ્યો. જતી વખતે દીકરાને ૪૦ અશરફીઓ આપી અને કહ્યું,
'બેટા, મારી પાસે આટલા જ પૈસા છે. બહુ
કરકસરથી રહેજે. અને કદી જુઠ્ઠું ન બોલતો.
અલ્લાહ ભારે દયાળુ છે. એ તારી સંભાળ
લેશે.'

હવેબન્યું એવું કે રસ્તામાં ડાકુઓએ આ
વેપારીઓ ઉપર હુમલો કર્યો અને એમને
લૂંટી લીધા. કાદિરનાં ફાટયાંતૂટયાં ને
મેલાંઘેલાં કપડાં જોઈ ડાકુઓને થયું કે
આની પાસે શું હશે ? એટલે તેને એમનેમ
છોડીને જતા હતા. તેવામાં એક ડાકુએ
પૂછયું, 'એય છોકરા ! તારી પાસેય કાંઈ
માલમતા છે કે ?'

કાદિર કહે, 'જી હા. મારી પાસે ૪૦ અશરફી છે.'

ડાકુને થયું કે આ આપણી મજાક કરે છે. એટલે
ચિડાયા, 'બદમાશ ! અમારી મશ્કરી કરે
છે ?'

'જી નહીં,' એમ કહી કાદિરે તો ૪૦ અશરફી કાઢીને બતાવી.

ડાકુઓ અવાક્ થઈ ગયા. એમના સરદારે
કાદિરને પૂછયું, 'કેમ બેટા, તને ખબર
તો હતી કે અમે લૂંટારા છીએ અને તારી આ
અશરફીઓ લૂંટી જઈશું, છતાં તેં આવું કેમ કર્યું ?

કાદિર બોલ્યો, 'મારી માએ મને કહ્યું છે કે
ગમે તેટલી મુશ્કેલી પડે છતાં કદી જુઠ્ઠું ન
બોલવું. તો શું હું આટલી અમથી અશરફી બચાવવા ખાતર જુઠ્ઠું બોલું ? અલ્લાહ ભારે દયાવાન છે. એ મારી સંભાળ લેશે !'

ડાકુઓના દિલને ધક્કો લાગ્યો 'ધન્ય
છે આ છોકરો ! કેટલો નેક ને ઇમાનદાર !
જ્યારે આપણે તો નિર્દોષોને સતાવીએ છીએ.
છી...છી...છી...!' એમની આંખ ખુલી.
એમને પસ્તાવો થયો. એમણે કાદિરની બધી અશરફી પાછી આપી અને વેપારીઓને પણ
એમનો બધો માલસામાન પાછો સોંપ્યો. એટલું જ નહીં, એમનું એટલું બધું હૃદયપરિવર્તન થઈ ગયું કે એમણે ત્યારથી ડાકુનો ધંધો જ છોડી સચ્ચાઈભર્યા વર્તનની આવી અદભુત અસર
થતી હોય છે.

♠ તમાકુના લાભ ♠

♠ બોધકથા♠
www.sahityasafar.blogspot.com

એક ગામમાં તમાકુ ના વ્યસનીઓની સંખ્યા ઘણી મોટી હતી. ગામના એક વડીલ સજ્જને વીચાયુઁ,જો આમ ને આમ વ્યસનોમાં યુવા વર્ગ ફસાતો જશે તો ગામમાં જુવાનીયાઓનો દુકાળ પડશે.પરંતુ તેઓએ સીધે સીધા ઉપદેશ.આપવા જવાને બદલે એક યુક્તિ વાપરી.

એક દિવસ તેઓએ ગામના ચોરે જઈને કહયુ કે,"આવતીકાલે તમાકુ ના ત્રણ ફાયદા વિશે જાહેર માં વ્યાખ્યાન રાખ્યુ છે બધા આવજો".

બીજા દિવસે સમય પ્રમાણે વ્યાખ્યાન શરુ કરવામાં આવ્યુ.

વડીલે કહયુ,"મારા વરસો ના અનુભવ પછી તમાકુ ના ત્રણ મહત્વના લાભ ધ્યાન માં આવ્યા છે, તમારી ઈચ્છા હોય તો આગળ વાત ચલાવીએ.

બધાએ હા પાડી.  તેમણે કહયુ, પહેલો લાભ એ કે " તમાકુ ખાનારને કદી કૂતરા કરડતા નથી. બીજો લાભ એ કે તેને કદી ઘડપણ આવતુ નથી અને ત્રીજો લાભ એ કે તેના ઘરે ચોર કદી ચોરી કરતા નથી.

  બધા એ વડીલ ને પુછ્યુ કે આ કઈ રીતે બને? તો તેમણે સમજાવતા કહયુ કે " જુઓ તમાકુ નાની વય થી સેવન કરવાથી પગ નબળા થઈ જાય છે એટલે સાથે લાકડી નો ટેકો રાખવો પડે છે એટલે કૂતરા નજીક આવતા નથી.

બીજુ એ કે ટીબી કે કેન્સર જેવા રોગ લાગુ પડે એટલે 5૦ થી 6૦ વષૅ જ જીવન સંકેલાય જાય તેથી ઘડપણ આવતુ જ નથી અને ત્રીજી વાત એ કે તમાકુ માં તથા તેની સારવાર પાછળ થતા ખચાઁઓ થી ઘરમાં નાણા ની તંગી વતાઁય તેથી ઘર માં ચોર ચોરી કરવા આવે જ નહી.

♥ HEARTILY THNX FOR TYPING - MAYURSINH SODHA ♥

♠ મોત - (એક ગઝલ)

મરતા નથી હોતા બધા લોકો મોતથી,
કોઈને જિંદગીનો માર લાગે છે.

અમથા નથી વળતા વૃદ્ધો કમરથી,
સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે.

લડી જુએ છે શુરા ભગવાનનીય સામે,
નસીબમાં આપણાં હાર જ હાર લાગેછે.

ચાલ્યું નથી કોઈનું આજ સુધી એની સામે,
તકદીરની તલવાર ધારદાર લાગે છે.

મુશ્કેલ બને છે જીવવું જ્યારે,
મોત સહેલું, જીવન પડકાર લાગે છે.

માગે છે ઘણા મોત એ પણ નથી મળતું,
એને તો આવતાય કેટલી વાર લાગે છે.
– અજ્ઞાત

♠ ઘવાયેલું બાળમન ♠


www.sahityasafar.blogspot.com

→ અંત સુધી જરૂરથી વાંચજો મિત્રો...

‘ધારો કે ભગવાન તમારા ઉપર
પ્રસન્ન થાય. માગ, માગ, માગ તે આપું!
તો તમે તેની પાસે શું માગો?’
શિક્ષકે વર્ગમાં પૂછ્યું. કોઈકે કંઈક
માગ્યું અને કોઈકે કાંઈક. ત્યાં રાજુ
ઊભો થઈ બોલ્યો :
‘રિવોલ્વર’
‘રિવોલ્વર?’
‘હા, રિવોલ્વર - ત્રણ ગોળી ભરેલી.’
‘પણ શા માટે?’
‘ઘરમાંનાં ભૂતોને ખતમ કરવા.’
‘ભૂતો?’
‘હા, મારાં માબાપ. મારા માટે એ
ભૂતો જ છે. મારી સાથે ન બોલે, ન ચાલે,
પણ એમનો ડર લાગે.’
‘તારા પિતાજી શું કરે છે?’
‘દાક્તર છે. એમનું મોટું દવાખાનું છે.
આખો દિવસ ત્યાં જ રહે છે.’
‘અને તારી મા.’
‘સ્કૂલમાં ટીચર છે.’
‘તારાં ભાઈ-બહેન?’
‘કોઈ ભાઈ-બહેન નથી. હું એકલો છું.’
‘તો એકના એક દીકરાને તો માબાપ ખૂબ
લાડ લડાવતાં હશે.’

‘લાડ? એટલે શું? મારા બાપ તો સવારે હું
ઊઠું તે પહેલાં ઘરમાંથી ચાલ્યા ગયા હોય
અને એ રાતે મોડેથી આવે, ત્યારે હું સૂઈ
ગયો હોઉં.’

‘અને મા?’
‘આખો દિવસ તો સ્કૂલમાં હોય અને ઘરે
આવે ત્યારે ઢગલો નોટબુક સાથે
લાવી હોય તે તેણે તપાસવાની હોય,
રસોઈ કરવાની હોય, એટલે મારા માટે
તો તેની પાસે સમય જ ન હોય.’

‘એ બંને આટલું બધું કામ કરે છે, તે તારા માટે
જ ને!’
‘મારા માટે?’

‘હા, તેઓ આટલી બધી મહેનત કરીને
પૈસો ભેગો કરે છે, તે તારા માટે જ ને! એમને
બીજું કોણ છે? તું એમનો એકનો એક
દીકરો.’

રાજુ હસ્યો : ‘પૈસો! પૈસાને શું કરું?’
‘મોટો થઈને તું રાજાની માફક રહી શકે,
રાજકુંવરની માફક ખાઈ-પી શકે.’
‘મને ખબર નથી, પૈસો ખવાતો-
પીવાતો હશે! આજે તો હું પ્રેમ માટે તલસું
છું.’
‘તે પ્રેમ વિના તું આટલો મોટો થયો હશે?
માબાપે જ તને પ્રેમથી ઉછેરીને
આવડો કર્યો ને!’
‘નાનપણથી જ પ્રેમ એટલે શું, તેની મને ખબર
નથી. મારી માએ મને
કદી ખોળામાં લીધો નથી કે મારા બાપે
કદી મારા માથે વહાલથી હાથ
ફેરવ્યો નથી. બંને કામ ઉપર જાય, ત્યારે
મને ઘરમાં સાચવવા એક બુઢ્ઢી બાઈ હતી.
મોટે ભાગે તો એ ઘોરતી હોય. મને
રમકડાં આપી દીધાં હોય.
થોડો મોટો થયો ત્યારે એ બુઢ્ઢી ગઈ
અને મને સંભાળવા એક પ્રૌઢ ઉંમરની બાઈ
આવી. એ બહુ લુચ્ચી હતી. મને મારતી અને
મારા માટે આપેલું ખાવાનું પોતે ખાઈ
જતી. એના રુક્ષ વહેવારથી હું
ત્રાસી ગયેલો.

એક દિવસ ઘરમાંથી પૈસા ને દાગીના લઈને એ
નાસી ગઈ. ત્યાર બાદ મારી સંભાળ મારે
જ લેવાની આવી.’
‘પછી તો તું મોટો પણ થઈ ગયો હશે ને!’
‘હા, હવે હું નિશાળે જતો થયો. સવારે
મા મને સ્કૂલે મૂકી જતી. સાંજે મને સ્કૂલે
લેવા આવતી. પણ ઘણી વાર એવું બનતું કે હું
નિશાળેથી વહેલો છૂટી જાઉં અને ત્યારે હું
મારી મેળે ઘરે આવી જતો. તો બારણે તાળું
હોય. હું ઓટલે ઝોકાં ખાતો ભૂખ્યો-
તરસ્યો બેસી રહેતો. તેમાં મા આવીને મને
વઢતી. ક્લિનિકે જઈને કેમ ન બેઠો?
ત્યાં બેસીને લેસન કરતો હોય તો! અને ઘરે
આવીનેય એ તો રોજ
એના કામમાં ડૂબેલી હોય. ઘરકામ
કરતી હોય કે સ્કૂલેથી લાવેલી નોટો તપાસતી હોય. મને કહી દે, લેસન કરવા બેસી જા, તને
ખાવા ન બોલાવું ત્યાં સુધી મને ડિસ્ટર્બ
કરતો નહીં.’

‘ઠીક, પણ રવિવારે તો બંને
ઘરમાં રહેતાં હશે ને?’

‘હોય કાંઈ? રવિવાર તો મારા માટે
જેલનો દિવસ. રવિવારે પણ બાપનું બપોર
સુધી દવાખાનું ચાલે અને ખાઈને
થોડો આરામ કરી ક્લબમાં ચાલ્યા જાય.

મા પણ ક્લબમાં જાય કે
એનાં મંડળોમાં જાય અને છાસવારે બહાર
પાર્ટીમાં બંનેને જવાનું હોય. રાતે બહુ
મોડેથી આવે, ત્યારે હું ટીવી વગેરે જોઈને
થાકી-કંટાળીને સૂઈ ગયો હોઉં.’

‘તારા કોઈ દોસ્તાર નથી?’
‘અમારી બિલ્ડિંગમાં તો મારી ઉંમરના કોઈ
નહીં. અમારી પાસે ઝૂંપડપટ્ટીમાં હતા,
પણ એમની સાથે રમવાની કે હળવા-
ભળવાની મને સખત મનાઈ. કહે, એ
લોકો સાથે મળવાથી ખોટા સંસ્કાર પડે!’

‘ત્યારે, એમ છે. એટલા વાસ્તે તારે
રિવોલ્વર જોઈએ છે? તારું ધ્યાન ન
રાખનારને ખતમ કરવા છે?’

‘હા, રિવોલ્વર - ત્રણ ગોળી સાથેની.’
‘બે તો સમજ્યા. પણ આ
ત્રીજી ગોળી કોના માટે? તારા માટે કે
મારા માટે?’

રાજુ બે ઘડી મૂંગો રહ્યો. એના ચહેરા ઉપર
નરી દીનતા છવાયેલી હતી. પછી તેણે ઊંચે
આકાશ સામે જોયું અને ધીમે ધીમે એક એક
શબ્દ ઉચ્ચારતો એ બોલ્યો :

‘ત્રીજી ગોળી એ
અનાથાશ્રમના વ્યવસ્થાપક માટે, જેણે
મારાં આજનાં કહેવાતાં માબાપ્ને મને
દત્તક લેવાની પરવાનગી આપી.’
- હરિશ્ર્ચંદ્ર (શ્રી પી.
રાજાની અંગ્રેજી વાર્તાને આધારે -
‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી)

www.sahityasafar.blogspot.com