શબ્દોની કરામત

એક જાહેર રસ્તા પર એક અંધ માણસ મદદ
માંગવા માટે બેઠો હતો. આ
રસ્તા પરથી અનેક લોકો પસાર
થતા હતા આથી એ માણસને વધુ મદદ
મળશે
એવી અપેક્ષા હતી. એક સામાન્ય
પાથરણું
પાથરીને બાજુમાં એક ખાલી વાસણ
રાખેલુ જેથી લોકો મદદ માટેની રકમ એ
વાસણમાં મુકી શકે. મદદ માટે એમણે એક
બોર્ડ લખીને બાજુમાં મુકેલુ.
બોર્ડમાં લખ્યુ હતુ " હું અંધ છું. મને મદદ
કરો."

સવારથી સાંજ પડવા આવી પણ
એમના વાસણમાં માંડ માંડ
થોડા લોકોએ મદદ માટે રકમ
નાંખી હતી.

એક માણસે ત્યાં આવીને બોર્ડ વાંચ્યુ.
એણે અંધ માણસને કહ્યુ , " ભાઇ બોર્ડમાં તે
લખેલું લખાણ બરાબર
નથી તારી મંજૂરી હોય તો હું એ
સુધારી આપુ ? "

અંધ માણસે આ માટે
અનુમતિ આપતા જ પેલા સજ્જને બોર્ડનું
લખાણ બદલાવીને એ બોર્ડ ફરીથી એ
જગ્યા પર મુકી દીધુ અને થોડી રકમ
વાસણમાં મુકીને જતા રહ્યા.
પોતે લખેલા લખાણની કેવી અસર છે એ
જોવા માટે થોડા સમય
પછી પેલા સજ્જન
પાછા આવ્યા. સવારથી જે
વાસણમાં માત્ર થોડી રકમ
ભેગી થયેલી એ વાસણ આખે આખુ ભરાઇ
ગયુ હતુ. અંધ માણસ પણ બોર્ડ બદલાવનાર
સજ્જનના પગનો અવાજ ઓળખી ગયો.

એમણે પેલા સજ્જનને પુછ્યુ , " તમે એવું તે
શું લખાણ લખ્યુ કે લોકો આટલી બધી મદદ
કરવા લાગ્યા ? "

બોર્ડ બદલનાર સજ્જને કહ્યુ , " ભાઇ , મેં
તો જે સત્ય હતુ તે જ કહ્યુ છે. બોર્ડમાં તે
જે
લખેલુ હતુ મેં પણ એ જ લખેલુ હતુ બસ
જરા લખવાની રીત બદલી હતી. મેં
તારા લખાણને છેકીને ત્યાં નવુ લખાણ
લખ્યુ ' આજે કેટલો સરસ દિવસ છે પણ હું
આપની જેમ એ જોઇ શકતો નથી.'
તારા અને
મારા લખાણની અસરો બદલાઇ ગઇ "
મિત્રો , વાત એક જ હોય પણ
જો કહેવાની રીત બદલાઇ
તો એનો અર્થ
પણ બદલાઇ જાય અને અસર પણ બદલાઇ
જાય !

શિવખેરા કહે છે , " વિજેતાઓ કોઇ
જુદુ કામ નથી કરતા, એ કામને જુદી રીતે
કરે છે.

♣ " સૌજન્ય : શૈલેશ સગપરીયા ♣