વ્યર્થ સ્પર્ધા

♥ સૌજન્ય - શૈલેષભાઈ સગપરિયા

ક યુવાન પોતાની બાઇક લઇને હાઇવે
પરથી પસાર થઇ રહ્યો હતો.
પોતાની મસ્તીમાં ગીતો ગાતો ગાતો એ
જઇ રહ્યો હતો. એની નજર થોડી આગળ
ચાલી રહેલી એક કાર પર પડી. કાર
લગભગ
200-300 મીટર દુર હશે અને જરા ધીમે
ધીમે
ચાલી રહી હતી. યુવાનને થયુ કે હું
મારા બાઇકની સ્પીડ વધારીને આ
કારની આગળ નીકળી જાઉ.
વિચાર આવતા જ યુવાને
બાઇકની સ્પીડ
વધારી. કાર તો એની સામાન્ય
સ્પીડથી ચાલી રહી હતી આથી ધીમે
ધીમે કાર અને બાઇક વચ્ચેનું અંતર
ઘટવા લાગ્યુ. બાઇક જેમ જેમ
કારની નજીક પહોંચી રહ્યુ હતું તેમ તેમ
યુવાનના ચહેરા પર કોઇને પાછળ
રાખી દેવાનો આનંદ દેખાતો હતો.
થોડા સમયમાં એ યુવાન
કારની લગોલગ
પહોંચી ગયો. યુવાન અંદરથી ખુબ
હરખાતો હતો કે મેં કારને પાછળ
રાખી દીધી. એણે કારને ઓવરટેક
કરી અને
કારમાં બેઠેલી વ્યક્તિ સામે જોયુ.
કારમાં બેઠેલી વ્યક્તિને તો કોઇ ખ્યાલ
પણ નહોતો કે કોઇ એની સાથે રેસ
લાગાવીને એને ઓવરટેક
કરવાનો પ્રયાસ
કરે છે. એ તો શાંતિથી કાર
ચલાવી રહ્યો હતો.
કારને ઓવરટેક કરીને આગળ
ગયેલા યુવાનને
ખ્યાલ આવ્યો કે મારી આ જીતથી કાર
વાળાને તો કંઇ ફેર
નથી પડ્યો ઉલ્ટાનો હું કારને ઓવરટેક
કરવાની લ્હાયમાં મારે જ્યાંથી વળાંક
લેવાનો હતો તે રસ્તાથી પણ 2
કીમી આગળ આવી ગયો. હવે મારે મારે
મારા ઘરે જવા માટે બે કીમી પાછું
વળવું પડશે.

♣ બોધ :-

મિત્રો , આપણે પણ કદાચ આવુ જ કરીએ
છીએ. સહકર્મચારીઓ , પાડોશીઓ ,
મિત્રો , સગાવહાલાઓ આ
બધાની સાથે
સ્પર્ધા કરીએ છીએ અને આપણે
એના કરતા આગળ છીએ
તથા એના કરતા આપણું વધુ મહત્વ છે એવું
પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરીએ
છીએ.
આપણે એમનાથી આગળ
નીકળવામાં આપણી શક્તિ અને સમય
ખર્ચીએ છીએ અને આગળ
નીકળ્યા પછી ખબર પડે છે કે મારે
જ્યાંથી વળાંક
લેવાનો હતો એવા મારા સંબંધો તો પાછળ
છુટી ગયા છે.

♥ સૌજન્ય - શૈલેષભાઈ સગપરિયા ♥