♠ અટલ વિશ્વાસ ♠

છોડ સંવેદનશીલ હોય છે,આ સિદ્ધ કરનાર જગદીશચંદ્ર બોઝ ઇંગ્લેન્ડ ગયાં.વૈજ્ઞાનિકોની સભામાં તેમને પોતાની વાતને સાચી સિદ્ધ કરવાની હતી.બોઝ છોડને ઇંજેક્શન લગાવીને એ સિદ્ધ કરવા માંગતા હતા કે વિષને કારણે છોડ પર પણ પ્રતિક્રિયા થાય છે.તેના પર વિષનો તેવોજ પ્રભાવ હોય છે,જેવો કે અન્ય પ્રાણીઓ પર. ઇંજેક્શન તો લાગ્યું પણ છોડને કંઇ જ ન થયું.તે તેમનો તેમજ રહ્યો.

જગદીશ ચંદ્ર બોઝ ખૂબજ આત્મવિશ્વાસી વ્યક્તિ હતાં.તેમણે તે સભામાં ઘોષણા કરી - '' આ છોડ પર વિષયુક્ત ઇંજેક્શનનો કોઇ પ્રભાવ ન થયો તો એનાથી મને પણ કંઇ નહિ થાય.'' આમ કહીને તેમણે બીજી સોય પોતાના હાથે લગાવી દીધી.બધા આશ્ચર્યચકિત થયાં.બધાં દુષ્પરિણામની આશંકાથી ચિંતિત હતાં.બોઝને કંઇ ન થયું.આના પર ઇંજેક્શનની તપાસ કરી તો એ વાત ધ્યાનમાં આવી કે તે વિષનું ઇંજેક્શન ન હતું.નિર્વિષ થવાના કારણે તેનું અપેક્ષિત પરિણામ ન મળ્યું.ભૂલ સુધારીને ત્યારબાદ સોય લગાડી તો તાત્કાલિક પ્રતિક્રિયા થઇ.

પોતાની શોધના સંબધમાં જગદીશ ચંદ્ર બોઝને અટલ વિશ્વાસ હતો.મૃત્યુ પણ આત્મવિશ્વાસી વ્યક્તિની મુઠ્ઠીમાં રહે છે.

♠ प्यारे पापा ♠

बड़े गुस्से से मैं घर से चला आया ..

इतना गुस्सा था की गलती से पापा के ही जूते पहन के निकल गया
मैं आज बस घर छोड़ दूंगा, और तभी लौटूंगा जब बहुत बड़ा आदमी बन जाऊंगा ...

जब मोटर साइकिल नहीं दिलवा सकते थे, तो क्यूँ इंजीनियर बनाने के सपने देखतें है .....
आज मैं पापा का पर्स भी उठा लाया था .... जिसे किसी को हाथ तक न लगाने देते थे ...

मुझे पता है इस पर्स मैं जरुर पैसो के हिसाब की डायरी होगी ....
पता तो चले कितना माल छुपाया है .....
माँ से भी ...

इसीलिए हाथ नहीं लगाने देते किसी को..

जैसे ही मैं कच्चे रास्ते से सड़क पर आया, मुझे लगा जूतों में कुछ चुभ रहा है ....
मैंने जूता निकाल कर देखा .....
मेरी एडी से थोडा सा खून रिस आया था ...
जूते की कोई कील निकली हुयी थी, दर्द तो हुआ पर गुस्सा बहुत था ..

और मुझे जाना ही था घर छोड़कर ...

जैसे ही कुछ दूर चला ....
मुझे पांवो में गिला गिला लगा, सड़क पर पानी बिखरा पड़ा था ....
पाँव उठा के देखा तो जूते का तला टुटा था .....

जैसे तेसे लंगडाकर बस स्टॉप पहुंचा, पता चला एक घंटे तक कोई बस नहीं थी .....

मैंने सोचा क्यों न पर्स की तलाशी ली जाये ....

मैंने पर्स खोला, एक पर्ची दिखाई दी, लिखा था..
लैपटॉप के लिए 40 हजार उधार लिए
पर लैपटॉप तो घर मैं मेरे पास है ?

दूसरा एक मुड़ा हुआ पन्ना देखा, उसमे उनके ऑफिस की किसी हॉबी डे का लिखा था
उन्होंने हॉबी लिखी अच्छे जूते पहनना ......
ओह....अच्छे जुते पहनना ???
पर उनके जुते तो ...........!!!!

माँ पिछले चार महीने से हर पहली को कहती है नए जुते ले लो ...
और वे हर बार कहते "अभी तो 6 महीने जूते और चलेंगे .."
मैं अब समझा कितने चलेंगे

......तीसरी पर्ची ..........
पुराना स्कूटर दीजिये एक्सचेंज में नयी मोटर साइकिल ले जाइये ...
पढ़ते ही दिमाग घूम गया.....
पापा का स्कूटर .............
ओह्ह्ह्ह

मैं घर की और भागा........
अब पांवो में वो कील नही चुभ रही थी ....

मैं घर पहुंचा .....
न पापा थे न स्कूटर ..............
ओह्ह्ह नही
मैं समझ गया कहाँ गए ....

मैं दौड़ा .....
और
एजेंसी पर पहुंचा......
पापा वहीँ थे ...............

मैंने उनको गले से लगा लिया, और आंसुओ से उनका कन्धा भिगो दिया ..

.....नहीं...पापा नहीं........ मुझे नहीं चाहिए मोटर साइकिल...

बस आप नए जुते ले लो और मुझे अब बड़ा आदमी बनना है..

वो भी आपके तरीके से ...।।

"माँ" एक ऐसी बैंक है जहाँ आप हर भावना और दुख जमा कर सकते है...
                
                   और

"पापा" एक ऐसा क्रेडिट कार्ड है जिनके पास बैलेंस न होते हुए भी हमारे सपने पूरे करने की कोशिश करते है....!

♠ વાણીનું મહત્વ ♠

વિશ્વને ભારતની આધ્યાત્મિકતાનો સંદેશ આપનાર સ્વામી વિવેકાનંદે અસલ ભારતનું દર્શન કરવા માટે દેશનું પરિભ્રમણ કર્યું અને એ પછી વેદાંત જ્ઞાનનો પ્રચાર અને ભારતને માટે આર્થિક મદદ મેળવવાના હેતુથી અમેરિકાના પ્રવાસે ગયા.

→ ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે શરૃ થયેલી વિશ્વધર્મ
પરિષદમાં એમણે ભાગ લીધો અને એ દિવસે
સાંજે ભાષણમાં એમણે કહેલું ''બહેનો અને
ભાઇઓ'' એ સંબોધનને સહુએ તાળીઓના
ગડગડાટથી વધાવી લીધું.

એ પછી એકવાર અમેરિકામાં સ્વામી વિવેકાનંદ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ઠેર ઠેર એમનાં ભાષણો યોજાયાં હતાં. ટ્રેનમાં એમની નજીક બે અમેરિકન યુવાનો બેઠા હતા. સ્વામીજીના પોષાકને જોઇને એમને આશ્ચર્ય થયું. એ યુવાનોએ સ્વામીજી તરફ જોઇને અંગ્રેજીમાં સતત અપશબ્દો કહેવા માંડયા.

ક્યારેક એમની મજાક કરતા હતા, તો ક્યારેક એમનો ઉપહાસ કરતા હતા. સ્વામી વિવેકાનંદ તો ગ્રંથવાચનમાં ડૂબેલા હતા. એમણે આ યુવાનોની ટીકાને સહેજે કાને ધરી નહી. એવામાં સ્વામી
વિવેકાનંદને ઉતરવાનું સ્ટેશન આવતાં એમણે
કુલીને અંગ્રેજી ભાષામાં સામાન લેવા માટે સૂચના આપી. આવું કડકડાટ અંગ્રેજી સાંભળી પેલા યુવકો સ્તબ્ધ થઇ ગયા. તેઓ તો એમ માનતા હતા કે જેમની હાંસી ઉડાડે છે, એમને અંગ્રેજી ભાષાનો કક્કોય આવડતો નથી.

યુવકો વિચારમાં પડયા. હવે શું કરવું તે સૂઝતું નહોતું. એમને થયું કે આ તો આખું કોળું શાકમાં ગયું.

સ્વામી વિવેકાનંદ પાસે આવીને એક યુવક
બોલ્યો, ''આપ અંગ્રેજી જાણો છો, તેમ છતાં અત્યાર સુધી કેમ અમારા અપશબ્દો અને આલોચના સાંભળતા રહ્યા. કેમ તમે ગુસ્સે ન થયા ?''

'એમાં ગુસ્સે થવાનું વળી શું ?'

યુવકે કહ્યું, 'તમે અમે શું બોલીએ છીએ તે જાણતા હતા, છતાં ગુસ્સે ન થયાં તે અતિ આશ્ચર્યજનક કહેવાય. અમે તમારી કેટલી બધી મજાક ઉડાવી. તમારે કંઇક તો કહેવું હતું ને.'

સ્વામી વિવેકાનંદ બોલ્યા, 'અપશબ્દ કહેવાથી વાણીનો વ્યય થાય છે અને ઊર્જા નષ્ટ થાય છે. હું મારી ઊર્જા આવી બાબતમાં નષ્ટ કરવા માગતો નહોતો, સમજ્યા !'

★ કુમારપાળ દેસાઇ

♠ બાદશાહતનો ઘમંડ ♠

એક શહેનશાહને અત્તરનો ખૂબ શોખ હતો. એકવાર પોતાના શાહી દરબારમાં બેસીને અત્તર લગાવતા હતા, ત્યારે એનું એક ટીપું નીચે પડી ગયું.બાદશાહે સહુની નજર ચૂકાવીને જમીન પર પડેલું એ ટીપું લઈને પોતાના શાહી પોષાક પર લગાડયું. ચાલાક વજીરે આ જોયું અને બાદશાહને પણ અંદાજ આવ્યો કે વજીરે આ વાત જાણી લીધી છે. આથી બીજે દિવસે બાદશાહ આવ્યા ત્યારે મોટી અત્તરદાની લઈને આવ્યા. જ્યારે વજીર સહિત બધા દરબારીઓની નજર એમના તરફ મંડાયેલી હતી, ત્યારે બાદશાહે એ અત્તરદાનીને સહેજ હડસેલો માર્યો અને જાણે એ અજાણતાં જ પડી ગઈ એવો દેખાવ કર્યો. એમાંથી ઢોળાઈને અત્તર બહાર વહેવા લાગ્યું. બાદશાહે અત્તરની કોઈ પરવા ન હોય એ રીતે એના તરફ ઉપેક્ષાભરી નજર નાખી.

બાદશાહની ચાલાકી પામી ગયેલા વજીરે કહ્યું, 'જહાંપનાહ, મારી ગુસ્તાખી માફ કરશો. આ ખોટું કર્યું છે, માણસના મનમાં ચોરી હોય ત્યારે એ આવું કરે છે.'

શહેનશાહ વજીરની સામે જોઈ રહ્યા અને પૂછ્યું, 'આમાં મનચોરી શું ?' 'જહાપનાહ, ગઈકાલે જમીન પર નીચે પડેલું અત્તરનું ટીપું આપે લીધું, તેથી આપને એમ લાગ્યું કે આ ભૂલ થઈ ગઈ. તમે તો શહેનશાહ છો. આવાં જમીન પર પડેલાં એક અત્તરનાં ટીપાંની તમને શી પરવા હોય ? પરંતુ
જહાંપનાહ, એક ઈન્સાન તરીકે તમે આવું કર્યું તે સાવ સ્વાભાવિક હતું. પરંતુ બાદશાહ હોવાના ઘમંડને કારણે તમે બેચેન બની ગયા અને એથી કાલની વાતને ભરપાઈ કરવા માટે વિના કારણે આટલું બધું અત્તર બરબાદ કર્યું.

ઇન્સાન સાચું કામ કરે છે, પણ બાદશાહતનો ઘમંડ કેવું કેવું કરાવે છે !' વજીરની વાત સાંભળતા બાદશાહ શરમ અનુભવી રહ્યા.

★ કુમારપાળ દેસાઇ

♠ સાચું શિક્ષણ ♠

મશહૂર તબલાવાદક પંડિત કિશન મહારાજ પાસે તબલાવાદન શીખવા આવેલા યુવકોને એક વાતનું સદા આશ્ચર્ય થતું કે ગુરુજી શા માટે રોજ એકથી દોઢ કલાક નજીકના પાર્કમાં આવેલા ઘાસને કાપવાનું કામ સોંપે છે.

ગુરુનો આદેશ હતો કે પાર્કમાંથી ઘાસ કાપવું અને પછી અને પાછળ ફેંકી દેવું. ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરનાર વિદ્યાર્થીમાંથી કોઇની હિંમત ચાલી નહી કે ગુરુને સવાલ કરે કે અમે ઘાસ કાપવા નહી, પણ તબલાવાદન શીખવા માટે તમારી પાસે આવ્યા છીએ.

ક્યારેક મનોમન વિચાર પણ કરતા કે શા માટે આપણો કલાક- દોઢ કલાક આવી વ્યર્થ બાબતમાં ગાળવાનું કહે છે ? આનો કોઇ અર્થ ખરો ? કોઇ હોય તો ઘરના બગીચામાં આવું કામ કરાવે, પણ આ તો જાહેર પાર્કમાં ઘાસ કપાવે છે, એનો કોઇ
મતલબ ખરો ?

શિષ્યોના મનમાં આવી ગૂંગળામણ પ્રબળ બની ગઇ હતી, એ પારખીને પંડિત કિશન મહારાજે સામે ચાલીને શિષ્યોને પૂછ્યું,'હું તમને રોજ પાર્કમાં ઘાસ કાપવા માટે મોકલું છું અને તમે ગુરુની ભાવના જાણીને ઘાસ કાપો છો. પરંતુ તમારી પાસે આવું
કામ શા માટે કરાવું છું એનો તમને ખ્યાલ
છે ખરો ?'

શિષ્યોએ કહ્યું, 'નહી ગુરુજી, અમે તો આપના આદેશનું પાલન કરીએ છીએ અને કલાક બે-કલાક સુધી ઘાસ કાપીને પાછળ જોયા વિના કાપેલા ઘાસને ફેંકી દઇએ છીએ.'

પંડિત કિશન મહારાજે આનું રહસ્ય પ્રગટ કરતાં કહ્યું, 'જુઓ, એક તબલાવાદકમાં ધૈર્ય હોવું જરૃરી છે. વળી એની સાથોસાથ એના બે બાવડાઓ પણ મજબૂત હોવા જોઇએ. હાથ મજબૂત હોય તો જ લાંબા સમય સુધી તબલાવાદન કરી શકે. વળી
તબલાવાદન કરો ત્યારે હાથ તબલાથી સહેજ ઉપર જાય અને વળી પાછો એ તબલા પર આવે. જો તમે તમારા હાથને આવી રીતે કેળવો નહી તો તમે લાંબા વખત સુધી તબલાં વગાડી શકો નહી. આમ ઘાસ તોડવાના બહાને હું તમને તબલાવાદનનો
જ અભ્યાસ કરાવતો હતો.'

પંડિત કિશન મહારાજની આ વાત સાંભળીને શિષ્યો સ્તબ્ધ બની ગયા.

★ કુમારપાળ દેસાઇ

♠ કડવું સત્ય ♠

કોઈને ખોટું લાગે તો માફ કરજો
પણ,,,

→ આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં પોલીસ વાળાને જોઇને સુરક્ષિત મહેસુસ કરવાની જગ્યાએ આપણે ઘભરાઈ જઈએ છીએ.

→ આપણે દીકરીના ભણતર થી વધારે ખર્ચો એના લગ્ન માં કરીએ છીએ.

→ ભારતીય ખુબ શર્મિલા હોય છે, તેમ છતાય ૧૨૧ કરોડ છે.

→ આપણને સ્ક્રેચ નાં પડે માટે સ્માર્ટ ફોન પર સ્ક્રીનગાર્ડ લાગવું જરૂરી લાગે છે પણ બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું નહિ.

→ સન્ની લીઓન, પૂનમ પાંડે અને આલીઆ ભટ્ટ જેવીઓને લોકો સેલીબ્રેટી બનાવી દે છે. પણ સમાજથી દબાયેલી, કચડાયેલી, અત્યાચાર થયેલી સ્ત્રીઓને કોઈ નથી અપનાવતું.

→ અહી સૌથી બેકાર ફિલ્મ સૌથી વધારે ચાલે છે.

→ હર કોઈ ને ઉતાવળ છે પણ સમય સર કોઈ નથી પહોચતું.

→ અસલી મેરી કોમે જેટલી કમાણી પોતાના પુરા કરિયર માં નથી કરી એનાથી અનેક ઘણી વધારે કમાણી પ્રિયંકા ચોપરાએ મેરી કોમ નો કિરદાર ભજવીને કરી નાખી.

→ ગીતા અને કુરાન માટે જે લોકો લડે છે એ એજ છે જેમણે ક્યારેય આ બેમાંથી એકેય પુસ્તકો વાચ્યાજ નથી.

→ જે ચપ્પલ આપણે પહેરીએ છીએ એ એરકન્ડીશન શોરૂમ માં વેચાય છે, અને જે શાકભાજી આપણે ખાઈએ છીએ એ ફૂટપાથ પર વેચાય છે.

→ મરનાર શહીદો ના ઘરવાળાઓ ને લાખ બેલાખ માં સમજાવી દેવાય છે, અને ખેલાડીયો કરોડો કમાય છે.

→ કોઈ હિરોઈન ના ફોટાને લાખો, ખોટી ચર્ચાઓ ને હજારો, જોક્સ લખનાર ને સેકડો લાઇક મળે છે પણ સાચું લખનાર ને ઈગ્નોર કરવામાં આવે છે.

......પ્રોબ્લેમ તો ત્યાં છે કે આટલું વાંચીને આપણામાં બદલાવ તો આવે છે પણ એ ૩-૪ મિનીટથી વધારે રહેતો નથી...

♠ આચરણનું મહત્વ ♠

ભગવાન બુદ્ધની પાસે અકળાઇને આવેલા યુવકે કહ્યું, ''ઓહ ! છેલ્લા એક મહિનાથી આપનો ધર્મોપદેશ સાંભળું છું, પણ મારા સ્વભાવમાં લેશમાત્ર પરિવર્તન આવ્યું નથી. આપે જ કહ્યું હતું કે 'ક્રોધ કરનાર ઉપર જે ક્રોધ કરે છે તે સ્વયંનું નુકશાન કરે છે. પણ જે ક્રોધનો જવાબ ક્રોધથી આપતો નથી તે એક મોટું યુદ્ધ જીતી લે છે.'' ખરું ને !''

ભગવાન બુદ્ધે કહ્યું, ''હા સાચી વાત છે. ક્રોધ વિનાશક છે. એના જેવો પ્રગટ દુશ્મન બીજો એકે નથી.''

યુવાને કહ્યું, ''આપનો આ ઉપદેશ સાંભળ્યો
હતો છતાં મારો ક્રોધ લેશમાત્ર ઓછો થયો નથી. વળી, એ ઉપદેશ પણ ભૂલ્યો નથી કે જ્યારે આપે કહ્યું કે, ''લોભ દ્વેષ અને મોહ પાપના મૂળ છે. તેનો ત્યાગ કરવો.''

ભગવાન બુદ્ધે કહ્યું, 'બરાબર છે આ વાત.'
અકળાયેલા યુવાને કહ્યું, ''આ બધા ઉપદેશ
તો યથાર્થ છે. આપનો ઉપદેશ હું પ્રતિદિન
એકાગ્ર ચિત્તે સાંભળું છું. એમ કરતા દિવસોના દિવસો થઇ ગયા પરંતુ મારો ગુસ્સો એટલો જ વિનાશક રહ્યો છે અને લોભ, દ્વેષ કે મોહ સહેજેય ઓછો થયા નથી. તો પછી આ બધાનો અર્થ શો ? એક મહિનાથી આપનું ધર્મપ્રવચન, સાંભળું છું
પરંતુ મારા જીવનમાં સહેજેય ફેર પડતો નથી.''

ભગવાન બુદ્ધે કહ્યું, 'વત્સ, તું કયા નગરનો
વાસી છે? '

યુવકે કહ્યું, ''શ્રાવસ્તી નગરીમાં મારો જન્મ થયો અને આજે મારા માતાપિતા સાથે શ્રાવસ્તી નગરીમાં વસું છું.''

ભગવાન બુદ્ધે પ્રશ્ન કર્યો, ''આ શ્રાવસ્તી નગરીથી રાજગૃહી નગરી સુધી કઇ રીતે પહોંચી શકાય ?''

યુવકે કહ્યું, ''પગપાળા અથવા ઘોડેસવારીથી કેટલાક રથમા બેસીને પણ જાય છે.''

''કેટલો સમય લાગે ? રાજગૃહી સુધી
પહોંચવામાં.''

યુવકે કહ્યું, ''સાધન પર આધાર છે પરંતુ ઓછામાં ઓછા બે દિવસ અને બે રાત જેટલો સમય ઘોડા પર બેસીને જતા લાગે ખરો.''

ભગવાન બુદ્ધે કહ્યું, ''હવે તું એક કામ કર. અહી બેઠા બેઠા તું શ્રાવસ્તી નગરી સુધી પહોંચી જઇ શકે ખરો ?''

યુવકે કહ્યું, ''અશક્ય. અતિઅશક્ય. એ કેવી રીતે બની શકે ? શ્રાવસ્તીથી રાજગૃહી સુધી પહોંચવામાં માટે મારે અહીથી ચાલવું તો પડે જ.''

ભગવાન બુદ્ધે કહ્યું, ''વત્સ, તેં સાચું કહ્યું, ચાલીને જ મંઝિલ પર પહોંચી શકાય. એ જ પ્રમાણે આ ઉપદેશની અસર ત્યારે જ થાય કે જ્યારે એનો જીવનમાં અમલ કરવામાં આવે. જ્ઞાાન પ્રમાણે કર્મ ન હોય તો તે જ્ઞાન વ્યર્થ છે.''

એ હકીકત છે કે માત્ર ઉપદેશોથી પરિવર્તન
આવતું નથી, બલ્કે એના આચરણથી જ સાચુ
પરિવર્તન સધાય. ઉપદેશ ચિત્તમાં એક વિચાર મૂકે છે. આચરણ એને વ્યવહારમાં પ્રગટ કરે છે. માત્ર વિચારથી કશું વળતું નથી. એ તો શેખચલ્લીના વિચાર બની જાય. એ વિચાર આચારમાં ઊગે તે જ એનું સાર્થક્ય છે.

♠ અસ્પૃશ્યની વ્યાખ્યા ♠

ભગવાન બુદ્ધના ચહેરા પર મૌન પથરાયેલું હતું. એ સભાસ્થાને તો ક્યારનાય આવી ગયા હતા, પરંતુ નિઃશબ્દ બનીને બેઠા હતા.

એક ભિખ્ખુએ પૂછ્યું, 'ભગવન્ ! આપ આજે શા માટે મૌન ધારણ કરીને બેઠા છો ? શું અમારાથી કોઇ અપરાધ થઇ ગયો છે ?'

બીજા ભિખ્ખુએ અધિરાઇથી પૂછી નાખ્યું, 'પ્રભુ, આજે આપ અસ્વસ્થ લાગો છો. કંઇક તો કહો.'
એવામાં સભાસ્થાનની બહાર ઉભેલા યુવકે આક્રોશ પ્રગટ કરતાં કહ્યું, 'આજે ભગવાન બુદ્ધે મને સભામાં બેસવાની અનુમતિ આપી નથી. આવું શા માટે ? આ તો ઘોર અન્યાય કહેવાય.'

ચક્ષુ બીડીને ભગવાન બુદ્ધ મૌન રહ્યા એટલે પેલા યુવકે ફરી વધુ જોરથી બૂમ પાડતા કહ્યું, ''કશાય વાંક ગુના વિના તમે મને પ્રવેશની અનુમતિ આપતા નથી. મેં ક્યાં કોઇનું કશું અહિત કર્યું છે કે કોઇ પ્રકારની હિંસા કરી છે ?''

આ સમયે એક ઉદાર શિષ્યે યુવકની વકીલાત
કરતાં કહ્યું પણ ખરું, 'એને સભામાં પ્રવેશવું છે તો શો વાંધો છે ? તમે એને અનુમતિ આપો. નહી આપવાનું કારણ શું ?'

'એ સર્વથા અસ્પૃશ્ય છે.' ભગવાન બુદ્ધે આ શબ્દો બોલતાં જ સભામાં સન્નાટો વ્યાપી ગયો. ભગવાન બુદ્ધ જાતિભેદમાં માનતા નહોતા, તો પછી આ યુવક અસ્પૃશ્ય કેમ ?

ભિખ્ખુઓએ આ અંગે શંકા પ્રગટ કરતાં ભગવાન બુદ્ધે કહ્યું, 'આજે આ યુવક ક્રોધિત થઇને અહી આવ્યો છે. ક્રોધ થાય એટલે જીવનની એકાગ્રતાનો ભંગ થાય અને માનસિક હિંસા પણ થાય. આ કારણે જ ક્રોધિત માનવી અસ્પૃશ્ય છે. એણે થોડો
સમય સભાની બહાર ઊભા રહેવું પડશે.'

'પણ આવું શા માટે ?' એક ભિખ્ખુએ પૂછ્યું.

'એ બહાર ઊભો રહેશે, તો જ પોતે કરેલા ક્રોધ વિશે વિચારશે અને એને એનો પશ્ચાતાપ થશે. એને એ વાત પણ સમજાશે કે અહિંસા એ જ કર્તવ્ય છે અને પરમ ધર્મ છે.'

એ દિવસે ભિખ્ખુઓને અસ્પૃશ્યની વ્યાખ્યા સમજાઇ અને એ યુવકે પશ્ચાત્તાપ બાદ ક્રોધિત નહી થવાના સોગન લીધા.

★ કુમારપાળ દેસાઇ ★

♠ રોગનું સાચું નિદાન ♠

ગામના નગરશેઠને સઘળી વાતે સુખ હતું.ધનનો અખૂટ ભંડાર હતો. સુશીલ પત્ની અને આજ્ઞાાંકિત પુત્રો હતા. સતત સંભાળ રાખનારો સેવકવર્ગ હતો. આ સઘળું હોવા
છતાં નગરશેઠને સતત બેચેની અને અજંપો રહ્યા કરતા. આખી રાત પડખા ઘસવા પડતાં. રાત્રે ઊંઘ આવતી નહી તેથી દિવસે ક્યાંય મન લાગતું નહોતું. આંખો થાકેલી
અને માથુ ભમતું રહેતું. ક્યારેક રાત્રે સહેજ ઊંઘ આવે, ત્યાં તો ભયાનક સ્વપ્નાંઓની હારમાળા શરુ થઈ જતી હતી. જીવનમાં સઘળું સુખ હોવા છતાં ઊંઘના સવાલે
નગરશેઠની ઊંઘ હરામ કરી નાખી.

એવામાં નગરમાં એક સંત પુરુષ આવ્યા. એ સહુ કોઈના દુઃખદર્દ સાંભળતા હતા અને એને સાચો રસ્તો સુઝાડતા હતા. નગરશેઠને એની જાણ થતાં તેઓ દોડીને એમની પાસે ગયા અને કાકલુદીભર્યા અવાજે કહ્યું,

'મહારાજ, જીવનમાં કોઈ વાતે કશી મણા નથી. માત્ર એક જ દુઃખ છે અને એને કારણે સઘળા સુખ વેરાન બની ગયા છે.'

'એવું તે કયું દુઃખ છે તમને ?'

નગરશેઠે કહ્યું, 'મહારાજ, મારે અને ઊંઘને આડવેર છે. રાત્રે દુનિયા આખી ઘસઘસાટ સૂતી હોય ત્યારે હું સુંવાળી સેજમાં ઊંઘ વિના આળોટતો હોઉ છું. કોઈ પણ ઉપાયે
મારી આ અનિદ્રાનું નિવારણ કરો.'

સંતે કહ્યું, 'ઓહ, એમાં શું ? તમારા રોગનું કારણ હું જાણું છું. તમે અપંગ હોવાથી રોગથી ઘેરાઈ ગયા છો.'

સંતના શબ્દો સાંભળતા જ નગરશેેેઠે આશ્ચર્યથી પૂછ્યું, 'હું અપંગ કઈ રીતે ? જુઓ,આ કેવી સુંદર આંખો છે, બાવડામાં બળ છે,પગમાં જોર છે, પછી હું અપંગ કઈ રીતે ?'

સંત ખડખડાટ હસી પડયા, 'શેઠ ! અપંગ કોને કહેવાય તેની તમને ખબર નથી અપંગ એ નથી કે જેની પાસે હાથ કે પગ ન હોય, પણ વાસ્તવમાં અપંગ તો એ છે કે જે હાથપગ હોવા છતાં એનો ઉપયોગ કરે નહીં. તમે જ
કહો તમારા શરીર પાસેથી તમે કેટલું કામ લો છો ?'

'અરે, બધા મારી એટલી બધી સંભાળ રાખે છે કે હું તો ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલેની જિંદગી જીવું છું.'

'આને કારણે જ ઉંઘ સાથે તમારે આડવેર બંધાયું છે. નાના મોટા કામ માટે બીજાઓ પર નિર્ભર રહો છો. જો તમે
સ્વચ્છ ઊંઘ ઇચ્છતા હો તો આ અપંગપણુ દૂર કરીને હાથ- પગથી ખૂબ મહેનત કરો, તો એકાદ દિવસમાં જ તમારી બિમારી દૂર થઈ જશે.'

નગરશેઠ સંતની સલાહનો સ્વીકાર કર્યો અને પછીને દિવસે એવી ગાઢ નિંદ્રા આવી કે નગરશેઠ ખુદ આશ્ચર્યચક્તિ થઈ ગયા.

♠ જાઓ' અને 'ચાલો ♠

વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલા ખેડૂતે પોતાના બે દીકરાઓને સરખે ભાગે જમીન વહેંચવાનું નક્કી કર્યું. બંનેને સરખાં ખેતરો આપ્યાં અને એ ખેતરોમાં કામ કરતાં મજૂરો પણ સરખે સરખા વહેંચી આપ્યાં. વૃદ્ધ
ખેડૂતનો મોટો પુત્ર આળસુ અને કામચોર હતો. એને જાતે કામ કરવું સહેજે પસંદ નહીં, આથી એ મજૂરોને ખેતરમાં જઇને કામ કરવાનો હુકમ કરતો. પોતે નિરાંતે આરામ કરતો, પણ ખેતરનું કામ બીજાના ભરોસે
હોવાથી ધીરે ધીરે એની ખેતી બગડવા માંડી. અનાજની ઉપજ ઓછી થવા લાગી અને થોડા દિવસમાં તો મોટા દીકરાની આર્થિક દશા બગડી ગઇ. એ સાવ ગરીબ થઇ
ગયો.

નાનો દીકરો અત્યંત પરિશ્રમી હતો. એ પોતાના મજૂરોની સાથે ખભે હળ નાખીને ખેતી કરવા જતો. સહુની સાથે મળીને વાવણી કરે. એના મજૂરો પણ માલિકને મહેનત કરતા જોઇને કામે લાગી જતા. એના ખેતરમાં ઉપજ વધવા લાગી. ઘણું અનાજ પેદા થતાં સારી એવી આવક થઇ અને સમય જતાં એ અતિ ધનિક બની ગયો.

વૃદ્ધ ખેડૂત બંને દિકરાઓની હાલચાલ જોતો હતો. એક દિવસ બંને દીકરાઓને બોલાવીને એમના ખબર પૂછ્યા, ત્યારે મોટા દીકરાએ કહ્યું, 'પિતાજી, મારી અવળી દશાની તો કોઇ વાત પૂછશો નહીં. તમે ખેતર આપ્યું, મજૂરો આપ્યા, છતાં નસીબ એવું વાંકુ કે આજે તો સાવ
ચીંથરેહાલ ગરીબ થઇ ગયો છું.'

વૃદ્ધ ખેડૂતે એના નાના દીકરાને પૂછ્યું,
'તારી શી હાલત છે?'

ત્યારે એણે કહ્યું,'પિતાજી, તમારી કૃપાને કારણે મારી
આવક સતત વધતી રહી છે. આજે બધી વાતે સુખી છું.'

વૃદ્ધ ખેડૂતે કહ્યું, 'જુઓ, મેં તમને બંને દીકરાઓને સરખો ભાગ વહેંચી આપ્યો હતો. તમારો એ ભાગ જ તમારું ભાગ્ય હતું. તમારા બંનેનું ભાગ્ય સરખું હતું, પરંતુ બંને
વચ્ચે 'જાઓ' અને 'ચાલો' એટલો ભેદ હતો.'

'એટલે શું? પિતાજી, તમારી વાત સમજાઇ નહીં.'

વૃદ્ધ ખેડૂતે કહ્યું, 'તેં હંમેશા તારા માણસોને કહ્યું કે, 'જાવ કામ કરો.' 'ખેતર ખેડી આવો, અનાજ લઇ આવો' અને તારા નાનાભાઇએ મજૂરોને કહ્યું કે 'ચાલો, ખેતરે જઇએ, ચાલો હળ ચલાવીએ અને ચાલો, વાવણી કરીએ.' આ 'જાઓ' અને 'ચાલો'નું પરિણામ છે, સમજ્યો?'

♥ કુમારપાળ દેસાઇ ♥

♠ ભારતીયતા ♠

ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ અને અગ્રણી શિક્ષણશાસ્ત્રી ઝાકિરહુસેન ઊંડી ધાર્મિક વૃત્તિવાળા હતા પણ તેઓ
ધર્મના બાહ્યાચારને વિશેષ મહત્ત્વ આપતા નહીં.
અર્થશાસ્ત્રના વિદ્વાન તરીકે અને શિક્ષણ સંસ્થાઓના માર્ગદર્શક તરીકે એમણે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

૧૯૬૩માં 'ભારત રત્ન'ના ખિતાબથી સન્માનિત ઝાકિરહુસેનના એક દૂરના સગાનો એક પત્ર આવ્યો અને એમણે એમના કોઈ સંબંધીની સિફારિશ કરવાનો એમને
આગ્રહ કર્યો. ડૉ. ઝાકિરહુસેને કશું કર્યું નહીં એટલે તેઓ સીધેસીધા એમને મળવા આવી પહોંચ્યા.

પોતાના આ સગાનો અત્યંત વિનમ્રતાથી આદરસત્કાર કર્યો અને પાસે બેસાડયા. થોડી ગપસપ પછી એમના આ
સંબંધી મૂળ વાત પર આવ્યા, પરંતુ ઝાકીરહુસેન એ બાબતમાં કોઈ સ્પષ્ટ ઉત્તર આપતા નહોતા. આથી એ સગા અકળાઈને બોલ્યા, 'આપ તો મુસલમાન છો એ મુસલમાન તરીકે તમારી ફરજ છે કે તમારે આ કામ કરવું
જોઇએ. તમારી પાસે અમે આટલી તો આશા રાખી શકીએ ને ?'

ઝાકિરહુસેને એમના સંબંધીને કહ્યું, 'જુઓ, મુસલમાન હોવાની દુહાઈ આપશો નહીં, આપણા બધાનો ધર્મ એક છે અને તે ભારતીયતા. આપણે બધા પહેલાં ભારતીય છીએ.'

સંબંધીએ કહ્યું, 'એ તો ઠીક. આપણે બધાય ભારતીય છીએ. પણ આપણે સગા છીએ, તેનું શું ? લોહીની સગાઈ તો બધી સગાઈથી ઊંચી છે.'

આમ સંબંધી સંબંધના દાવે આગ્રહ કરતા જ રહ્યા, ત્યારે ડૉ. ઝાકિરહુસેને એમના અંગત સચિવને બોલાવીને કહ્યું,
'જુઓ, ઘણા ઉપાય કર્યા, પણ મારા આ સંબંધીને વાત સમજાતી નથી. તમે એમને કહો કે હું દેશસેવા કરવા માટે આ પદ પર નિયુક્ત થયો છું. મારા સંબંધીઓની સેવા
કરવા માટે નહીં. જો મારા આ સંબંધી યોગ્ય લાયકાત ધરાવતા હોય, તો પછી એમને મારી સિફારિશની જરૃર શી ?'

આ સાંભળીને એમના સંબંધી ચૂપચાપ ત્યાંથી રવાના થઇ ગયા.

♥ કુમારપાળ દેસાઇ

♠ સાચો સંન્યાસી ♠

ભારતભ્રમણ કરી રહેલા સ્વામી વિવેકાનંદની પાસે શરત્ચંદ્ર નામનો એકયુવાન આવ્યો. સ્વામી વિવેકાનંદનાં ભાષણો સાંભળીને એ અત્યંત પ્રભાવિત થયો હતો. એમનાં વિચારોએ આ યુવકના મનનું પરિવર્તન કર્યું હતું.

યુવકે મનોમન વિચાર્યું કે આ સંસાર છોડીને સ્વામીજીના શરણે જાઉં અને સંન્યસ્ત ગ્રહણ કરું. સ્વામીજી સાથેના મેળાપ સમયે શરતચંદ્રએ કહ્યું.
'આપ કૃપા કરીને મને સંન્યાસની દીક્ષા આપો. મારે આપની સાથે રહેવું છે અને કામ કરવું છે. આ મારો દ્રઢ નિરધાર છે.'

સ્વામી વિવેકાનંદે શરત્ચંદ્રના ખભે હાથ મૂકીને પ્રેમથી પૂછ્યું, 'પણ સંન્યાસી થવું એટલે શું,એની તમને જાણ છે ખરી ?'

શરત્ચંદ્રે સ્વાભાવિકતાથી કહ્યું, 'સ્વામીજી, સંન્યાસનો અર્થ શું છે એની તો મને ખબર નથી, પરંતુ હું તો સંન્યાસી બનીને સાધના અને ભક્તિ કરવા માગું છું.''સાધના અને ભક્તિ કરીને તમે શું કરશો ?'

'એનાથી મારા જીવનનું કલ્યાણ કરીશ. મુક્તિ પામવા માટે અથાગ પ્રયત્ન કરીશ.'

આ સાંભળી સ્વામી વિવેકાનંદે કહ્યું, 'અરે ! સાચો સંન્યાસી ક્યારેય આટલો સંકીર્ણ કે સ્વાર્થી હોય નહીં, એ માત્ર પોતાની મુક્તિ કે કલ્યાણનો જ વિચાર કરે નહીં.એ તો પોતાની સઘળી શક્તિ અને સઘળા અનુભવોનો ઉપયોગ જનસેવામાં અને
રાષ્ટ્રના વિકાસમાં કરે. જો તું સંન્યાસીની મારી આ પરિભાષા સાથે સંમત હોય, તો તું જરૃર મારા પથનો પથિક બની શકે, નહીં તો નહીં.'

શરત્ચંદ્રને યથાર્થરૃપે સ્વામીજીની ભાવના સમજાઈ અને બોલ્યા, 'સ્વામીજી, તમે તો મારી આંખો ખોલી દીધી. હું તમારી આ પરિભાષા સાથે સહમત છું.'

સ્વામી વિવેકાનંદે શરત્ચંદ્રને સંન્યાસી તરીકે સામેલ કર્યા અને એમને નામ આપ્યું સ્વામી સદાનંદ, જેમણે પોતાનું જીવન રાષ્ટ્ર અને ગરીબો માટે અર્પણ કર્યું.

★ કુમારપાળ દેસાઇ