♠ વેરથી શમે ના વેર ♠


બે રાજ્યોની સીમા વચ્ચે વહેતી નદીનું પાણી
કેટલીયવાર માનવીના લોહીથી રક્તવર્ણુ બની
ચૂક્યું હતું. આ નદી પર કોનું પ્રભુત્વ, એને માટે બે
રાજ્યો વચ્ચે વર્ષોથી વિગ્રહ ચાલતો હતો. એક
પેઢી બીજી પેઢીને એના વારસામાં આ દુશ્મનાવટ
આપતી હતી. બંને રાજ્યોના રાજાઓ એમ
વિચારતા કે કોઇ પણ રીતે વિરોધીને પરાસ્ત કરીને
આ નદી પર માલિકીહક્ક મેળવવો છે. નદીને માટે બંને રાજ્યો વચ્ચે ઘણા ભીષણ સંગ્રામો થયા.

એવામાં વિહાર કરતા-કરતા ભગવાન બુદ્ધ આ
પ્રદેશમાં આવ્યા. તેઓ વૃક્ષ નીચે બેસીને ઉપદેશ
આપવા જતા હતા, ત્યાં તો એમના દર્શનાર્થે એક
રાજ્યનો સેનાપતિ આવી પહોંચ્યો. સંજોગવશાત્
બીજા રાજ્યનો સેનાપતિ પણ ભગવાન બુદ્ધના
દર્શનાર્થે આવ્યો. બંનેની આંખમાં વેર હતું, પણ હવે અહીથી પાછા ફરવું મુશ્કેલ હતું.

ભગવાન બુદ્ધે કહ્યું, 'સારું થયું તમે બંને એક સાથે
આવ્યા. મારે તમને બંનેને સમાન વાત કરવી હતી. તમારા પૂર્વજો પણ વેરને કારણે અંધ હતા અને તમે પણ એવા જ અંધ છો. તમે એકબીજાનો સંહાર કરતા રહ્યા અને નદીનું પાણી તો વહેતું જ રહ્યું. આ નાનકડી વાત પણ તમને નજરે ચડી નહી !'

'એટલે ?' એક સાથે બંને સેનાપતિ બોલી ઊઠયા.
'એનો અર્થ એટલો કે તમને બંનેને નદીના જળની જરૃર છે અને નદી પાસે પુષ્કળ પાણી છે. પછી એના માલિક થવાનો અભરખો શા માટે ? અને તમે ક્યાંથી નદીના માલિક બની શકવાના છો ?
કારણ કે એનું પાણી તો અંતે સાગરમાં વહી જાય છે. તમારી દુશ્મનાવટમાં તો તમે બંને એના વિપુલ જળનો પૂરો ઉપયોગ પણ કરી શકતા નથી.'

એક સેનાપતિએ કહ્યું, 'પણ આ તો અમારે માટે
રાજની આબરૃનો સવાલ છે. એમ કંઇ પ્રભુત્વ છોડી
દેવાય ?'

ભગવાન બુદ્ધે કહ્યું, 'એક તટ પર એક રાજ્યનું પ્રભુત્વ છે અને બીજા કિનારે બીજાનું. એમાં સમસ્યા શું છે ?

વળી તમે આ વહેતી નદીના વિશાળ પટમાં કઇ રીતે તમારી સીમા નિર્ધારિત કરશો ? માટે વેર-ઝેર
છોડીને અમૃતસમાં જળનો ઉપયોગ કરો અને લડવાનું બંધ કરો. પાણીને માટે લોહી વહેવડાવતા અટકો.

જ્યારે તમે નદીના સઘળા પાણીનો ઉપયોગ કરી
લો, ત્યારબાદ કોઇ ઝઘડો ઊભો થાય તો મારી
પાસે જરૃર આવજો. પણ નદીનું સઘળું પાણી વપરાઇ જાય, તે પહેલા કદી મારી પાસે આવશો નહી.'

♥ કુમારપાળ દેસાઈ ♥

♠ विपत्ति और घबराहट ♠


एक राजा अपने कुछ सेवकों को साथ लेकर कहीं दूर देश को जा रहा था। रास्ते में कुछ यात्रा समुद्र की थी इसलिए जहाज में बैठकर चलने का प्रबन्ध किया। राजा अपने सेवकों समेत जहाज में सवार हुआ। मल्लाहों ने लंगर खोल दिया।

जहाज जब कुछ दूर आगे चला तो लहरों के थपेड़ों के साथ टकरा कर वह हिलने लगा। सब लोग कई बार यात्रा कर चुके थे इसलिए कोई व्यक्ति इस हिलने डुलने से घबराया नहीं किन्तु एक सेवक जो बिल्कुल नया था। चारों ओर पानी ही पानी और बीच में डगमगाता हुआ जहाज देखकर बुरी तरह घबराने लगा। उसकी सारी देह काँप रही थी। मुँह से घिग्घी बंध रही थी नसों का लोहू पानी हुआ जा रहा था।

उसके साथी अन्य सेवकों ने समझाया, राजा ने ढांढस बंधाया। उसे बार-बार समझाया जा रहा था कि ‘यह विपत्ति देखने में ही बड़ी मालूम देती है वास्तव में तो प्रकृति की साधारण सी हलचल है। हम लोगों को इनसे डरना नहीं चाहिये और धैर्यपूर्वक अच्छा अवसर आने की प्रतीक्षा करनी चाहिए।’ लेकिन इस समझाने बुझाने का उस पर कुछ असर नहीं हुआ। उसका डर और घबराहट बढ़ रहे थे धैर्य छोड़ कर वह घिग्घी बाँधकर रोने लगा।

यात्रा करने वालों में से एक सेवक बहुत बुद्धिमान था। उसने राजा से कहा-महाराज आज्ञा दें तो मैं इनका डर दूर कर सकता हूँ। राजा ने आज्ञा दे दी।

वह उठा और उस बहुत डरने वाले यात्री को उठाकर समुद्र में फेंक दिया। जब तीन चार गोते लग गये तो उसे पानी में से निकाल लिया गया। और जहाज के एक कोने पर बिठा दिया गया। अब न तो वह रो रहा था और न डर रहा था।

राजा ने उस बुद्धिमान सेवक से पूछा इसमें क्या रहस्य है कि तुमने इसे पानी में पटक दिया और अब यह निकला है तो बिलकुल नहीं डर रहा है?

उस सेवक ने हाथ जोड़कर नम्रतापूर्वक कहा- श्रीमान! इससे पहले इसने डूबने का कष्ट नहीं देखा और न यह जहाज का महत्व जानता था। अब इसने वह जानकारी प्राप्त कर ली है तो घबराना छोड़ दिया है।

�� हम साधारण सी विपत्ति को देखकर धैर्य छोड़ देते हैं और किंकर्तव्यविमूढ़ हो जाते हैं। उस समय हमें स्मरण करना चाहिये दूसरे लोग जो इससे भी हजारों गुनी विपत्तियों में पड़े हैं और उन्हें सह रहे हैं। इस विपत्ति के समय में भी जो सुविधाएं हमें प्राप्त हैं उनके लिये ईश्वर को धन्यवाद देना चाहिये क्योंकि दूसरे असंख्य मनुष्य उनसे भी वंचित हैं।

♥ अखण्ड ज्योति 1940 दिसम्बर  ♥

♠ ગુરુદક્ષિણા ♠

ભારતના ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય ભૌતિકવિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝ અને જર્મનીમાં વસતા વિજ્ઞાાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન વચ્ચે ગાઢ સબંધ હતો.

સત્યેન્દ્રનાથ બોઝે પોતાના ગુરુ આઇન્સ્ટાઇનની
અનુમતિ મેળવીને એમના સાપેક્ષવાદ વિશેના
લેખોના અંગ્રેજી અનુવાદનું પુસ્તક પ્રગટ કર્યું હતું.
સત્યેન્દ્રનાથે એક બ્રિટિશ સામયિકે અસ્વીકૃત કરેલો લેખ આઇન્સ્ટાઇનને મોકલી આપ્યો અને આઇન્સ્ટાઇને એ લેખને અમૂલ્ય અને સીમાચિહનરૃપ ગણાવ્યો.

૧૯૨૫-'૨૬માં સત્યેન્દ્રનાથ બોઝે તૈયાર કરેલો એક
લેખ આઇન્સ્ટાઇને સ્વયં જર્મન ભાષામાં અનુવાદિત કર્યો હતો. સત્યેન્દ્રનાથ બોઝ બર્લિન ગયા, ત્યારે આઇન્સ્ટાઇને એમને ઉમળકાભેર આવકાર્યા હતા અને બર્લિનમાં પ્લાંક, શ્રોડિંજર, પાઉલી, હેઝનબર્ગ જેવા ભૌતિકવિજ્ઞાાનીઓ સાથે મુલાકાત કરાવી હતી.

આઇન્સ્ટાઇન પોતાની જિંદગીના પાછલા સમયમાં
'યૂનિફાઈડ ફિલ્ડ થિયરી' પર સંશોધન કરતા હતા.
સત્યેન્દ્રનાથ બોઝે એક સંશોધનલેખ તૈયાર કર્યો,
જેમાં આઇન્સ્ટાઇનના એ સિદ્ધાંતની વિવેચના કરવાની સાથોસાથ એમણે એમની અનેક ધારણાઓનો ખુલાસો કર્યો હતો. સત્યેન્દ્રનાથ આ લેખ આઇન્સ્ટાઇનને બતાવવાના હતા અને એમની સાથે વિચારવિમર્શ કર્યા બાદ વિશ્વસમક્ષ પ્રસ્તુત કરવાના હતા, પરંતુ સત્યેન્દ્રનાથ બોઝ આઇન્સ્ટાઇનને મળે તે પહેલાં એમને જાણ થઈ કે ગુરુતુલ્ય આઇન્સ્ટાઇનનું અવસાન થયું છે.
આ સાંભળી સત્યેન્દ્રનાથ મૂર્છિત થઈ ગયા અને
જ્યારે એ બેહોશીમાંથી બહાર આવ્યા, ત્યારે એ
તમામ શોધપત્રો નષ્ટ કરી દીધા.

આ શોધપત્રો પોતાના ગુરુના આઇન્સ્ટાઇનના
સિદ્ધાંતની વિવેચના પર હતા અને આથી એમની
સહમતિ વિના એને પ્રકાશિત કરવા એ ગુરુનું
અપમાન ગણાય. બૌદ્ધિક દ્રષ્ટિએ કે સંશોધનની દ્રષ્ટિએ સત્યેન્દ્રનાથનું આવું પગલું ઉચિત ન લાગે, પણ એમના મનમાં આઇન્સ્ટાઇન પ્રત્યે અપાર શ્રધ્ધા હતી. જો આ સંશોધનપત્રો આઇન્સ્ટાઇનની અનુમતિ વિના પ્રકાશિત થઈ ગયા તો સત્યેન્દ્રનાથ બોઝની કીર્તિ સવિશેષ ફેલાઈ હોત, પણ એ સંશોધનપત્રો નષ્ટ કરીને સત્યેન્દ્રનાથ બોઝે આઇન્સ્ટાઇનને અનુપમ ગુરુદક્ષિણા આપી.

★ કુમારપાળ દેસાઇ ★