બોધકથા - પરમ શાંતિ

Via.mspatel09.in

આજની બોધકથા . . . . . .

મેક્શીકોના એક
નાના ગામમાં દરિયા કાંઠે એક
માછીમારની બોટ
નાંગરેલી પડી હતી.
એટલામાં એક અમેરિકન મુસાફર આ
માછીમાર પાસે આવી એણે પકડેલ
માછલીઓની સારી જાત માટે એને
શાબાશી આપતાં પૂછવા લાગ્યો :

“ આ માછલીઓ પકડવામાં એને
કેટલો સમય લાગ્યો હતો ?

માછીમાર કહે “ બહું નહીં “

મુસાફરે કહ્યું :” તમે લોકો થોડો વધુ
સમય બોટમાં રહીને વધારે માછલીઓ
કેમ પકડતા નથી ?”
માછીમારે આ મુસાફરને સમજાવ્યું :

અમે લોકો હાલ જે
થોડી ઘણી માછલીઓ પકડીએ છીએ
એથી ખુશ છીએ કેમ કે
એનાથી એમની અને
એમના કુટુંબની બધી જીવન
જરૂરીઆતો પૂરી થઇ જાય છે . “

મુસાફર કહે : “તો પછી તમે
લોકો તમારા બાકીના સમયમાં શું
કરો છો ?”

માછીમાર કહે :” અમે રાતે
માંડા સુધી સુઈએ છીએ,થોડો સમય
માછલીઓ પકડીએ છીએ ,
અમારાં સંતાનો સાથે રમીએ છીએ
અને અમારી પત્નીઓ સાથે
બપોરની ઉંઘ ખેંચી કાઢીએ
છીએ ,સાંજે
ગામમાં અમારા મિત્રોને મળીએ
છીએ ,એમની સાથે
શરાબના થોડા ઘુંટ ગટગટાવીએ
છીએ અને ગીતાર વગાડીને
થોડાં ગીતો ગાઈએ છીએ .આમ
અમારા દિવસો સારી રીતે પસાર
થઇ જાય છે ,અમે અમારી જિંદગીને
પુરેપુરી રીતે માણીએ છીએ .”

આ પરદેશી મુસાફિરે એને આગળ
બોલતાં અટકાવીને કહ્યું :
” જુઓ , મેં
વિશ્વમાં જાણીતી હાર્વર્ડ
યુનિવર્સીટીમાંથી એમ.બી.એ.
ની ડીગ્રી પાસ કરેલી છે એટલે હું
તમને મદદ કરી શકું એમ છું .મારી તમને
સલાહ છે કે તમારે થોડો વધારે સમય
બોટમાં રહીને માછલીઓ પકડવાનું
શરુ કરવું જોઈએ .આના લીધે તમે વધારે
માછલીઓ પકડી શકશો અને
એથી તમારી જે આવક વધશે
એમાંથી આના કરતાં મોટી બોટ
ખરીદી શકશો .”

માછીમારે પૂછ્યું : ” સાહેબ, એ
પછી શું ?”

મુસાફર કહે :” મોટી બોટથી વધારે
માછલીઓ પકડવાથી તમારી આવક
વધતાં તમે એક બીજી નવી બોટ
ખરીદી શકશો . એ
પછી બીજી ,ત્રીજી એમ
તમારી પાસે
બોટનો મોટો કાફલો થશે .તમે
પછી દલાલોને માછલીઓ
વેચો છો એના બદલે પ્રોસેસિંગ
હાઉસો સાથે સીધા વાતચીત કરીને
સારો ભાવ મેળવી શકશો અને આ
રીતે
ભવિષ્યમાં તમારી મોટી કમાણીમાંથી કદાચ
તમારી આગવી પ્રોસેસિંગ ફેક્ટરી પણ
ઉભી કરી શકશો . ત્યારબાદ, તમારે
આ તમારા નાના ગામમાં રહેવું
નહી પડે અને તમે મેક્શીકો શહેર ,
લોસેન્જેલ્સ કે ન્યુયોર્કમાં રહીને
ત્યાંથી તમારા ધંધાનો વહીવટ
કરી શકશો .”

માછીમાર કહે :” સાહેબ , આ બધું
કરતાં કેટલો સમય લાગે ? “

મુસાફર :” વીસ વર્ષ કે કદાચ પચ્ચીસ
વર્ષ “

માછીમાર કહે :” સાહેબ, ત્યાર
પછી શું કરવાનું ?”

મુસાફર હસતાં હસતાં કહે :
” મારા મિત્ર , ત્યાર પછીની જે
વાત છે એ બહું જ મજાની છે .
તમારા ધંધાનો વિસ્તાર ખરેખર
મોટો થયો હોય ત્યારે તમારે
શેરો ખરીદવાના અને વેચવાના અને
એ રીતે
લાખ્ખો ડોલરની કમાણી કરી લેવાની .”

માછીમાર કહે :” લાખ્ખો ડોલર ?
ખરેખર ? અને લાખ્ખો ડોલર
બનાવ્યા પછી શું ? “

મુસાફર કહે :” ત્યાર પછી તમારે
તમારા ધંધામાંથી નિવૃત્તિ લઇ
લેવાની ,
“દરિયા કિનારે એક
નાના ગામમાં મકાન કરી રહેવાનું,
માંડે સુધી સુઈ
રહેવાનું ,તમારા બાળકો સાથે
રમવાનું, નિરાંતે માછલીઓ
પકડવાની, પત્નીની સાથે બપોરે
ઊંઘવાનું અને રોજ સાંજે મિત્રો સાથે
ડ્રીન્કસ લેવાનું અને આ રીતે
આનંદથી દિવસ પસાર કરવાનો .”

આ સાંભળીને મેક્શીક્ન માછીમાર
હસી પડ્યો અને આ મુસાફરને
કહેવા લાગયો :
“તમને બહું માન સાથે મારે કહેવું જોઈએ
કે આ બધું તમે જે કહ્યું એ બધું તો અમે
બધા માછીમારો હાલ કરી જ
રહયા છીએ . તો એ મેળવવા પાછળ
અમારે
અમારી જિંદગીનાં કીમતી ૨૫ વર્ષ
બગાડવાનો કોઈ અર્થ ખરો ?” .