તમે કંઇ જ્ઞાતિના છો ?

♥• એક જ દે ચિનગારી - શશિન્ •♥

જેમના થકી દેશ આજે પણ ઊજળો છે, જેમણે
પોતાના જીવનમાં ઉચ્ચ
આદર્શો જીવી બતાવ્યા,
જેમની નૈતિકતાને ધન, સત્તા, અહંકાર કે
ઉચ્ચપદ દૂષિત કરી શક્યું નહીં,
એવા નેતૃત્વના મહાન આદર્શો આજે
ભસ્મીભૂત થતા જોઈને એ દિવંગત
નેતાઓનો આત્મા પણ જ્યાં હશે
ત્યાં ચોધાર આંસુએ રડતો હશે!
અહીં એવા પાવનકારી પ્રસંગોની સ્મરણગંગાના કિનારે
જરા થોભીએ.

(1) પ્રસંગ ડૉક્ટર જાકિર
હુસેનના ઉપરાષ્ટ્રપતિપદ સાથે
જોડાએલો છે. ભારતના ઉપરાષ્ટ્રપતિપદે
વિરાજિત હોવાને કારણે
જાતજાતના લોકો તેમને પોતાનાં અંગત
કામોમાં મદદરૃપ થવા મળવા આવતા,
તો ક્યારેક પત્ર પાઠવી મદદ માગતા.
ડૉ. જાકિરહુસેનને ટપાલમાં એક પત્ર
મળ્યો. પત્ર એમના કોઈ સંબંધીનો હતો,
જેમાં પોતે મુસલમાન છે અને
જાકિરહુસેનજી પણ
પોતાના જ્ઞાાતિબંધુ છે, એટલે અમુક
કાર્ય કરી આપવાની પત્ર લખનારે ખાસ
વિનંતી કરી હતી. પત્રમાં વારંવાર એ
સંબંધીએ પોતે મુસ્લિમ જ્ઞાાતિબંધુ
હોવાની વાત પર ભાર મૂક્યો હતો.
પત્ર વાંચ્યા બાદ ડૉ. જાકિર હુસેનજીનું
મન ખૂબ જ ખિન્ન થઈ ગયું. એમણે
પોતાના અંગત મદદનીશને કહ્યું કે આ પત્ર
લખનારને મારે જણાવવું જોઈએ કે હું હવે
મુસલમાન નથી રહ્યો, પણ માત્ર
ભારતીય છું. હું ઉપરાષ્ટ્રપતિપદ પર
દેશની સેવા માટે પસંદ થયો છું, નહીં કે
ભાણીઆ-ભત્રીજાઓને પોષવા માટે.
જો પત્ર લખનાર સજ્જનને
પોતાની યોગ્યતામાં શ્રદ્ધા હોય
તો જ્ઞાાતિવાદનું ઓઠું લઈ
મારી મદદની શી જરૃર?''
બિનપક્ષપાતી નેતૃત્વનો આ છે મહાન
આદર્શ.

(2) બીજો પ્રસંગ સાદગીની સાકાર
પ્રતિમા સમા દિવંગત પ્રધાનમંત્રી લાલ
બહાદુર શાસ્ત્રીજીના જીવન સાથે
સંકળાએલો છે. પ્રસંગ તે સમયનો છે, જ્યારે
શાસ્ત્રીજી ભારતના પ્રધાનમંત્રી તરીકે
જવાબદારી અદા કરી રહ્યા હતા.
એક વાર શાસ્ત્રીજી કાપડની કોઈ
મિલની મુલાકાતે ગયા. તેમના સ્વાગત
માટે મિલનો માલિક હાજર હતો.
સરકારી ઉચ્ચ અધિકારીઓ અને વિશિષ્ટ
મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.
મિલ જોયા બાદ શાસ્ત્રીજીએ ગોડાઉન
અને રિટેલ શોપ જોવાની ઈચ્છા વ્યક્ત
કરી. ત્યાં પહોંચ્યા બાદ સેલ્સમેનને
સાડીઓ બતાવવાની વિનંતી કરી.
મિલમાલિકની સૂચનાથી એકએકથી ચઢિયાતી મોંઘી સાડીઓનો શાસ્ત્રીજી સમક્ષ
ખડકલો કરી દેવામાં આવ્યો.
શાસ્ત્રીજીએ સાડીઓ જોઈને
કહ્યું ઃ ''સાડીઓ તો ખરેખર સુંદર છે. કિંમત
જણાવશો?''
''જી, આ સાડી આઠસો રૃપીયાની છે અને
આ બીજી સાડી એક હજારની'' -
મિલમાલિકે કહેવા ખાતર કહ્યું.
''આ સાડીઓ તો ખાસ્સી મોંઘી છે, મને
સસ્તી કિંમતની સાડીઓ બતાવો'' -
શાસ્ત્રીજીએ નમ્રતાપૂર્વક કહ્યું. આ
ઘટના વર્ષ ૧૯૬૫ની છે જ્યારે એક
હજારની કિંમત દસ હજાર
જેટલી ગણાતી હતી.
''જુઓ, આ સાડી પાંચસોની છે અને આ
ચારસો રૃપીઆની'' - મિલ માલિકે
સાડીઓનો બીજો લૉટ દેખાડયો.
''અરે ભાઈ, આ પણ કીંમતી કહેવાય.
મારા જેવા ગરીબ માણસને લાયક
સસ્તી કીંમતની સાડીઓ દેખાડો, જેથી હું
ખરીદી શકું!'' શાસ્ત્રીજીએ જણાવ્યું.
''અરે જનાબ! આપ
ભારતના પ્રધાનમંત્રી છો, પછી ગરીબ
કેવી રીતે? અમે તો આપને ભેટ આપવા માટે
આ સાડીઓ દેખાડી રહ્યા હતા.'' - મિલ
માલિકે કહ્યું.
'ના! ભાઈ! ના, હું એક પણ સાડી ભેટ
નહીં લઉં.'- શાસ્ત્રીજીએ કહ્યું.
'સાહેબ, શું અમને એ અધિકાર નથી કે અમે
અમારા વડાપ્રધાનને ભેટ આપીએ?'
મિલમાલિકે હકપૂર્વક કહ્યું.
''આપની એ વાત સાચી છે કે હું
વડાપ્રધાન છું, પરંતુ એનો અર્થ
એવો તો નથી જ કે જે વસ્તુ હું
ખરીદી ના શકું, તે તમારી કૃપાદ્રષ્ટિ રૃપે
ભેટ લઈને મારી પત્નીને તમે મફત
આપેલી સાડીઓ પહેરાવું. હું
પ્રધાનમંત્રી તો ખરો, પણ મૂળે તો ગરીબ.
તમે મને સસ્તી કીમતની એવી સાડીઓ
દેખાડો, જે ખરીદવાનું મને પોસાય. હું
મારી આર્થિક હૈસિયત મુજબની સાડીઓ
ખરીદવા ઈચ્છું છું.'' - શાસ્ત્રીજીએ
શાન્તિપૂર્વક કહ્યું...
મિલમાલિકે સાડીઓ ભેટ
આપવાની ખાસ્સી કોશિશ કરી પણ
શાસ્ત્રીજી એકના બે ન થયા તે ન જ
થયા.
શાસ્ત્રીજીએ પોતાના ખિસ્સાને
પોસાય તેવી સસ્તી કીંમતની સાડીઓ
ખરીદી અને તેનું બિલ પણ તરત જ
ચૂકવી દીધું!
આવા મહાન નેતાઓના ત્યાગ અને
તપસ્યાને આજે પણ ત્રિરંગો સસન્માન
સલામ કરી રહ્યો છે.

(3) ત્રીજો પ્રસંગ
મહાત્મા ગાંધીજીના જીવન સાથે
સંકળાયેલો છે.
આઝાદી પૂર્વેના ઘણા વર્ષો પૂર્વેની વાત
છે. પ્રચાર માધ્યમોની બોલબાલાને
અભાવે સામાન્ય માણસો ગાંધીજીને
બરાબર ઓળખતા નહોતા.
એકવાર ગાંધીજી સ્વાતંત્ર્ય
સંગ્રામના કામકાજ સંદર્ભે રેલવે
દ્વારા મધ્યપ્રદેશમાં ભોપાલ જઈ
રહ્યા હતા. પોતાના સિદ્ધાંત મુજબ તેઓ
તૃતીય વર્ગની ટિકિટ
દ્વારા મુસાફરી કરતા હતા. તેમની સાથે
કાર્યકરો પણ હતા.
ડબ્બામાં ભારે ભીડ હતી. ગાંધીજી અને
તેમના સાથીઓ માંડમાંડ
ડબ્બામાં પ્રવેશી શક્યા.
ગાંધીજીના સાથીઓ આરામદાયક
જગાએ તેમને બેસાડવા માટે
તેમનો પરિચય આપવા માગતા હતા, પરંતુ
ગાંધીજીએ તેમ કરવાની મનાઈ ફરમાવી.
થોડી વાર પછી હરવા-
ફરવાની અનુકૂળતા થતાં ગાંધીજી એક
મહાશય પાસે પહોંચ્યા, જેઓ આખું પાટિયું
રોકીને સૂતેલા હતા.
ગાંધીજીએ તેમને કહ્યું ઃ ''ભાઈ, થોડીક
જગા અમને પણ બેસવા માટે આપશો?''
પેલા ભાઈ પાટિયા પર બેઠા થઈ
ગાંધીજી તરફ ઘૂરકીઆં કરતાં બોલ્યા ''કઈ
નાતના છો? ઠાકોર છો?''
ગાંધીજીએ એ મહાશય તરફ નજર
કરી હસતાં-હસતાં કહ્યું ઃ ''હું
તો બધી જ્ઞાાતિઓનો છું. બોલો, તમને
કઈ જ્ઞાાતિ ખપે?''
''શું કહ્યું? જાતિની ચોખવટ
કરશો તો બેસવાની જગા મળશે
નહીં તો આખી રાત
ઉભા રહેવાનો વારો આવશે!'' -
પેલા મહાશયે ઘમંડી શબ્દોમાં કહ્યું.
ગાંધીજીએ કહ્યું ઃ 'હું મજાક
નથી કરતો ભઈલા. તમે મારી જ્ઞાાતિ-
જાતિ વિશે
પૂછો છો તો સાંભળો. ઃ સવારે હું
શૌચાલયની સફાઈ કરું છું, ત્યારે
હરિજનબંધુ હોઉં છું. જ્યારે હું મારું ધોતિયું
અને ચાદર જાતે ધોતો હોઉં છું, ત્યારે
ધોબી હોઉં છું. સ્નાન કરી પૂજા-
પાઠમાં પરોવાઉં, ત્યારે બ્રાહ્મણ
બની જાઉં છું. જાતે સૂતર કાંતીને
ખાદીની મારી ચાદર તૈયાર કરું છું, ત્યારે
હું વણકર હોઉં છું.
આખા દિવસના ખર્ચનો રાત્રે હિસાબ
કરવા બેસું છું, ત્યારે વાણીઓ બની જાઉં
છું. આત્મરક્ષા માટે હાથમાં લાકડી રાખું
છું ત્યારે ક્ષત્રિય કહેવાઉં છું. આ
બધી જાતિઓની સાથે-સાથે હું એક
ઈન્સાન છું, માણસ છું. હવે આપ જ કહો કે હું
મારો પરિચય કઈ જ્ઞાાતિને આધારે
આપુ?
એ દરમ્યાન પેલો માણસ ગાંધીજીને
ઓળખી ગયો હતો. એણે
ગાંધીજીની માફી માગી અને
ગાંધીજી તથા તેમના સાથીઓને
બેસવાની જગા કરી આપી.
આજે જ્યારે જ્ઞાાતિવાદ ભયાનક રીતે
વકરી રહ્યો છે અને તકવાદી નેતાઓ
તેનો ભરપૂર લાભ મત અંકે કરવા માટે લઈ
રહ્યા છે, ત્યારે ગાંધીજીએ કરેલી ચોખવટ
કેટલી બધી મહત્વની છે!

(સ્રોત - મહાપુરૃષો કે પ્રેરક-અસિત
સિંહા)