♠ તમાકુના લાભ ♠

♠ બોધકથા♠
www.sahityasafar.blogspot.com

એક ગામમાં તમાકુ ના વ્યસનીઓની સંખ્યા ઘણી મોટી હતી. ગામના એક વડીલ સજ્જને વીચાયુઁ,જો આમ ને આમ વ્યસનોમાં યુવા વર્ગ ફસાતો જશે તો ગામમાં જુવાનીયાઓનો દુકાળ પડશે.પરંતુ તેઓએ સીધે સીધા ઉપદેશ.આપવા જવાને બદલે એક યુક્તિ વાપરી.

એક દિવસ તેઓએ ગામના ચોરે જઈને કહયુ કે,"આવતીકાલે તમાકુ ના ત્રણ ફાયદા વિશે જાહેર માં વ્યાખ્યાન રાખ્યુ છે બધા આવજો".

બીજા દિવસે સમય પ્રમાણે વ્યાખ્યાન શરુ કરવામાં આવ્યુ.

વડીલે કહયુ,"મારા વરસો ના અનુભવ પછી તમાકુ ના ત્રણ મહત્વના લાભ ધ્યાન માં આવ્યા છે, તમારી ઈચ્છા હોય તો આગળ વાત ચલાવીએ.

બધાએ હા પાડી.  તેમણે કહયુ, પહેલો લાભ એ કે " તમાકુ ખાનારને કદી કૂતરા કરડતા નથી. બીજો લાભ એ કે તેને કદી ઘડપણ આવતુ નથી અને ત્રીજો લાભ એ કે તેના ઘરે ચોર કદી ચોરી કરતા નથી.

  બધા એ વડીલ ને પુછ્યુ કે આ કઈ રીતે બને? તો તેમણે સમજાવતા કહયુ કે " જુઓ તમાકુ નાની વય થી સેવન કરવાથી પગ નબળા થઈ જાય છે એટલે સાથે લાકડી નો ટેકો રાખવો પડે છે એટલે કૂતરા નજીક આવતા નથી.

બીજુ એ કે ટીબી કે કેન્સર જેવા રોગ લાગુ પડે એટલે 5૦ થી 6૦ વષૅ જ જીવન સંકેલાય જાય તેથી ઘડપણ આવતુ જ નથી અને ત્રીજી વાત એ કે તમાકુ માં તથા તેની સારવાર પાછળ થતા ખચાઁઓ થી ઘરમાં નાણા ની તંગી વતાઁય તેથી ઘર માં ચોર ચોરી કરવા આવે જ નહી.

♥ HEARTILY THNX FOR TYPING - MAYURSINH SODHA ♥