♠ અટલ વિશ્વાસ ♠

છોડ સંવેદનશીલ હોય છે,આ સિદ્ધ કરનાર જગદીશચંદ્ર બોઝ ઇંગ્લેન્ડ ગયાં.વૈજ્ઞાનિકોની સભામાં તેમને પોતાની વાતને સાચી સિદ્ધ કરવાની હતી.બોઝ છોડને ઇંજેક્શન લગાવીને એ સિદ્ધ કરવા માંગતા હતા કે વિષને કારણે છોડ પર પણ પ્રતિક્રિયા થાય છે.તેના પર વિષનો તેવોજ પ્રભાવ હોય છે,જેવો કે અન્ય પ્રાણીઓ પર. ઇંજેક્શન તો લાગ્યું પણ છોડને કંઇ જ ન થયું.તે તેમનો તેમજ રહ્યો.

જગદીશ ચંદ્ર બોઝ ખૂબજ આત્મવિશ્વાસી વ્યક્તિ હતાં.તેમણે તે સભામાં ઘોષણા કરી - '' આ છોડ પર વિષયુક્ત ઇંજેક્શનનો કોઇ પ્રભાવ ન થયો તો એનાથી મને પણ કંઇ નહિ થાય.'' આમ કહીને તેમણે બીજી સોય પોતાના હાથે લગાવી દીધી.બધા આશ્ચર્યચકિત થયાં.બધાં દુષ્પરિણામની આશંકાથી ચિંતિત હતાં.બોઝને કંઇ ન થયું.આના પર ઇંજેક્શનની તપાસ કરી તો એ વાત ધ્યાનમાં આવી કે તે વિષનું ઇંજેક્શન ન હતું.નિર્વિષ થવાના કારણે તેનું અપેક્ષિત પરિણામ ન મળ્યું.ભૂલ સુધારીને ત્યારબાદ સોય લગાડી તો તાત્કાલિક પ્રતિક્રિયા થઇ.

પોતાની શોધના સંબધમાં જગદીશ ચંદ્ર બોઝને અટલ વિશ્વાસ હતો.મૃત્યુ પણ આત્મવિશ્વાસી વ્યક્તિની મુઠ્ઠીમાં રહે છે.