♠ ટીખળનો જવાબ♠

→ બાળકોને કહેવાલાયક એક સરસ વાર્તા.

એક વખત ગધેડાએ વાંદરાની ટીખળ કરતાં કહ્યું,'વાંદરાભાઇ,તમારા પૂર્વજોએ એવું તે કયું કાળું કામ કર્યું હશે કે તમે બધા કાળું મો લઇને જન્મો છો? કોઇને પોતાના પૂર્વજોની ટીખળ ગમે?

વાંદરાએ જવાબ આપ્યો,'વર્ષો પહેલાં તમારા પૂર્વજ વનરાજનાં દરબારી હતા અને અમારા પૂર્વજ પ્રધાન હતાં.એક વખત વનરાજાએ જંગલના પ્રાણીઓને પથ્થર ઊંચકી  લાવીને રસ્તો બનાવવાનું કામ સોંપ્યું અને તમારા પૂર્વજને તેની દેખરેખ રાખવાનું કામ સોંપ્યું પણ તમારા પૂર્વજ ગધેડાએ તે પથ્થરોમાંથી પોતાનું ઘર બનાવી લીધું અને પથ્થરને બદલે રસ્તે કાદવ પથરાવી દીધો.અમારા પ્રધાન પૂર્વજ રસ્તાનું ઉદઘાટન કરવા ગયા પણ કાદવમાં લપસ્યા અને તે કાદવ તેના મોં પર ઉડ્યો તે દિવસથી અમે કાળું મોં લઇને જન્મીએ છીએ,પણ તે દિવસથી વનરાજે તમારા પૂર્વજ ગધેડાને માલસામાન ઊંચકવાની સજા કરી તેથી તમારે આટલું વજન ઊંચકવું પડે છે.'