♠ અદભુત  સહનશક્તિ ♠

શિયાળાની કડકડતી ઠંડી પડી રહી હતી.વહેલી સવારે પથારી છોડીને બહાર નિકળવાનું ગમે જ નહિ એવો ઠંડીનો પ્રભાવ હતો.

ગંગા નદીના કિનારે પેન્ટ-સૂટ-બૂટ અને હેટ પહેરીને કેટલાક અંગ્રેજો ''મોર્નિગ વોક'' કરવા માટે નિકળ્યા હતાં.તેઓ ઘાટ પાસે આવ્યા અને તેમને એક  દ્રશ્ય જોઇને અચરજ થયું.આટલી તીવ્ર ઠંડીમાં એક વ્યક્તિ માત્ર લંગોટી લગાવીને ધ્યાન અવસ્થામાં બેઠો હતો.

એક અંગ્રેજથી રહેવાયું નહી એટલે તેણે બેઠેલી વ્યક્તિને પૂછ્યું '' એ મિસ્ટર તમને ઠંડી લાગતી નથી? આમ ખુલ્લા શરીરે કેમ બેઠા છો? ''

'' બિલકુલ ઠંડી લાગતી નથી.'' તે વ્યક્તિએ કહ્યું.

'' એવું કેવી રીતે બની શકે ? તે અંગ્રેજે સામો પ્રશ્ન પૂછ્યો.

'' જૂઓ તમને સમજાવું, તમે આટલા બધા કપડાં પહેર્યા છે અને માથું, હાથ વગેરે ઢાંકી દીધું છે પરંતું નાક કેમ ખુલ્લું રાખ્યું છે.નાકે ઠંડી લાગતી નથી ? ''

અંગ્રેજે જવાબ આપ્યો, ''નાક તો ખુલ્લું રાખવું જ પડે ને ! નહીં તો શ્વાસ કેવી રીતે લઇએ.નાક તો રોજ ખુલ્લું રહે એટલે ટેવ પડી ગઇ છે.તેટલા ભાગમાં ઠંડી લાગતી નથી ? ''

''તમે ખાલી નાક ખુલ્લું રાખવાની ટેવ પાડી છે.હું આખા શરીરે ઠંડી સહન કરી શકું છું.ટેવ પડે તો કંઇ અઘરું નથી.'' સ્વામી દયાનંદ સરસ્વતીએ મસ્તીથી જવાબ આપ્યો.