♠ શહીદોનું લોહી ♠

www.sahityasafar.blogspot.com

→ ભગતસિંહના બાળપણનો એક તદ્દન અજાણ્યો પ્રસંગ રજુ કરું છું.આપે કદાચ એ ક્યાંય વાંચ્યો નહિ હોય.

આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો.વર્ષ ૧૯૧૯ માં પંજાબના જલિયાવાલા બાગમાં જનરલ ડાયરે હજારો નિર્દોષ ભારતીયો પર અંધાધૂંધ ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી.ત્યાંનું દ્રશ્ય અત્યંત હ્રદયદ્રાવક હતું. જલિયાવાલા બાગમાં ચારે તરફ લાશો પડેલી હતી અને સમગ્ર ધરતી લોહીથી ખરડાયેલી હતી.આખો દેશ આ ઘટનાથી હચમચી ગયો હતો અને ઠેરઠેર અંગ્રેજો પ્રત્યે ફિટકાર અને આક્રોશ વરસી રહ્યો હતો.

આ ઘટના બની ત્યારે ભગતસિંહ માત્ર ૧૨ વર્ષના હતાં.

ઘટનાના બીજા દિવસે ભગતસિંહ ઘરેથી શાળાએ જવા નિકળ્યાં,પરંતુ તે જલિયાવાલા બાગમાં પહોંચી ગયાં.ત્યાંની ધરતી લાલ હતી.ભગતસિંહ ત્યાં બેસી ગયા અને એક લોહીથી ખરડાયેલી માટી ભરવા લાગ્યાં.માટી ભરીને તેમણે શીશી ખિસ્સામાં મુકી દીધી અને ત્યાંજ બેસીને આ ઘટના પર શોક કરવાં લાગ્યાં.જ્યારે તેમને ભાન આવ્યું ત્યારે સાંજ પડી ગઇ હતી.શાળા તો ક્યારનીયે છૂટી ગઇ હતી.તે જ્યારે ઘરે પહોંચ્યાં તો તેમને ઘરે મોડા આવવાનું કારણ પૂછવામાં આવ્યું.જવાબમાં તેમણે શીશી બતાવીને કહ્યું કે જલિયાવાલાં બાગ ગયો હતો.

તેમની બહેને પૂછ્યું કે ''આમાં શું છે? ''

ભગતસિંહ બોલ્યાં ''શહીદોનું લોહી.''

બહેન ફરીથી બોલી ''તેનાથી શું થશે? ''

ભગતસિંહ બોલ્યાં ''મને પ્રેરણા મળશે.''

ઇતિહાસ સાક્ષી છે કે આ પ્રેરણાને કારણે જ ભગતસિંહનું જીવન અને તેમની શહીદી અનુકરણીય થઇ ગઇ.

→ મિત્રો, આટલી નાની ઉંમરે પણ આવા ક્રાંતિકારી વિચારો ધરાવતા ભગતસિંહ વિશે બીજું તો શું કહું? પરંતું ક્રાંતિકારીઓમાં જેના પરિવારે સૌથી વધુ દુ:ખોનો સામનો કર્યો એ ભગતસિંહનો પરિવાર હતો.

→ લક્ષ્ય એવું નક્કી કરો કે જેનું પરિણામ આખા સમાજ માટે કલ્યાણકારી સાબિત થાય.

www.sahityasafar.blogspot.com