♠ સિકંદરની મહાનતા ♠

www.sahityasafar.blogspot.com

→ સમ્રાટ સિકંદરના જીવનનો એક શ્રેષ્ઠ પ્રસંગ છે.જરૂર વાંચજો અને શેર કરવાનું ભૂલતા નહિ.

એક સમયની વાત છે જ્યારે સિકંદર અને તેમના ગુરુ અરસ્તુ ( એરિસ્ટોટલ)  જંગલમાંથી પસાર થઇ રહ્યાં હતાં.જંગલનો રસ્તો અજાણ્યો હતો અને તેમને જંગલની પેલે પાર આવેલી એક નગરીમાં જવાનું હતું.

થોડે દૂર તેઓ ચાલ્યાં હશે ત્યાં માર્ગમાં એક નાળું આવ્યું.વરસાદનું પાણી નાળામાં જોશભેર વહેતું હતું.એની સાથે ઝાડી - ઝાંખરા અને બીજી અનેક વસ્તુઓ તણાતી જતી હતી.આ નાળું જોઇને ગુરુ શિષ્ય વચ્ચે ચર્ચા શરૂ થઇ.ગુરૂ કહે 'હું પહેલા જાઉં'
સિકંદર કહે 'હું પહેલો જાઉં.'

સિકંદર પોતાની વાત પર મક્કમ રહ્યો.તેણે કહ્યું 'હું જ આગળ જઇશ જેથી તમને માર્ગ શોધવામાં સરળતા પડે.' થોડાક વિવાદ પછી આખરે ગુરૂએ સિકંદરની વાત કબૂલી લીધી.સિકંદરે નાળું પાર કર્યું.ત્યાર બાદ એ જ રસ્તે ચાલીને અવસ્તું પણ નાળું પસાર કરી ગયાં.

બહાર આવીને અવસ્તુએ આવેશમાં આવીને કહ્યું કે 'તું મારી આગળ ગયો,એથી મારું અપમાન નથી થયું?'

સિકંદરે હાથ જોડી વિનયપૂર્વક જવાબ આપ્યો,'અપરાધ ક્ષમા કરો ગુરૂદેવ,પરંતુ એમ કરવાની મારી ફરજ હતી,કારણ કે નાળાની ઊંચાઇનો કોઇને ખ્યાલ નહોતો.અવસ્તું હશે તો હજારો સિકંદર તૈયાર થઇ શકે છે,પરંતું સિકંદર ક્યારેય એક અવસ્તું નહી સર્જી શકે.'

सेवा विनतभावेन, गुरोराज्ञानुं पालनम्
य: करोति बीनाव्यजम् शिशष्य प्रवरस्मृ:

નમ્ર ભાવે અને અપેક્ષા રાખ્યાં વગર જે સેવા કરે અને ગુરુની આજ્ઞાનું પાલન કરે તે ઉત્તમ શિષ્ય મનાય છે.

www.sahityasafar.blogspot.com