♠ અપૂર્વ બલિદાન ♠

→ અંત સુધી વાંચજો.....એક શ્રેષ્ઠ અને જીવનમાં ઉતારવા લાયક બોધકથા છે...

ભારતના અંતિમ હિંદુસમ્રાટ પૃથ્વીરાજ રણમેદાનમાં ઘાયલ થઇને પડ્યાં હતાં.તેમને ગંભીર ઇજાઓ થઇ હોવાથી જાતે ઊભા થઇ શકે તેવી સ્થિતિ નહોતી.તેઓ બેભાન થઇ ગયાં. આ દશામાં કેટલાક ગીધ તેમને મૃત સમજીને તેમની નજીક આવવાં લાગ્યાં.મહારાજના એક પ્રધાન સંયમરાય પણ નજીકમાં જ ઘાયલ અવસ્થામાં પડ્યાં હતાં. તેમને પણ ગંભીર ઇજાઓ હોવાથી ખસી શકાય તેમ નહોતું.પરંતું તેઓ ભાનમાં હતાં.ગીધને મહારાજ તરફ આવતાં જોઇને સ્વામીભક્તિથી પ્રેરાઇને મહારાજને બચાવવાં પ્રયાસ કરી જોયો,પરંતું કોઇ ઉપાય ન દેખાતાં પોતાની પાસે પડેલી તલવાર વડે પોતાનાં અંગમાંથી માંસના ટુકડા કાપીને ગીધ તરફ ફેંકવાં લાગ્યાં.આથી ગીધ રાજા તરફ જવાને બદલે તેમની તરફ આકર્ષાયાં અને મહારાજને છોડી દીધાં.

એટલાંમાં કેટલાક સૈનિકો મહારાજની તપાસમાં ત્યાં આવી પહોંચ્યાં અને મહારાજાને મહેલમાં લઇ ગયાં.દરમિયાન સંયમરાય મરણાસન્ન બની ગયાં હતાં.પરંતું પોતાના સ્વામીને હેમખેમ લઇ જતાં જોઇને તેમણે ખુશીથી દેહ છોડ્યો અને કર્તવ્યનિષ્ઠાનું અનેરું ઉદાહરણ રજું કર્યું.તેમના આ અપૂર્વ બલિદાને તેમને અમર બનાવી દીધાં.મરણ પામી રહેલ વ્યક્તિ પણ ધારે તો સાહસ અને નિષ્ઠા રાખીને મૃત્યુને કેવી રીતે સાર્થક બનાવી શકાય તેનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું.