♠ વ્હીસલ ♠

www.sahityasafar.blogspot.com

અમેરિકાના પ્રસિધ્ધ લેખક, સંશોધક, વિજ્ઞાાની બેન્જામિન ફ્રેન્કલિનનું મૂળ નામ રિચાર્ડ સોન્ડર્સ હતું. સાબુ અને મીણબત્તી બનાવનાર પિતાના ૧૭
સંતાનોમાં ફ્રેન્કલિન દસમું સંતાન હતા. ગરીબીમાં ઉછરતા આ બેન્જામિન ફ્રેન્કલિન સાત વર્ષના બાળક હતા, ત્યારે રમકડાંની દુકાનમાં વ્હિસલ જોઇને એની પાછળ ગાંડા થઇ ગયા હતા. મનમાં થયું કે કોઈપણ ભોગે, આ વ્હિસલ મેળવવી જ જોઇએ.

એકવાર એમની પાસે જે કંઇ પૈસા એકઠા થયા હતા, એ બધી રકમનો દુકાનદાર આગળ ઢગલો કર્યો અને કહ્યું કે 'મને મારી પેલી મનપસંદ વ્હિસલ આપો.'

વ્હિસલ મેળવવાની તાલાવેલી એટલી કે એમણે ન તો એની કિંમત પૂછી કે ન તો એમણે કેટલી કિંમત ચૂકવી તેની ગણતરી કરી. એ પછી એ
વ્હિસલ વગાડતા-વગાડતા આનંદભેર ઘેર આવ્યા, ત્યારે એમના મોટા ભાઈ- બહેનોએ એની ખરીદીની વાત જાણીને કહ્યું કે બેન્જામિને ઘણી વધુ કિંમત ચૂકવીને વ્હિસલ ખરીદી છે. બધાએ એની ખૂબ
મશ્કરી કરી. સાત વર્ષની વયની ઘટના બેન્જામિન
ફ્રેન્કલિનને છેક સિત્તેર વર્ષ સુધી યાદ રહી ગઇ. વ્હિસલ મળ્યાના આનંદ અને ખુશી કરતાં પોતાની આટલી મોટી ભૂલનું દુઃખ વધુ રહ્યું.

આ ઘટનાને વારંવાર યાદ કરીને તેઓ વિચારતા કે પોતે વ્હિસલની જે કિંમત ચૂકવી, એના કરતાં 'અનેકગણી વધારે કિંમત' લોકો એમની મનપસંદ વ્હિસલ માટે ચૂકવતા હોય છે ! વળી દરેક ચીજની ખોટી કિંમત આંકીને માનવી જીવનભર દુઃખી રહેતો હોય છે. વ્હિસલની નાની શી ઘટનામાંથી બેન્જામિન ફ્રેન્કલિન જીવનભર બોધપાઠ તારવતા રહ્યા.

www.sahityasafar.blogspot.com