♠ અસલી સુંદરતા ♠

વસંતની એક સવારે ગુલાબના એક છોડ પર એક સુંદર ફૂલ ખીલ્યુ.તેને જોનાર દરેક તેની સુંદરતાના વખાણ કરતાં હતાં.ગુલાબે જરા તોરમાં આવી કહ્યું, ''માનો કે ન માનો આ વિશ્વમાં હું સૌથી સુંદર પુષ્પ છું.મારી બાજુમાં ઉગેલો કાંટાળો હાથીયાં થોરને જુઓ, કેટલો ભદ્દો દેખાય છે? ''

વડીલ જેવાં પીપળાએ કહ્યું, ''ગુલાબ, સુંદર ફૂલની નીચે તારે પણ કાંટા છે તો પછી થોરને કેમ કાંટાળો કહે છે? ''

ગુલાબે તુંડમિજાજી સ્વરે કહ્યું, ''પીપળ, તું તો સાવ બુદ્ધુ જ નીકળ્યો.કાંટાને કારણે મારી સરખામણી તું પેલા થોર સાથે કરે છે? તે ઉંમર જ વધારી. જ્ઞાન ન વધાર્યું.''

હાથીયા થોરને દુ:ખ લાગ્યું પણ તે ચૂપ રહ્યો અને દરેકને ઘમંડી ગુલાબની વાત ગમી નહી.ગુલાબ રોજ થોરને,તારું અસ્તિત્વ કેટલું બેકાર છે,નથી રંગ,નથી સુગંધ,બસ કાંટા જ કાંટા.તારી પાસે ઉગવાનો મને પણ અફસોસ થાય છે,એવું કહ્યા કરતું.

વસંત પછી ગ્રીષ્મ ઋતુ આવી.સૂરજના તીખા કિરણોથી ચારેકોર હાહાકાર મચી ગયો.પાણીની તંગી પડવા લાગી.પશુ પક્ષી મરવાં લાગ્યાં.વૃક્ષ - છોડ પણ કરમાવાં લાગ્યાં.ગુલાબની હાલત પણ બગડી ગઇ.

એક દિવસ એક ચકલી આવીને તેણે હાથીયા થોરમાં ચાંચ ભરાવીને પાણી પીને ઉડી ગઇ.

ગુલાબે પીપળને પૂછ્યુ કે થોરને દુ:ખે નહીં?

પીપળ જવાબ આપ્યો કે, થોર તો પીડા સહન કરીને પણ બીજાની મદદ કરે છે.તે બીજાની તરસ છીપાવવાં પોતે ખુશી ખુશી પીડા સહન કરી લે છે.

ગુલાબને પોતાની ભૂલનો અહેસાસ થયો.તેણે કહ્યું કે ''આજે મને સમજાયું કે બાહ્ય સૌદર્યનું મૂલ્ય મામુલી છે.અસલી સુંદરતા ચહેરા પર નથી સદગુણમાં છે.

www.sahityasafar.blogspot.com