♠ માફી ♠

www.sahityasafar.blogspot.com

www.aashishbaleja.blogspot.com

→ માત્ર 2 મિનિટ આ પ્રસંગને આપજો.

રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ પાસે હાથીદાંતની એક સુંદર પેન હતી.તેના પર તેમને અનહદ પ્રેમ હતો.લખવામાં તેમને ફાવી ગઇ હતી.

એક દિવસ અચાનક નોકરના હાથમાંથી એ પેન પડી ગઇ અને તૂટી ગઇ.રાજેન્દ્રપ્રસાદને ખબર પડી ત્યારે તેઓ ગુસ્સે થઇ ગયાં.આવી સુંદર પેન સુંદર જ નહિ,પરંતું લખવામાં પણ એટલી જ ફાવી ગયેલ પેન નોકરની બેકાળજીથી તૂટી ગઇ,તેથી નોકરને ધમકાવી નાખ્યો અને તેને તે જગ્યાએથી બદલીને બીજી જગ્યાએ ગોઠવી દીધો.

પરંતું આ ગુસ્સો ક્ષણભર રહ્યો. તે રાત્રે ડૅા.રાજેન્દ્રપ્રસાદને ઊંઘ ન આવી.તેઓ વિચારે ચડી ગયાં,''મારા જેવો માણસ આટલો ગુસ્સે કેમ થઇ ગયો? માણસ માત્ર ભૂલને પાત્ર છે.શું મારાથી ભૂલ થતી નથી? પેન નોકરના હાથમાંથી પડી ગઇ તેને બદલે મારા હાથમાંથી પડી ગઇ હોત અને તૂટી ગઇ હોત તો હું શું કરત? નોકરે જાણીજોઇને ઇરાદાપૂર્વક થોડી પેન પાડી નાંખી હતી ! '' આ વિચારો તેના મનમાં ઘોળાવાં લાગ્યાં.તેઓ બેચેન બની ગયાં.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ અર્ધી રાત્રે તે નોકરને બોલાવ્યો અને તેની માફી માગી.

નોકર મૌન રહ્યો,એટલે રાજેન્દ્રપ્રસાદે કહ્યું,''તારે સંકોચ અનુભવવાની જરૂર નથી.તને મને માફી આપવામાં સંકોચ થતો હશે,પરંતું અત્યારે મે ભૂલ કરી છે એટલે તું માફી આપવાનો અધિકારી છે એટલે તારા તરફથી મને માફી મળી છે - તેવી મને ખાતરી થશે ત્યારે જ મને સંતોષ થશે.''

નોકર ગળગળો થઇ ગયો,''આપ માનવ નથી,દેવ છો.મારા હાથે આપની કીમતી પેન તૂટી ગઇ, એટલે આપને મારા પર ગુસ્સે થવાનો હક્ક છે,તેમાં આપની કોઇ ભૂલ નથી.છતાં આપના સંતોષ ખાતર હું આપને માફી આપું છું.''

આ શબ્દો સાંભળીને ડૅા. રાજેન્દ્રપ્રસાદના મનને શાંતિ થઇ.તેમણે નોકરને તેની મૂળ જગ્યાએ ફરી મૂકી દીધો.પછી બે જ મિનિટમાં તેઓ ઘસઘસાટ ઊંઘવા લાગ્યાં.

→ સત સત નમન આવા મહાત્માઓને....

♥ આશા રાખું છું મિત્રો કે આ પોસ્ટ વાંચીને તમે તમારા મિત્રો, સગાસંબંધીઓ કે તમારા પ્રિય પાત્રને માફી આપશો કે તેમની માફી માંગશો.

www.sahityasafar.blogspot.com

www.aashishbaleja.blogspot.com