♠ કર્મનિષ્ઠ મેક્સમ ગોર્કી ♠

www.sahityasafar.blogspot.com

રશિયાના વિખ્યાત સર્જક મેક્સિમ ગોર્કી (ઈ.સ.
૧૮૬૮થી ૧૯૩૬)ના માતાપિતા નાની વયે મૃત્યુ પામ્યા અને તેના દાદાએ એનો ઉછેર કર્યો. નવ વર્ષની ઉંમરથી એણે મજૂરી કરવાનું શરૃ કર્યું. વહાણના તૂતક પર વાસણો માંજ્યા હતા અને બેકરીમાં જઇને પાંઉ-રોટી શેકી હતી. એ પછી એને
કબાડીને ત્યાં નોકરી મળી અને અહીં રોજ હજારો પુસ્તકો આવતા હતા. આ પુસ્તકો જોઇને મેક્સિમ ગોર્કીનું મન એને વાંચવા માટે આતુર બની જતું. એ પોતાનું કામ પૂરું થતાં જે કંઇ સમય મળતો, એમાં એ પુસ્તકો વાંચતો હતો. જે દિવસે પુસ્તક
વાંચવાની અનુકૂળતા ન મળે, તે દિવસે એને
એમ થતું કે આજનો દિવસ એળે ગયો. કેટલાંક
પુસ્તકો એવા આવતા કે જેને નાની વયનો ગોર્કી સમજી શકતો નહીં, પરંતુ એને વારંવાર વાંચીને
સમજવાનો પ્રયત્ન કરતો અને એમ કરતાં એણે આ કબાડીની દુકાનમાં રહીને અસંખ્ય પુસ્તકો વાંચ્યા અને મનમાં વિચાર કર્યો કે હવે થોડું લેખન પણ શરૂ કરું.

→ એનું મૂળ નામ એક્સેઈ મેક્સિમોવિત પેશ્કોવ,
પરંતુ એણે ગોર્કી (કડવો)ના નામથી લખવાની શરૃઆત કરી. એક અખબારમાં એની વાર્તા પ્રગટ
થઇ અને થોડા દિવસ પછી એક સુપ્રસિદ્ધ લેખકે આવી સુંદર વાર્તા લખવા માટે એને અભિનંદન આપ્યા. ગોર્કીનો ઉત્સાહ વધ્યો. હવે એણે એનું સઘળું ધ્યાન લેખન અને અધ્યયનમાં ડૂબાડી દીધું. મનમાં એક જ લગની. એને પરિણામે એની વાર્તાઓ તિફલિસનાં અખબારોમાં અને
પીટ્સબર્ગના સામયિકોમાં પ્રગટ થવા લાગી. સ્વાનુભવના આધારે લખાયેલી એમની કૃતિઓની ચોતરફ પ્રશંસા થવા લાગી.

→ ગોર્કીની, આત્મકથાઓ, 'મા' નામની નવલકથા, 'ઊંડા અંધારેથી' જેવાં નાટકોએ એને વિશ્વપ્રસિદ્ધ લેખક બનાવ્યો.

→ લેનિન જેવાં બીજા ક્રાંતિકારીઓ એમ માનતા હતા કે રશિયામાં આવેલા સામાજિક અને રાજકીય પરિવર્તનમાં મેક્સમ ગોર્કીના સર્જનનું ઘણું મોટું યોગદાન છે.

- કુમારપાળ દેસાઇ

www.sahityasafar.blogspot.com

♥ VISIT MY GK BLOG ♥

www.aashishbaleja.blogspot.com