♥ ગોસ્વામી તુલસીદાસ ♥

ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ સંવત ૧૫૮૯
(આ સિવાય પણ તેમના જન્મ અંગે વિવિધ
મત પ્રવર્તે છે.)માં શ્રાવણ સુદ સાતમના રોજ ઉત્તરપ્રદેશના રાજાપુર નામના ગામમાં થયો હતો.

તેમના પિતાનું નામ આત્મારામ દુબે તથા માતાનું નામ હુલસી હતું. તેમના વિવાહ દીનબંધુ
પાઠકની પુત્રી રત્નાવલી સાથે થયા હતા.
પોતાની પત્ની રત્નાવલી પ્રત્યે વધારે
પ્રેમ હોવાને કારણે તેમને રત્નાવલીની તરફથી "લાજ ન આઈ આપકો દૌરે આએહુ નાથ" પણ સાંભળવું પડયું હતું, પરંતુ પોતાની પત્નીના આવા વેણને કારણે જ તેમનું જીવન પરિવર્તન થઈ ગયું.
પત્નીના ઉપદેશથી તુલસીદાસજીના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમના ગુરુ બાબા નરહરિદાસજીએ તેમનેદીક્ષા આપી. તેમનું મોટાભાગનું જીવન ચિત્રકૂટ, કાશી તથા અયોધ્યામાં વીત્યું હતું. તુલસીદાસજી જ્યારે
કાશીના વિખ્યાત એવા અસીઘાટ પર રહેવા લાગ્યા ત્યારે એક રાત્રીએ કળિયુગ તેમની પાસે આવ્યો અને તેમને પીડા પહોંચાડવા લાગ્યો. તે સમયે તુલસીદાસજીએ હનુમાનજીનું ધ્યાન કર્યું.
હનુમાનજીએ સાક્ષાત્ પ્રગટ થઈને તેમને
પ્રાર્થનાનાં પદ રચવા માટે કહ્યું. ત્યારબાદ તુલસીદાસજીએ પોતાની છેલ્લી કૃતિ 'વિનયપત્રિકા' લખી અને તેને ભગવાનનાં ચરણોમાં અર્પણ કરી. શ્રીરામજીએ તેના પર હસ્તાક્ષર કર્યા અને તુલસીદાસજીને નિર્ભય કર્યા.

સંવત ૧૬૮૦માં શ્રાવણ વદ સપ્તમી અને
શનિવારના દિવસે તુલસીદાસજીએ 'રામ-
રામ' કહેતાં પોતાના શરીરનો ત્યાગ કર્યો. તેમના દેહત્યાગ અંગે એક દોહો બહુ પ્રચલિત છે.

સંવત સોલહ સૌ અસી, અસી ગંગ કે તીર ।
શ્રાવણ શુક્લા સપ્તમી, તુલસી તજ્યો શરીર ।।

શ્રીરામના દર્શન પત્નીની વાત સાંભળીને તેમણે તેને પિતાના ઘરે જ રહેવા કહ્યું અને રાજાપુરમાં પોતાના ઘરે ગયા. ત્યાં તેમને દુઃખદ સમાચાર
સાંભળવા મળ્યા કે તેમની અનુપસ્થિતિમાં તેમના પિતા સંસાર છોડી ચાલ્યા ગયા. આ સાંભળી તેમને
ખૂબ જ દુઃખ થયું. તેમણે વિધિવિધાનપૂર્વક
પોતાના પિતાજીનું શ્રાદ્ધ કર્યું અને ગામમાં જ રહીને લોકોને રામની કથા સંભળાવવા લાગ્યા.
થોડો સમય રાજાપુર રહ્યા પછી તેઓ કાશી ચાલ્યા ગયા અને ત્યાં જનતાને રામકથા સંભળાવવા લાગ્યા.

કથા દરમિયાન તેમને એક દિવસ મનુષ્યના રૂપમાં એક પ્રેત મળ્યું, જેણે તેમને હનુમાનજી ક્યાં મળશે તે જણાવ્યું. હનુમાનજીને મળીને તુલસીદાસજીએ તેમને શ્રીરઘુનાથજીનાં દર્શન
કરાવવાની પ્રાર્થના કરી. હનુમાનજીએ
કહ્યું, "તમને ચિત્રકૂટમાં રઘુનાથજીનાં દર્શન થશે." આ સાંભળી તુલસીદાસજી ચિત્રકૂટ જવા રવાના થયા. ચિત્રકૂટ પહોંચીને તેમણે રામઘાટ પર
પોતાનું આસન બનાવ્યું.

એક દિવસ તેઓ પ્રદક્ષિણા કરવા નીકળ્યા ત્યારે
રસ્તામાં તેમણે જોયું કે ખૂબ જ સુંદર બે રાજકુમાર ઘોડા પર સવાર થઈને ધનુષ- બાણ હાથમાં લઈને જઈ રહ્યા છે. તુલસીદાસજી તેમને જોઈને આર્કિષત થયા, પરંતુ તેમને ઓળખી ન શક્યા. ત્યારબાદ હનુમાનજીએ તેમને જણાવ્યું કે તે
રાજકુમારો બીજા કોઈ નહીં, શ્રીરામ- લક્ષ્મણ જ હતા. આ સાંભળી તેમને ખૂબ જ પસ્તાવો થયો. હનુમાનજીએ તેમને સાંત્વના આપી અને કહ્યું, પ્રાતઃકાળે ફરીથી તમને તેમનાં દર્શન થશે.

સંવત ૧૯૦૭ની મૌની અમાવસ્યા અને
બુધવારના દિવસે તેમની સામે ભગવાન
શ્રીરામ ફરીથી આવ્યા. તેમણે બાળક
સ્વરૂપમાં આવીને તુલસીદાસજીને કહ્યું,
"મારે ચંદન જોઈએ છે, શું તમે ચંદન આપશો?"
હનુમાનજીએ વિચાર્યું કે તુલસીદાસજી હજુ પણ શ્રીરામને ઓળખી શક્યા નથી, તેથી તેમણે પોપટનું રૂપ ધારણ કરીને દોહો કહ્યો -

♥ ચિત્રકૂટ કે ઘાટ પર, ભઈ સંતન કી ભીર ।
તુલસીદાસ ચંદન ઘીસે, તિલક દેત રઘુબીર ।।

હવે તુલસીદાસજી પ્રભુને ઓળખી ગયા.
શ્રીરામની અદ્વિતીય છબિને નિહાળવામાં તેઓ જાણે ચેતનહીન બની ગયા. ત્યારે ભગવાન શ્રીરામે
પોતાના હાથથી ચંદન લઈને પોતાના તથા તુલસીદાસજીના મસ્તક પર તિલક કર્યું અને અંતર્ધાન થઈ ગયા.

♥ તુલસીદાસજીનો વેશ ♥

એક વાર ગોસ્વામી તુલસીદાસજી કાશીમાં વિદ્વાનોની વચ્ચે બેસીને ભગવત્ ચર્ચા કરી રહ્યા હતા. તે સમયે બે વ્યક્તિ ત્યાં આવી. પહેરવેશ
તેમનો ગામડાની વ્યક્તિ જેવો હતો. વાસ્તવમાં તે બંને ગોસ્વામી તુલસીદાસજીના ગામના જ
હતા અને ગંગાસ્નાન માટે કાશીમાં આવ્યા હતા. બેઉ જણ તુલસીદાસજીને ઓળખી ગયા.

તે બંનેમાંથી એક વ્યક્તિ બોલી, "અરે, આ
તુલસી તો આપણી સાથે રમતો હતો. આજે
કપાળે તિલક લગાવી દીધું તો મહાન બની ગયો છે. તેના રંગઢંગ તો બદલાયેલા લાગે છે. જો તો ખરો, લોકો તેની વાતો કેટલી તન્મયતાથી સાંભળી રહ્યા છે! એવું લાગે છે કે ખરેખર તે બહુ મોટો માણસ બની ગયો છે."

બીજાએ કહ્યું, "હા ભાઈ, મને તો આ પાક્કો બહુરૂપી લાગે છે, કેવો ઢોંગ કરી રહ્યો છે અહીં! પહેલાં તો તે
આવો નહોતો. આપણી સાથે રમતો હતો, પરંતુ અહીં આવીને તો જો કેવો બની ગયો છે!"

જ્યારે તુલસીદાસજીએ તેમને જોયા તો તેમની પાસે જઈને ખબરઅંતર પૂછયાં. ત્યારે બેમાંથી એકે કહ્યું, "તુલસી, તેં આ કેવો વેશ ધારણ કરી રાખ્યો છે? તું બધાને અંધારામાં રાખી શકે, પણ અમને
લોકોને નહીં રાખી શકે. અમે જાણીએ છીએ કે તું એ નથી, જે પ્રર્દિશત કરી રહ્યો છે."

આ સાંભળી તુલસીદાસજી તે બંનેના અજ્ઞાાન પર
મનમાં હસવા લાગ્યા અને તેમના મુખમાંથી દોહો નીકળ્યો-

♥ તુલસી વહાં ન જાઈએ, જન્મભૂમિ કે ઠામ ।
ગુણ-અવગુણ ચિહ્ને નહીં, લેત પુરાનો નામ ।।

તેમણે જ્યારે આ દોહાનો અર્થ બંનેને
સમજાવ્યો ત્યારે તેમને વિશ્વાસ થયો કે
તુલસી વાસ્તવમાં કોઈ
મહાત્મા બની ગયો છે. આ
દોહા દ્વારા તેમણે સમજાવ્યું કે ખરેખર એ
સત્ય છે કે આપણી સૌથી નજીક
રહેનારી વ્યક્તિ જ
આપણા ગુણોથી અજાણ રહે છે.