♠ જેવું અન્ન તેવું મન ♠

ભીષ્મ પિતામહ બાણશૈયા પર પડેલા હતા ત્યારે યુધિષ્ઠિર તેમની પાસે ધર્મનું જ્ઞાન મેળવવા ગયા.તેઓ ઉપદેશ આપી રહ્યા હતા તે દરમિયાન દ્રૌપદીને હસવું આવી ગયું.

ભિષ્મે પૂછ્યું, ''દીકરી તું આટલી શીલવંતી છે છતાં અસમય કેમ હસી રહી છે? ''

દ્રૌપદીએ કહ્યું ''પિતામહ અપરાધ ક્ષમા કરો પરંતુ મારા મનમાં એક વિચાર આવ્યો કે આપ અત્યંત જ્ઞાની છો અને અત્યારે ધર્મોપદેશ આપી રહ્યા છો તો ભરીસભામાં મારા વસ્ત્રોનું હરણ થઇ રહ્યું હતું તે સમયે આપનું ધર્મજ્ઞાન ક્યાં ગયું હતુ? એ વિચાર આવવાથી મને હસવું આવી ગયું. ''

પિતામહે કહ્યુ''દીકરી તું જે વિચારી રહી છે તે બરાબર છે પરંતું સાચી વાત એ છે કે તે સમયે હું દુર્યોધને અન્યાયપૂર્વક ઉપાર્જીત કરેલું કુધાન્ય ખાઇ રહ્યો હોવાથી મારી બુદ્ધી પણ અશુદ્ધ બની ગઇ હતી.મારું મન કુસંસ્કારયુક્ત બની ગયુ હોવાથી અન્યાય વિરુદ્ધ હું બોલી શક્યો નહોતો.

મનુષ્ય જેવું અન્ન ખાય છે તે પ્રમાણે તેની બુદ્ધિ અને મન વ્યવહાર કરે છે.આથીજ શાસ્ત્રોમાં સાધનશુદ્ધિ ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.મન- બુદ્ધિને વિકૃત કરે તેવાં પકવાન જતાં કરીને અન્યાય વડે ઉપાર્જીત કુસંસ્કારી ધાન્ય કદી ખાવુ જોઇએ નહિ.બુદ્ધિ વિકૃત થવાથી સમગ્ર જીવન વિકૃત થઇ જાય છે.