♥ માનવતા ♥

www.sahityasafar.blogspot.com

વારંવાર બેલ વગાડવા છતાં સાહેબ ની ઓફિસ માં જો પટાવાળો હાજર ન થાય તો સાહેબ ની પ્રતિક્રિયા કેવી હસે તે આપ સૌ જાણો છો પરંતુ જર્મની ના સમ્રાટ ફ્રેડરિક નો પ્રસંગ ઘણું બધુ કહી જાય છે.

એક વાર સમ્રાટ ફ્રેડરિકે ચપરાસી ને બોલાવવા ઘણી બધી વાર ઘંટડી વગાડી પણ કોઈ આવતું નહોતુ આથી છેવટે રાજાએ જાતે ઊભા થઈ ને બહાર નજર કરી તો બહાર ચપરાસી બેઠા બેઠા ત્યાં સુઈ ગયો હતો અને તેના હાથ માં એક પત્ર હતો સમ્રાટે તે પત્ર જોયો. નોકર ની વિધવા માતા નો પત્ર હતો જે પત્ર માં તેની માતા એ તેની કથળી ગયેલી હાલત નું વર્ણન કર્યુ હતું. અને પોતાને પડતી મુશ્કેલીઓ જણાવી મદદ કરવા કહ્યું હતું.
પરંતુ ચપરાસી નિસહાય હતો અને ખુબ થાકેલો હોવાથી પોતે ભુલી ગયો કે પોતે હાલ ડ્યુટી પર છે.
વૃદ્ધ માતા નો પત્ર વાંચી ને સમ્રાટ ની આંખ મા પણ આંસુ આવી ગ્યા. તેમણે ધીમે રહી નોકરના ખિસ્સા માં જરૂરી પૈસા મુકી દીધા. જેથી તેની માતાને મોકલાવી શકે અને ધીરે રહીને પોતાના રૂમમાં જતા રહ્યા જાણે કઈ બન્યું જ નથી .
સમ્રાટપણુ બતાવાની આવી પણ રીત હોઈ શકે.

♥ બોધ :-

→ માનવતા જ વ્યક્તિ ને મહાન બનાવે છે. જરૂરિયાત વ્યક્તિની મદદ કરવી એ દરેક મનુષ્યની ફરજ બની રહે છે.

★ THNX FOR TYPING ★

♥ ARPIT SUTHAR ♥

www.sahityasafar.blogspot.com