♥ જીવનામૃત ♥

www.sahityasafar.blogspot.com

દિપક નો પ્રકાશ ઓરડા માં રોશની ફેલાવી રહ્યો હતો. પરંતુ હવે કોડિયામાં તેલ ખુટચા લાગ્યુ હતુ,અને છેવટે એવો સમય આવી ગયો કે બધુ જ તેલ ખલાસ થઈ ગયુ અને વાટ જાતે જ સંકોરાવા લાગી.દિપક નો અંતીમ સમય આવી ગયો તે જાણી કોડિયા ને ખુબ દુ:ખ થયુ અને તેણે સવાલ કયોઁ કે, "ભાઇ દિપક આજીવન પ્રકાશ આપીને તે અનેક લોકોને માગૅ બતાવ્યો છે અને જીવનભર લોકોને પ્રકાશ આપી ભલાઇ નુ કામ કયુઁ છે, છતા તારો આ પ્રકારે અંત જોઈને મને ખુબ દુ:ખ થાય છે. બુઝાઇ રહેલા દિપકે અંતીમ ક્ષણોમાં પોતાના પ્રકાશ ને એકદમ તેજ બનાવી દેતા કહ્યુ, "ભાઈ, આ દુનિયા માં જે આવે છે તેનો અંત નિશ્ચિત છે. આથી ગમે તેટલા પ્રયાસો છતસ બચી શકતુ નથી પરંતુ આપણે એટલુ અવશ્ય કરી શકીએ કે જીવન ની મુલ્યવાન ક્ષણો ને વ્યથૅ નષ્ટ ન થવા દઇએ અને સતત કોઇ ઉપયોગી કાયૅમાં સમય વીતાવી તો અંતીમ સમયે કોઇ દુ:ખ નો અનુભવ થશે નહિ.

www.sahityasafar.blogspot.com