♠ ભૂલનો સ્વીકાર ♠

સર આઇઝેક ન્યુટને અનેક શોધ કરી હતી તેને ગ્રંથસ્થ કરવાનો નિર્ણય કર્યો.પાંચ દાયકાની સફરમાં તેને થયેલા અનુભવોને પુસ્તકમાં રજુ કરવા તેમણે કાચી નોંધ તૈયાર કરી હતી.ટેબલની એક તરફ આ કાચી નોંધ પડી હતી.એટલામાં પ્રાર્થનાનો સમય થતાં તેઓ દેવળમાં ગયાં.તે સમયે ભૂલથી સળગતી મિણબત્તી રહી ગઇ હતી.એટલામાં એક ઉંદર ટેબલ ઉપર ચડી કાગળ ખાવા લાગ્યો એટલે ન્યુટનનો પાળેલો કૂતરો ઉંદરને ભગાડવા ટેબલ તરફ ધસી ગયો.ઉંદર કૂદકો મારીને ભાગ્યો પરંતુ તે દરમિયાન ટેબલ ઉપર સળગતી મિણબત્તી આડી પડી ગઇ અને કાચી નોંધ સળગવા લાગી.

ન્યુટન પાછા આવ્યા ત્યારે કાચી નોંધના કાગળ બળી ગયાં હતાં.પરંતું તેણે કોઇનો વાંક જોવાને બદલે પોતાનો વાંક જોયો.સળગતી
મિણબત્તી મુકી જવાની ભૂલ બદલ તેમણે પ્રાયશ્ચિતરૂપે ફરીથી બધી નોંધ તૈયાર કરી પુસ્તક છપાવ્યું.દોષનો ટોપલો અન્ય ઉપર ઢોળી દેવાની વૃત્તિને બદલે ભૂલ સુધારી પુન: આગળ વધવાથી જ પ્રગતિ સાધી શકાય છે.