♠ પરીક્ષા ♠

→ અંત સુધી વાંચજો. ઇશ્વર આપણી ડગલે ને પગલે પરીક્ષા કરતો હોય છે.પણ આપણનેજ એનો ખ્યાલ રહેતો નથી.

એક નવા પાદરી ચર્ચમાં આવેલા. એક દિવસ તેઓ બસમાં મુસાફરી કરી રહ્યા હતાં.તેમણે ભાડાના પૈસા આપ્યા અને સીટ પર બેસી ગયાં.કંડકટરે ભાડા ઉપરનાં પૈસા પાછા આપ્યા,તેમાં ભૂલથી દસ સેન્ટ વધારે આવી ગયાં.તે ચૂપચાપ પોતાની જગ્યાએ બેસી રહ્યા અને વિચાર્યું કે વધારાના પૈસા થોડી વાર પછી પાછા આપી દઉં.થોડી વાર પછી તેમને વિચાર આવ્યો કે દસ સેન્ટ જેટલી નાની રકમ માટે હું શા-માટે હેરાન થાઉં છું.બહેતર છે કે આ પૈસા હું મારી પાસે જ રાખું.આ બસકંપનીઓ આમ પણ ઘણો નફો કરે જ છે.આ દસ સેન્ટ હું ભગવાનની ભેટ સમજીને રાખી લઉં અને તેને કોઇ સારા કામમાં વાપરીશ.તેમના મનમાં વિચાર આવી રહ્યા હતાં અને તેનું સ્ટેશન આવી ગયું.તે બસમાંથી ઉતરતાં હતાં કે તેનું મન અચકાયું.તેમણે ખિસ્સામાંથી દસ સેન્ટ કાઢ્યાં અને પાછા આપતાં કહ્યું કે તમે ભૂલથી વધારે આપી દીધાં હતાં.

કંડક્ટર હસ્યો અને બોલ્યો, '' શું અહીનાં ચર્ચમાં નવા પાદરી આવ્યાં છો એ તમે જ છો ? ''

પાદરીએ હકારમાં ડોકું ધુણાવ્યું.

કંડક્ટર બોલ્યો, '' હું ઘણાં સમયથી તમારા પ્રવચન સાંભળવા આવવાનું વિચારતો હતો.તમને જોઇને મને થયું કે ચાલો તમને થોડા વધારે પૈસા આપી દઉં અને જોઉં કે તમે શું કરો છો? ''

પાદરીએ બસમાંથી ઊતરી આકાશ તરફ જોઇને કહ્યું, ''ભગવાન તે આજ મારી લાજ રાખી લીધી.''

→ મિત્રો,આ બોધકથાનો સાર એટલો જ છે કે ધર્મપંથ નિરંતર સભાનતા - સ્વજાગૃતિથી સફર કરવાનો માર્ગ છે.વર્ષોથી સંયમિત મન પર ક્યારે કયો કુસંસ્કાર ફૂટી નિકળે કંઇ કહેવાય નહીં.આ માર્ગે પોતાની મર્યાદા જાણી સરળ મનથી ઇશ્વરને સમર્પિત વ્યક્તિ જ જીવે છે.