♠ અલૌકિક પ્રેમ ♠

દ્વારિકામાં એકવાર કૃષ્ણ બિમાર થઇ ગયાં.નગર આખામાં હાહાકાર મચી ગયો.તમામ ઇલાજ નિષ્ફળ ગયાં.

આખરે વૈદે કહ્યું, કોઇ વ્યક્તિની ચરણરજ જોઇએ,તેનાથી ઉપચાર કરીએ પછીજ કૃષ્ણની તબિયત સુધરશે.ચરણરજ લાવવાની જવાબદારી નારદને સોંપવામાં આવી.તે રુક્મિણી,સત્યભામાં સહિત ઋષિમુનિઓ પાસે ગયાં,પરંતુ કોઇએ ચરણરજ ન લેવા દીધી.દરેકને બીક હતી કે પોતાની ચરણરજ આપીને નર્કમાં કોણ જાય.અંતે થાકીને નારદ કૃષ્ણ પાસે આવ્યા અને પોતાની આપવીતી સુણાવી.

કૃષ્ણ હસ્યાં અને કહ્યું,એકવાર વ્રજ જઇ આવો,ત્યાં કોઇ પણની ચરણરજ મળી જશે.નારદ તો વ્રજ પહોંચ્યાં.,ત્યાં જઇને વાત કરી તો સૌ ચિંતામાં પડી ગયાં, પરંતુ ચરણરજથી કૃષ્ણ સાજા થઇ શકે એ સાંભળ્યું તો બધાં પોતાની ચરણરજ આપવા ઉતાવળા થયાં.

નારદે કહ્યું,તમને નર્કનો ડર નથી ?

ગોપીઓએ કહ્યું , '' અમને તો કૃષ્ણ સિવાય બીજા કશામાં ગતાગમ જ પડતી નથી , તમે ઝડપથી ધૂળ લઇ જાઓ.તે વધુ પિડાય એ સહેવાતું નથી.'' નારદનાં આનંદ અને આશ્ચર્યનો પાર ન રહ્યો.

♥~~»»  કૃષ્ણ તો પછી સાજા થઇ ગયાં પરંતુ આ ઘટનાનો સંદેશ એવો છે કે પ્રિયપાત્રના સુખમાંજ સૌથી વધું આનંદ હોય છે.પ્રેમીને તેની આગળ બીજા વિચારો મહત્વના લાગતા નથી.
પ્રેમ એ અવસ્થા છે,જ્યાં વ્યક્તિ પ્રિયપાત્ર માટે જીવનનો સૌથી મોટો ત્યાગ કરવા પણ તત્પર રહે છે અને આ અવસ્થામાં તે સ્વત્વને ભૂલી જાય છે,પછી ભલે તેને નર્કનો ડર બતાવવામાં આવે.