♠ સમયપાલન ♠

અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન સમયના ખૂબ જ પાબંદ હતાં.દરેક કામને સમયસર કરવું એ તેમનો સ્વભાવ હતો.તેઓ દરેક કાર્યક્રમમાં પણ સમયસર પહોંચી જતા હતાં.એક દિવસ તેમણે પોતાના મિત્રોને ભોજન માટે નિમંત્ર્યાં હતાં.તેમણે દિવસના ત્રણ વાગ્યાનો સમય રાખ્યો હતો. વોશિંગ્ટનના મિત્રો ત્રણ વાગ્યે પહોંચી શક્યા નહિ તો તેમણે જમવાનું શરૂ કરી દીધું.મિત્રો આવ્યા તો તેમને આ જોઇને ખોટું લાગ્યું. વોશિંગ્ટને કહ્યું,'' તમે મને માફ કરજો.જમવાનું ટેબલ પર પીરસતાં પહેલાં મારો રસોઇયો એમ પૂછતો નથી કે મહેમાન આવ્યા કે નહિ એ તો માત્ર એટલું જ પૂછે છે કે સમય થયો છે કે નહિ ? ''

વોશિંગ્ટનની વાતનો સંકેત સમજીને તેમના મિત્રો શરમથી પાણી પાણી થઇ ગયાં.સમયપાલન આજનાં ઝડપી યુગની પ્રાથમિક જરૂરિયાત છે.

પોતાના સમયને પોતાના કાર્યો પર યોગ્ય રીતે આયોજિત કરવાથી આત્મવિશ્વાસની સાથે સાથે રાષ્ટ્રનો પણ વિકાસ ગતિ મેળવે છે.