♠ ઇશ્વરીય પ્રેમ ♠

www.sahityasafar.blogspot.com

એક શેઠ હતાં.દીકરાઓએ વેપાર સંભાળ્યાં પછી તેમનાં મનમાં સંસારમાંથી પૂર્ણ વૈરાગ્ય લેવાનો સંકલ્પ જાગવા લાગ્યો.વૃંદાવનમાં એક કોઠી ખરીદી અને ત્યાં પત્ની સાથે રહેવાં લાગ્યાં.રોજ સવારે બાંકે બિહારીના દર્શને જતાં અને બાકીના સમયે પ્રવચન - ભજન સાંભળતાં.

એક દિવસ શિયાળાનાં દિવસોમાં તેમણે ફૂલવાળા પાસે કમળનું મોટું ફૂલ જોયું.તેમણે ભગવાનને ચડાવવાં ભાવ પૂછ્યો અને થોડી રકઝક કર્યા પછી પણ માળી 5 રૂપિયાના ભાવ પર અટકી રહ્યો ને છેવટે શેઠ પણ એટલામાં લેવાં તૈયાર થઇ ગયાં.ત્યારે જ કોઇ એક નવાબ તવાયફ સાથે ત્યાંથી પસાર થયાં.તવાયફ પણ કમળ જોવાં લાગી.નવાબે કમળનો ભાવ પૂછ્યો તો માળીએ 10 રૂ. કહ્યા.શેઠે કહ્યું કે 10 રૂ. લે પણ ફૂલ તો મને જ આપ.નવાબે, 50 રૂ.કાઢીને ફૂલ માંગ્યું.શેઠે 100 રૂ. કાઢ્યાં.લોકો એકઠા થઇ ગયાં.નવાબે 1000 રૂ.ની બોલી લગાવી.શેઠે 10 હજારની તૈયારી બતાવી.નવાબ માટે વાત પ્રતિષ્ઠાની બની ગઇ.તેમણે 25 હજારની બોલી લગાવી.શેઠ 50 હજાર બોલ્યાં ને નવાબ ચૂપ થઇ ગયાં.શેઠે 50 હજારમાં કોઠી વેચી અને એ કમળ ખરીદ્યુ ને બાંકે બિહારીને ચડાવ્યું.

લોકોએ પૂછ્યું કે તમે એક ફૂલ માટે તમારી બધી સંપત્તિ લગાવી દીધી.તો શેઠે જવાબ આપ્યો કે મે વિચાર્યુ કે નવાબ જો એક તવાયફના પ્રેમમાં આટલું ધન ત્યાગવા તૈયાર હોય તો હું બાંકેબિહારી માટે આટલું પણ ન કરી શકું ?  વાસ્તવમાં કોઇ પોતાના લક્ષ્ય પ્રત્યે ઇમાનદાર રહે તો એવાં સંજોગો આપોઆપ સર્જાઇ જતાં હોય છે કે જેના થકી તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે.

www.sahityasafar.blogspot.com