♠ પ્રેમ અને આસક્તિ ♠

→ આપની કિંમતી 5 મિનિટ કાઢીને અંત સુધી વાંચજો મિત્રો....ખરેખર વાંચવાલાયક લેખ છે.
યુવા મિત્રો ખાસ આ લેખ વાંચે.

એક વખત એક યુવાન હાથમાં છરી લઇને શ્રી રામકૃષ્ણ આશ્રમના એક સંન્યાસી પાસે આવ્યો અને ટેબલ ઉપર છરી મૂકતાં કહ્યું '' સ્વામીજી, આ છરી તમારી પાસે રાખો.જો મારી પાસે એ હશે તો અનર્થ થઇ જશે.''

''કેમ રે? શી બાબત છે? તારે વળી છરીની જરૂર કેમ પડી?''- રામકૃષ્ણ બોલ્યાં.

''સ્વામીજી,અત્યારે તો મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવની મૂર્તિની સામે અર્ધો કલાક બેસીને આવ્યો છું,એટલે મન કંઇક શાંત થયું છે.નહીતર આ છરીથી હું એનું ખૂન કરી નાંખવાનો હતો.''

''પણ તારે કોઇનું ખૂન શા માટે કરવું પડે?

''હા,સ્વામીજી,વાત એમ છે કે હું તેને ખૂબ જ પ્રેમ કરતો હતો.તે પણ મને અત્યંત ચાહતી હતી.અમે લગ્ન પણ કરવાનાં હતાં.અચાનક મે તેને બીજા યુવાન સાથે જોઇ.તપાસ કરતાં ખબર પડી કે હવે તેની સગાઇ તે યુવાન સાથે નક્કી થઇ છે.મેં તેને પૂછ્યું તો કહે,''હા, એ મને વધારે પસંદ છે.હું તેની સાથે લગ્ન કરીશ.''આ સાંભળીને મને અત્યંત આઘાત લાગ્યો.એમણે મારી સાથે પ્રેમનું નાટક કર્યું.મારી લાગણીઓનો ગેરલાભ ઉઠાવ્યો.હવે હું તેને જીવતી નહી છોડું.આથી મે બજારમાં જઇ છરી ખરીદી.તેને મારવા જતો હતો.અહી આશ્રમ પાસેથી પસાર થયો,તો મને એવું લાગ્યું કે જાણે મને કોઇ ખેંચી રહ્યું છે,એટલે હું અવશપણે મંદિર તરફ ગયો.મંદિરમાં બેઠો.જાણે કોઇ મને કહી રહ્યું હતું, ''તું મારી સામે જો.''હું મૂર્તિની સામે સામે જોવા લાગ્યો અને થોડીવારમાં મારુ મન શાંત થઇ ગયું.પછી જ્યારે હું બહાર નીક્ળ્યો તો મારા પગલાં એનાં ઘરને બદલે આપોઆપ મારા ઘર તરફ જ વળ્યાં.પણ પછી થોડા દિવસ બાદ પાછું એ જ ભૂત મગજ પર સવાર થઇ ગયું.છરી લઇ નીકળ્યો.રસ્તામાં આશ્રમ તો આવેજ.ફરી એજ અવશપણે મંદિરમાં ખેંચાયો.ત્યાં બેઠો.મન શાંત થઇ ગયું અને પાછો ઘેર ગયો.

આજે ત્રીજી વાર એવુ બન્યુ છે જાણે કોઇ પ્રચંડ શક્તિ મને અહિથી આગળ જવા જ દેતી નથી અહી આવુ છુ અને મન શાંત થઇ જાય છે પણ પછી બે-ચાર દિવસ માં  મન હતુ એવુ ને એવુ  ઉગ્ર બની જાય છે. એથી થયુ કે તમને જો આ છરી આલી દઉ તો આ અનથૅ માંથી બચી જઇશ.

"હા બેટા, ખરેખર તુ બચી ગયો. ભગવાન ની તારા પર અનંત ફ્રુપા છે નહિતર આવેશ માં આવી તુ  અધમ કૃત્ય કરી બેસત તો કેટલા બધા લોકો દુખી થઇ જાત! અને તારુ જીવન તો સાવ રોળાય જાત.''

પછી તેને સ્વસ્થ કરી સ્વામીજીએ સમજાવ્યુ કે એ એનો પ્રેમ નથી પણ ભયંકર આસક્તિ છે. તેમણે કહ્યુ કે જો તે ખરેખર પ્રેમ કર્યો હોત તો તેના આનંદમાં તારો આનંદ હોત.સાચો પ્રેમ કદી આવું ન કરે.તે તો પ્રેમીને ખાતર  પોતાના જીવન સુધ્ધા નો ત્યાગ કરી દેત,તો આ તો એને તારી સાથેના સંબંધ માંથી મુક્ત કરવાની વાત હતી. પેલા તુ જેના વગર એક ક્ષણ પણ રહી ન શકતો તેને હવે તુ મારી નાખવા તૈયાર થયો. આ પ્રેમ નથી પણ તેની વિકૃતિ છે. એમાથી જલદીથી બહાર નીકળી જા.

    પછી સ્વામીજી ના સતસંગ થી એ યુવાન સન્માગઁ તરફ વળ્યો. પણ આવા કહેવાતા પ્રેમ પાછળ પાગલ થતા અને પછી આખુ જીવન બરબાદ કરતા યુવાનો કંઇ ઓછા નથી!! આવી ઘોર આપતિ નુ પરિણામ દુખ માં, ચિંતામા આત્મહત્યામાં અને જીવન ની બરબાદીમાં આવે છે

સ્વામી વિવેકાનંદ 'કર્મ અને તેનુ રહસ્ય'' લેખમાં કહે છે, ''દુ:ખનું કારણ આ છે કે આપણે મોહમાં પડીએ છીએ,આપણે પકડાઇ જઇએ છીએ''

તેથી જ ગીતા કહે છે, ''સતત કાર્ય કરો,કાર્ય કરો પણ આસક્ત ના થાઓ.તેમાં સપડાઓ નહી.જેના માટે જીવાત્માં ખૂબ જ ઝંખે,તેવી પ્રિય વસ્તુંમાંથી પણ અનાસક્ત થવાની શક્તિ તમારામાં જન્માવો.વસ્તું છોડી દેવી પડે,ત્યારે ભલે ગમે તેટલું દુ:ખ થાય છતાં પણ જ્યારે ઇચ્છા થાય ત્યારે છોડી દેવાની શક્તિ કેળવો.''

સામાન્ય રીતે લોકો જેને પ્રેમ કહે છે, તે પ્રેમ નથી. પણ એક પ્રકારની સોદાબાજી છે.વ્યાપારિક લેવડદેવડ છે.પ્રેમ કરનારાઓ એવું માને છે કે 'મે એને આટલો બધો પ્રેમ કર્યો એટલે બદલામાં તેણે પણ મને આટલો જ પ્રેમ કરવો જોઇએ.'આવી વૃત્તિ હોય તો એ પ્રેમ નથી પણ સોદો છે.સાચો પ્રેમ તો બસ કશાયની અપેક્ષા વગર આપતો જ રહે છે.બદલામાં એને કશું પણ જોઇતું નથી.જેને કોઇ અપેક્ષા જ નથી તેને પછી દુ:ખ કે નિષ્ફળતા મળે કેવી રીતે? કંઇ જોઇતું હોય અને ન મળે તો દુ:ખ અને નિષ્ફળતા છે.

સ્વામી વિવેકાનંદ કહે છે, ''કોઇ પણ વસ્તું માગો નહિ,બદલામાં કશાની અપેક્ષા રાખો નહી.તમારે જે આપવાનું છે, તે તમે આપો. તે તમારી પાસે પાછું  આવશે.પણ અત્યારે તમે તેનો વિચાર ન કરો.તે હજારગણું થઇને તમારી પાસે આવશે, પરંતું તમારું ધ્યાન તેના તરફ લાગેલું ન હોવું જોઇએ.અને તોપણ આપવાની શક્તિ કેળવો.બસ,આપો અને અને ત્યાંજ એની સમાપ્તિ ગણો.''

પ્રેમ ફક્ત આપવાનું જ જાણે છે,એની સાથે ત્યાગ સંકળાયેલો છે.એમાં નિ:સ્વાર્થતા અને ઉદારતા રહેલી છે.જ્યારે આસક્તિમાં સ્વાર્થ અને સંકુચિતતા છે.પ્રેમમાં સ્વાર્પણ અને ત્યાગ છે,આસક્તિમાં માલિકીપણાની ભાવના છે.પ્રેમમાં સદાકાળ સહજ પ્રસન્નતા છે.આસક્તિમાં ક્ષણિક આનંદ પછી દુ:ખ ને દુ:ખ જ છે.પ્રેમ હંમેશા ઊંચેને ઊંચે લઇ જાય છે.પરમાત્માથી દૂરને દૂર લઇ જાય છે.પ્રેમ અને આસક્તિ વચ્ચેનો આ તફાવત સમજાઇ જાય તો પછી મનુષ્ય આસક્તિમાંથી જલ્દીથી મુક્ત થઇ શકે છે.જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી કદી સાચું સુખ કે શાંતિ મળી શકતાં નથી.

વિવેકાનંદ આગળ કહે છે, ''મનુષ્ય પોતાની સર્વ શક્તિથી કોઇપણ બાબતમાં ઓતપ્રોત થઇ શકે અને જરૂર જણાય ત્યારે બધાંથી અળગો પણ થઇ શકે છે,આવો જ મનુષ્ય પ્રકૃતિ પાસેથી વધુમાં વધુ લાભ મેળવી શકે.''

( અંત સુધી ધ્યાનથી આ લેખ વાંચવા બદલ આભાર .....લાઇક કરતા પણ આ લેખ શેર કરશો તો મને વધું ગમશે.)

- સ્વામી નિખિલેશ્વરાનંદ

♥ પુસ્તક : - '' આધુનિક માનવ શાંતિની શોધમાં'' થી સાભાર.....