♠ કાર્ય કરવાની ધગશ ♠

ના નડે કોઈ ઉંમર કે ના આવે એમા બાધ,
ખંતથી કરેલા કામમાં ન આવે કદી ખાધ.

એક વૃદ્ધ શિલ્પી હતો. આખી જીંદગી તેની શિલ્પ તૈયાર કરવામાં વીતાવી હતી. તેમની પાસે અનેક શિષ્યો પણ હતા.

એક દિવસ એક ધનાઢ્ય ઘરમાંથી વિદ્યા શીખવા આવેલા શિષ્યે તેમને ફરીયાદ કરી કે, તમે પેલા એક શિષ્યને વધુ ધ્યાન આપીને શીખવાડો છો. ગુરુને મન તો બધા સરખા હોવા જોઈએ.

ગુરુએ કહ્યું કે, તારી વાત સાચી છે. પરંતુ મારાથી તેના ઉપર ધ્યાન વધુ અપાય જાય છે. ગુરુએ કહ્યું કે, તમે બધા અત્યારે શું કરો છો? હું, તમારી પાસે આવ્યો છું અને બીજા રમતો રમે છે. ગુરુએ કહ્યું કે, તું જેની ફરીયાદ કરે છે તે શિલ્પભવનમાં શું કરે છે?

શ્રીમંત શિષ્યે કહ્યું કે, 'તે તો શિલ્પભવનમાં કોઈક પથ્થરને ઠીક કરે છે. કોણ જાણે ક્યારેય થાકતો નથી.'

ગુરુએ કહ્યું કે, 'જોયું, તારી ફરીયાદ અને પ્રશ્નો જવાબ જ એ છે કે તે આવી રીતે આખો દિવસ વધુ મહેતન કરે છે માટે મારાથી વધારે તેના તરફ ધ્યાન આપોઆપ અપાઈ જાય છે. કારણ કે તે ક્યારેય શિલ્પકળા શીખતાં થાક્યો નથી.'

ગુરુજીએ પેલા શિષ્ય અને શિલ્પભવનમાં ગયા અને ત્યાં જઈને જોયું તો, મીણબત્તીના અજવાળે પેલો શિષ્ય પથ્થરના અમુક ભાગને લિસ્સો કરી રહ્યો હતો.

ગુરુજી બોલ્યા, 'બેટા, હવે રાત પડી તારે આરામ નથી કરવો? કાલે કરજે, થાક નથી લાગ્યો?' પેલો શિષ્ય બોલ્યો કે, 'ના, ના. મારી પાસે કામ ન હોય તો મને થાક લાગે છે.' આવો ધગશથી કામ કરનારો તે શિષ્ય મહાન શિલ્પકાર બન્યો. આજે દુનિયામાં તેને સૌ વિશ્વવિખ્યાત માઈકલ એન્જેલોને નામે ઓળખે છે.

ધ્યેયને પામવાનો જંગ જ્યારે છેડાય છે,
પુરૂષાર્થના બળે બધુ જ મળી જાય છે.

- સાધુ પ્રેમવત્સલદાસજી

No comments:

Post a Comment