♠ અહિંસા પરમો ધર્મ ♠

♥  જૈન ધર્મમાં શબ્દોનો ઝીણવટથી ઉપયોગ ♥

www.sahityasafar.blogspot.com

શબ્દોનો જે ઝીણવટથી જૈન દર્શને ઉપયોગ
કર્યો છે એવો અન્ય કોઇ ધર્મે ભાગ્યે જ કર્યો છે. એક સ્થાનથી બીજે સ્થાન જતાં જીવોને દુઃખ
ઉપજાવવાના પ્રકારો '' ઇરિયાવહિયં '' સૂત્રમાં વર્ણવ્યા છે.

સામા આવતાં પગથી હણ્યાં હોય, ધૂળમાં કે કાદવમાં ઢાંકવા હોય, જમીન સાથે મસાયાં હોય, અંદર અંદર એકબીજાનાં શરીરને મેળવ્યા હોય, સ્પર્શ કરીને દુભવ્યાં હોય, દુઃખ દીધા હોય,
મરણતોલ કર્યા હોય, ત્રાસ ઉપજાવ્યો હોય, એક સ્થાનથી બીજે સ્થાને મુક્યા હોય, પ્રાણરહિત
કર્યા હોય, એ સંબંધી મને પાપ લાગ્યું હોય તો એ પાપ મિથ્યાં થાઓ.

→ જીવોની નિરાધના થઇ હોય. કઇ રીતે?

જીવોને પગથી ચાંપવાથી,
વાવેલા બીજને ચાંપવાથી,
લીલી વનસ્પતિ ચાંપવાથી,
આકાશમાંથી પડતા ઠારને ચાંપવાથી,
કીડીના દરને ચાંપવાથી,
પાંચ વર્ણની સેવાળને ચાંપવાથી,
સચિત્ત પાણી અને સચિત્ત માટીને ચાંપવાથી,
કરોળિયાની જાળને ચાંપવાથી જો પીડા ઉપજાવી હોય તો એ પાપ મિથ્યા થાઓ.

- વિક્રમ વકીલ

♥ જય ભગવાન આદિનાથ ♥

www.sahityasafar.blogspot.com

↓ ♥ GK BLOG ♥ ↓

www.aashishbaleja.blogspot.com