♠ ગાંધીજી અને પ્રમાણિકતા ♠

www.sahityasafar.blogspot.com

ગાંધીજીએ પેન્સિલનો ટુકડો ખોઇ નાખ્યો હોય તો જ્યાં સુધી એ મળે નહીં ત્યાં સુધી શોધતા રહેતા. રૂમાલ ખોવાઇ જાય તો બધાએ શોધવો પડતો. જવાબમાં એ કહેતા કે હું ટ્રસ્ટી છું અને એકેએક પૈસો પ્રજાનું ધન છે. ખોવું મને પોસાય નહીં...

નિર્મલ બોઝે ૧૯૩૪નો એક કિસ્સો કહ્યો છેઃ અમે ચાલતા હતા અને ગાંધીજીએ એમની ધોતીમાં પથરા ભેગા કરવા માંડયા, અમે પણ ભેગા કરવા લાગ્યા. આશ્રમ પર આવીને બધાએ પથરાનો ઢગલો કર્યો. અમે પૂછ્યું ત્યારે ગાંધીજીએ કહ્યું કે મેઇન રોડ સુધી ખેતરમાંથી એક રસ્તો બનાવવાનો છે અને કોન્ટ્રેકટરે કહ્યું છે કે અડધા પૈસા સામાનના લાગશે અને અડધા મજૂરીના. એટલે આપણે માત્ર
મજૂરીના જ પૈસા આપવાના રહેશે...!

મહાવીર ત્યાગીએ એક વાત કહી હતી. એક
પ્રાર્થનાસભા પછી ગાંધીજીએ દાન આપવાની અપીલ કરી. સ્ત્રીઓએ ઘરેણાં પણ ઉતારીને આપી દીધા. રાત્રે હિસાબ કરવા બેઠા ત્યારે કોઇ સ્ત્રીની એક ઇયરિંગ મળી જે સોનાની હતી. ગાંધીજીએ તર્ક કર્યો, કોઇ સ્ત્રી એક કાનનું આભૂષણ દાનમાં આપે
જ નહીં, બીજું ઇયરિંગ હોવું જ જોઇએ. શોધો. જો આપણે ચોક્કસ નહીં રહીએ તો પ્રજા આપણા પર વિશ્વાસ કેવી રીતે મૂકશે ? મહાવીર ત્યાગીએ લખ્યું છે કે ફાનસો લઇને અમે મોડી રાત સુધી શોધતા રહ્યા, છેવટે બીજું ઇયરિંગ મળ્યું ત્યારે જ ગાંધીજીને સંતોષ થયો.

www.sahityasafar.blogspot.com