♠ મહાનતા ♠

 

www.sahityasafar.blogspot.com

આજે વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે પ્રાણીઓના આંતર મનમાં માનવ જાત પ્રત્યે સંવેદના રજુ કરતી એક હ્રદયસ્પર્શી વાર્તા રજું કરું છું મિત્રો..અંત સુધી વાંચજો અને હા ફોરવર્ડ કરવાનું ભૂલશો નહિ.

એ લોકો મને માતા કહીને પૂજે છે, તેમાં તું રાક્ષસ કેમ થયો ? અરે, માતા થવું સહેલું નથી. અમારી જાત અમે ખેડૂતના ખીલે નિચોવી દઈએ છીએ

એક ગામડા ગામમાં એક ખેડૂત પાસે એક ગાય હતી. તેણે એક બચ્ચાને જન્મ આપ્યો. તેનું નામ પાડયું મૂંજડો. હવે આ મૂંજડો મોટો થવા લાગ્યો. ધીમે ધીમે બળદ બન્યો. મુખવટો દોરીથી બનાવી બાંધી દીધો. હવે તેને મોંએ લગામ હોવાથી પહેલાની જેમ મુક્ત ફરી પણ ન શકે.

જ્યારે કોઈ ન હતું ત્યારે આ મૂંજડાએ માંને પૂછ્યું, 'હેં મા, મને આ ખેડૂતે શા માટે આ મોઢું દોરીથી બાંધી દીધું ? મને કેમ તારી જેમ છૂટો નથી રહેવા દેતો ?'

મા કહે, 'જો બેટા, આ ખેડૂત છે એ જગતનો તાત છે. તેમની પાસે જે જમીન છે તે તારે ખાંધે ધૂંસરી નાંખી ખેડવાની છે. ત્યારે તારું મોઢું પહોળુ ન પડે તે માટે તારા મોંએ નાથ નાખવામાં આવી છે.' કહી માએ મૂંજડાને સમજાવ્યો.

www.sahityasafar.blogspot.com

ખેડૂત હવે મૂંજડાને ખેતરે લઈ જવા લાગ્યો. ખેતરમાં હળ ચલાવવા લાગ્યો, પણ મૂંજડો બિનઅનુભવી નવોસવો હોવાથી બરાબર ચાલતો નહોતો. તેથી ખેડૂતે ક્રોધાવેશમાં આવી જઈ એક ચાબૂક ફટકારી તે મૂંજડો એટલો ગભરાઈ ગયો કે ન પૂછો વાત. હવે તો ખેડૂત સહેજ પણ ઈશારો કરે ત્યાં મૂંજડો દોટ દે. દરમિયાન ઘેર આવતા મૂંજડો દોટ દઈ મા પાસે પહોંચી ગયો અને ચોધાર આંસુએ રડતા કહેવા લાગ્યો, 'જો મા મને આજ તો ખેડૂતે દોરડાની ચાબૂક મારી. જો મારા શરીર પર ઊપસી આવી.'

વળી મા કહે, 'હશે બેટા, તે આપણો અને આ જગતનો તાત ગણાય. આપણો માલિક કહેવાય. ક્યારેક ક્રોધમાં આવીને મારે પણ તેથી શું થયું ? વળી તું બરાબર નહીં ચાલતો હો.' આમ વળી શિખામણ આપી શાંત પાડયો.

પરંતુ એક દિવસની ઘટનાથી તો મૂંજડો એટલો ક્રોધાયમાન થયો કે ન પૂછો વાત. જો માએ તેને ન સમજાવ્યો હોત અથવા જો તેની મા ત્યાં ન હોત તો મૂંજડો આ ખેડૂતને મારી પણ નાખત, એમાંય બે મત નહોતો. બન્યું એવું મૂંજડાનાં મોંએ અચાનક માંખ બેઠી. મૂંજડાએ મોં હલાવ્યું. જેથી શિંગડું સહેજ ખેડૂતને અથડાયું. ખેડૂત સમજ્યો કે મને માર્યું. આથી વાંસનો સારો એવો પરોણો (લાકડી) શોધી બળદને ઝૂડવા જ લાગ્યો. ઝૂડવા જ લાગ્યો. વળી મૂંજડાનો ગુસ્સો આસમાને પહોંચ્યો. આથી તેણે પણ સામી દોટ દીધી. ખેડૂતને સામે કાળ દેખાયો હોય તેમ લાકડી મૂકી સીધો ઘરમાં જ ઘૂસી ગયો. તેવામાં ગાય ભાંભરી, તેમની ભાષામાં મૂંજડાને બોલાવી લીધો અને મંડી ઠપકો આપવા, અરે તારી જાતના મૂંજડા, મારું સંતાન થઈ તેં આવું કૃત્ય કર્યું ? એ લોકો મને માતા કહીને પૂજે છે, તેમાં તું રાક્ષસ કેમ થયો ? અરે, માતા થવું સહેલું નથી. અમારી જાત અમે ખેડૂતના ખીલે નિચોવી દઈએ છીએ.

ઘડપણમાં ઘરછોડી ગામો ગામની શેરીઓમાં ભાટકીએ છીએ. તેમને ખાતરરૃપે મળ-મૂત્ર આપીએ છીએ અને છતાંય ક્યારેક ક્રોધાવેશમાં હોય અથવા અણસમજમાં અમને તો એવી ક્રૂરતા આચરે કે બિલકુલ કાપી પણ નાખે છે, ત્યારે મહાનતા મળી છે. જેને માથે તું પાણી ફેરવે છે ? ત્યારે બળદે આટલું જ કહ્યું, 'મા, આવી મોટાઈ ને શું કરવી ?'

www.sahityasafar.blogspot.com

મિત્રો, મુંજડાનો આ પ્રશ્ન ખરેખર આપણે વિચારવો જોઈએ..!! આપણે ઘણા બધા પ્રાણીઓ પાળીએ..!! એમાં પણ ગાય અને બળદ તો અપણા માટે ભગવાનના આર્શિવાદ સમાન છે..!! આપણે એના પર કેટલો ત્રાસ ગુજારીએ!! છતાં તેઓ ક્યારેય પોતાની વ્યથા કહી શકતા નથી..બળદ જ્યાં સુધી કામ આપે ત્યાં સુધી સાચવીએ, પછી તેને રઝળતો છોડી મૂકીએ..અંતે તે કતલખાને જાય છે..!!

ગાયને આપણે માતા કહીને પૂજીએ, પણ ઘણા લોકો ગાય દૂધ આપવાનું બંધ કરે એટલે એને રઝળતી છોડી મૂકે, પછી ભલે તે ભૂખે મરે કે મરી જાય..!! માતાની મહાનતાનું આટલું જ મૂલ્ય..!! આજે તો ગાયોને કતલખાનામાં કાપીને એનું ગૌમાસ વેંચવામા આવે છે..ખરેખર આજે માનવતા મરી પરવારી છે..!!