♠ સત્કર્મોનો યશ ♠

આ વાત તે સમયની છે જ્યારે સિકંદર યુનાનનો બાદશાહ હતો. સિકંદર કોઇપણ વિદ્યામાં પારંગત કલાકારોની કદર કરતો હતો.તે પોતાના દરબારમાં આવતા દરેક કલાકારનું સ્વાગત અને સન્માન કરતો હતો.એક દિવસ સિકંદરને વિચાર આવ્યો કે રાજધાનીના કોઇ મોટા બગીચામાં સ્વર્ગીય અને વર્તમાન તમામ મહાપુરૂષોની મૂર્તિઓ બનાવીને રાખવામાં આવે જેથી આવતાં જતા દરેક લોકોને તેમના વિશે જાણકારી મળે અને તેમની ખ્યાતિ પ્રસરે.પોતાના વિચારને કાર્યાન્વિત કરાવવા માટે તેમણે તાત્કાલિક કારીગરોને બોલાવ્યા અને કાર્ય શરૂ કરવાનો આદેશ આપ્યો.કારીગરોએ ખૂબજ મહેનતથી મૂર્તિઓ બનાવી અને બગીચામાં રાખી દીધી.એક દિવસ પડોશી રાજ્યનો મહામંત્રી રાજકીય મહેમાન તરીકે ત્યાં આવ્યો.સિકંદર તેમને મૂર્તિઓવાળો બગીચો બતાવવા લઇ ગયો. સિકંદરે મહેમાનને દરેક મૂર્તિ બતાવીને તેનો પરિચય આપ્યો.

અંતે મહામંત્રીએ પૂછ્યું કે મહારાજ,તમારી મૂર્તિ ક્યાય દેખાતી નથી ? તે પણ અહીયા હોવી જોઇએ ?

સિકંદરે પૂછ્યું કે મારી મૂર્તિ અહીંયા લગાવું અને આવનારી પેઢી પૂછે કે આ કોની મૂર્તિ છે તેના કરતાં મારી મૂર્તિ અહીંયા ન હોય અને તેઓ પૂછે કે સિકંદરની મૂર્તિ અહીંયા કેમ નથી ?

→ આ પ્રસંગનો સાર એટલોજ છે મિત્રો કે યશ પોતાના સત્કર્મોથી મળે છે.તેથી હંમેશા સત્કર્મો કરવાં જોઇએ.

No comments:

Post a Comment