♠ હમદર્દ હ્રદય ♠

♥ એક ખૂબ જ ચિંતનાત્મક બોધકથા છે.અંત સુધી વાંચજો અને શેર જરૂર કરજો ♥

રશિયાના પ્રમુખ લેનિન એકવાર બિમાર પડ્યા.ડોક્ટરોએ તેમના રોગનું નિદાન કર્યું અને જાહેર કર્યું કે લેનિન સારી અને મોંઘી દવા લે તોજ તે આ બિમારીમાંથી ઊભા થઇ શકશે. પણ લેનિને તો સારી અને મોંઘી દવાઓ લેવાનો સાફ ઇન્કાર કર્યો અને કહ્યું : ''મારા કરોડો દેશબાંધવોને જે મોંઘીદાટ કિંમતની દવાઓ લેવાનું પોષાતું નથી તે દવાઓ મારાથી લઇ શકાય નહિ.''

તેમણે મોંઘીદાટ કિંમતની દવાઓ ન જ લીધી.આથી તેમની પત્ની કૃપ્સકાયાએ લેનિનને ખબર ન પડે એ રીતે દવાઓ બિસ્કીટમાં ભેળવીને આ સાથે આપવા માંડી! તેથીજ લેનિન માંદગીમાંથી બેઠા થયાં.

થોડાં દિવસ બાદ તેમની પત્ની કૃપ્સકાયાએ આ વાત લેનિનને વાતવાતમાં કહી દીધી.

લેનિન રોષે ભરાયાં.તેમણે કહ્યું : ''તે મને મોંઘીદાટ કિંમતની દવાઓ આપીને મારા દેશબાંધવોથી એકલો અટુલો બનાવી દીધો છે.આ તારો એક દેશ માટે મોટો દેશદ્રોહ જ ગણાય.તને એ બદલ સજા મળવી જ જોઇએ.''

અને બીજે દિવસે લેનિન અદાલતમાં ગયા અને પોતાની પત્ની કૃપ્સકાયા સામે કેસ માંડ્યો.

અદાલતમાં પોતાની પત્ની વિરુદ્ધ કેસ ચાલ્યો. કૃપ્સકાયાને ગુનેગાર ઠેરવવામાં આવી અને તેને ત્રણ મહિનાની કેદની સજા ફરમાવવામાં આવી.

પણ ફેંસલામાં અદાલતે જણાવ્યું : '' ખરી રીતે કૃપ્સકાયા ગુનેગાર જરૂર છે છતાં તેણે જે કંઇ કર્યુ તે રશિયાના એક તારણહારની અમૂલ્ય જિંદગી બચાવવાં માટે જ કર્યું છે.ખરેખર તો તેણે મહાન લેનિનનું જીવન બચાવીને સમગ્ર રશિયા પર મોટો ઉપકાર કર્યો છે.રાષ્ટ્રની મોટી સંપત્તિરૂપ લેનિનનો જીવ બચાવીને તેણે આખા રશિયા માટે એક કલ્યાણકારી કાર્ય કર્યું છે.''

લાખો રશિયનો આ કાર્ય માટે કૃપ્સકાયાને જ્યારે આશીર્વાદ આપે છે.ત્યારે તે લોકલાગણીને ધ્યાનમાં લઇને આ નામદાર કોર્ટ કૃપ્સકાયાને ફરમાવેલી સજા માફ કરે છે.

લેનિન અને કૃપ્સકાયા આનંદવિભોર થઇ ઘેર પાછા ફર્યાં.