♠ સાચી ભિક્ષા ♠

www.sahityasafar.blogspot.com

એક સાધુ ભિક્ષા માંગતા એક ગૃહસ્થના ઘરે ગયાં.તેમણે ભિક્ષા માટે બૂમ પાડી,પરંતું ગૃહસ્થ ઘરમાં હાજર નહોતા.તેની સ્ત્રી અન્ય કાર્યમાં હોવાથી કોઇ
ભિક્ષા ન આપી શક્યાં.થોડીવાર પછી સાધુ ત્યાંથી આગળ ચાલ્યાં.દૂરથી તે ગૃહસ્થે સાધુને પોતાના ઘર પાસેથી પસાર થતાં જોઇને પૂછ્યું કે, આપ મારા ઘરેથી ભિક્ષા લઇને આવ્યાં? સાધુએ હા પાડી.ઘરે ગયા પછી ગૃહસ્થને ખબર પડી કે સાધુનેે ભિક્ષા અપાઇ નહોતી.બીજા દિવસે તે સમયે ગૃહસ્થ હાજર રહ્યા અને સાધુ આવ્યા એટલે પૂછ્યું કેે ગઇકાલે તમે ખોટી હા કેમ પાડી હતી કે  ભિક્ષા મળી ગઇ? સાધુએ કહ્યુું,ભાઇ મોટું કામ ભિક્ષા માટે ફરવાનું છે.કોઇ લોટ આપે,કોઇ તિરસ્કાર આપે,હું તો નિર્લેેપભાવે જે મળે તેે સ્વીકારુ  છુું.લોટ મળે તો શરીર માટે કામ લાગે છે,તે સિવાય મનની ભિક્ષા મળે છે.ગમે તેવા સંજોગોમાં પણ મનને ગુસ્સે ન થવા  દેવું તે શિખવા મળે છે.આથી જ મે તનેે કહ્યુુ હતું કે મને ભિક્ષા મળી ગઇ.

અપમાન,ક્રોધ,વગેરે સામે મનને શાંત રાખવાની ભિક્ષા મળે છે તે બદલ પણ હુું તો બધાનો આભાર જ માનું  છું.સાધુની વાત સાંભળી ગૃહસ્થને પણ સારો બોધપાઠ મળ્યો.

www.sahityasafar.blogspot.com