♠ ઉત્તરાધિકારી કોણ? ♠

www.sahityasafar.blogspot.com

ઘણાં સમય પહેલાંની વાત છે.એક રાજા વૃદ્ધ થઇ ગયો ત્યારે તેને પોતાના ઉત્તરાધિકારીની ચિંતા થવા લાગી.આથી એક દિવસ તેણે રાજ્યના નવયુવકોને મહેલમાં બોલાવ્યા અને એક એક બી આપીને કહ્યું કે ''હું ઇચ્છું છું કે આ બધાં નવયુવકો તેને વાવે અને એક વર્ષ પછી આ બીમાંથી ઊગેલાં છોડ લઇને આવશે ત્યારે તે પોતાનાં ઉત્તરાધિકારીની ઘોષણા કરશે.''

બધાંજ યુવકો બી લઇને ઘરે આવી ગયાં અને પૂરી મહેનતથી તેની સારસંભાળ કરવાં લાગ્યાં.એમાં કલિંગ નામનો એક નવયુવક પણ હતો.તે પણ હોંશે-હોંશે બીને ખાતર-પાણી આપતો.આમને આમ 3 અઠવાડિયાં પસાર થઇ ગયાં.બધાંજ યુવકો પોતાનાં નાના-નાના છોડને જોઇને ખુશ થઇ રહ્યાં હતાં.પણ કલિંગના બીમાંથી અંકુર ફૂટ્યું નહોતું.3 અઠવાડિયાં, 4 અઠવાડિયાં.....આવી જ રીતે 6 અઠવાડિયાં પસાર થઇ ગયાં.કલિંગ નિરાશ થઇ ગયો.છેવટે એ દિવસ આવી ગયો જ્યારે બધાએ રાજાની સામે હાજર થવાનું હતું.બધાંના કૂંડામાં રંગબેરંગી ફૂલો લહેરાઇ રહ્યાં હતાં,પણ કલિંગનું કૂંડૂ ખાલી હતું.તેને ડર લાગ્યો કે તેણે બી બરબાદ કરી દીધું છે અને હવે રાજા તેને મોતની સજા સંભળાવશે.પરંતુ બન્યુ ઊલટું.રાજએ કલિંગને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો.

રાજાએ કહ્યું કે એક વર્ષ પહેલાં તેણે બધાંને ઉકાળેલાં બી આપ્યાં હતાં એટલે કે તેમાંથી છોડ ઊગી શકે તેમજ નહોતો.

♥ બોધ ♥
ઇમાનદારી સામે ચાલાકી પણ હારી જાય છે.

www.sahityasafar.blogspot.com

♥ YOU CAN VISIT MY ''GK BLOG'' ♥

www.aashishbaleja.blogspot.com