♥ માથું ઝૂકે,પાઘડી નહિ ♥

તમે ચારણ જાતિના થઇને સભાની રીતિ - નીતિ નથી જાણતા.મને તો એ જાણકારી હતી કે રાજપૂતાના ચારણ ખૂબ જ વિદ્વાન તથા કવિ પણ હોય છે.

''તમે અહીં આવીને દરબારના નિયમ અનુસાર અભિવાદન ન કરીને શિષ્ટાચારનું પાલન નથી કર્યું.એવું માલૂમ થાય છે કે તમે એક અભણ,અશિષ્ટ વ્યક્તિ છો,જે મારા દરબારમાં ઉપસ્થિત થયાં છો.'' અકબરે આ શબ્દો શીતલ નામના ચારણને કહ્યાં.

શીતલે ખૂબ જ સહજતાથી જવાબ આપ્યો,''જહાંપનાહ,ધૃષ્ટતા માટે ક્ષમા કરો.મારી શું હેસિયત છે કે હું આપને સલામ ન કરું ! વાત એ છે હજૂર કે મારા માથા પર જે પાઘડી બાંધેલી છે તે મહારાણા પ્રતાપથી મને ભેટમાં મળેલી મળેલી છે અને રાણા પ્રતાપ આજ દિન સુધી દુશ્મનની સામે ઝૂક્યાં નથી.આપ જ બતાવો સરકાર,શું મને રાણાની પાઘડીને આ પ્રકારે ઝૂકાવવાનો અધિકાર છે? મેં એટલા માટે આપનું અભિવાદન નથી કર્યું.''

આમ કહીને તેણે પાઘડી પોતાના હાથમાં લઇ લીધી અને માથું ઝૂકાવી દીધું.રાજસ્થાનની પાઘડી ઝૂકતી નથી.શીતલનું માથું તો ઝૂક્યું,પરંતુ મન નહિં.

→ વાઘની ગુફામાં જઇને તેને પડકારવો સરળ કામ નથી.શીતલે એ જ કામ કર્યું જે એક દેશભક્તે કરવું જોઇએ.

No comments:

Post a Comment