અમૂલ્ય ઘરેણું

↓↓ ***  પ્રેરક કથા ***    ↓↓

   19 મી સદીનો એક પ્રસંગ છે. મેદિનીપુર નામના એક ગામમાં એક માતા પોતાના પુત્ર સાથે રહેતી હતી.માતા અત્યંત સાદગીથી રહેતી પણ તેના વિચારો ખૂબ જ ઉચ્ચ રહેતા.તે પોતાના પુત્રને પણ આજ સંસ્કારોની શીખ આપતી હતી.પુત્ર પણ ખૂબ જ આજ્ઞાકારી હતો. માતા ખૂબ જ મહેનત કરીને દીકરાનું પાલનપોષણ કરતી હતી.પુત્ર પોતાની માતાના દુ:ખ અને મુશ્કેલીને જોતો હતો અને તેથી તેના મનમાં એજ ભાવના રહેતી કે મોટા થયા પછી તે માતાને તમામ પ્રકારના સુખ આપશે.

       એક દિવસ તે પુત્રએ તેની માતાને કહયું કે, ''માતા મારી એક ઇચ્છા છે કે તમારા માટે ઘરેણા બનાવું, તમારી પાસે એક પણ ઘરેણું નથી.

       આ સાંભળીને માતા બોલ્યા, ''બેટા આ ગામમાં એક પણ સારી શાળા નથી, તો તું એક સારી શાળા બનાવ. એક દવાખાનું બનાવી દે અને ગરીબ તથા અનાથ બાળકો માટે રહેવા - ખાવાની વ્યવસ્થા કરાવી દે.મારા માટે તો તે જ ઘરેણા સમાન છે. ''

       માતાની વાત સાંભળીને પુત્ર રડી પડ્યો. આ પુત્ર હતો ''પંડીત ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર '' અને માતા હતા ''ભગવતી દેવી ''

      વીરસિંહ ગામમાં આ પુત્ર દ્વારા સ્થાપિત કરવામાં આવેલું વિશ્વ વિદ્યાલય આજે પણ તે અમુલ્ય ઘરેણાની કથા સંભળાવે છે.

♥ કથાનો સાર એટલો જ છે કે પોતાની જાતનો શણગાર કરાવાની જગ્યાએ સમાજને સુધારવાનું કામ મનુષ્યને માનવતા અર્પે છે અને એવી માનવતાથી ભરેલો સમાજ એક સુસંસ્કૃત રાષ્ટ્રની પરિકલ્પનાને સાકાર કરે છે. ♥

(મિત્રો આવી પ્રેરક કથાઓ તમને
ફેસબૂક કે ગૂગલ સર્ચ કરવાથી પણ
નહી મળે..આ કોઈ કોપી પેસ્ટ પણ
નથી .. આ બધું
જૂના સાહિત્યમાંથી લીધેલું છે..જેને
અમે અમારા ગ્રૂપ
દ્વારા તમારા સુધી પહોંચાડીએ
છિએ..આ ગ્રૂપ
દ્વારા સાહિત્યનો વિકાસ
કરવાનો એક સહિયારો પ્રયાસ છે..
તો તેમાં સહભાગી બનવા હમણાં જ
જોડાઓ અને તમારા અન્ય મિત્રોને
પણ જોડાવા કહો..)

♥ SAHITYA SAFAR ♥

♥ Source : from my childhood collection of short stories ....