સત્કર્મોનું મહત્વ

આ વાત તે સમયની છે જ્યારે સિકંદર
યુનાનનો બાદશાહ હતો. સિકંદર
કોઈપણ વિદ્યામાં પારંગત
કલાકારોની કદર કરતો હતો. તે
પોતાના દરબારમાં આવતા પારંગત
કલાકારોનું સ્વાગત અને સન્માન
કરતો હતો.
એક દિવસ સિકંદરને વિચાર આવ્યો કે,
''રાજધાનીના કોઈ
મોટા બગીચામાં સ્વર્ગીય અને
વર્તમાન તમામ મહાપુરૂષોની મૂર્તિઓ
બનાવીને રાખવામાં આવે
જેથી આવતા જતા દરેક લોકોને
તેમની વિશે જાણકારી મળે, અને
તેમની ખ્યાતિ પ્રસરે.પોતાના વિચારને
કાર્યાન્વિત કરાવવા માટે તેમણે
તાત્કાલિક કારીગરોને બોલાવ્યા,
અને કાર્ય શરૂ કરવાનો આદેશ આપ્યો.
કારીગરોએ ખૂબજ મહેનતથી મૂર્તિઓ
બનાવી, અને
બગીચામાં રાખી દીધી..
એક દિવસ
પાડોશી રાજ્યનો મહામંત્રી રાજકીય
મહેમાન તરીકે ત્યાં આવ્યો. સિકંદર તેમને
મૂર્તિઓવાળો બગીચો બતાવવા લઈ
ગયો. સિકંદર એ મહેમાનને દરેક મૂર્તિઓ
બતાવીને તેમનો પરિચય આપ્યો. અંતે
મહામંત્રીએ પૂછ્યું કે, ''મહારાજ
તમારી મૂર્તિ કેમ ક્યાંય દેખાતી નથી?
એ પણ અહિંયા હોવી જોઈએ ને.. સિકંદરે
પૂછ્યું, મારી મૂર્તિ અહિંયા લગાવું અને
આવનારી પેઢી પૂછે કે આ
કોની મૂર્તિ છે?
તેનાં કરતાં મારી મૂર્તિ અહિંયા ન
હોય અને તેઓ પૂછે કે
સિકંદરની મૂર્તિ અહિંયા કેમ નથી?''
સાર એટલોજ છે મિત્રો કે યશ
પોતાના સત્કર્મોથી મળે છે.
તેથી હંમેશા સત્કર્મો કરવા જોઈએ...

♥ Collected by..Aashish baleja ''Aash''

♥ Typing :- My best friend :-Vikram solanki ''Janaab''.

(મિત્રો આવી પ્રેરક કથાઓ તમને ફેસબૂક
કે ગૂગલ સર્ચ કરવાથી પણ નહી મળે..આ
કોઈ કોપી પેસ્ટ પણ નથી .. આ બધું
જૂના સાહિત્યમાંથી લીધેલું છે..જેને અમે
અમારા ગ્રૂપ દ્વારા તમારા સુધી પહોંચાડીએ
છીએ.)

♥ SAHITYA SAFAR ♥