♦ આર્થર એશની અદભુત વાકછટા ♦

જાણીતા વિમ્બલ્ડન ટેનિસ ખેલાડી આર્થર એશ પર ૧૯૮૩માં હાર્ટ સર્જરી થયેલી ત્યારે લોહી ચડાવવામાં આવ્યું. તેમાંથી કમનસીબે એઈડ્સ નો રોગ લાગુ પડ્યો.

એની અંતિમ અવસ્થામાં કોઈકે પૂછ્યું, ‘તમને એવું નથી લાગતું કે કરોડો મનુષ્યમાંથી ભગવાને આવા રોગ માટે તમારી જ પસંદગી શા માટે કરી ?’

આર્થર એશનો જવાબ કોઈ મહાત્માને શોભે તેવો હતો.

એણે કહ્યું, ‘આ દુનિયામાં પાંચ કરોડ બાળકો ટેનિસ રમવાનું શરૂ કરે છે. તેમાંથી પચાસ લાખ બાળકો ખરેખર ટેનિસ શીખે છે. તેમાંનાં પચાસ હજાર ટેનિસ નિયમિતપણે રમે છે. તેમાંથી પાંચ હજાર જેટલા લોકો જ પ્રોફેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લે છે. એમાંથી ફક્ત પચાસ ખેલાડીઓ જ વિમ્બલ્ડન સુધી પહોંચે છે. એમાંથી બે જણ ફાઈનલ રમે છે અને માત્ર એક જ જીતે છે. એ એક હોવાનું ગૌરવ જ્યારે મને મળ્યું ત્યારે મેં ભગવાનને એવું નહોતું પૂછ્યું, ‘આવા ગૌરવ માટે કરોડોમાંથી તેં મને જ કેમ પસંદ કર્યો ?’