♠ એક ટીપાંનું મૂલ્ય ♠

રૉકફેલર અમેરિકાના પૈસાદાર વ્યક્તિઓમાંના એક હતાં.વાત તે દિવસોની છે,જ્યારે તેમણે તેલની કંપની શરૂ કરી હતી ત્યારે તે પણ ક્યારેક મશીનોની દેખરેખ કરતા હતાં.એક દિવસ તે એક મશીનને ખૂબ જ ધ્યાનથી જોઇ રહ્યાં હતાં.તે મશીન તેલથી ભરેલાં કૅનોને ટિનનાં ટાંકાથી બંધ કરતું હતું.તેમણે ગણ્યું કે એક કૅનનાં ટાંકામાં ટિનમાંથી 39 ટીપાં ઉપયોગમાં આવી રહ્યાં હતાં. રૉકફેલરે ફોરમેનને પૂછયું કે ઢાંકણ બંધ કરવામાં કેટલાં ટીપાની જરૂર પડે છે? ફોરમેન વિચારમાં પડી ગયો.તેની તપાસણી થઇ.તપાસણી કરતાં નક્કી થયું કે 38 ટીપાથી પણ તેને એટલી જ સુદ્રઢતાથી બંધ કરી શકાય છે જેટલામાં 39 ટીપાં વપરાતા હતાં.એક વર્ષ પછી ગણતરી કરતાં ખબર પડી કે એક બુંદ પ્રતિ કૅનની બચતથી સાડા સાત લાખ ડોલરની વધારે આવક થઇ હતી.

મિત્રો, આ તો થઇ માત્ર એક ટીપાનાં મૂલ્યની વાત.પણ જો શાંતચિત્તે વિચારવામાં આવે તો જીવનની એકેક ક્ષણ,મિનિટ,કલાક,દિવસ અને વર્ષ એટલાં જ મૂલ્યવાન છે જેટલું મૂલ્યવાન રૉકફેલરને મન એક ટીપું હતું.