♠ कलयुग का दूष्प्रभाव ♠

  
www.sahityasafar.blogspot.com

एक समय की बात है l श्रीकृष्ण और पाँचो पांडव वन से गुजर रहे थे l थोडी देर के बाद कृष्ण कहते हैं- "तुम पाँचों भाई वन में जाओ और जो कुछ भी दिखे वह आकर मुझे बताओ। मैं तुम्हें उसका प्रभाव बताऊँगा।"

पाँचों भाई वन में गये।

युधिष्ठिर महाराज ने
देखा कि किसी हाथी की दो सूँड है।
यह देखकर आश्चर्य का पार न रहा।

अर्जुन दूसरी दिशा में गये। वहाँ उन्होंने देखा कि कोई पक्षी है, उसके पंखों पर वेद की ऋचाएँ लिखी हुई हैं पर वह पक्षी मुर्दे का मांस खा रहा है
यह भी आश्चर्य है !

भीम ने तीसरा आश्चर्य देखा कि गाय ने बछड़े को जन्म दिया है और बछड़े को इतना चाट रही है कि बछड़ा लहुलुहान हो जाता है।
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
www.sahityasafar.blogspot.com

☀सहदेव ने चौथा आश्चर्य देखा कि छः सात कुएँ हैं और आसपास के कुओं में पानी है किन्तु बीच का कुआँ खाली है। बीच का कुआँ गहरा है फिर भी पानी नहीं है।
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
☀पाँचवे भाई नकुल ने भी एक अदभुत आश्चर्य देखा कि एक पहाड़ के ऊपर से एक बड़ी शिला लुढ़कती-लुढ़कती आती और कितने ही वृक्षों से टकराई पर उन वृक्षों के तने उसे रोक न सके। कितनी ही अन्य शिलाओं के साथ टकराई पर वह रुक न सकीं। अंत में एक अत्यंत छोटे पौधे का स्पर्श होते ही वह स्थिर हो गई।
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
☀पाँचों भाईयों के आश्चर्यों का कोई पार नहीं ! शाम को वे श्रीकृष्ण के पास गये और अपने अलग-अलग दृश्यों का वर्णन किया।

☀युधिष्ठिर कहते हैं- "मैंने
दो सूँडवाला हाथी देखा तो मेरे आश्चर्य का कोई पार न
रहा।"
🌹तब श्री कृष्ण कहते हैं- "कलियुग में ऐसे लोगों का राज्य होगा जो दोनों ओर से शोषण करेंगे। बोलेंगे कुछ और करेंगे कुछ। ऐसे लोगों का राज्य होगा। इससे तुम पहले राज्य कर लो।
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

www.sahityasafar.blogspot.com

☀अर्जुन ने आश्चर्य देखा कि पक्षी के पंखों पर वेद की ऋचाएँ लिखी हुई हैं और
पक्षी मुर्दे का मांस खा रहा है।
🌹इसी प्रकार कलियुग में ऐसे लोग रहेंगे जो बड़े-बड़े पंडित और विद्वान कहलायेंगे किन्तु वे यही देखते रहेंगे कि कौन-सा मनुष्य मरे और हमारे नाम से संपत्ति कर जाये।
"संस्था" के व्यक्ति विचारेंगे कि कौन सा मनुष्य मरे और
संस्था हमारे नाम से हो जाये।
हर जाति धर्म के प्रमुख पद पर बैठे विचार करेंगे कि कब किसका श्राद्ध है ?
चाहे कितने भी बड़े लोग होंगे किन्तु उनकी दृष्टि तो धन के ऊपर (मांस के ऊपर) ही रहेगी।
परधन परमन हरन को वैश्या बड़ी चतुर।
ऐसे लोगों की बहुतायत होगी, कोई कोई विरला ही संत पुरूष होगा।

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
☀भीम ने तीसरा आश्चर्य देखा कि गाय अपने बछड़े को इतना चाटती है कि बछड़ा लहुलुहान हो जाता है।
🌹कलियुग का आदमी शिशुपाल हो जायेगा।
बालकों के लिए इतनी ममता करेगा कि उन्हें अपने
विकास का अवसर ही नहीं मिलेगा।
""किसी का बेटा घर छोड़कर साधु बनेगा तो हजारों व्यक्ति दर्शन करेंगे....
किन्तु यदि अपना बेटा साधु बनता होगा तो रोयेंगे कि मेरे बेटे का क्या होगा ?""
इतनी सारी ममता होगी कि उसे मोह माया और परिवार में ही बाँधकर रखेंगे और उसका जीवन वहीं खत्म हो जाएगा। अंत में बिचारा अनाथ होकर मरेगा। वास्तव में लड़के तुम्हारे नहीं हैं, वे तो बहुओं की अमानत हैं, लड़कियाँ जमाइयों की अमानत हैं और तुम्हारा यह शरीर मृत्यु की अमानत है।
तुम्हारी आत्मा-परमात्मा की अमानत है ।
तुम अपने शाश्वत संबंध को जान लो बस !
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

www.sahityasafar.blogspot.com

☀सहदेव ने चौथा आश्चर्य यह देखा कि पाँच सात भरे कुएँ के बीच का कुआँ एक दम खाली !
🌹कलियुग में धनाढय लोग लड़के-लड़की के विवाह में,
मकान के उत्सव में, छोटे-बड़े उत्सवों में तो लाखों रूपये खर्च कर देंगे परन्तु पड़ोस में ही यदि कोई भूखा प्यासा होगा तो यह नहीं देखेंगे कि उसका पेट भरा है या नहीं।
दूसरी और मौज-मौज में, शराब, कबाब, फैशन और
व्यसन में पैसे उड़ा देंगे।
किन्तु किसी के दो आँसूँ पोंछने में उनकी रूचि न होगी और जिनकी रूचि होगी उन पर कलियुग का प्रभाव नहीं होगा, उन पर भगवान का प्रभाव होगा।
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
☀पाँचवा आश्चर्य यह था कि एक बड़ी चट्टान पहाड़
पर से लुढ़की, वृक्षों के तने और चट्टाने उसे रोक न पाये किन्तु एक छोटे से पौधे से टकराते ही वह चट्टान रूक गई।
🌹कलियुग में मानव का मन नीचे गिरेगा, उसका जीवन पतित होगा।
यह पतित जीवन धन की शिलाओं से नहीं रूकेगा न ही सत्ता के वृक्षों से रूकेगा।
किन्तु हरिनाम के एक छोटे से पौधे से, हरि कीर्तन के एक छोटे से पौधे मनुष्य जीवन का पतन होना रूक जायेगा ।

💜 ऐसी ही अनसुनी हिन्दी और गुजराती कहानियाँ मेरे ब्लोग पर पढे l ⬇

www.sahityasafar.blogspot.com

 

♠ મહાનતા ♠

 

www.sahityasafar.blogspot.com

આજે વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે પ્રાણીઓના આંતર મનમાં માનવ જાત પ્રત્યે સંવેદના રજુ કરતી એક હ્રદયસ્પર્શી વાર્તા રજું કરું છું મિત્રો..અંત સુધી વાંચજો અને હા ફોરવર્ડ કરવાનું ભૂલશો નહિ.

એ લોકો મને માતા કહીને પૂજે છે, તેમાં તું રાક્ષસ કેમ થયો ? અરે, માતા થવું સહેલું નથી. અમારી જાત અમે ખેડૂતના ખીલે નિચોવી દઈએ છીએ

એક ગામડા ગામમાં એક ખેડૂત પાસે એક ગાય હતી. તેણે એક બચ્ચાને જન્મ આપ્યો. તેનું નામ પાડયું મૂંજડો. હવે આ મૂંજડો મોટો થવા લાગ્યો. ધીમે ધીમે બળદ બન્યો. મુખવટો દોરીથી બનાવી બાંધી દીધો. હવે તેને મોંએ લગામ હોવાથી પહેલાની જેમ મુક્ત ફરી પણ ન શકે.

જ્યારે કોઈ ન હતું ત્યારે આ મૂંજડાએ માંને પૂછ્યું, 'હેં મા, મને આ ખેડૂતે શા માટે આ મોઢું દોરીથી બાંધી દીધું ? મને કેમ તારી જેમ છૂટો નથી રહેવા દેતો ?'

મા કહે, 'જો બેટા, આ ખેડૂત છે એ જગતનો તાત છે. તેમની પાસે જે જમીન છે તે તારે ખાંધે ધૂંસરી નાંખી ખેડવાની છે. ત્યારે તારું મોઢું પહોળુ ન પડે તે માટે તારા મોંએ નાથ નાખવામાં આવી છે.' કહી માએ મૂંજડાને સમજાવ્યો.

www.sahityasafar.blogspot.com

ખેડૂત હવે મૂંજડાને ખેતરે લઈ જવા લાગ્યો. ખેતરમાં હળ ચલાવવા લાગ્યો, પણ મૂંજડો બિનઅનુભવી નવોસવો હોવાથી બરાબર ચાલતો નહોતો. તેથી ખેડૂતે ક્રોધાવેશમાં આવી જઈ એક ચાબૂક ફટકારી તે મૂંજડો એટલો ગભરાઈ ગયો કે ન પૂછો વાત. હવે તો ખેડૂત સહેજ પણ ઈશારો કરે ત્યાં મૂંજડો દોટ દે. દરમિયાન ઘેર આવતા મૂંજડો દોટ દઈ મા પાસે પહોંચી ગયો અને ચોધાર આંસુએ રડતા કહેવા લાગ્યો, 'જો મા મને આજ તો ખેડૂતે દોરડાની ચાબૂક મારી. જો મારા શરીર પર ઊપસી આવી.'

વળી મા કહે, 'હશે બેટા, તે આપણો અને આ જગતનો તાત ગણાય. આપણો માલિક કહેવાય. ક્યારેક ક્રોધમાં આવીને મારે પણ તેથી શું થયું ? વળી તું બરાબર નહીં ચાલતો હો.' આમ વળી શિખામણ આપી શાંત પાડયો.

પરંતુ એક દિવસની ઘટનાથી તો મૂંજડો એટલો ક્રોધાયમાન થયો કે ન પૂછો વાત. જો માએ તેને ન સમજાવ્યો હોત અથવા જો તેની મા ત્યાં ન હોત તો મૂંજડો આ ખેડૂતને મારી પણ નાખત, એમાંય બે મત નહોતો. બન્યું એવું મૂંજડાનાં મોંએ અચાનક માંખ બેઠી. મૂંજડાએ મોં હલાવ્યું. જેથી શિંગડું સહેજ ખેડૂતને અથડાયું. ખેડૂત સમજ્યો કે મને માર્યું. આથી વાંસનો સારો એવો પરોણો (લાકડી) શોધી બળદને ઝૂડવા જ લાગ્યો. ઝૂડવા જ લાગ્યો. વળી મૂંજડાનો ગુસ્સો આસમાને પહોંચ્યો. આથી તેણે પણ સામી દોટ દીધી. ખેડૂતને સામે કાળ દેખાયો હોય તેમ લાકડી મૂકી સીધો ઘરમાં જ ઘૂસી ગયો. તેવામાં ગાય ભાંભરી, તેમની ભાષામાં મૂંજડાને બોલાવી લીધો અને મંડી ઠપકો આપવા, અરે તારી જાતના મૂંજડા, મારું સંતાન થઈ તેં આવું કૃત્ય કર્યું ? એ લોકો મને માતા કહીને પૂજે છે, તેમાં તું રાક્ષસ કેમ થયો ? અરે, માતા થવું સહેલું નથી. અમારી જાત અમે ખેડૂતના ખીલે નિચોવી દઈએ છીએ.

ઘડપણમાં ઘરછોડી ગામો ગામની શેરીઓમાં ભાટકીએ છીએ. તેમને ખાતરરૃપે મળ-મૂત્ર આપીએ છીએ અને છતાંય ક્યારેક ક્રોધાવેશમાં હોય અથવા અણસમજમાં અમને તો એવી ક્રૂરતા આચરે કે બિલકુલ કાપી પણ નાખે છે, ત્યારે મહાનતા મળી છે. જેને માથે તું પાણી ફેરવે છે ? ત્યારે બળદે આટલું જ કહ્યું, 'મા, આવી મોટાઈ ને શું કરવી ?'

www.sahityasafar.blogspot.com

મિત્રો, મુંજડાનો આ પ્રશ્ન ખરેખર આપણે વિચારવો જોઈએ..!! આપણે ઘણા બધા પ્રાણીઓ પાળીએ..!! એમાં પણ ગાય અને બળદ તો અપણા માટે ભગવાનના આર્શિવાદ સમાન છે..!! આપણે એના પર કેટલો ત્રાસ ગુજારીએ!! છતાં તેઓ ક્યારેય પોતાની વ્યથા કહી શકતા નથી..બળદ જ્યાં સુધી કામ આપે ત્યાં સુધી સાચવીએ, પછી તેને રઝળતો છોડી મૂકીએ..અંતે તે કતલખાને જાય છે..!!

ગાયને આપણે માતા કહીને પૂજીએ, પણ ઘણા લોકો ગાય દૂધ આપવાનું બંધ કરે એટલે એને રઝળતી છોડી મૂકે, પછી ભલે તે ભૂખે મરે કે મરી જાય..!! માતાની મહાનતાનું આટલું જ મૂલ્ય..!! આજે તો ગાયોને કતલખાનામાં કાપીને એનું ગૌમાસ વેંચવામા આવે છે..ખરેખર આજે માનવતા મરી પરવારી છે..!!

 

♠ મારા નામને વળગી ના રહો હું મરું ત્યાં જ બાળી મૂકજો ♠

www.sahityasafar.blogspot.com

આજે ગાંધીજીનો જન્મદિવસ.
સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ના દિવસે અર્થાત્ ઈ.સ. ૧૮૬૯ની બીજી ઓક્ટોબરે પોરબંદરમાં જન્મેલો એક સામાન્ય બુદ્ધિવાળો, ગરબડિયા અક્ષરોવાળો, ડરપોક અને જુઠ્ઠુ બોલતો, ચોરી કરીને બીડી પીતો કિશોર એક દિવસ આ યુગનો 'મહાપુરુષ' બની જશે એવું કોઈ પણ જ્યોતિષીએ ભાખ્યું નહોતું. પોતાના બચપણથી માંડીને અંત સુધી જીવનને જેવું છે તેવું આરપાર લોકો સમક્ષ મૂકી શકે તેવી આજે કોઈની હિંમત નથી.

ગાંધીજીની આત્મકથા વાંચ્યા પછી લાગે છે કે  બીજા કોઈને પણ આત્મકથા લખવાનોે અધિકાર નથી.

'સત્યના પ્રયોગો'માં ગાંધીજી લખે છેઃ ''બચપણમાં કોઈ મને નિશાળમાં મૂકવા આવેલું તેવું યાદ છે. મુશ્કેલીથી થોડુંક શીખેલો. તે કાળે છોકરાઓની સાથે હું મહેતાને ગાળ દેતાં શીખેલો. હું અનુમાન કરું છું કે મારી બુદ્ધિ મંદ હશે, અને યાદશક્તિ કાચી હશે. હું અતિશય શરમાળ છોકરો હતો. નિશાળમાં મારા કામ સાથે જ કામ હતું. ઘંટ વાગવાના સમયે પહોંચવું અને નિશાળ બંધ થયે ભાગવું. મને કોઈનીયે સાથે વાતો કરવાનું ગમતું નહીં. કોઈ મારી મશ્કરી કરશે તો? એવી બીક રહેતી.''

તેઓ લખે છે : ''દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરતાં મેં એક ટેવ પાડી હતી. મારું અજ્ઞાાન હું અસીલો પાસે છુપાવતો નહોતો, બીજા વકીલ સમક્ષ પણ નહીં. જ્યાં જ્યાં મને ખબર ના પડે ત્યાં હું મારા અસીલને બીજા વકીલ પાસે જવાનું કહેતો અથવા બીજા વધુ અનુભવી વકીલની સલાહ લેવાનું કહેતો.''

www.sahityasafar.blogspot.com

બાપુ આઝાદી માટે સત્યાગ્રહ કરતાં અને ત્યારે જેલમાં ગયા હતા. આ સંદર્ભમાં તેઓ હળવાશથી લખે છે : 'વાંચનાર જાણે છે કે હું રીઢો થયેલો ગુનેગાર છું.

૧૯૨૨ના માર્ચ મહિનામાં હું કેદમાં પુરાયો હતો તે મારી જિંદગીની પહેલી કેદ નહોતી. દક્ષિણ આફ્રિકામાં ત્રણ વાર હું ગુનેગાર ઠરી ચૂક્યો હતો. દક્ષિણ આફ્રિકાની સરકાર મને તે વખતે એક જોખમકારક કેદી ગણતી હતી. તેથી એક જેલમાંથી બીજી જેલમાં ફેરવવામાં આવતો. હિંદુસ્તાનમાં આવ્યા પછી જેલમાં જતાં પહેલાં હું છ જેલોનો અનુભવ લઈ ચૂક્યો હતો, એટલા જ જેલ સુપરિન્ટેન્ડન્ટ અને એટલા જ જેલરો સંપર્કમાં આવી ચૂક્યો હતો. મને અમદાવાદની સાબરમતી જેલમાં લઈ જવાયો ત્યારે બીજાઓની જેમ મને કઠતું નહોતું. પ્રેમથી વધુ વિજય મેળવવા માટે એક ઘર બદલીને બીજા ઘેર જતો હોઉં તેમ મને લાગતું.''

બાપુએ જીવનના મોજશોખ અને જરૂરિયાતો ક્રમશઃ કેવી રીતે ઓછી કરી તેનું વર્ણન તેમના જ શબ્દોમાં: ''જેમ ધોબીની ગુલામીમાંથી હું છૂટયો તેમ નાઈની ગુલામીમાંથી પણ છૂટવાનો પ્રસંગ આવ્યો. પ્રિટોરીયામાં હું એક અંગ્રેજ વાળ કપાવવાની દુકાને પહોંચ્યા. તેણે મારી વાળ કાપવાની ઘસીને ના પાડી. તેણે ના પાડતી વખતે અત્યંત તિરસ્કાર બતાવ્યો તે વધારામાં. મને દુઃખ થયું. હું પહોંચ્યો બજારમાં. વાળ કાપવાનો સંચો ખરીધ્યો. અને અરીસા સામે ઊભા રહી મેં જાતે જ મારા વાળ કાપ્યા. વાળ જેમ તેમ કપાયા તો ખરા, પણ પાછળના વાળ કાપતા મુશ્કેલી પડી. હું એવા વાળ સાથે કોર્ટમાં ગયો. બધા મને જોઈને હસવા લાગ્યા.

કોઈએ કહ્યું: 'તારા માથે ઉંદર ફરી ગયા છે?'

મેં કહ્યું: 'ના, મારા કાળા માથાનો સ્પર્શ કોઈ ગોરા નાઈ શા માટે કરે ? એટલે જેવા તેવા પણ હાથે કાપેલા વાળ મને વધુ પ્રિય છે.'

www.sahityasafar.blogspot.com

જીવનના કોઈ પણ ક્ષેત્રમાં બાપુએ ખેડાણ ના કર્યું હોય એવું બન્યું નથી. 'સત્ય અને અહિંસા' નામના અમોઘ શસ્ત્રની અને સત્યાગ્રહની શોધ કરનાર બાપુએ દક્ષિણ આફ્રિકામાં એેક છાપું પણ કાઢયું હતું. '' Young India'' અને ''નવજીવન''ના તેઓ તંત્રી પણ હતા. બાપુ અખબારો માટે લખે છે : ''વર્તમાન પત્રો સેવાભાવથી ચાલવા જોઈએ એ હું ''ઈન્ડિયન ઓપિનિયન''ના પહેલા માસની કારકિર્દીમાં જ જોઈ ગયો. વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે, પણ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાડે અને પાકનો નાશ કરે છે તેમ નિરંકુશ કલમનો ધોધ પણ વિનાશ વેરી શકે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા વધારે ઝેરી નીવડે છે. ''

બાપુને એક વાર દિલ્હીની પ્રાર્થના બાદ પ્રશ્નોત્તરી વખતે પૂછવામાં આવ્યું: ''જો એક દિવસ માટે આપને હિંદુસ્તાનના સરમુખત્યાર બનાવવામાં આવે તો આપ શું કરો?''

બાપુઃ ''પ્રથમ તો હું સરમુખત્યાર બનું જ નહીં છતાં માની લઈએ કે મને એક દિવસ માટે સરમુખત્યાર બનાવવામાં આવે તો હું વાઈસરોય ભવન (હાલનું રાષ્ટ્રપતિભવન)ને હોસ્પિટલમાં ફેરવી નાખું. વાઈસરોયને આવડા મોટા ઘરનું શું કામ?''

www.sahityasafar.blogspot.com

ટૂંકમાં બડા બડા રાજભવનો અને રાષ્ટ્રપતિભવન વિશે બાપુએ વર્ષો પહેલાં પોતાનો અભિપ્રાય આપી દીધો હતો જેનો અમલ દેશના નેતાઓએ આજ સુધી કર્યો નથી.
તેમને ગોળીથી ઠાર કરવામાં આવ્યા તે પૂર્વે એટલે કે તા. ૨૯મી જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે મૃત્યુના ૨૦ કલાક જ અગાઉ જ આ શબ્દો ઉચ્ચાર્યા હતા : ''હું જીર્ણ માંદગીના કારણે મરણ પામું, તો લોકો તમારા પર ક્રોધે ભરાય એ જોખમ વહોરીને પણ દુનિયા આગળ જાહેર કરવાની તમારી ફરજ છે કે, ગાંધી જેનો દાવો કરતો હતો એવો ખુંદાનો બંદો નહોતો. તમે એમ કરશો તો એથી મારા આત્માને શાંતિ મળશે. હમણાં કોઈએ એક દિવસ બોમ્બ વતી કરવા ધાર્યું હતું તેમ કોઈ મને ગોળીથી ઠાર મારીને મારા જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કરે અને એ ગોળી દુઃખના એક પોકાર વિના હું ઝીલી લઉં અને રામનું નામ રટતો રટતો પ્રમાણ ત્યાગ કરું તો જ મારો એ દાવો સાચો ઠરશે... ભૂતકાળમાં મારા જાન લેવા મારા પર હુમલા કરવામાં આવ્યા છે, પણ ભગવાને મને આજ સુધી બચાવી લીધો છે પરંતુ મને ગોળી મારનારને એમ લાગે કે હું એક બદમાશને પૂરો કરી રહ્યો છું અને તેવી માન્યતાથી જ પ્રેરાઈને મને ગોળીથી ઠાર કરે તો ખરા ગાંધીને નહીં પરંતુ તેને જે બદમાશ લાગ્યો હતો તેને તેણે મારી નાંખ્યો હશે.''

બાપુનું છેલ્લું વિધાન તેમની નિખાલસતાની પરાકાષ્ટા છે. આવું કોણ કહી શકે કે કોઈ મને મારી નાંખે તો મારામાં રહેલી કોઈ બદમાશીને મારી નાંખી છે.

તેમણે મૃત્યુ પહેલાં કહ્યું હતું કે ''મારા મૃત્યુ બાદ મારા દેહને કોઈ સરઘસ આકારે લઈ જવાનો પ્રયત્ન કરે તો હું તેમને કહું છું કે, ''મારું મડદું બોલી શકે તો- ભલા, મને એમાંથી છોડો અને હું મર્યો હતો ત્યાં જ મને બાળી મૂકો.''
છેલ્લે તેમણે કહ્યું હતું, ''મને વીસરી જાવ. મારા નામને ના વળગો. તત્ત્વને વળગો. તમારી પ્રત્યેક હાલચાલ તે ગજથી માપો, અને આગળ ઉપર આવનારા દરેક પ્રશ્નનો નિર્ભયતાથી જવાબ આપો, હું તો ગરીબ સાધુ છું. છ રેંટિયા, જેલની થાળીઓ, બકરીના દૂધનું એક વાસણ, ખાદીના છ લંગોટ અને એક ટુવાલ- આટલી મારી ઐહિક પૂંજી છે, અને મારા કીર્તિની ઝાઝી કિંમત ન હોઈ શકે. મારા મરણ પછી કોઈ એક જ વ્યક્તિ સંપૂર્ણપણે મારો પ્રતિનિધિ નહીં બની શકે. પરંતુ મારો સ્વલ્પ અંશ તમારા પૈકી ઘણાના જીવનમાં જીવતો રહેશે. દરેક જણ ધ્યેયને પ્રથમ સ્થાન આપે અને પોતાની જાતને છેલ્લી મૂકશે તો ખાલીપો ઘણે અંશે ભરાઈ જશે.

www.sahityasafar.blogspot.com

••• ♥ સાભાર ♥ •••

www.sandesh.com

♠ स्वयं को पहचाने ♠


एक बार स्वामी विवेकानंद के आश्रम में एक व्यक्ति आया जो देखने में बहुत दुखी लग रहा था।

वह व्यक्ति आते ही स्वामी जी के चरणों में गिर पड़ा और बोला- " महाराज! मैं अपने जीवन से बहुत दुखी हूं, मैं अपने दैनिक जीवन में बहुत मेहनत करता हूं, काफी लगन से भी काम करता हूं लेकिन कभी भी सफल नहीं हो पाया। भगवान ने मुझे ऐसा नसीब क्यों दिया है कि मैं पढ़ा-लिखा और मेहनती होते हुए भी कभी कामयाब नहीं हो पाया हूं।"

स्वामी जी उस व्यक्ति की परेशानी को पल भर में ही समझ गए। उन दिनों स्वामी जी के पास एक छोटा-सा पालतू कुत्ता था,
उन्होंने उस व्यक्ति से कहा- ‘‘तुम कुछ दूर जरा मेरे कुत्ते को सैर करा लाओ फिर मैं तुम्हारे सवाल का जवाब दूंगा।’’

आदमी ने बड़े आश्चर्य से स्वामी जी की ओर देखा और फिर कुत्ते को लेकर कुछ दूर निकल पड़ा। काफी देर तक अच्छी-खासी सैर कराकर जब वह व्यक्ति वापस स्वामी जी के पास पहुंचा तो स्वामी जी ने देखा कि उस व्यक्ति का चेहरा अभी भी चमक रहा था, जबकि कुत्ता हांफ रहा था और बहुत थका हुआ लग रहा था।
स्वामी जी ने व्यक्ति से कहा कि- "यह कुत्ता इतना ज्यादा कैसे थक गया जबकि तुम तो अभी भी साफ-सुथरे और बिना थके दिख रहे हो|"

तो व्यक्ति ने कहा- "मैं तो सीधा-साधा अपने रास्ते पर चल रहा था लेकिन यह कुत्ता गली के सारे कुत्तों के पीछे भाग रहा था और लड़कर फिर वापस मेरे पास आ जाता था। हम दोनों ने एक समान रास्ता तय किया है लेकिन फिर भी इस कुत्ते ने मेरे से कहीं ज्यादा दौड़ लगाई है इसलिए यह थक गया है।"

स्वामी जी ने मुस्करा कर कहा- "यही तुम्हारे सभी प्रश्रों का जवाब है, तुम्हारी मंजिल तुम्हारे आसपास ही है वह ज्यादा दूर नहीं है लेकिन तुम मंजिल पर जाने की बजाय दूसरे लोगों के पीछे भागते रहते हो और अपनी मंजिल से दूर होते चले जाते हो।"

→ मित्रों यही बात लगभग हम सब पर लागू होती है। प्रायः अधिकांश लोग हमेशा दूसरों की गलतीयों की निंदा-चर्चा करने, दूसरों की सफलता से ईर्ष्या-द्वेष करने, और अपने अल्प ज्ञान को बढाने का प्रयास करने के बजाय अहंकारग्रस्त हो कर दूसरों पर रौब झाडने में ही रह जाते हैं।

अंततः इसी सोच की वजह से हम अपना बहुमूल्य समय और क्षमता दोनों खो बैठते हैं, और जीवन एक संघर्ष मात्र बनकर रह जाता है। सबक यह है कि दूसरों की होड़ मत कीजिये, और अपनी मंजिल खुद बनाइये।

♠ ભિખારીઓની મુશ્કેલી ♠

એકવાર એક મંદિરના પૂજારીને મંદિરની બહાર બેઠેલા ભિખારીઓની દયા આવી. મંદિરની બહાર કેટલાય ભિખારી વાળ અને દાઢી વધારેલા, ફાટેલા કપડામાં, ગંદા-ગોબરા બેઠા હતાં. પૂજારીને તેમની દયા આવી. તેણે બધા ભિખારીને મંદિરમાં બોલાવ્યા. બધાની ગણતરી કરી, બીજા દિવસે આવવાનું કહ્યું.

www.sahityasafar.blogspot.com

બીજા દિવસે સવારમાં જ બધા ભિખારી આવી ગયા. પૂજારીએ તેમને અંદર બોલાવ્યા. વાણંદને બોલાવીને વાળ કપાવ્યા, દાઢી કરાવી. બધાંને સરખી રીતે ન્હાવાનું કહ્યું. પછી બધાને નવા કપડા, ચપ્પલ આપ્યા. ભિખારીઓ તો અરીસામાં પોતાની જાત ઓળખી જ ન શક્યા. બધા ખુશ થતા થતા ગયા.

ચાર-પાંચ દિવસ થયા ત્યાં બધા ભિખારી મંદિરમાં પાછા આવ્યા. પાછા એ જ જુના ફાટેલા કપડા પહેર્યા હતાં. પૂજારીને નવાઈ લાગી. તેણે પૂછ્યું તો બધા ભિખારીએ કહ્યું, તમારા નવા કપડાથી મોટી મુશ્કેલી થઈ છે. અમને વ્યવસ્થિત જોઈને કોઈ ભીખ આપતું જ નથી. અમારે તો આવા વેશમાં જ રહેવું પડશે. તો જ અમારો ધંધો ચાલે.

પૂજારી બિચારા ભગવાન સામે જોઈ રહ્યા.

www.sahityasafar.blogspot.com

→ મિત્રો આ પ્રસંગ પરથી એ શિખવા મળે છે કે, મોટા ભાગના ભિખારીઓ પોતાની જાતને ભીખ માગવાનું સાધન જ સમજે છે, કોઈ એને સુધારવાનો પ્રયત્ન કરે તો પણ તે શરીરથી સુધરે છે પણ મનથી નથી સુધરતા..તેઓ મહેનત કે શ્રમનું મહત્વ સમજતા હોતા નથી..આથી માત્ર કપડા કે શરીર સુધારાથી ભિખારી મટાતું નથી..એના માટે જાત ઘસવી પડે, જાત સુધારવી પડે..
  અસ્તુ..!!

♠ अनमोल सोच ♠

एक छोटा सा बच्चा अपने दोनों हाथों में एक एक एप्पल लेकर खड़ा था

उसके पापा ने मुस्कराते हुए कहा कि
"बेटा एक एप्पल मुझे दे दो l "

इतना सुनते ही उस बच्चे ने एक एप्पल को दांतो से कुतर लिया l

उसके पापा कुछ बोल पाते उसके पहले ही उसने अपने दूसरे एप्पल को भी दांतों से कुतर लिया l

अपने छोटे से बेटे की इस हरकत को देखकर बाप ठगा सा रह गया और उसके चेहरे पर मुस्कान गायब हो गई थी.....

तभी उसके बेटे ने अपने नन्हे हाथ आगे की ओर बढाते हुए पापा को कहा....

" पापा ये लो.. ये वाला ज्यादा मीठा है l ''

शायद हम कभी कभी पूरी बात जाने बिना निष्कर्ष पर पहुंच जाते हैं....किसी ने क्या खूब लिखा है :-

नजर का आपरेशन
तो सम्भव है,
पर नजरिये का नही..!!!

फर्क सिर्फ सोच का  होता है.....वरना , वही सीढ़ियां ऊपर भी जाती है ,और निचे भी आती है

♠ લોભી બ્રાહ્મણ ♠

કાશીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે સમાજમાં દરેક વ્યક્તિ સાથે લેતી-દેતીમાં ગોટાળા કરી ખૂબજ સંપત્તિ ભેગી કરી હતી. વ્યાપાર અને વ્યવહારના ગોટાળાથી પસ્તાવો થતા તે ગંગાસ્નાન કરવા ઉપડયો, પણ તે બહુ જ લોભી સ્વભાવનો હતો. ગંગાસ્નાન કરવા ગંગામાં ઝંપલાવ્યું પણ હવે ન્હાતા ન્હાતા તેણે ઉભેલા બ્રાહ્મણોને દક્ષિણા માંગતા જોયા તે વિચારવા લાગ્યો કે હું નદીની બહાર નીકળીશ એટલે આ બ્રાહ્મણો દક્ષિણા માંગ્યા વગર છોડશે નહી તે લોભી સ્વભાવનો હોવાથી બહાર નીકળવાને બદલે ડૂબકી મારીને ન્હાવા લાગ્યો. કિનારે ઉભેલા બધા જ બ્રાહ્મણો થાકીને ચાલ્યા ગયા. ભગવાન શિવને વિચાર આવ્યો કે આ લોભી પાસેથી કંઈક ધન તો કઢાવવું જ છે તે છૂપાઈને ઉભા રહ્યાં કિનારે કોઈ દેખાતા નથી એમ વિચારીને બ્રાહ્મણ બહાર નીકળ્યો ત્યાં તો શિવજી નાના બાળકના રૃપમાં હાથ લંબાવીને 'દક્ષિણા આપો' કહીને ઉભા રહ્યાં, બ્રાહ્મણ હેબતાઈ ગયો, મરી ગયા.. આ ક્યાંથી આવ્યો? પછી થયું કે લાવ આઠ આના આપી દઉ પણ જીવ ન ચાલ્યો. પછી તે બાળકને કહે લે મારૃં સરનામું આપું છું, તું મારા ઘરે આવીને આઠ આના દક્ષિણા લઈ જજે. ઘરે આવીને પત્નીને કહ્યું કે તે બ્રાહ્મણ આઠ આના લેવા આવે તો કહેજે કે મારા પતિ તો આજે જ મરી ગયા, તેમ કહીને રડવા લાગજે. તેથી તે જતો રહેશે.

તે જ દિવસે શિવજી બાળકના રૃપમાં બ્રાહ્મણના ઘરે આવ્યા. બ્રાહ્મણ પત્નીએ પોતાના પાડોશી દ્વારા બ્રાહ્મણને સ્મશાન પહોંચાડવા ખોટી નનમાી ગોઠવી, તેના પર બ્રાહ્મણને સુવડાવ્યો અને સ્મશાન યાત્રા કાઢી. રસ્તામાં ખૂબ વરસાદ આવ્યો, બધા જ ભાગ્યા. બ્રાહ્મણ પણ ઉભો થઈ ગયો ત્યાં શિવજી પાછા આવી ગયા 'આઠ આના દક્ષિણા આપો'.  બ્રાહ્મણ તો ડઘાઈ ગયો. આ સ્મશાનના દેવ શિવજી છે તેમ તેને સમજાય ગયું, તે તેમના પગે પડી ગયો અને કહ્યું... 'ભોળાનાથ, હું તમને ઓળખી ના શક્યો, મારી લોભવૃત્તિ છોડાવવા તમે આવું કરો છો તે મને ન સમજાયું, મારા બધા સ્વજનો કે જેમના માટે મેં આટલા ગોટાળા-સાચા ખોટા કામ કર્યા તે મને મુકીને ચાલ્યા ગયા. હવે મને સમજાય છે કે સ્વાર્થ વિના કોઈ પ્રિત કરતું નથી, કોઈ કોઈનું નથી.'

તરત શિવજીએ તેને ઉભો કર્યાે અને હાથ લંબાવીને કહ્યું, 'મારી આઠ આની લાવ' બ્રાહ્મણ હસવા લાગ્યો, 'અરે.. આઠ આની નહી.. હું પોતે જ તમારી સાથે આવીશ. મને પરમધામ લઈ જાવ. હું થાકી ગયો છું'

શિવજીએ તેને બાથમાં લઈ સમજાવ્યું કે, 'હે વત્સ, સંપત્તિ માટે આટલી આસક્તિ-મોહ માયા છે. એટલે તે ખૂબ મહેનતે ભેગી કરી.' પણ કોના માટે? સાથે શું લઈ જવાના છીએ? બધું જ મુકીને પરમધામ જવાનું છે તો પછી આટલો લોભ શા માટે?

આમ કહી દાન પુણ્ય કરવા સમજાવ્યો, શ્રાવણના સરવડીયા કહ્યાં, ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જ જવાનું છે તે સમજાવ્યું.

પછી તે બ્રાહ્મણ લોભ છોડીને ખૂબ દાન કરવા લાગ્યો. મહાદાની બની ગયો.

♠ गुलाम की सीख ♠


दास प्रथा के दिनों में एक मालिक के पास अनेकों गुलाम हुआ करते थे। उन्हीं में से एक था लुक़मान।

लुक़मान था तो सिर्फ एक गुलाम लेकिन वह बड़ा ही चतुर और बुद्धिमान था। उसकी ख्याति दूर दराज़ के इलाकों में फैलने लगी थी।

एक दिन इस बात की खबर उसके मालिक को लगी, मालिक ने लुक़मान को बुलाया और कहा- सुनते हैं, कि तुम बहुत बुद्धिमान हो। मैं तुम्हारी बुद्धिमानी की परीक्षा लेना चाहता हूँ। अगर तुम इम्तिहान में पास हो गए तो तुम्हें गुलामी से छुट्टी दे दी जाएगी। अच्छा जाओ, एक मरे हुए बकरे को काटो और उसका जो हिस्सा बढ़िया हो, उसे ले आओ।

लुक़मान ने आदेश का पालन किया और मरे हुए बकरे की जीभ लाकर मालिक के सामने रख दी।

कारण पूछने पर कि जीभ ही क्यों लाया ! लुक़मान ने कहा- अगर शरीर में जीभ अच्छी हो तो सब कुछ अच्छा-ही-अच्छा होता है।

मालिक ने आदेश देते हुए कहा- “अच्छा! इसे उठा ले जाओ और अब बकरे का जो हिस्सा बुरा हो उसे ले आओ।”

लुक़मान बाहर गया, लेकिन थोड़ी ही देर में उसने उसी जीभ को लाकर मालिक के सामने फिर रख दिया।

फिर से कारण पूछने पर लुक़मान ने कहा- “अगर शरीर में जीभ अच्छी नहीं तो सब बुरा-ही-बुरा है। “

उसने आगे कहते हुए कहा- “मालिक! वाणी तो सभी के पास जन्मजात होती है, परन्तु बोलना किसी-किसी को ही आता है…क्या बोलें? कैसे शब्द बोलें, कब बोलें.. इस एक कला को बहुत ही कम लोग जानते हैं। एक बात से प्रेम झरता है और दूसरी बात से झगड़ा होता है।

कड़वी बातों ने संसार में न जाने कितने झगड़े पैदा किये हैं। इस जीभ ने ही दुनिया में बड़े-बड़े कहर ढाये हैं।जीभ तीन इंच का वो हथियार है जिससे कोई छः फिट के आदमी को भी मार सकता है तो कोई मरते हुए इंसान में भी प्राण फूंक सकता है । संसार के सभी प्राणियों में वाणी का वरदान मात्र मानव को ही मिला है। उसके सदुपयोग से स्वर्ग पृथ्वी पर उतर सकता है और दुरूपयोग से स्वर्ग भी नरक में परिणत हो सकता है। भारत के विनाशकारी महाभारत का युद्ध वाणी के गलत प्रयोग का ही परिणाम था। “

मालिक, लुक़मान की बुद्धिमानी और चतुराई भरी बातों को सुनकर बहुत खुश हुए ; आज उनके गुलाम ने उन्हें एक बहुत बड़ी सीख दी थी और उन्होंने उसे आजाद कर दिया।

मित्रों, मधुर वाणी एक वरदान है जो हमें लोकप्रिय बनाती है वहीँ कर्कश या तीखी बोली हमें अपयश दिलाती है और हमारी प्रतिष्ठा को कम करती है। आपकी वाणी कैसी है ? यदि वो तीखी है या सामान्य भी है तो उसे मीठा बनाने का प्रयास करिये। आपकी वाणी आपके व्यत्कित्व का प्रतिबिम्ब है , उसे अच्छा होना ही चाहिए।