♠ ઓવરટેક ♠

~~~~~~~ ♥ FROM ♥ ~~~~~~~

~~ ♥ SHAILESH SAGPARIYA ♥ ~~

→ દરેક માતા પિતા આ પ્રસંગ જરૂર વાંચજો.

એક છોકરો પોતાના માતા-પિતા સાથે ફરવા માટે નિકળ્યો હતો. પિતા ગાડી ચલાવતા હતા અને દિકરો પાછળ બેઠો હતો. પિતાને પોતાની આ ગાડી ખુબ વહાલી હતી.એટલે ખુબ કાળજીપૂર્વક લગભગ 80ની સ્પીડથી ગાડી ચાલી રહી હતી.

થોડીવાર પછી એક આધુનિક ગાડી આ ગાડીને ઓવરટેક કરીને આગળ નીકળી ગઇ. પાછળની સીટ પર બેઠેલા દિકરાએ પિતાને કહ્યુ," પપ્પા, આ ગાડી આપણી આગળ નીકળી ગઇ હવે તમે પણ જરા લીવરનો ઉપયોગ કરો આપણે એ ગાડીને ઓવરટેક કરી લઇએ." પિતાએ હસતા હસતા કહ્યુ," બેટા એ શક્ય નથી કારણકે આપણી ગાડી કરતા એ ગાડીની કેપેસીટી વધુ સારી છે."

હજુ તો વાત ચાલુ જ હતી ત્યાં ફરીથી એક કાર વાયુવેગે આવી અને સાઇડ કાપીને આગળ નીકળી ગઇ, છોકરાએ પિતાને કહ્યુ , " શું પપ્પા તમે પણ આમ ગાડી ચલાવાતા હશે! આ બીજી ગાડી પણ આપણી આગળ નીકળી ગઇ જરા લીવર દબાવો."

પિતાએ થોડા ગુસ્સા સાથે કહ્યુ, " તને આપણી આગળ નીકળી ગઇ એ કાર જ દેખાય છે ? આપણા કરતા સામાન્ય સ્થિતિની ઘણી કાર છે જે હજુ આપણી પાછળ જ છે. આ જે ગાડીઓ આગળ નીકળી રહી છે એ બધી જ ગાડીઓની આગળ નીકળવા આપણે જો લીવર દાબીએ તો આપણે આગળ તો ન જ થઇ શકીએ પણ ઉલટાની આપણી ગાડીને કંઇક નુકસાન થાય."

છોકરાએ ધીમેથી પપ્પાને વહાલ કરતા કહ્યુ, " પપ્પા તો પછી મારી સરખામણી તમે બીજા અતિ હોશિયાર વિદ્યાર્થીઓ સાથે કરીને મને કેમ સતત ટોકટોક કર્યા કરો છો ? હું એની સાઇડ કાપવા જઇશ તો મને પણ નુકશાન ન થઇ શકે? અને મારી આગળ નીકળી ગયેલા બધા વિદ્યાર્થી તમને દેખાય છે પણ હું બીજા ઘણા કરતા આગળ છું એ તમને કેમ નથી દેખાતુ ? "

♠ પરસેવાની કમાણી ♠


www.sahityasafar.blogspot.com

એકવાર ટ્રેનની રાહ જોઇ રહેલાં ટોલ્સટોય સાદા વેશમાં સ્ટેશન ઉપર આંટા મારી રહ્યાં હતાં.ટોલ્સટોયને મજૂર સમજી એક શ્રીમંત બાઇએ પાસે બોલાવી કહ્યું,'' લે આ ટપાલ પોસ્ટનાં ડબ્બામાં નાંખી આવ.આ લે તારા મહેનતાણાનો સિક્કો.'' ટોલ્સટોયે કાંઇપણ કહ્યાં વિનાં ટપાલ અને સિક્કો બન્ને લઇ લીધાં અને ટપાલ ડબામાં નાંખી પૂર્વવત આંટા મારવાં લાગ્યાં.

થોડીવારમાં આ શ્રીમંત બાઇનાં પતિ સ્ટેશન ઉપર તેને મૂકવાં આવ્યાં.ટોલ્સટોયને જોઇને તેમને ભેટી પડ્યાં અને તેમનાં ખબર અંતર પૂછ્યાં.એટલામાં ગાડી આવી ગઇ એટલે બધાં ડબામાં ગયાં.

પોતાની પત્નીને ટોલ્સટોયનો પરિચય આપતાં પેલી શ્રીમંત વ્યક્તિએ કહ્યું '' આપણા દેશનાં મહાન વિદ્વાન ટોલ્સટોય છે.તેઓ અત્યંત વિનમ્ર,સરળ અને જ્ઞાની પુરુષ છે.''

તેમની પત્નીનું મો શરમથી ઝુકી ગયું.તેણીએ માફી માંગતા ગળગળાં સાદે કહ્યું, '' ટોલ્સટોયજી, મે આપને ઓળખ્યાં નહીં અને કામ બતાવ્યું.મને માફ કરો,મારી ભૂલ થઇ.મહેનતાણાનાં પૈસા પાછા આપી દો.''

ટોલ્સટોય કહે,'' એ તો મારાં પરસેવાની કમાણી છે.હવે પાછા મળે નહી.''

સાચું જ્ઞાન માણસને અહંકારી નહીં પરંતું વિનમ્ર બનાવે છે.જ્ઞાન અભિમાનથી દૂર રાખે છે અને વ્યક્તિને સાચા અર્થમાં મહાન બનાવે છે.વિનમ્રતા મનુષ્યનું સાચું આભૂષણ છે.

www.sahityasafar.blogspot.com

♠ પરોપકારી - મધર ટેરેસા ♠

www.sahityasafar.blogspot.com

→ અગ્ને ગોન્હા બોજાશિન કે જેઓ પછીથી મધર ટેરેસા તરીકે જાણીતા થયાં. તેમના બાળપણનો એક શ્રેષ્ઠ પ્રસંગ રજુ કરું છું.આપને ગમે તો લાઇક કરતાં પણ શેર કરશો તો મને વધું ગમશે.

ઍલ્બેનિયન કુળના ખેડૂત કુટુંબમાં જન્મેલી ''અગ્ને
ગોન્હા બોજાશિન'' ( મધર ટેરેસા)  સ્થાનિક પ્રશાસન દ્વારા ચાલતી સ્કૂલમાં ભણતી હતી. આ નાનકડી અગ્ને ગોન્હા અત્યંત ચંચળ હતી. બીજાઓની નકલ કરવામાં ભારે હોશિયાર.

એક દિવસ પોતાના ભાઈ- બહેનો સાથે ટોળી જમાવીને બેઠી હતી અને ઠઠ્ઠા-મશ્કરી ચાલતી હતી.
આ સમયે અગ્ને ગોન્હા બોજાશિને નાની નાની વાત માટે વિદ્યાર્થીઓને સતત ધમકાવતી વર્ગ-
શિક્ષિકાની મિમિક્રી કરી. એની છટા,ચેષ્ટા અને
એની બોલવાની ઢબની આબાદ નકલ જોઇને સહુ કોઈ હસતાં-હસતાં બેવડ વળી ગયા. પણ એવામાં એકાએક લાઈટ ચાલી ગઈ. બાળમંડળી ગભરાઈ ગઈ. એમણે જોયું તો રસ્તાની સડક પર અને
પડોશમાં લાઇટ ચાલુ હતી. માત્ર એમના રૂમની લાઈટ જ બંધ હતી. આથી આ બાલિકા દોડીને
બાજુમાં કમરામાં બેઠેલી એની માતા પાસે ગઈ. જોયું તો ત્યાં પણ લાઈટ ચાલુ હતી એટલે બાળકોએ પૂછ્યું, 'તારા રૃમની લાઈટ છે અને
અમારા રૃમમાં કેમ નથી? રસ્તા પર પણ
લાઈટ દેખાય છે.'

ત્યારે એની માતાએ કહ્યું, 'લાઇટ ગઇ નથી, પણ મેં બંધ કરી છે.'

આ સાંભળીને બાળકો એક સાથે બોલી ઊઠયા, આવું કેમ કર્યું?'

માતાએ કહ્યું, 'બીજાની ટીકા કરવા માટે કે એની મિમિક્રી કરવા માટે વીજળીનો ખર્ચો હું ઉઠાવી શકું તેમ નથી. આવી નકામી વાતો માટે વીજળી વાપરવી એ મહાદુર્વ્યય કહેવાય.'

આ સાંભળી બાળકો શરમ અનુભવી રહ્યા. એમને એમની ભૂલનો ખ્યાલ આવ્યો. એ જોઇને માતાએ કહ્યું, 'કોઇના વ્યક્તિગત જીવન વિશે વાતો કરવી કે એની ટીકા કરવી, એ સભ્ય લોકોનું કામ નથી. આજથી મનમાં ગાઠ મારી લેજો કે અંતે ટીકા કરનાર જ ટીકાનો ભોગ બનતા હોય છે.'

નાનકડી બાલિકા અગ્ને ગોન્હા બોજાશિન પર
માતાની વાતનો એવો પ્રભાવ પડયો કે એણે એનું સંપૂર્ણ જીવન બીજાઓની મદદ માટે સમર્પી દીધું. એ દીનદુખિયાઓની મસિહા સેવિકા બની અને
૧૯૭૯ની નોબેલ પારિતોષિક મેળવનારી અગ્ને ગોન્હા બોજાશિન જગતમાં મધર ટેરેસા તરીકે જાણીતી થઈ.

www.sahityasafar.blogspot.com

♠ કર્મનિષ્ઠ મેક્સમ ગોર્કી ♠

www.sahityasafar.blogspot.com

રશિયાના વિખ્યાત સર્જક મેક્સિમ ગોર્કી (ઈ.સ.
૧૮૬૮થી ૧૯૩૬)ના માતાપિતા નાની વયે મૃત્યુ પામ્યા અને તેના દાદાએ એનો ઉછેર કર્યો. નવ વર્ષની ઉંમરથી એણે મજૂરી કરવાનું શરૃ કર્યું. વહાણના તૂતક પર વાસણો માંજ્યા હતા અને બેકરીમાં જઇને પાંઉ-રોટી શેકી હતી. એ પછી એને
કબાડીને ત્યાં નોકરી મળી અને અહીં રોજ હજારો પુસ્તકો આવતા હતા. આ પુસ્તકો જોઇને મેક્સિમ ગોર્કીનું મન એને વાંચવા માટે આતુર બની જતું. એ પોતાનું કામ પૂરું થતાં જે કંઇ સમય મળતો, એમાં એ પુસ્તકો વાંચતો હતો. જે દિવસે પુસ્તક
વાંચવાની અનુકૂળતા ન મળે, તે દિવસે એને
એમ થતું કે આજનો દિવસ એળે ગયો. કેટલાંક
પુસ્તકો એવા આવતા કે જેને નાની વયનો ગોર્કી સમજી શકતો નહીં, પરંતુ એને વારંવાર વાંચીને
સમજવાનો પ્રયત્ન કરતો અને એમ કરતાં એણે આ કબાડીની દુકાનમાં રહીને અસંખ્ય પુસ્તકો વાંચ્યા અને મનમાં વિચાર કર્યો કે હવે થોડું લેખન પણ શરૂ કરું.

→ એનું મૂળ નામ એક્સેઈ મેક્સિમોવિત પેશ્કોવ,
પરંતુ એણે ગોર્કી (કડવો)ના નામથી લખવાની શરૃઆત કરી. એક અખબારમાં એની વાર્તા પ્રગટ
થઇ અને થોડા દિવસ પછી એક સુપ્રસિદ્ધ લેખકે આવી સુંદર વાર્તા લખવા માટે એને અભિનંદન આપ્યા. ગોર્કીનો ઉત્સાહ વધ્યો. હવે એણે એનું સઘળું ધ્યાન લેખન અને અધ્યયનમાં ડૂબાડી દીધું. મનમાં એક જ લગની. એને પરિણામે એની વાર્તાઓ તિફલિસનાં અખબારોમાં અને
પીટ્સબર્ગના સામયિકોમાં પ્રગટ થવા લાગી. સ્વાનુભવના આધારે લખાયેલી એમની કૃતિઓની ચોતરફ પ્રશંસા થવા લાગી.

→ ગોર્કીની, આત્મકથાઓ, 'મા' નામની નવલકથા, 'ઊંડા અંધારેથી' જેવાં નાટકોએ એને વિશ્વપ્રસિદ્ધ લેખક બનાવ્યો.

→ લેનિન જેવાં બીજા ક્રાંતિકારીઓ એમ માનતા હતા કે રશિયામાં આવેલા સામાજિક અને રાજકીય પરિવર્તનમાં મેક્સમ ગોર્કીના સર્જનનું ઘણું મોટું યોગદાન છે.

- કુમારપાળ દેસાઇ

www.sahityasafar.blogspot.com

♥ VISIT MY GK BLOG ♥

www.aashishbaleja.blogspot.com

♠ અપાર સ્નેહ ♠

ચાર વખત અને બાર વર્ષ સુધી પદે રહેનાર અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ (૧૮૮૨થી ૧૯૪૫)નો અંગત સચિવ પ્રમુખની એક આદતથી પરેશાન થઈ ગયો. સચિવ ડિક્ટેશન લઈને પત્ર ટાઈપ કરીને રૂઝવેલ્ટની પાસે લવાતો, રૂઝવેલ્ટ
કાં તો એમાં કોઈ સુધારો કરતા અથવા તો એમાં કસુંક સુધારીને લખતા ક્યારેક તો થોડું નવું લખાણ કરીને ટાઇપ કરેલા કાગળ સાથે જોડી દેતાં.સચિવને એમ થાય કે રૂઝવેલ્ટ શા માટે પત્ર લખાવતા પૂર્વે મનમાં વિગતો વ્યવસ્થિત ગોઠવીને લખાવતા નથી. આમ વારંવાર બનતું હતું.

એકવાર સચિવે પત્ર લખ્યો. ટાઇપ કરીને રૂઝવેલ્ટ પાસે હસ્તાક્ષર લેવા આવ્યો એટલે રૂઝવેલ્ટે એમાં એક- બે વાક્યોનો ઉમેરો કર્યો. સચિવ અકળાઈ
ઉઠયો. એણે હિંમત કરીને પૂછી લીધું, ' આપ પત્રમાં જે લખાવવા માંગતા હો, તે ડિક્ટેશનમાં જ કેમ લખાવી દેતા નથી ? ટાઇપ કરેલા કાગળમાં આવું હાથ- લખાણ સારું લાગતું નથી.'

આ સાંભળી પ્રમુખ રૂઝવેલ્ટ હસ્યા અને પ્રેમથી બોલ્યા, 'દોસ્ત ! આ માન્યતા તારી ભૂલભરેલી છે. ટાઇપ કરેલા કાગળમાં હું સ્વ- હસ્તાક્ષરમાં કંઈ
લખું તો તે પત્રને બગાડનારી બાબત નથી પરંતુ એની શોભા વધારનારી છે. મારા હસ્તાક્ષરમાં લખાયેલા આ શબ્દો જોઈને એ વ્યક્તિને એમ થશે કે આ માત્ર ઔપચારિક પત્ર નથી. એને એમ
લાગશે કે રાષ્ટ્રપતિએ જાતે લખીને એના પ્રત્યે ખાસ સ્નેહ દાખવ્યો છે. આમ હસ્તાક્ષરમાં થોડું લખવાથી એ પત્ર આત્મીય અને સૌહાર્દપૂર્ણ બને છે.'

પ્રમુખના અંગત સચિવ આ સાંભળીને સ્તબ્ધ
થઈ ગયો અને એના મનમાં રૂઝવેલ્ટ પ્રત્યેનો આદર વધી ગયો.

♠ મૂળિયાં ♠

માર્કસ અને લેનિનના સાચા વારસદાર અને પ્રજાસત્તાક ચીનના સ્થાપક માઓ- ત્સે-તુંગ બાળપણમાં દાદીમા સાથે રહેતા હતા. એમના દાદીમાને બગીચાનો ભારે શોખ, પરંતુ એકાએક
બીમાર પડતાં એમણે બગીચાની સંભાળ લેવાનું કામ માઓને સોંપ્યું.

એમણે માઓને કહ્યું, 'બેટા! આ બગીચાનાં વૃક્ષ-છોડ મારા પ્રાણ સમાન છે એટલે એમને તું ભારે
જતનથી જાળવજે.'

બાળક માઓએ વચન આપ્યું કે એ બગીચાનું
સંપૂર્ણ ધ્યાન રાખશે. એ પછી થોડા સમય બાદ દાદીમા સ્વસ્થ થતાં બગીચામાં લટાર મારવા ગયા, તો એમને ઊંડો આઘાત લાગ્યો. એમણે
જોયું કે ઘણાં વૃક્ષ અને છોડ સૂકાઇ ગયાં હતાં. બગીચો લગભગ ઉજ્જડ બની ગયો હતો.

દાદીમાએ માઓને પૂછ્યું કે તેં આપેલું વચન કેમ પાળ્યું નહીં, ત્યારે માઓએ કહ્યું, 'દાદીમા, હું રોજ આ પાંદડાઓને સંભાળી-સંભાળીને લૂછતો હતો અને એનાં મૂળિયાં પાસે નિયમિત રોટલીના ટુકડા નાખતો હતો, છતાં કોણ જાણે કેમ, એ બધાં સૂકાઇ ગયાં!'

દાદીમાએ કહ્યું, 'બેટા, પાંદડાં લૂછવાથી કે રોટીના ટુકડા નાખવાથી વૃક્ષ વધતું નથી. તારે તો વૃક્ષનાં મૂળમાં પાણી નાખવું જોઇએ. વૃક્ષ પાસે એટલી શક્તિ હોય છે કે એના મૂળએની આસપાસની ધરતીમાંથી જ પોતાનું ભોજન પ્રાપ્ત કરી લે છે, અને વધતા રહે છે.'

માઓ વિચારમાં પડી ગયો. એણે પૂછ્યું, 'દાદીમા, માણસનાં મૂળ ક્યાં હોય છે?'

દાદીમાએ ઉત્તર આપ્યો, 'મનનાં સાહસ અને હાથના બળમાં આપણાં મૂળિયાં હોય છે. જો એને રોજ પોષણ મળે નહીં, તો આપણે તાકાતવાન બની શકીએ નહીં.'

માઓએ તે સમયે નક્કી કર્યું કે એ પોતાના મૂળિયાં મજબૂત કરશે અને સાથોસાથ એના સાથીઓને
શક્તિશાળી બનાવશે.

આ માઓ-ત્સે-તુંગે ચીનને બળવાન અને સમર્થ રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા પર સ્થાન અપાવ્યું.

♠ વ્હીસલ ♠

www.sahityasafar.blogspot.com

અમેરિકાના પ્રસિધ્ધ લેખક, સંશોધક, વિજ્ઞાાની બેન્જામિન ફ્રેન્કલિનનું મૂળ નામ રિચાર્ડ સોન્ડર્સ હતું. સાબુ અને મીણબત્તી બનાવનાર પિતાના ૧૭
સંતાનોમાં ફ્રેન્કલિન દસમું સંતાન હતા. ગરીબીમાં ઉછરતા આ બેન્જામિન ફ્રેન્કલિન સાત વર્ષના બાળક હતા, ત્યારે રમકડાંની દુકાનમાં વ્હિસલ જોઇને એની પાછળ ગાંડા થઇ ગયા હતા. મનમાં થયું કે કોઈપણ ભોગે, આ વ્હિસલ મેળવવી જ જોઇએ.

એકવાર એમની પાસે જે કંઇ પૈસા એકઠા થયા હતા, એ બધી રકમનો દુકાનદાર આગળ ઢગલો કર્યો અને કહ્યું કે 'મને મારી પેલી મનપસંદ વ્હિસલ આપો.'

વ્હિસલ મેળવવાની તાલાવેલી એટલી કે એમણે ન તો એની કિંમત પૂછી કે ન તો એમણે કેટલી કિંમત ચૂકવી તેની ગણતરી કરી. એ પછી એ
વ્હિસલ વગાડતા-વગાડતા આનંદભેર ઘેર આવ્યા, ત્યારે એમના મોટા ભાઈ- બહેનોએ એની ખરીદીની વાત જાણીને કહ્યું કે બેન્જામિને ઘણી વધુ કિંમત ચૂકવીને વ્હિસલ ખરીદી છે. બધાએ એની ખૂબ
મશ્કરી કરી. સાત વર્ષની વયની ઘટના બેન્જામિન
ફ્રેન્કલિનને છેક સિત્તેર વર્ષ સુધી યાદ રહી ગઇ. વ્હિસલ મળ્યાના આનંદ અને ખુશી કરતાં પોતાની આટલી મોટી ભૂલનું દુઃખ વધુ રહ્યું.

આ ઘટનાને વારંવાર યાદ કરીને તેઓ વિચારતા કે પોતે વ્હિસલની જે કિંમત ચૂકવી, એના કરતાં 'અનેકગણી વધારે કિંમત' લોકો એમની મનપસંદ વ્હિસલ માટે ચૂકવતા હોય છે ! વળી દરેક ચીજની ખોટી કિંમત આંકીને માનવી જીવનભર દુઃખી રહેતો હોય છે. વ્હિસલની નાની શી ઘટનામાંથી બેન્જામિન ફ્રેન્કલિન જીવનભર બોધપાઠ તારવતા રહ્યા.

www.sahityasafar.blogspot.com

♠ शुभ - अशुभ ♠

एक बार एक महिला ने स्वामी विवेकानंद से कहा,

'‘स्वामी जी, कुछ दिनों से मेरी बायीं आंख फड़क
रही है। यह कुछ अशुभ घटने की निशानी है। कृपया मुझे कोई ऐसा तरीका बताएं जिससे कोई बुरी घटना मेरे यहां न घटे।’'

उसकी बात सुन विवेकानंद बोले, ‘देवी, मेरी नजर में तो शुभ और अशुभ कुछ नहीं होता। जब जीवन है
तो इसमें अच्छी और बुरी दोनों ही घटनाएं घटित होती हैं। उन्हें ही लोग शुभ और अशुभ से जोड़ देते हैं।’

महिला बोली,'‘पर स्वामी जी, मैंने अपने पड़ोसियों के यहां देखा है कि उनके घर में हमेशा शुभ घटता है। कभी कोई बीमारी नहीं, चिंता नहीं। जबकि मेरे यहां आए दिन कुछ न कुछ अनहोनी घटती रहती है।’

इस पर स्वामी जी मुस्करा कर बोले, ‘शुभ और अशुभ तो सोच का ही परिणाम है। कोई भी ऐसी वस्तु नहीं है जिसे केवल शुभ ही शुभ या केवल अशुभ कहा जा सके। जो आज शुभ मालूम पड़ती है, वही कल
अशुभ हो सकती है। जैसे एक कुम्हार ने बर्तन बनाकर सुखाने के लिए रखे हैं और वह तेज धूप की कामना कर रहा है ताकि बर्तन अच्छी तरह सूखकर पक जाएं, दूसरी ओर एक किसान वर्षा की कामना कर रहा है ताकि फसल अच्छी हो। ऐसे में धूप और
वर्षा जहां एक के लिए शुभ है, वहीं दूसरे के लिए अशुभ। यदि वर्षा होती है तो कुम्हार के घड़े नहीं सूख
पाएंगे और यदि धूप निकलती है तो किसान की फसल अच्छी तरह नहीं पकेगी।

→ इसलिए व्यक्ति को शुभ और अशुभ का ख्याल छोड़कर केवल अपने नेक कर्मों पर ध्यान लगाना चाहिए। तभी जीवन सुखद हो सकता है।’

♠ માફી ♠

www.sahityasafar.blogspot.com

www.aashishbaleja.blogspot.com

→ માત્ર 2 મિનિટ આ પ્રસંગને આપજો.

રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ પાસે હાથીદાંતની એક સુંદર પેન હતી.તેના પર તેમને અનહદ પ્રેમ હતો.લખવામાં તેમને ફાવી ગઇ હતી.

એક દિવસ અચાનક નોકરના હાથમાંથી એ પેન પડી ગઇ અને તૂટી ગઇ.રાજેન્દ્રપ્રસાદને ખબર પડી ત્યારે તેઓ ગુસ્સે થઇ ગયાં.આવી સુંદર પેન સુંદર જ નહિ,પરંતું લખવામાં પણ એટલી જ ફાવી ગયેલ પેન નોકરની બેકાળજીથી તૂટી ગઇ,તેથી નોકરને ધમકાવી નાખ્યો અને તેને તે જગ્યાએથી બદલીને બીજી જગ્યાએ ગોઠવી દીધો.

પરંતું આ ગુસ્સો ક્ષણભર રહ્યો. તે રાત્રે ડૅા.રાજેન્દ્રપ્રસાદને ઊંઘ ન આવી.તેઓ વિચારે ચડી ગયાં,''મારા જેવો માણસ આટલો ગુસ્સે કેમ થઇ ગયો? માણસ માત્ર ભૂલને પાત્ર છે.શું મારાથી ભૂલ થતી નથી? પેન નોકરના હાથમાંથી પડી ગઇ તેને બદલે મારા હાથમાંથી પડી ગઇ હોત અને તૂટી ગઇ હોત તો હું શું કરત? નોકરે જાણીજોઇને ઇરાદાપૂર્વક થોડી પેન પાડી નાંખી હતી ! '' આ વિચારો તેના મનમાં ઘોળાવાં લાગ્યાં.તેઓ બેચેન બની ગયાં.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ અર્ધી રાત્રે તે નોકરને બોલાવ્યો અને તેની માફી માગી.

નોકર મૌન રહ્યો,એટલે રાજેન્દ્રપ્રસાદે કહ્યું,''તારે સંકોચ અનુભવવાની જરૂર નથી.તને મને માફી આપવામાં સંકોચ થતો હશે,પરંતું અત્યારે મે ભૂલ કરી છે એટલે તું માફી આપવાનો અધિકારી છે એટલે તારા તરફથી મને માફી મળી છે - તેવી મને ખાતરી થશે ત્યારે જ મને સંતોષ થશે.''

નોકર ગળગળો થઇ ગયો,''આપ માનવ નથી,દેવ છો.મારા હાથે આપની કીમતી પેન તૂટી ગઇ, એટલે આપને મારા પર ગુસ્સે થવાનો હક્ક છે,તેમાં આપની કોઇ ભૂલ નથી.છતાં આપના સંતોષ ખાતર હું આપને માફી આપું છું.''

આ શબ્દો સાંભળીને ડૅા. રાજેન્દ્રપ્રસાદના મનને શાંતિ થઇ.તેમણે નોકરને તેની મૂળ જગ્યાએ ફરી મૂકી દીધો.પછી બે જ મિનિટમાં તેઓ ઘસઘસાટ ઊંઘવા લાગ્યાં.

→ સત સત નમન આવા મહાત્માઓને....

♥ આશા રાખું છું મિત્રો કે આ પોસ્ટ વાંચીને તમે તમારા મિત્રો, સગાસંબંધીઓ કે તમારા પ્રિય પાત્રને માફી આપશો કે તેમની માફી માંગશો.

www.sahityasafar.blogspot.com

www.aashishbaleja.blogspot.com

♠ અપૂર્વ બલિદાન ♠

→ અંત સુધી વાંચજો.....એક શ્રેષ્ઠ અને જીવનમાં ઉતારવા લાયક બોધકથા છે...

ભારતના અંતિમ હિંદુસમ્રાટ પૃથ્વીરાજ રણમેદાનમાં ઘાયલ થઇને પડ્યાં હતાં.તેમને ગંભીર ઇજાઓ થઇ હોવાથી જાતે ઊભા થઇ શકે તેવી સ્થિતિ નહોતી.તેઓ બેભાન થઇ ગયાં. આ દશામાં કેટલાક ગીધ તેમને મૃત સમજીને તેમની નજીક આવવાં લાગ્યાં.મહારાજના એક પ્રધાન સંયમરાય પણ નજીકમાં જ ઘાયલ અવસ્થામાં પડ્યાં હતાં. તેમને પણ ગંભીર ઇજાઓ હોવાથી ખસી શકાય તેમ નહોતું.પરંતું તેઓ ભાનમાં હતાં.ગીધને મહારાજ તરફ આવતાં જોઇને સ્વામીભક્તિથી પ્રેરાઇને મહારાજને બચાવવાં પ્રયાસ કરી જોયો,પરંતું કોઇ ઉપાય ન દેખાતાં પોતાની પાસે પડેલી તલવાર વડે પોતાનાં અંગમાંથી માંસના ટુકડા કાપીને ગીધ તરફ ફેંકવાં લાગ્યાં.આથી ગીધ રાજા તરફ જવાને બદલે તેમની તરફ આકર્ષાયાં અને મહારાજને છોડી દીધાં.

એટલાંમાં કેટલાક સૈનિકો મહારાજની તપાસમાં ત્યાં આવી પહોંચ્યાં અને મહારાજાને મહેલમાં લઇ ગયાં.દરમિયાન સંયમરાય મરણાસન્ન બની ગયાં હતાં.પરંતું પોતાના સ્વામીને હેમખેમ લઇ જતાં જોઇને તેમણે ખુશીથી દેહ છોડ્યો અને કર્તવ્યનિષ્ઠાનું અનેરું ઉદાહરણ રજું કર્યું.તેમના આ અપૂર્વ બલિદાને તેમને અમર બનાવી દીધાં.મરણ પામી રહેલ વ્યક્તિ પણ ધારે તો સાહસ અને નિષ્ઠા રાખીને મૃત્યુને કેવી રીતે સાર્થક બનાવી શકાય તેનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું.

♠ અસલી સુંદરતા ♠

વસંતની એક સવારે ગુલાબના એક છોડ પર એક સુંદર ફૂલ ખીલ્યુ.તેને જોનાર દરેક તેની સુંદરતાના વખાણ કરતાં હતાં.ગુલાબે જરા તોરમાં આવી કહ્યું, ''માનો કે ન માનો આ વિશ્વમાં હું સૌથી સુંદર પુષ્પ છું.મારી બાજુમાં ઉગેલો કાંટાળો હાથીયાં થોરને જુઓ, કેટલો ભદ્દો દેખાય છે? ''

વડીલ જેવાં પીપળાએ કહ્યું, ''ગુલાબ, સુંદર ફૂલની નીચે તારે પણ કાંટા છે તો પછી થોરને કેમ કાંટાળો કહે છે? ''

ગુલાબે તુંડમિજાજી સ્વરે કહ્યું, ''પીપળ, તું તો સાવ બુદ્ધુ જ નીકળ્યો.કાંટાને કારણે મારી સરખામણી તું પેલા થોર સાથે કરે છે? તે ઉંમર જ વધારી. જ્ઞાન ન વધાર્યું.''

હાથીયા થોરને દુ:ખ લાગ્યું પણ તે ચૂપ રહ્યો અને દરેકને ઘમંડી ગુલાબની વાત ગમી નહી.ગુલાબ રોજ થોરને,તારું અસ્તિત્વ કેટલું બેકાર છે,નથી રંગ,નથી સુગંધ,બસ કાંટા જ કાંટા.તારી પાસે ઉગવાનો મને પણ અફસોસ થાય છે,એવું કહ્યા કરતું.

વસંત પછી ગ્રીષ્મ ઋતુ આવી.સૂરજના તીખા કિરણોથી ચારેકોર હાહાકાર મચી ગયો.પાણીની તંગી પડવા લાગી.પશુ પક્ષી મરવાં લાગ્યાં.વૃક્ષ - છોડ પણ કરમાવાં લાગ્યાં.ગુલાબની હાલત પણ બગડી ગઇ.

એક દિવસ એક ચકલી આવીને તેણે હાથીયા થોરમાં ચાંચ ભરાવીને પાણી પીને ઉડી ગઇ.

ગુલાબે પીપળને પૂછ્યુ કે થોરને દુ:ખે નહીં?

પીપળ જવાબ આપ્યો કે, થોર તો પીડા સહન કરીને પણ બીજાની મદદ કરે છે.તે બીજાની તરસ છીપાવવાં પોતે ખુશી ખુશી પીડા સહન કરી લે છે.

ગુલાબને પોતાની ભૂલનો અહેસાસ થયો.તેણે કહ્યું કે ''આજે મને સમજાયું કે બાહ્ય સૌદર્યનું મૂલ્ય મામુલી છે.અસલી સુંદરતા ચહેરા પર નથી સદગુણમાં છે.

www.sahityasafar.blogspot.com

♠ मैं उपरवाला ♠


मैं उपरवाला बोल रहा हूँ, जिसने ये पूरी दुनिया बनाई वो उपरवाला.

तंग आ चूका हूँ मैं तुम लोगों से,

घर का ध्यान तुम न रखो और चोरी हो जाये तो, "उपरवाले तूने क्या किया".

गाड़ी तुम तेज़ चलाओ और धक्का लग जाये तो, "उपरवाले........".

पढाई तुम न करो और फेल हो जाओ तो, "उपरवाले.........".

ऐसा लगता है इस दुनिया में होने वाले हर गलत काम का जिम्मेदार मैं हूँ.

आजकल तुम लोगो ने एक नया फैशन बना लिया है, जो काम तुम लोग नहीं कर सकते, उसे करने में मुझे भी असमर्थ बता देते हो!

उपरवाला भी भ्रष्टाचार नहीं मिटा सकता,
उपरवाला भी महंगाई नहीं रोक सकता,
उपरवाला भी बलात्कार नहीं रोक सकता.......

ये सब क्या है?

भ्रष्टाचार किसने बनाया?
मैंने?

किससे रिश्वत लेते देखा है तुमने मुझे?

मैं तो हवा, पानी, धुप, आदि सबके लिए बराबर देता हूँ,

कभी देखा है कि ठण्ड के दिनों में अम्बानी के घर के ऊपर मैं तेज़ धुप दे रहा हूँ, या गर्मी में सिर्फ उसके घर बारिश हो रही है ?

उल्टा तुम मेरे पास आते हो रिश्वत की पेशकश लेकर,
कभी लड्डू,
कभी पड़े,
कभी चादर.
और हा,
आइन्दा से मुझे लड्डू की पेशकश की तो तुम्हारी खैर नहीं,
मेरे नाम पे पूरा डब्बा खरीदते हो,
एक टुकड़ा मुझपर फेंक कर बाकि खुद ही खा जाते हो.

ये महंगाई किसने बनाई?
मैंने?
मैंने सिर्फ ज़मीन बनाई,
उसे "प्लाट" बनाकर बेचा किसने?

मैंने पानी बनाया,
उसे बोतलों में भरकर बेचा किसने?

मैंने जानवर बनाये,
उन्हें मवेशी कहकर बेचा किसने?

मैंने पेड़ बनाये,
उन्हें लकड़ी कहकर बेचा किसने?

मैंने आज तक तुम्हे कोई वस्तु बेचीं?
किसी वस्तु का पैसा लिया?
सब चीज़ों में कसूर मेरा निकालते हो।
अभी भी समय है
सुधर जाओ
वरना
फिर मत कहना
ये कयामत क्यूँ आई?

♠ દાનવીર કર્ણ ♠

એક દિવસ ધર્મરાજ યુધિષ્ઠિરે હિંમત કરીને શ્રીકૃષ્ણને પૂછ્યું, ''હે સર્વજ્ઞ! તમે તો જાણો છો કે મારા મનમાં જરાય ઇર્ષાભાવ નથી,છતાં મનમાં કેટલાય દિવસથી એક સવાલ સતાવ્યા કરે છે કે તમે કર્ણને જ સૌથી મોટો દાનવીર શા માટે કહો છો,મે પણ આજ સુધી ક્યારેય કોઇને ખાલી હાથે જવા દીધો નથી.''

શ્રીકૃષ્ણ સહેજ હસ્યા,વિચાર્યુ અને આકાશ તરફ જોતાં કહ્યુ, ''અત્યારે હું ઉતાવળમાં છું, પછી જવાબ આપીશ.''

વરસાદની ઋતુ હતી.બારેમેઘ ખાંગા થયાં હતા.સતત સાત દિવસથી વરસાદ પડી રહ્યો હતો.ચાલું વરસાદમાં જ લીલાધર શ્રીકૃષ્ણ પાંડવોના ઘરે ગયાં.પાંડવો એમની આગતા - સ્વાગતામાં લાગી ગયાં.પોતે આવા વરસાદમાં અહી શા માટે આવ્યા છે તેનું પ્રયોજન જણાવતાં તેમણે કહ્યું કે,''મારે યજ્ઞ માટે સો મણ લાકડાની જરૂર છે.''

ભારે થઇ.આવા ભીષણ વરસાદમાં સૂકા લાકડા લાવવાં ક્યાંથી, અને એ પણ ચંદનના? છતાં યુધિષ્ઠિરે દૂતો દોડાવ્યા.ઘણી દોડાદોડ પછી માંડ બે મણ લાકડા મળ્યાં. યુધિષ્ઠિર સહિત બધાએ રાહતનો શ્વાસ લીધો.હાશ!ચાલો,આવા વરસાદમાંય પરમાત્માંની થોડીક માંગણી તો સંતોષાઇ.

ત્યાંથી શ્રીકૃષ્ણ સીધા કર્ણના ઘેર ગયાં.એમણે દોડીને પુરુષોતમનું સ્વાગત કર્યું.હાલ ચાલ પૂછ્યાં પછી શ્રીકૃષ્ણે કહ્યું, ''ભાઇ! આજ તો તારા ઘેર કંઇક માંગવા આવ્યો છું.એક યજ્ઞ માટે સો મણ સૂકાં લાકડાની જરૂર.... ''

શ્રીકૃષ્ણનું આ વાક્ય પૂરું થાય એ પહેલાં તો કર્ણે પોતાનાં શસ્ત્ર ઉઠાવ્યાં,મહેલના દ્વાર,છજા,પલંગ,સિંહાસન વગેરે તોડી નાંખ્યાં.શ્રીકૃષ્ણે દોડીને તેનો હાથ પકડી લીધો.એને રોકતાં તેઓ બોલ્યાં,''બસ,મારો યજ્ઞ પૂરો થઇ ગયો.''

મહારાજ યુધિષ્ઠિર સુધી આ વાત પહોંચતાં વાર ન લાગી.તે શ્રીકૃષ્ણ આગળ નતમસ્તક થઇ ગયાં. શ્રીકૃષ્ણ આવી રીતે જવાબ વાળશે.એવી તેમણે કલ્પના પણ કરી નહોતી.

www.sahityasafar.blogspot.com